/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/03/supreme-court.jpg)
સુપ્રીમ કોર્ટ ફાઇલ તસવીર - express photo
Gujarat Latest News in Gujarati, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 2 September 2024 Highlights, આજના તાજા સમાચાર: સુપ્રીમ કોર્ટે સોમવારે અનેક રાજ્યોમાં ચાલી રહેલી બુલડોઝરની કાર્યવાહી પર સખત નારાજગી વ્યક્ત કરી હતી. આ અંગે સુનાવણી કરતા કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે માત્ર આરોપ લાગવાના આધારે કોઇનું ઘર તોડી પાડવું યોગ્ય નથી. કોર્ટે ટકોર કરી હતી કે જો કોઈ આરોપી હોય તો તેનું ઘર કેવી રીતે તોડી શકાય. જો તે ગુનેગાર હોય તો પણ સંપત્તિ તોડી શકાતી નથી. સોમવારે જસ્ટિસ બીઆર ગવઈ અને કે.વી.વિશ્વનાથનની બેન્ચે આ મામલે સુનાવણી કરી હતી. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ આ વાત સાથે સહમતી દર્શાવી હતી અને કહ્યું હતું કે, અપરાધ પુરવાર થાય તો પણ ડિમોલિશનની કાર્યવાહીને વાજબી ઠેરવી શકાય નહીં.
વૈષ્ણોદેવી યાત્રા રૂટ પર ભૂસ્ખલન, ઘણા શ્રદ્ધાળુઓ ફસાયા હોવાની આશંકા
જમ્મુ-કાશ્મીરના રિયાસી જિલ્લામાં ત્રિકુટા પર્વતો પર સ્થિત માતા વૈષ્ણો દેવી મંદિરના યાત્રા માર્ગ પર ભૂસ્ખલનના સમાચાર છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ ઘટનામાં ત્રણ શ્રદ્ધાળુઓના મોત થયા છે જ્યારે ઘણા લોકો ફસાયા હોવાની આશંકા છે. ન્યૂઝ એજન્સી IANS અનુસાર, વૈષ્ણો દેવી યાત્રા રૂટ પર જે જગ્યાએ ભૂસ્ખલન થયું તે પંછી હેલિપેડ પાસે છે. ભૂસ્ખલનને કારણે કેટલાક શ્રદ્ધાળુઓ ફસાયા હોવાની પણ શક્યતા છે. માતા વૈષ્ણોદેવી શ્રાઈન બોર્ડ ઘટના સ્થળે રાહત અને બચાવ કાર્ય ચલાવી રહ્યું છે.
જમ્મુ કાશ્મીરઃ સુંજવાન આર્મી બેઝ પાસે ફાયરિંગ, સેનાએ શરૂ કર્યું સર્ચ ઓપરેશન
જમ્મુ-કાશ્મીરમાં સુંજવાન આર્મી બેઝ પાસે ફાયરિંગના સમાચાર છે. સમાચાર એજન્સીએ એક સંરક્ષણ અધિકારીને ટાંકીને કહ્યું કે જમ્મુના સુંજવાન આર્મી બેઝ સ્ટેશન પર બેઝની બહારથી આતંકીઓએ કરેલા ગોળીબારમાં સેનાનો એક જવાન ઘાયલ થયો છે. ગુનેગારોને શોધવા સર્ચ ઓપરેશન ચાલુ છે.
AAP ધારાસભ્ય અમાનતુલ્લા ખાનના બાટલા હાઉસ સ્થિત ઘર પર ઈડીના દરોડા
EDએ AAP ધારાસભ્ય અમાનતુલ્લા ખાનના બાટલા હાઉસ સ્થિત ઘરમાં દરોડા પાડ્યા. સોમવારે વહેલી સવારે ED દ્વારા અમાનતુલ્લા ખાનના ઘર પર દરોડા પાડવામાં આવી રહ્યા છે. અમાનતુલ્લાએ આ અંગે એક વીડિયો પણ શેર કર્યો છે.
આ વીડિયોમાં તેણે કહ્યું કે આજે સવારે 7 વાગ્યે EDના લોકો મારા ઘરે છે. તેણે કહ્યું, "ઇડીના લોકો સર્ચ વોરંટના નામે મારી ધરપકડ કરવા આવ્યા છે. મારી સાસુને કેન્સર છે અને 4 દિવસ પહેલા તેનું ઓપરેશન થયું હતું. તેણે એ પણ કહ્યું કે તેણે EDની તમામ નોટિસનો જવાબ આપી દીધો છે અને તે આરોપ છે કે તેમની સામે ખોટા આરોપો લગાવવામાં આવી રહ્યા છે.
