/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/07/Indian-Army-.jpg)
ભારતીય સેના (ફાઇલ ફોટો)
Gujarat Latest News in Gujarati, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 2 November 2024, આજના તાજા સમાચાર: જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. અનંતનાગમાં સેના અને જમ્મુ-કાશ્મીર પોલીસની સંયુક્ત કાર્યવાહીમાં બે આતંકવાદીઓ માર્યા ગયા છે. પ્રાથમિક માહિતી મુજબ માર્યા ગયેલા બે આતંકવાદીઓમાંથી એક વિદેશી હોવાની શક્યતા છે.
અમેરિકાના પ્રતિબંધો પર વિદેશ મંત્રાલયે કહ્યું - અમારી કંપનીઓ ભારતીય કાયદાના દાયરામાં રહીને કામ કરે છે
અમેરિકાએ યુક્રેનમાં રશિયાના યુદ્ધના પ્રયાસોમાં કથિત ભૂમિકા બદલ ભારતની 19 ખાનગી કંપનીઓ અને બે ભારતીય નાગરિકોને પોતાની પ્રતિબંધોની સૂચિમાં મૂક્યા છે. આ ઘટનાક્રમના ત્રણ દિવસ બાદ વિદેશ મંત્રાલયે શનિવારે કહ્યું કે સંબંધિત કંપનીઓ ભારતીય કાયદાઓનું ઉલ્લંઘન નથી કરી રહી અને નવી દિલ્હી આ મુદ્દાઓને સ્પષ્ટ કરવા માટે અમેરિકી અધિકારીઓ સાથે સંપર્કમાં છે. એક પત્રકાર પરિષદને સંબોધતા વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે સરકાર નિકાસ નિયંત્રણની જોગવાઈઓ વિશે કંપનીઓને જાગરુક બનાવવા માટે તમામ સંબંધિત ભારતીય વિભાગો / એજન્સીઓ સાથે કામ કરી રહી છે.
સંસદનું શીતકાલીન સત્ર 25 નવેમ્બરથી શરુ થશે
સંસદનું શીતકાલીન સત્ર 25 નવેમ્બરથી શરુ થશે. આ 20 ડિસેમ્બર સુધી ચાલશે. આ દરમિયાન ઘણા મહત્વના બીલો પર ચર્ચા થશે.
લોરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલને લઈને અમેરિકાએ ભારતને એલર્ટ કર્યું
સુરક્ષા એજન્સીઓ લોરેન્સ બિશ્નોઈ ગેંગની ગતિવિધિઓ પર અંકુશ લગાવવાનો પ્રયાસ કરી રહી છે. અમેરિકી અધિકારીઓએ મુંબઈ પોલીસને લોરેન્સના નાના ભાઈ અનમોલ બિશ્નોઈની તેમના દેશમાં હાજરી અંગે ચેતવણી આપી છે. આ પછી મુંબઈ પોલીસે તેના પ્રત્યાર્પણની માંગ કરવાની પ્રક્રિયા શરૂ કરી છે. ક્રાઈમ બ્રાન્ચે ગયા મહિને સ્પેશિયલ કોર્ટનો સંપર્ક કર્યો હતો.
એક વરિષ્ઠ અધિકારીએ ધ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે 16 ઓક્ટોબરે મુંબઈ પોલીસે કોર્ટને જણાવ્યું હતું કે તેઓ સલમાન ખાનના ઘરે ફાયરિંગ કેસમાં અનમોલના પ્રત્યાર્પણની પહેલ કરવા માગે છે. તાજેતરમાં એનસીપી (અજિત પવાર)ના નેતા અને પૂર્વ ધારાસભ્ય બાબા સિદ્દીકીની હત્યામાં પણ અનમોલનું નામ સામે આવ્યું હતું અને એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે નેતા પર ગોળી મારનાર આરોપી સાથે અનમોલે વાત કરી હતી.
- Nov 02, 2024 22:30 IST
Today News Live : અમેરિકાના પ્રતિબંધો પર વિદેશ મંત્રાલયે કહ્યું - અમારી કંપનીઓ ભારતીય કાયદાના દાયરામાં રહીને કામ કરે છે
અમેરિકાએ યુક્રેનમાં રશિયાના યુદ્ધના પ્રયાસોમાં કથિત ભૂમિકા બદલ ભારતની 19 ખાનગી કંપનીઓ અને બે ભારતીય નાગરિકોને પોતાની પ્રતિબંધોની સૂચિમાં મૂક્યા છે. આ ઘટનાક્રમના ત્રણ દિવસ બાદ વિદેશ મંત્રાલયે શનિવારે કહ્યું કે સંબંધિત કંપનીઓ ભારતીય કાયદાઓનું ઉલ્લંઘન નથી કરી રહી અને નવી દિલ્હી આ મુદ્દાઓને સ્પષ્ટ કરવા માટે અમેરિકી અધિકારીઓ સાથે સંપર્કમાં છે. એક પત્રકાર પરિષદને સંબોધતા વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે સરકાર નિકાસ નિયંત્રણની જોગવાઈઓ વિશે કંપનીઓને જાગરુક બનાવવા માટે તમામ સંબંધિત ભારતીય વિભાગો / એજન્સીઓ સાથે કામ કરી રહી છે.
