/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/05/Amit-Shah.jpg)
ગૃહમંત્રી અમિત શાહ (ફોટો - ટ્વીટર)
Gujarat Latest News in Gujarati, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 2 may 2024 Highlights, આજના તાજા સમાચાર: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વિશે નિવેદન આપતાં ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, તેમની 'ભારત જોડો યાત્રા' 4 જૂને 'કોંગ્રેસ ઢૂંઢો યાત્રા'ના નારા સાથે સમાપ્ત થશે. યુપીના બરેલીમાં એક ચૂંટણી રેલીને સંબોધતા અમિત શાહે રાહુલ ગાંધી, કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી અને સપાના અખિલેશ યાદવ પર પણ ઉગ્ર રાજકીય પ્રહારો કર્યા હતા. કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે, આ વિપક્ષી નેતા અયોધ્યામાં રામ મંદિર અભિષેક સમારોહમાં હાજરી આપી ન હતી કારણ કે આના કારણે તેમની વોટબેંક ઘટી શકવાનો ડર હતો.
સાબરકાંઠાના વડાલીના વેડા ગામમાં ઓનલાઈન ઈલેક્ટ્રીક વસ્તુ મંગાવી હતી, જેનું પાર્સલ ખોલતા જ બ્લાસ્ટ થયો. આ ઘટનામાં બે લોકોના મોત થયા છે, જ્યારે બે લોકો ઈજાગ્રસ્ત થયા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આણંદના વિદ્યાનગર પહોંચી ગયા છે જ્યાં તેઓ પોતાની આજના દિવસની પહેલી જાહેર સભા સંબોધી રહ્યા છે. તેમણે પોતાના ભાષણમાં જણાવ્યું હતું કેે 140 કરોડ દેશવાસીઓના સપના પૂરા કરવા માટે મારે તમારા આર્શિવાદ જોઈએ છે, મારે સરદાર સાહેબની ભુમિના આર્શિવાદ જોઈએ છે. આખા દેશમાંથી આર્શિવાદ મળે, પણ જ્યારે સરદાર સાહેબની ભૂમિમાંથી આર્શિવાદ મળે ત્યારે ચાર ચાંદ લાગી જાય. આજે હું આર્શિવાદ માંગવા આવ્યો છું.
- May 02, 2024 23:16 IST
કોંગ્રેસે લદ્દાખથી સેરિંગ નામગ્યાલને ઉમેદવાર જાહેર કર્યા
કોંગ્રેસ લોકસભા ચૂંટણી 2024 માટે લદ્દાખ બેઠક માટે સેરિંગ નામગ્યાલને ઉમેદવાર જાહેર કર્યા છે.
कांग्रेस ने लद्दाख से सेरिंग नामग्याल को अपना उम्मीदवार बनाया है।#LokSabhaElections2024pic.twitter.com/u9My0epaka
— ANI_HindiNews (@AHindinews) May 2, 2024
- May 02, 2024 18:41 IST
'ભારત જોડો યાત્રા' 4 જૂન બાદ 'કોંગ્રેસ ઢૂંઢો યાત્રા' ના નારા સાથે થશે ખતમ : અમિત શાહ
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વિશે નિવેદન આપતાં ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, તેમની 'ભારત જોડો યાત્રા' 4 જૂને 'કોંગ્રેસ ઢૂંઢો યાત્રા'ના નારા સાથે સમાપ્ત થશે. યુપીના બરેલીમાં એક ચૂંટણી રેલીને સંબોધતા અમિત શાહે રાહુલ ગાંધી, કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી અને સપાના અખિલેશ યાદવ પર પણ ઉગ્ર રાજકીય પ્રહારો કર્યા હતા. કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે, આ વિપક્ષી નેતા અયોધ્યામાં રામ મંદિર અભિષેક સમારોહમાં હાજરી આપી ન હતી કારણ કે આના કારણે તેમની વોટબેંક ઘટી શકવાનો ડર હતો.
- May 02, 2024 15:57 IST
પીએમ મોદીની જુનાગઢમાં જનસભા, કોંગ્રેસ પર આંકરા પ્રહાર
પીએ નરેન્દ્ર મોદી ગુજરાતના જુનાગઢમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. જે દરમિયાન જનસભાને સંબોધિતા પીએમ મોદીએ કહ્યું કે, 500 વર્ષ બાદ ભગવાન રામનું મંદિર બની રહ્યું હતું. આઝાદીના 75 વર્ષ બાદ પણ તેમણે (કોંગ્રેસ) અવરોઝ ઉભા કર્યા. અદાલતમાં પણ અડચણો ઉભી કરી. પરંતુ તે મારું સૌભાગ્ય અને તમારા આશીર્વાદ છે કે અયોધ્યામાં ભવ્ય રામ મંદિર બની ગયુ.
#WATCH जूनागढ़, गुजरात: प्रधानमंत्री नरेंद्र मोदी ने जनसभा को संबोधित करते हुए कहा, "500 साल के बाद भगवान राम का मंदिर बन रहा था। आजादी के 75 साल बाद भी उन्होंने(कांग्रेस) रोड़े अटकाने की कोशिश की, अदालतों में भी रोड़े अटकाए। लेकिन ये मेरा सौभाग्य और आपका आशीर्वाद है कि अयोध्या… pic.twitter.com/1UShrIWwAq
— ANI_HindiNews (@AHindinews) May 2, 2024
- May 02, 2024 14:09 IST
સાબરકાંઠા: વડાલીના વેડામાં પાર્સલ ખોલતા બ્લાસ્ટ, એકનું મોત, ત્રણ ઈજાગ્રસ્ત
સાબરકાંઠાના વડાલીના વેડા ગામમાં ઓનલાઈન ઈલેક્ટ્રીક વસ્તુ મંગાવી હતી, જેનું પાર્સલ ખોલતા જ બ્લાસ્ટ થયો. આ ઘટનામાં એકનું મોત થયું છે, જ્યારે ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા છે.
