/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/08/Rudrapur-Nurse-Rape-and-murder-Case.jpg)
પ્રતિકાત્મક તસવીર
Gujarat Latest News in Gujarati, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 20 August 2024 Highlights, આજના તાજા સમાચાર: ત્રણ દશક પહેલા 1992ના અજમેર ગેંગરેપ અને બ્લેકમેઇલ કેસમાં 6 આરોપીઓને સ્પેશિયલ પોક્સો કોર્ટે દોષિત જાહેર કર્યા છે. આ આરોપીઓ દ્વારા 100થી વધુ વિદ્યાર્થિનીઓ સાથે ગેંગરેપ કરવામાં આવ્યો હતો. આ કેસમાં 6 ગુનેગારોને જિલ્લા અદાલતે આજીવન કેદની સજા સંભળાવી છે. આ સાથે તેમના પર 5-5 લાખ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. કોર્ટે નફીસ ચિશ્તી, નસીમ ઉર્ફે ટાર્ઝન, સલીમ ચિશ્તી, ઈકબાલ ભાટી, સોહિલ ગની, સૈયદ ઝમીર હુસૈનને આજીવન કેદની સજા ફટકારી છે.
કોલકાતા રેપ-મર્ડર કેસ- સુપ્રીમ કોર્ટે નેશનલ ટાસ્ક ફોર્સની રચના કરી, મમતા સરકારને ફટકાર લગાવી
સુપ્રીમ કોર્ટે કોલકાતાના આર.જી. કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં જુનિયર ડોક્ટર સાથે કથિત બળાત્કાર અને હત્યાના કેસમાં સુનાવણી દરમિયાન તેમણે મમતા બેનર્જી સરકારને ઠપકો આપ્યો હતો. પરિસ્થિતિને જોતા સુપ્રીમ કોર્ટે નેશનલ ટાસ્ક ફોર્સની રચના કરી છે. સુનાવણી દરમિયાન સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે અમે કોર્ટને સહકાર આપવા માંગીએ છીએ. પશ્ચિમ બંગાળ સરકાર વતી વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલ હાજર થયા હતા.
સુનાવણી દરમિયાન ડી.વાય. ચંદ્રચુડે કહ્યું કે આ માત્ર કોલકાતામાં હત્યાનો મામલો નથી, આ મામલો દેશભરના ડોક્ટરોની સુરક્ષાનો છે. કોર્ટે આ મામલાની સુઓ મોટુ સંજ્ઞાન લીધી છે. મુખ્ય ન્યાયાધીશ ડી.વાય. ચંદ્રચુડની અધ્યક્ષતાવાળી બેંચ આ મામલે સુનાવણી કરી રહી છે. દિલ્હી મેડિકલ એસોસિએશને સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને સુઓ મોટુ કેસમાં પક્ષકાર બનાવવાની વિનંતી કરી છે. આ કેસની આગામી સુનાવણી 22 ઓગસ્ટે થશે.
સુનાવણી દરમિયાન સોલિસિટર જનરલે બંગાળ પોલીસ પર સવાલો ઉઠાવ્યા અને કહ્યું કે જો કોઈ કાર્યક્રમમાં 500 લોકોને આમંત્રિત કરવા હોય તો આપણે તેની તૈયારી કરવી પડશે. 7 હજાર લોકો લાકડીઓ લઈને હોસ્પિટલમાં આવે છે, તે પોલીસની જાણ વગર શક્ય નથી.
જમ્મુ-કાશ્મીરમાં જોરદાર ભૂકંપ
જમ્મુ-કાશ્મીરમાં વહેલી સવારે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. મળતી માહિતી મુજબ આ ભૂકંપ સવારે લગભગ 6.45 કલાકે આવ્યો હતો. જોરદાર ધ્રુજારીના કારણે લોકો જાગી ગયા હતા. લોકો પોતાના ઘરોમાંથી બહાર નીકળીને સલામત સ્થળે આવી ગયા હતા. હાલ ભૂકંપના કારણે હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી. બારામુલ્લા, પૂંચ અને શ્રીનગરની આસપાસ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.9 નોંધાઈ હતી.