- Sep 02, 2024 23:36 IST
રાજસ્થાન: બાડમેરમાં ભારતીય વાયુસેનાનું વિમાન ક્રેશ
રાજસ્થાનના બાડમેરમાં એક મોટો અકસ્માત સામે આવ્યો છે. અહેવાલો અનુસાર સોમવારે મોડી સાંજે અહીં એક મિગ વિમાન ક્રેશ થયું હતું. બાડમેરના બાંદ્રામાં ઉત્તરલાઈ એરબેઝ પાસે આ અકસ્માત સર્જાયો હતો. સદનસીબે પાયલટ ક્રેશ થતા પહેલા પ્લેનમાંથી બહાર નીકળી ગયો હતો. આ ઘટનામાં હજી સુધી કોઈ જાનહાનિ કે ઈજાના સમાચાર નથી. ફાઈટર પ્લેન ક્રેશ થવાની માહિતી મળતા જ સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આ ઘટના બાદ ભારતીય વાયુસેનાએ તપાસના આદેશ આપ્યા છે.
- Sep 02, 2024 22:10 IST
હરિયાણાના કોંગ્રેસ પ્રભારી દીપક બાબરિયાએ કહ્યું - ઉમેદવારોની યાદી બે દિવસમાં જાહેર કરાશે
દિલ્હી: હરિયાણાના AICC પ્રભારી દીપક બાબરિયાએ કોંગ્રેસ મુખ્યાલયમાં યોજાયેલી CECની બેઠક બાદ જણાવ્યું હતું કે આજે 49 બેઠકો પર ચર્ચા કરવામાં આવી હતી, જેમાંથી 34 પર નિર્ણય લેવામાં આવ્યો છે અન્ય 15 બેઠકો સમીક્ષા માટે મોકલવામાં આવી છે. 34 માંથી 22 ધારાસભ્યોની બેઠકો પર નિર્ણય થઇ ચુક્યો છે. અમે આવતીકાલે વિનેશ ફોગાટ વિશે સ્પષ્ટતા કરીશું. યાદી પણ બે દિવસમાં જાહેર કરવામાં આવશે.
#WATCH दिल्ली: हरियाणा के AICC प्रभारी दीपक बाबरिया ने कांग्रेस मुख्यालय में हुई CEC की बैठक के बाद कहा, "आज 49 सीटों पर चर्चा हुई, जिनमें से 34 पर फैसला हो चुका है। अन्य 15 सीटों को समीक्षा के लिए भेजा गया है, 34 में से 22 विधायक सीटों पर फैसला हो चुका है... हम कल विनेश फोगट के… pic.twitter.com/3TI2pQT3zT
— ANI_HindiNews (@AHindinews) September 2, 2024
- Sep 02, 2024 20:55 IST
રાતના 8 વાગ્યા સુધીમાં સોનગઢ અને વ્યારામાં 8 ઇંચથી વધારે વરસાદ
રાજ્યમાં ફરી એક વખત વરસાદનો બીજો ધમાકેદાર રાઉન્ડનો શરુ થયો છે. દક્ષિણ ગુજરાતમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના ડેટા પર નજર કરીએ તો સોમવારને 2 સપ્ટેમ્બરના રોજ સવારના 6 થી રાતના 8 વાગ્યા સુધીમાં 123 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે વાપીના સોનગઢ અને વ્યારામાં 8 ઇંચથી વધારે વરસાદ વરસ્યો છે. રાજ્યમાં 9 તાલુકામાં 4 ઇંચથી વધારે વરસાદ વરસ્યો છે.
- Sep 02, 2024 19:31 IST
જમ્મુ-કાશ્મીર બીજેપી ચીફ રવિન્દર રૈના નૌશેરાથી ચૂંટણી લડશે
ભાજપે આગામી જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટે 6 ઉમેદવારોની ચોથી યાદી જાહેર કરી છે. જમ્મુ-કાશ્મીર બીજેપી ચીફ રવિન્દર રૈના નૌશેરાથી ચૂંટણી લડશે.
