/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/06/PM-modi-leaves-for-Italy.jpg)
વડાપ્રધાન નરેન્દ્ર મોદી - photo - X @PMOIndia
Gujarat Latest News in Gujarati, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 20 June 2024 Highlight, આજના તાજા સમાચાર: આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે પીએમ નરેન્દ્ર મોદી શુક્રવારે જમ્મુ કાશ્મીરમાં યોગ કરશે. પીએમ મોદી ડલ ઝીલ કિનારે સાત હજાર લોકો સાથે યોગ કરશે. પીએમ મોદી બે દિવસીય પ્રવાસ માટે શ્રીનગર પહોંચ્યા છે
અરવિંદ કેજરીવાલને મોટી રાહત, કોર્ટે જામીન આપ્યા
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને મોટી રાહત મળી છે. દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં મની લોન્ડરિંગ સંબંધિત એક કેસમાં તેમને જામીન આપ્યા છે. અરવિંદ કેજરીવાલને કોર્ટે 1 લાખ રૂપિયાના અંગત બોન્ડ પર જામીન આપ્યા છે.
G
તેજસ્વી યાદવના પીએસ પ્રીતમે NEET પેપર લીકના માસ્ટરમાઇન્ડ માટે રૂમ બુક કરાવ્યો હતો, ડેપ્યુટી સીએમનો દાવો
બિહારના ડેપ્યુટી સીએમ વિજય સિન્હાએ NEET UG પેપર લીક કેસમાં મોટો દાવો કર્યો છે. સિંહાના જણાવ્યા અનુસાર, તેજસ્વી યાદવના પીએસ પ્રિતમે NEET પેપર લીકના માસ્ટરમાઇન્ડ સિકંદર માટે રૂમ બુક કરાવ્યો હતો. આ દાવા બાદ હોબાળો મચી ગયો છે.
બિહારના ડેપ્યુટી સીએમ વિજય સિન્હાએ NEET પેપર રિગિંગ અને મંત્રી NHAI કનેક્શનને લઈને પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ દરમિયાન, તેમણે કહ્યું, “મેં મામલાના તળિયે જવા માટે વિભાગીય તપાસ હાથ ધરી છે. જે મુજબ, 1 મેના રોજ તેજસ્વીના પીએસ પ્રિતમ કુમારે RCD કર્મચારી પ્રદીપને સિકંદર કુમાર માટે NHAI ગેસ્ટ હાઉસમાં રૂમ બુક કરવા કહ્યું હતું. ગેસ્ટ હાઉસનો નિયમ છે કે ત્રણ દિવસ માટે ત્રણ રૂમ બુક કરાવી શકાય છે. માત્ર NHAI આનાથી વધુ દિવસો માટે રૂમ બુક કરી શકે છે. સીબીઆઈ આ સંદર્ભે પ્રીતમ કુમાર અને તેજસ્વીની પૂછપરછ કરશે, ત્યારબાદ જ સ્પષ્ટ થશે કે NEET પેપર લીક માટે કોણ જવાબદાર છે.
બિહારમાં નીતિશ સરકારને મોટો ફટકો, પટના હાઇકોર્ટે 65 ટકા અનામત રદ કર્યું
બિહાર સરકારને પટના હાઈકોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. પટના હાઈકોર્ટે બિહારમાં સરકારી નોકરી અને શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ માટે જાતિ આધારિત અનાનતને 65 ટકા કરવાના કાયદાને રદ કર્યો છે. બિહાર સરકારે જાતિ આધારિત વસ્તી ગણતરી કરી હતી અને તે પછી આ આધાર પર ઓબીસી, ઇબીસી, દલિતો અને આદિવાસીઓની અનામત વધારીને 65 ટકા કરવામાં આવી હતી. જોકે હવે પટના હાઈકોર્ટમાં તેને રદ કરી દેવામાં આવી છે.
ઝારખંડમાં થશે જાતિ ગણતરી
ઝારખંડની ચંપાઈ સોરેન સરકાર રાજ્યમાં જાતિ ગણતરી હાથ ધરશે. બુધવારે રાજ્યના મુખ્યમંત્રી ચંપાઈ સોરેનની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક યોજાઈ હતી અને તે જ બેઠકમાં જાતિની વસ્તી ગણતરી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ઝારખંડના એક્ઝિક્યુટિવ નિયમોમાં સુધારો કરીને, ડિપાર્ટમેન્ટ ઑફ પર્સોનલ અને એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મ્સને જાતિ ગણતરી હાથ ધરવાની જવાબદારી સોંપવામાં આવી છે.