BSFએ સરહદ પાર કરતા સાત બાંગ્લાદેશી નાગરિકોને પકડ્યા
બાંગ્લાદેશની રાજકીય સ્થિતિમાં બદલાવ બાદ ભારત સાથેની સરહદ પર અશાંતિના સમાચાર સતત સામે આવી રહ્યા છે. બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF)એ ફરી એકવાર ભારત-બાંગ્લાદેશ સરહદ નજીક ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો છે. સોમવારે પશ્ચિમ ત્રિપુરા જિલ્લામાં સાત બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડ કરવામાં આવી હતી કારણ કે તેઓ ભારતમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આ પહેલા પણ આવા ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે, જ્યારે બાંગ્લાદેશી નાગરિકો બીએસએફના જવાનોના હાથે ઝડપાઈ ચૂક્યા છે. બાંગ્લાદેશમાં શેખ હસીના સરકારના પતન બાદ મોટી સંખ્યામાં લોકો સુરક્ષાના અર્થમાં ભારત જઈ રહ્યા છે.
- Aug 20, 2024 22:53 IST
રામ માધવને ચૂંટણી પ્રભારી તરીકે નિયુક્ત કર્યા
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાએ પાર્ટીના પૂર્વ મહાસચિવ રામ માધવ અને કેન્દ્રીય મંત્રી જી કિશન રેડ્ડીને તાત્કાલિક અસરથી આગામી જમ્મુ અને કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટે ચૂંટણી પ્રભારી તરીકે નિયુક્ત કર્યા છે.
भाजपा के राष्ट्रीय अध्यक्ष जे.पी. नड्डा ने पार्टी के पूर्व महासचिव राम माधव और केंद्रीय मंत्री जी किशन रेड्डी को तत्काल प्रभाव से आगामी जम्मू-कश्मीर विधानसभा चुनावों के लिए चुनाव प्रभारी नियुक्त किया है। pic.twitter.com/rkPm0EagyC
— ANI_HindiNews (@AHindinews) August 20, 2024
- Aug 20, 2024 22:09 IST
બદલાપુર રેલવે સ્ટેશન પર ટ્રેન સેવાઓ ફરી શરૂ થઈ
થાણે, મહારાષ્ટ્ર: બદલાપુરમાં રેલવે ટ્રેક ખાલી કરાવ્યા બાદ આજે સાંજે બદલાપુર રેલવે સ્ટેશન પર ટ્રેન સેવાઓ ફરી શરૂ થઈ છે. બદલાપુરની એક શાળામાં એક બાળકી સાથે કથિત યૌન શોષણના વિરોધમાં લોકોએ આજે લગભગ 10 કલાક સુધી રેલવે સ્ટેશનના પાટા પર દેખાવો કર્યા હતા.
#WATCH ठाणे, महाराष्ट्र: बदलापुर रेलवे स्टेशन पर आज शाम को प्रदर्शनकारियों द्वारा रेलवे ट्रैक खाली करने के बाद ट्रेन सेवाएं फिर से शुरू हो गईं।
बदलापुर के एक स्कूल में एक बच्ची के साथ कथित यौन उत्पीड़न के विरोध में लोगों ने आज करीब 10 घंटे तक रेलवे स्टेशन की पटरियों पर प्रदर्शन… pic.twitter.com/toUd7j1Z7w— ANI_HindiNews (@AHindinews) August 20, 2024
- Aug 20, 2024 20:39 IST
હરિયાણાથી કિરણ ચૌધરી, રાજસ્થાનથી રવનીત બિટ્ટુ, રાજ્યસભાની ચૂંટણી માટે ભાજપના 9 ઉમેદવારો જાહેર
ભારતીય જનતા પાર્ટીએ રાજ્યસભાની ચૂંટણી 2024 માટે આઠ રાજ્યોના નવ ઉમેદવારોની યાદી જાહેર કરી છે. આ લિસ્ટ પ્રમાણે ત્રિપુરાથી રાજીબ ભટ્ટાચારજી, રાજસ્થાનથી સરદાર રવનીત સિંહ બિટ્ટુ, ઓડિશાથી મમતા મોહંતા, મહારાષ્ટ્રથી ધૈર્યાશીલ પાટિલ, મધ્ય પ્રદેશથી જ્યોર્જ કુરિયન, હરિયાણાથી કિરણ ચૌધરી, બિહારથી મનન કુમાર મિશ્રા અને આસામથી મિશન રંજન દાસ અને રામેશ્વર તેલીને ઉમેદવાર બનાવ્યા છે. 3 સપ્ટેમ્બરે રાજ્યસભાની પેટાચૂંટણી યોજાવાની છે.