भाजपा ने आगामी जम्मू-कश्मीर विधानसभा चुनाव के लिए 6 उम्मीदवारों की चौथी सूची जारी की।
जम्मू-कश्मीर भाजपा प्रमुख रविंदर रैना नौशेरा से चुनाव लड़ेंगे। pic.twitter.com/73PXSdQmHX— ANI_HindiNews (@AHindinews) September 2, 2024
- Sep 02, 2024 18:22 IST
ભાજપના 'સંગઠન પર્વ, સદસ્યતા અભિયાન 2024'ના ઉદ્ઘાટન કાર્યક્રમમાં પીએમ મોદીનું સંબોધન
ભાજપના 'સંગઠન પર્વ, સદસ્યતા અભિયાન 2024'ના ઉદ્ઘાટન કાર્યક્રમને સંબોધતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે આજે સદસ્યતા અભિયાનનો અન્ય એક રાઉન્ડ શરૂ થઈ રહ્યો છે. ભારતીય જનસંઘથી અત્યાર સુધી આપણે દેશમાં એક નવી રાજકીય સંસ્કૃતિ લાવવાનો ભરપૂર પ્રયાસ કર્યો છે. જો કોઈ પક્ષમાં આંતરિક લોકશાહી સતત ના રહે તો એવી સ્થિતિ ઊભી થાય છે જે આજે આપણે દેશના અનેક પક્ષોમાં જોઈ રહ્યા છીએ.
#WATCH दिल्ली: भाजपा के 'संगठन पर्व, सदस्यता अभियान 2024' के शुभारंभ कार्यक्रम को संबोधित करते हुए प्रधानमंत्री मोदी ने कहा, "आज सदस्यता अभियान का एक और दौर प्रारंभ हो रहा है। भारतीय जनसंघ से अब तक हमने देश में एक नई राजनीतिक संस्कृति लाने का भरसक प्रयास किया है...अगर किसी दल में… pic.twitter.com/bH9f0jMwSr
— ANI_HindiNews (@AHindinews) September 2, 2024
- Sep 02, 2024 16:32 IST
આરોપો સાબિત થાય તો પણ ઘર પર બુલડોઝર ચલાવી ના શકાય, સુપ્રીમ કોર્ટે વ્યક્ત કરી નારાજગી
સુપ્રીમ કોર્ટે સોમવારે અનેક રાજ્યોમાં ચાલી રહેલી બુલડોઝરની કાર્યવાહી પર સખત નારાજગી વ્યક્ત કરી હતી. આ અંગે સુનાવણી કરતા કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે માત્ર આરોપ લાગવાના આધારે કોઇનું ઘર તોડી પાડવું યોગ્ય નથી. કોર્ટે ટકોર કરી હતી કે જો કોઈ આરોપી હોય તો તેનું ઘર કેવી રીતે તોડી શકાય. જો તે ગુનેગાર હોય તો પણ સંપત્તિ તોડી શકાતી નથી. સોમવારે જસ્ટિસ બીઆર ગવઈ અને કે.વી.વિશ્વનાથનની બેન્ચે આ મામલે સુનાવણી કરી હતી. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ આ વાત સાથે સહમતી દર્શાવી હતી અને કહ્યું હતું કે, અપરાધ પુરવાર થાય તો પણ ડિમોલિશનની કાર્યવાહીને વાજબી ઠેરવી શકાય નહીં.
- Sep 02, 2024 15:24 IST
આજે બપોર સુધીમાં ડાંગ અને તાપીમાં સાત ઈંચથી વધુ વરસાદ
આજે સવારથી મેઘરાજા દક્ષિણ ગુજરાત તરફ વળ્યા છે. સવારથી જ દક્ષિણ ગુજરાતના તાપી અને ડાંગ જિલ્લામાં ધબધબાટી બોલાવી રહ્યા છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરેલા વરસાદના આંકડા પ્રમાણે સવારે 6 વાગ્યાથી લઈને બપોરે 2 વાગ્યા સુધીમાં ગુજરાતના 99 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ તાપી અને ડાંગ જિલ્લામાં નોંધાયો હતો.