- May 02, 2024 11:47 IST
દેશની ઈકોનોમીને 5 નંબર પર પહોંચાડી
પોતાના ભાષણમાં નરેન્દ્ર મોદીએ કહ્યું કે વર્ષ 2014 પહેલા બોવ મોટા અર્થશાસ્રી દેશના વડાપ્રધાન હતા, જે બાદ મને મોકો મળ્યો, જ્યારે તેઓએ પદ છોડ્યું ત્યારે દુનિયામાં દેશની ઈકોનોમી 11 નંબર પર હતી. જે બાદ આ ચા વાળાએ દેશની ઈકોનોમીને 11 નંબર પરથી 5 નંબર પર પહોંચાડી દીધી છે.
- May 02, 2024 11:31 IST
140 કરોડ દેશવાસીઓના સપના પૂરા કરવા માટે મારે તમારા આર્શિવાદ જોઈએ
140 કરોડ દેશવાસીઓના સપના પૂરા કરવા માટે મારે તમારા આર્શિવાદ જોઈએ છે, મારે સરદાર સાહેબની ભુમિના આર્શિવાદ જોઈએ છે. આખા દેશમાંથી આર્શિવાદ મળે, પણ જ્યારે સરદાર સાહેબની ભૂમિમાંથી આર્શિવાદ મળે ત્યારે ચાર ચાંદ લાગી જાય. આજે હું આર્શિવાદ માંગવા આવ્યો છું.
- May 02, 2024 11:30 IST
કોંગ્રેસ સરકાર 60 વર્ષ સુધી કરોડો લોકોના બેંક ખાતા ખોલાવી શકી ન્હોતી
પોતાના ભાષણમાં નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે બેંકનું રાષ્ટ્રીયકરણ ગરીબોના નામ પણ કરવા છતાં કોંગ્રેસ સરકાર 60 વર્ષ સુધી કરોડો લોકોના બેંક ખાતા પણ ખોલાવી શકી ન હતી. અમારી સરકારે કોરોડો લોકોના બેંક ખાતા ખોલાવ્યાં. આજે ગરીબ બેંકમાં જઈને કારોબાર કરી રહ્યા છે.
- May 02, 2024 11:05 IST
શાળાઓને બોમ્બની ધમકી અંગે મળ્યા 3 નવા ઈનપુટ
દિલ્હી-એનસીઆરની 100 શાળાઓને બુધવારે સવારે એક મેલ મળ્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે બિલ્ડિંગમાં બોમ્બથી હુમલો કરવામાં આવશે. આ મેલ બાદ જમીન પર અરાજકતાનો માહોલ સર્જાયો હતો અને સ્થિતિ તંગ બની ગઈ હતી. હવે તે ઘણા સમય પહેલા સ્પષ્ટ થઈ ગયું હતું કે તે ધમકી નકલી હતી, તે માત્ર ગેરમાર્ગે દોરવા માટે આપવામાં આવી હતી. પરંતુ જે નવા ઇનપુટ્સ સામે આવ્યા છે તે આશ્ચર્યજનક અને ચિંતાજનક છે.
- May 02, 2024 09:34 IST
આજે આઈપીએલની 50મી મેચ
આજે 2 મે 2024, આઈપીએલની 50 મી મેચ હૈદરાબાદ અને રાજસ્થાન વચ્ચે રમાશે. પોઈન્ટ ટેબલ ઉપર રાજસ્થાન 16 પોઈન્ટ સાથે ટોચ પર છે જ્યારે 10 પોઈન્ટ સાથે હૈદરાબાદ પાંચમા સ્થાને છે.
- May 02, 2024 08:08 IST
આજે ગુુરુવારે કોને સાચવીને રહેવું પડશે? આજનું રાશિફળ
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/03/thursday-horoscope-.jpg)
આજે 2 મે 2024ના રોજ ગુરુવારના દિવસે કઈ રાશિના જાતકોને સાચવવું પડશે. અને કોનો દિવસ સુધરશે. અહીં ક્લિક કરીને વાંચો આજનું રાશિફળ.
- May 02, 2024 08:06 IST
પીએમ મોદી આણંદમાં સંબોધશે જાહેર સભા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે ગુજરાતમાં બીજો દિવસ છે. પીએમ મોદી આજે ગુરુવારે ગાંધીનગરથી સવારે 20.2 કલાકે આણંદ જવા રવાના થશે, અને આણંદમાં 22.00 કલાકે જનસભા સંબોધશે, ત્યારબાદ ત્યાંથી સુરેનદ્રનગરમાં બપોરે 2.00 કલાકે જનસભા કરશે. અહીંથી સીધા તેઓ જુનાગઢમાં બપોરે 3.2 કલાકે જનસભા સંબોધશે, ત્યાંથી આગળ વધતા જામનગરમાં સાંજે 5.00 કલાકે જનસભા સંબોધી પસ્ચિમ બંગાળ જવા રવાના થઈ શકે છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us