- Aug 20, 2024 17:22 IST
અજમેરમાં 100થી વધુ વિદ્યાર્થિનીઓ સાથે ગેંગરેપ કરવાના આરોપમાં છ આરોપીઓને આજીવન કેદની સજા
ત્રણ દશક પહેલા 1992ના અજમેર ગેંગરેપ અને બ્લેકમેઇલ કેસમાં 6 આરોપીઓને સ્પેશિયલ પોક્સો કોર્ટે દોષિત જાહેર કર્યા છે. આ આરોપીઓ દ્વારા 100થી વધુ વિદ્યાર્થિનીઓ સાથે ગેંગરેપ કરવામાં આવ્યો હતો. આ કેસમાં 6 ગુનેગારોને જિલ્લા અદાલતે આજીવન કેદની સજા સંભળાવી છે. આ સાથે તેમના પર 5-5 લાખ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. કોર્ટે નફીસ ચિશ્તી, નસીમ ઉર્ફે ટાર્ઝન, સલીમ ચિશ્તી, ઈકબાલ ભાટી, સોહિલ ગની, સૈયદ ઝમીર હુસૈનને આજીવન કેદની સજા ફટકારી છે.
- Aug 20, 2024 15:13 IST
બદલાપુરની શાળામાં 4 વર્ષની બાળકીઓના યૌન શોષણ સામે ભારે વિરોધ
થાણેના બદલાપુરમાં 4 વર્ષની બે બાળકીઓની છેડતીનો મામલો સામે આવ્યો છે. આ પછી નારાજ બદલાપુરવાસીઓએ ટ્રેન રોકી દીધી. બદલાપુર રેલવે સ્ટેશન પર લોકોએ મુંબઈ જતી ટ્રેનનો રૂટ બ્લોક કરી દીધો છે. આ ઉપરાંત બદલાપુરના લોકો શાળા પ્રશાસન દ્વારા આ મામલે આગળ ન આવવાથી ભારે નારાજ છે. મળતી માહિતી મુજબ, સ્કૂલના ગર્લ્સ વોશરૂમમાં 23 વર્ષીય પુરૂષ સેનિટેશન વર્કર દ્વારા બંને છોકરીઓનું યૌન શોષણ કરવામાં આવ્યું હતું. આ મામલે એફઆઈઆર નોંધવામાં આવી છે અને સફાઈ કર્મચારીની પણ ધરપકડ કરવામાં આવી છે.
- Aug 20, 2024 14:43 IST
સુરતના પલસાણામાં બે કલાકમાં બે ઈંચ વરસાદ ખાબક્યો
આજે મંગળવારે મેઘરાજાએ સુરતમાં તોફાની બેટિંગ કરવાનું શરુ કર્યું છે. સ્ટેટ ઈમરજન્સી સેન્ટર ગાંધીનગરે જાહેર કરેલા આંકડા પ્રમાણે સુરતના પલસાણામાં બે કલકામાં બે ઈંચ કરતા વધારે વરસાદ ખાબક્યો હતો. જ્યારે સુરતના કામરેજમાં બે કલાકમાં દોઢ ઈંચ વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત વલસાડના કપરાડામાં સવા ઈંચ કરતા વધારે વરસાદ પડ્યો હતો.
- Aug 20, 2024 14:31 IST
PM મોદીની સૂચના પર UPSCને લખ્યો પત્ર
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લેટરલ ભરતી પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે. વાસ્તવમાં UPSC એ થોડા દિવસો પહેલા જ લેટરલ રિક્રુટમેન્ટ વિશે એક જાહેરાત બહાર પાડી હતી. લેટરલ એન્ટ્રીમાં કોઈ પણ વ્યક્તિએ UPSC પરીક્ષામાં બેસવાની જરૂર નથી અને તેની સીધી ઉચ્ચ પોસ્ટ્સ પર નિમણૂક કરવામાં આવે છે. આમાં કોઈ એક સમુદાયને અનામતનો લાભ મળતો નથી. પરંતુ આ પ્રક્રિયાને લઈને હોબાળો શરૂ થયો અને હવે પીએમ મોદીએ તેના પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય લીધો છે.
- Aug 20, 2024 12:30 IST
કોલકાતા રેપ-મર્ડર કેસ- સુપ્રીમ કોર્ટે નેશનલ ટાસ્ક ફોર્સની રચના કરી
સુપ્રીમ કોર્ટે કોલકાતાના આર.જી. કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં જુનિયર ડોક્ટર સાથે કથિત બળાત્કાર અને હત્યાના કેસમાં સુનાવણી દરમિયાન તેમણે મમતા બેનર્જી સરકારને ઠપકો આપ્યો હતો. પરિસ્થિતિને જોતા સુપ્રીમ કોર્ટે નેશનલ ટાસ્ક ફોર્સની રચના કરી છે. સુનાવણી દરમિયાન સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે અમે કોર્ટને સહકાર આપવા માંગીએ છીએ. પશ્ચિમ બંગાળ સરકાર વતી વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલ હાજર થયા હતા.