- Sep 02, 2024 15:15 IST
વૈષ્ણોદેવી યાત્રા રૂટ પર ભૂસ્ખલન, ત્રણના મોત
જમ્મુ-કાશ્મીરના રિયાસી જિલ્લામાં ત્રિકુટા પર્વતો પર સ્થિત માતા વૈષ્ણો દેવી મંદિરના યાત્રા માર્ગ પર ભૂસ્ખલનના સમાચાર છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ ઘટનામાં ત્રણ શ્રદ્ધાળુઓના મોત થયા છે જ્યારે ઘણા લોકો ફસાયા હોવાની આશંકા છે. ન્યૂઝ એજન્સી IANS અનુસાર, વૈષ્ણો દેવી યાત્રા રૂટ પર જે જગ્યાએ ભૂસ્ખલન થયું તે પંછી હેલિપેડ પાસે છે. ભૂસ્ખલનને કારણે કેટલાક શ્રદ્ધાળુઓ ફસાયા હોવાની પણ શક્યતા છે. માતા વૈષ્ણોદેવી શ્રાઈન બોર્ડ ઘટના સ્થળે રાહત અને બચાવ કાર્ય ચલાવી રહ્યું છે.
- Sep 02, 2024 14:19 IST
જેજેપીના પૂર્વ ધારાસભ્ય દેવેન્દ્ર બબલી ભાજપમાં જોડાયા
વિધાનસભા ચૂંટણી પહેલા જેજેપીના પૂર્વ ધારાસભ્ય દેવેન્દ્ર બબલી ભાજપમાં જોડાઈ ગયા છે. તેઓ દિલ્હી બીજેપી હેડક્વાર્ટર ખાતે પાર્ટીમાં જોડાયા હતા. તેમના સિવાય ગુરુગ્રામ જેલના પૂર્વ સુપ્રિટેન્ડેન્ટ સુનિલ સાંગવાન અને સંજય કબલાના પણ ભાજપમાં જોડાયા છે.
- Sep 02, 2024 12:01 IST
જમ્મુ કાશ્મીરઃ સુંજવાન આર્મી બેઝ પાસે ફાયરિંગ
જમ્મુ-કાશ્મીરમાં સુંજવાન આર્મી બેઝ પાસે ફાયરિંગના સમાચાર છે. સમાચાર એજન્સીએ એક સંરક્ષણ અધિકારીને ટાંકીને કહ્યું કે જમ્મુના સુંજવાન આર્મી બેઝ સ્ટેશન પર બેઝની બહારથી આતંકીઓએ કરેલા ગોળીબારમાં સેનાનો એક જવાન ઘાયલ થયો છે. ગુનેગારોને શોધવા સર્ચ ઓપરેશન ચાલુ છે.
- Sep 02, 2024 11:29 IST
ગુજરાતના ડાંગ જિલ્લાના વઘઈમાં ચાર કલાકમાં છ ઈંચ વરસાદ
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે આજે 2 સપ્ટેમ્બર 2024, સોમવારના દિવસે ગુજરાતમાં 36 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ ડાંગના જિલ્લામાં નોંધાયો હતો. વઘઈમાં પોણા છ ઈંચ, આહવામાં સવા ત્રણ ઈંચ વરસાદ નોંધાયો હતો.
- Sep 02, 2024 10:13 IST
મણિપુરમાં ફરી હિંસા ભડકી, બેના મોત
ઘણા દિવસો બાદ મણિપુરમાં ફરી હિંસા જોવા મળી છે. કુકી આતંકવાદીઓએ ડ્રોનથી બોમ્બ ફેંક્યા છે જેમાં બે લોકોના મોતના અહેવાલ છે અને ઘણા ઘાયલ થયા હોવાનું પણ કહેવાય છે.
- Sep 02, 2024 09:42 IST
આજે સવારમાં જ ડાંગના વઘઈમાં મેઘાની ધબધબાટી
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે આજે 2 સપ્ટેમ્બર 2024, સોમવારના દિવસે ગુજરાતમાં 36 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ ડાંગના જિલ્લામાં નોંધાયો હતો. વઘઈમાં સાડા ત્રણ ઈંચ, આહવામાં દોઢ ઈંચ, સુબિરમાં સવા ઈંચ વરસાદ પડ્યો હતો.
- Sep 02, 2024 09:40 IST
શેરબજાર તેજી સાથે ખુલ્યા, સેન્સેક્સ નિફ્ટી નવી ઉંચાઇ પર
શેરબજાર તેજી સાથે ખુલતા સેન્સેક્સ નિફ્ટી નવા રેકોર્ડ લેવલ પહોંચ્યા છે. સેન્સેક્સ અગાઉના બંધ 82365 સામે સોમવારે 360 પોઇન્ટના ઉંચા ગેપમાં 82725 ખૂલ્યો હતો, જે તેની અત્યાર સુધીની સૌથી ઊંચી સપાટી છે. તો એનએસઇ નિફ્ટી અગાઉના 25235 બંધ સામે સોમવારે વધીને 25333 લેવલ પર ખુલ્યો હતો. હાલ સેન્સેક્સ 160 પોઇન્ટથી વધુ મજબૂતી સાથે 82530 લેવલ પર ટ્રેડ થઇ રહ્યો છે.