કેબિનેટ સચિવ વંદના દડેલે મીડિયાને આ માહિતી આપી. કેબિનેટમાં પસાર કરાયેલા ઠરાવમાં કહેવામાં આવ્યું છે કે જાતિ સર્વેક્ષણનો ઉદ્દેશ્ય રાજ્યમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને ઓબીસી વર્ગને તેમના હિસ્સા અનુસાર સમાન તક પૂરી પાડવાનો છે. જો કે, પાસ થયેલી દરખાસ્તમાં એ નક્કી કરવામાં આવ્યું નથી કે જાતિ સર્વેક્ષણની પ્રક્રિયા શું હશે અને ક્યારે શરૂ થશે. ડિપાર્ટમેન્ટ ઓફ પર્સોનલ અને એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મ્સ ટૂંક સમયમાં આ અંગેની માહિતી શેર કરશે.
રાજકોટ અગ્નિકાંડ કેસમાં સરકારને ફાઈનલ રિપોર્ટ સોંપશે સીટ
રાજકોટ અગ્નિકાંડનાં તપાસનો ફાઈનલ રિપોર્ટ SIT આજે રાજ્ય સરકારને સોંપશે. અગ્નિકાંડની તપાસ માટે નિમાયેલી સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમે તપાસ પૂર્ણ કરી છે. આજે ગુરુવારે SIT તપાસ રિપોર્ટ રાજ્ય સરકારને સુપરત કરશે. સરકાર સમક્ષ રિપોર્ટ રજૂ કરી દેવાયા બાદ આ રિપોર્ટ હાઈકોર્ટમાં રજૂ કરાશે.
UNG NET પરીક્ષા અંગે CBI કરશે તપાસ
NTAએ જણાવ્યું હતું કે, "પરીક્ષા પ્રક્રિયાના સર્વોચ્ચ સ્તરની પારદર્શિતા સુનિશ્ચિત કરવા માટે, શિક્ષણ મંત્રાલયે UGC-NET જૂન 2024ની પરીક્ષા રદ કરવાનો નિર્ણય લીધો છે. નવી પરીક્ષા લેવામાં આવશે, જેની માહિતી અલગથી શેર કરવામાં આવશે. પણ સીબીઆઈ આ મામલાની તપાસ કરશે."
- Jun 20, 2024 22:16 IST
NEET પરીક્ષાર્થી અફવા પર ધ્યાન ન આપે : કેન્દ્રીય શિક્ષણ મંત્રીની કોન્ફરન્સ
NEET પરીક્ષા રદ થયા બાદ વિવાદ વધ્યો છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું - અમુક ગેરરીતિઓ ધ્યાનમાં આવી. અમે તેની જવાબદારી લઇયે છીએ. હું વિદ્યાર્થીઓને નમ્રતાપૂર્વક વિનંતી કરું છે કે અફવાઓ પર ધ્યાન આપવું નહીં.
https://x.com/AHindinews/status/1803799584264925674
- Jun 20, 2024 20:24 IST
અરવિંદ કેજરીવાલને મોટી રાહત, કોર્ટે જામીન આપ્યા
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને મોટી રાહત મળી છે. દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં મની લોન્ડરિંગ સંબંધિત એક કેસમાં તેમને જામીન આપ્યા છે. અરવિંદ કેજરીવાલને કોર્ટે 1 લાખ રૂપિયાના અંગત બોન્ડ પર જામીન આપ્યા છે.
- Jun 20, 2024 17:30 IST
કેન્દ્રીય રાજ્ય મંત્રી હર્ષ મલ્હોત્રાએ કહ્યું - આતિશી જી અને AAPના નેતાઓ નાટક કરી રહ્યા છે
દિલ્હીના મંત્રી આતિષીએ વડાપ્રધાનને લખેલા પત્ર પર કેન્દ્રીય રાજ્ય મંત્રી હર્ષ મલ્હોત્રાએ કહ્યું કે આતિશી જી અને AAPના નેતાઓ નાટક કરી રહ્યા છે. દિલ્હીમાં જેટલું પીવાનું પાણી જરૂરી છે તેટલું ઉપલબ્ધ છે. તમામ પાણી હરિયાણાથી આવી રહ્યું છે. આ જે અછત છે તે તેમના નેતાઓ જાણી જોઈને લીકેજ કરાવે છે જેથી ત્યાંથી ટેન્કર ફ્રી માં પાણી ભરી શકે અને જનતા પાસેથી પૈસા લઇને પાણી આપી શકે. તેમણે આના પર કાર્યવાહી કરવી જોઈએ.