- Aug 20, 2024 12:27 IST
કોલકાત્તા રેપ મર્ડર કેસમાં સુપ્રીમ કોર્ટે સીબીઆઈ પાસેથી ગુરુવાર સુધીમાં તપાસ રિપોર્ટ માંગ્યો
કોલકાત્તા રેપ મર્ડર કેસમાં સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે સીબીઆઈને ગુરુવાર સુધીમાં તપાસ રિપોર્ટ સોંપવા માટે કહ્યું છે. તેમજ સુપ્રીમ કોર્ટે ડોક્ટરોને કામ પર પાછા ફરવા વિનંતી કરી છે.
- Aug 20, 2024 11:49 IST
આ માત્ર કોલકાતાની હત્યાનો મામલો નથી, પરંતુ સમગ્ર દેશમાં વ્યવસ્થિત નિષ્ફળતા છેઃ સુપ્રીમ કોર્ટ
સુપ્રીમ કોર્ટ, કોલકાતા આર.જી. કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં જુનિયર ડૉક્ટર પર કથિત બળાત્કાર અને હત્યાના કેસની સુનાવણી કરી રહી છે. સુનાવણી દરમિયાન સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે અમે કોર્ટને સહકાર આપવા માંગીએ છીએ. પશ્ચિમ બંગાળ સરકાર વતી વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલ હાજર થયા હતા. સુનાવણી દરમિયાન ડી.વાય. ચંદ્રચુડે કહ્યું કે આ માત્ર કોલકાતામાં હત્યાનો મામલો નથી, આ મામલો દેશભરના ડોક્ટરોની સુરક્ષાનો છે. કોર્ટે આ મામલાની સુઓ મોટુ સંજ્ઞાન લીધી છે. મુખ્ય ન્યાયાધીશ ડી.વાય. ચંદ્રચુડની અધ્યક્ષતાવાળી બેંચ આ મામલે સુનાવણી કરી રહી છે. દિલ્હી મેડિકલ એસોસિએશને સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને સુઓ મોટુ કેસમાં પક્ષકાર બનાવવાની વિનંતી કરી છે.
- Aug 20, 2024 09:33 IST
રાજકોટ ગોંડલ પર બે કાર વચ્ચે અકસ્માતમાં ચારના મોત
આજે મંગળવારે વહેલી સવારે ગોંડલ પાસે અમંગળ ઘટના ઘટી હતી. રાજકોટ નેશનલ હાઈવે પર ગોંડલ પાસે બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત થતાં ચાર યુવકોના કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા. જેમાં ત્રણ યુવકોના ઘટના સ્થળે જ તો એક યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં પોલીસ અને 108ની ટીમ ઘટના સ્થળે પહોંચીને સ્થિતિ સંભાળી હતી.
- Aug 20, 2024 08:41 IST
જમ્મુ-કાશ્મીરમાં જોરદાર ભૂકંપ
જમ્મુ-કાશ્મીરમાં વહેલી સવારે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. મળતી માહિતી મુજબ આ ભૂકંપ સવારે લગભગ 6.45 કલાકે આવ્યો હતો. જોરદાર ધ્રુજારીના કારણે લોકો જાગી ગયા હતા. લોકો પોતાના ઘરોમાંથી બહાર નીકળીને સલામત સ્થળે આવી ગયા હતા. હાલ ભૂકંપના કારણે હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી. બારામુલ્લા, પૂંચ અને શ્રીનગરની આસપાસ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.9 નોંધાઈ હતી.
- Aug 20, 2024 07:42 IST
મંગળવારનો દિવસ તમારા માટે કેવો રહેશે?
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/03/tuesday-horoscope-1.jpg)
આજે 20 ઓગસ્ટ 2024, મંગળવારનો દિવસ તમામ રાશિના જાતકો માટે કેવો રહેશે. અહીં ક્લિક કરીને વાંચો આજનું રાશિફળ.
- Aug 20, 2024 07:41 IST
BSFએ સરહદ પાર કરતા સાત બાંગ્લાદેશી નાગરિકોને પકડ્યા
બાંગ્લાદેશની રાજકીય સ્થિતિમાં બદલાવ બાદ ભારત સાથેની સરહદ પર અશાંતિના સમાચાર સતત સામે આવી રહ્યા છે. બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF)એ ફરી એકવાર ભારત-બાંગ્લાદેશ સરહદ નજીક ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો છે. સોમવારે પશ્ચિમ ત્રિપુરા જિલ્લામાં સાત બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડ કરવામાં આવી હતી કારણ કે તેઓ ભારતમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા હતા.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us