- Sep 02, 2024 09:24 IST
બીજેપીનું સદસ્યતા અભિયાન આજથી શરૂ, PM મોદી પ્રથમ સભ્ય બનશે
ભાજપનું સદસ્યતા અભિયાન મંગળવાર એટલે કે આજથી શરૂ થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પાર્ટીના પ્રથમ સભ્ય બનાવવામાં આવશે. પાર્ટીએ દરેક બૂથ પર 200થી વધુ નવા સભ્યો બનાવવાનો લક્ષ્યાંક રાખ્યો છે. ભાજપ યુપી પણ રાજ્યમાં 3 કરોડથી વધુ નવા સભ્યો બનાવવાનું લક્ષ્ય ધરાવે છે. ચૂંટણી રણનીતિકાર અને જન સૂરજ પાર્ટીના સંસ્થાપક પ્રશાંત કિશોરે મોટું નિવેદન આપ્યું છે. પ્રશાંત કિશોરે કહ્યું છે કે તેમની પાર્ટી બિહારમાં 40 મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ આપશે. સ્વાભાવિક છે કે આનાથી આરજેડીની મુશ્કેલીમાં વધારો થશે.
- Sep 02, 2024 09:13 IST
ગુજરાતમાં 24 કલાકમાં 52 તાલુકામાં વરસાદ નોંધાયો, બોડેલીમાં સૌથી વધારે
સ્ટટે ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદનાં આંકડા પ્રમાણે રવિવારે સવારે 6 વાગ્યાથી લઈને સોમવારે સવારે 6 વાગ્યા સુધીમાં 25 કલાકમાં 52 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ છોટા ઉદેપુરના બોડેલીમાં અઢી ઈંચ નોંધાયો છે. છોટા ઉદેપુર અને નસવાડીમાં એક ઈંચ વરસાદ નોંધાયો હતો.
- Sep 02, 2024 08:41 IST
પુણેમાં NCPના પૂર્વ કોર્પોરેટરની હત્યા
પુણેમાં એનસીપીના પૂર્વ કોર્પોરેટરની હત્યા કરવામાં આવી છે. આ ઘટના રવિવારે રાત્રે બની હતી. કહેવામાં આવી રહ્યું છે કે પૂણેના નાનાપેઠ વિસ્તારમાં રાત્રે 8.30 વાગ્યે વીજળી કટ થઈ ગઈ હતી. જે બાદ અચાનક જ ઝડપી ગોળીબાર શરૂ થયો હતો, સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર 5 થી 6 રાઉન્ડ ગોળીબાર કરવામાં આવ્યો હતો. આ ફાયરિંગમાં એનસીપીના પૂર્વ કોર્પોરેટર વનરાજ આંદેકરનું મોત થયું હતું.
- Sep 02, 2024 08:37 IST
આજે શ્રાવણનો છેલ્લો સોમવાર તમામ રાશિના જાતકો માટે કેવો રહેશે?
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/08/Sawan-monday-horoscope.jpg)
આજે શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર છે. આજથી શ્રાવણ મહિનો પુરો થઈ જશે. અહીં ક્લિક કરીને વાંચો તમારુ આજનું રાશિફળ.
- Sep 02, 2024 08:35 IST
AAP ધારાસભ્ય અમાનતુલ્લા ખાનના બાટલા હાઉસ સ્થિત ઘર પર ઈડીના દરોડા
EDએ AAP ધારાસભ્ય અમાનતુલ્લા ખાનના બાટલા હાઉસ સ્થિત ઘરમાં દરોડા પાડ્યા. સોમવારે વહેલી સવારે ED દ્વારા અમાનતુલ્લા ખાનના ઘર પર દરોડા પાડવામાં આવી રહ્યા છે. અમાનતુલ્લાએ આ અંગે એક વીડિયો પણ શેર કર્યો છે. આ વીડિયોમાં તેણે કહ્યું કે આજે સવારે 7 વાગ્યે EDના લોકો મારા ઘરે છે. તેણે કહ્યું, "ઇડીના લોકો સર્ચ વોરંટના નામે મારી ધરપકડ કરવા આવ્યા છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us