- Nov 02, 2024 21:19 IST
Today News Live : ઇરાનના સર્વોચ્ચ નેતા ખામેનેઇએ ફરી એકવાર અમેરિકા અને ઇઝરાયેલને ચેતવણી આપી
ઇઝરાયેલ-ઇરાન વિવાદ વચ્ચે ઇરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લાહ અલી ખામેનેઇએ ફરી એકવાર અમેરિકા અને ઇઝરાયેલને ચેતવણી આપી છે. તાજેતરના હુમલાઓ અંગે ખામેનીએ કહ્યું કે અમે કઠોર જવાબ આપવા માટે તૈયાર છીએ. ઈરાનના સર્વોચ્ચ નેતા ખામેનીઇએ રાજધાની તેહરાનમાં કહ્યું દુશ્મનોને તેનો જવાબ ચોક્કસપણે મળશે, પછી ભલે તે ઇઝરાયેલ) હોય કે અમેરિકા. તેમણે યમનના ઇરાન સમર્થિત હુતી, લેબેનોનના હિઝબુલ્લાહ અને પેલેસ્ટાઇની હમાસનો પણ ઉલ્લેખ કર્યો હતો. જોકે ઈરાનના નેતાએ કોઈ પણ હુમલાના સમય કે તે અંગે વિસ્તૃત માહિતી આપી ન હતી.
- Nov 02, 2024 19:46 IST
Today News Live : દુબઈથી દિલ્હી આવેલી એર ઇન્ડિયાની ફ્લાઇટમાં મળ્યો કારતૂસ, તપાસ શરૂ
એર ઇન્ડિયાની ફ્લાઇટમાંથી કારતૂસ મળી આવ્યાનો મામલો સામે આવ્યો છે. સફાઇ દરમિયાન એક કર્મચારીને સીટ બેગમાંથી કારતૂસ મળી આવ્યો હતો. આ વિમાન દુબઈથી દિલ્હી પહોંચ્યું હતું. હવે દિલ્હી પોલીસ સુરક્ષા ભંગના મામલાની તપાસ કરી રહી છે. એક પોલીસ અધિકારીએ પીટીઆઈને જણાવ્યું હતું કે એર ઇન્ડિયાના એક કર્મચારીને 27 ઓક્ટોબરના રોજ વિમાનની નિયમિત સફાઇ દરમિયાન જીવતો કારતૂસ મળ્યો હતો. આર્મ્સ એક્ટ હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે અને તપાસ શરૂ કરવામાં આવી છે.
- Nov 02, 2024 18:20 IST
Today News Live : બસપા પેટા ચૂંટણી પર એકલા હાથે ચૂંટણી લડશે - માયાવતી
કાનપુર : બસપાના વડા માયાવતીએ કહ્યું કે જ્યારથી ઉત્તર પ્રદેશમાં નવ બેઠકો માટેની પેટાચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે, ત્યારથી ભાજપ અને સપા ગઠબંધનની ઊંઘ ઉડી ગઇ છે. બસપા આ બેઠકો પર એકલા હાથે ચૂંટણી લડી રહી છે. બસપાએ ઘણા સમયથી મોટાભાગની પેટાચૂંટણી લડી નથી. ચૂંટણીમાં જનતાનું ધ્યાન ભટકાવવા માટે ભાજપ 'બટેંગે તો કટંગે' જેવા સૂત્રોના પ્રચારમાં વ્યસ્ત છે અને સપાના લોકો 'જુડેંગે તો જીતેંગે' જેવા નારાનો પ્રચાર કરવામાં વ્યસ્ત છે. એવું હોવું જોઈએ કે બીએસપી સાથે જુડેંગે તો આગે બઢેંગે અને આગળ સુરક્ષિત પણ રહેશો.
- Nov 02, 2024 17:35 IST
Today News Live : બીજા દિવસના અંતે ન્યૂઝીલેન્ડના 9 વિકેટે 171 રન
રવિન્દ્ર જાડેજા (4 વિકેટ) અને આર અશ્વિન (3 વિકેટ)ના તરખાટની મદદથી ભારતે ત્રીજી ટેસ્ટના બીજા દિવસે ન્યૂઝીલેન્ડ પર પ્રભુત્વ મેળવી લીધું છે. બીજા દિવસના અંતે ન્યૂઝીલેન્ડે 9 વિકેટે 171 રન બનાવી લીધા છે. ન્યૂઝીલેન્ડને 143 રનની લીડ છે અને તેની 1 વિકેટ બાકી છે. આ પહેલા ભારત પ્રથમ દાવમાં 263 રનમાં ઓલઆઉટ થયું હતું અને 28 રનની લીડ મળી હતી.
- Nov 02, 2024 15:59 IST
Today News Live : સંસદનું શીતકાલીન સત્ર 25 નવેમ્બરથી શરુ થશે
સંસદનું શીતકાલીન સત્ર 25 નવેમ્બરથી શરુ થશે. આ 20 ડિસેમ્બર સુધી ચાલશે. આ દરમિયાન ઘણા મહત્વના બીલો પર ચર્ચા થશે.
- Nov 02, 2024 09:19 IST
Today News Live : લોરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલને લઈને અમેરિકાએ ભારતને એલર્ટ કર્યું
સુરક્ષા એજન્સીઓ લોરેન્સ બિશ્નોઈ ગેંગની ગતિવિધિઓ પર અંકુશ લગાવવાનો પ્રયાસ કરી રહી છે. અમેરિકી અધિકારીઓએ મુંબઈ પોલીસને લોરેન્સના નાના ભાઈ અનમોલ બિશ્નોઈની તેમના દેશમાં હાજરી અંગે ચેતવણી આપી છે. આ પછી મુંબઈ પોલીસે તેના પ્રત્યાર્પણની માંગ કરવાની પ્રક્રિયા શરૂ કરી છે. ક્રાઈમ બ્રાન્ચે ગયા મહિને સ્પેશિયલ કોર્ટનો સંપર્ક કર્યો હતો.

/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us