- Jun 20, 2024 15:52 IST
NEET અને UGC-NET પેપર લીક મુદ્દે સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું - અમે આ મુદ્દો સંસદમાં ઉઠાવીશું
NEET અને UGC-NET પેપર લીક મુદ્દે કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું કે અમે આ મુદ્દો સંસદમાં ઉઠાવીશું. એવું કહેવામાં આવી રહ્યું હતું કે નરેન્દ્ર મોદીએ યુક્રેનમાં યુદ્ધ અટકાવ્યું હતું. ઈઝરાયેલ અને ગાઝા વચ્ચેની લડાઇ પણ નરેન્દ્ર મોદીએ રોકી દીધી હતી. પરંતુ કોઈને કોઈ કારણસર હિન્દુસ્તાનમાં જે પેપર લીક થઇ રહ્યા છે તે નરેન્દ્ર મોદી અટકાવી શકતા નથી કે તેમને રોકવા માંગતા નથી.
- Jun 20, 2024 15:35 IST
બિહારમાં નીતિશ સરકારને મોટો ફટકો, પટના હાઇકોર્ટે 65 ટકા અનામત રદ કર્યું
બિહાર સરકારને પટના હાઈકોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. પટના હાઈકોર્ટે બિહારમાં સરકારી નોકરી અને શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ માટે જાતિ આધારિત અનાનતને 65 ટકા કરવાના કાયદાને રદ કર્યો છે. બિહાર સરકારે જાતિ આધારિત વસ્તી ગણતરી કરી હતી અને તે પછી આ આધાર પર ઓબીસી, ઇબીસી, દલિતો અને આદિવાસીઓની અનામત વધારીને 65 ટકા કરવામાં આવી હતી. જોકે હવે પટના હાઈકોર્ટમાં તેને રદ કરી દેવામાં આવી છે.
- Jun 20, 2024 13:54 IST
તેજસ્વી યાદવના પીએસ પ્રીતમે NEET પેપર લીકના માસ્ટરમાઇન્ડ માટે રૂમ બુક કરાવ્યો હતો
બિહારના ડેપ્યુટી સીએમ વિજય સિન્હાએ NEET UG પેપર લીક કેસમાં મોટો દાવો કર્યો છે. સિંહાના જણાવ્યા અનુસાર, તેજસ્વી યાદવના પીએસ પ્રિતમે NEET પેપર લીકના માસ્ટરમાઇન્ડ સિકંદર માટે રૂમ બુક કરાવ્યો હતો. આ દાવા બાદ હોબાળો મચી ગયો છે.
- Jun 20, 2024 10:28 IST
બિહાર બાદ હવે ઝારખંડમાં પણ થશે જાતિ ગણતરી
ઝારખંડની ચંપાઈ સોરેન સરકાર રાજ્યમાં જાતિ ગણતરી હાથ ધરશે. બુધવારે રાજ્યના મુખ્યમંત્રી ચંપાઈ સોરેનની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક યોજાઈ હતી અને તે જ બેઠકમાં જાતિની વસ્તી ગણતરી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ઝારખંડના એક્ઝિક્યુટિવ નિયમોમાં સુધારો કરીને, ડિપાર્ટમેન્ટ ઑફ પર્સોનલ અને એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મ્સને જાતિ ગણતરી હાથ ધરવાની જવાબદારી સોંપવામાં આવી છે.
- Jun 20, 2024 08:55 IST
તમિલનાડુમાં ઝેરી દારૂ પીવાથી 29ના મોત
તમિલનાડુના કલ્લાકુરિચી જિલ્લામાં કથિત રીતે ઝેરી દારૂ પીવાથી 29 લોકોના મોત થયા છે. આ સિવાય 60 થી વધુ લોકો ગંભીર રીતે બીમાર છે અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
- Jun 20, 2024 08:08 IST
તમારો ગુરુવાર કેવો રહેશે?
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/03/thursday-horoscope-.jpg)
આજે 20 જૂન 2024, ગુરુવાર, તમામ રાશિના જાતકો માટે કેવો રહેશે. અહીં ક્લિક કરીને વાંચો તમારું આજનું દૈનિક રાશિફળ.
- Jun 20, 2024 08:07 IST
UNG NET પરીક્ષા અંગે CBI કરશે તપાસ
NTAએ જણાવ્યું હતું કે, "પરીક્ષા પ્રક્રિયાના સર્વોચ્ચ સ્તરની પારદર્શિતા સુનિશ્ચિત કરવા માટે, શિક્ષણ મંત્રાલયે UGC-NET જૂન 2024ની પરીક્ષા રદ કરવાનો નિર્ણય લીધો છે. નવી પરીક્ષા લેવામાં આવશે, જેની માહિતી અલગથી શેર કરવામાં આવશે. પણ સીબીઆઈ આ મામલાની તપાસ કરશે."
- Jun 20, 2024 08:06 IST
રાજકોટ અગ્નિકાંડ કેસમાં સરકારને ફાઈનલ રિપોર્ટ સોંપશે સીટ
રાજકોટ અગ્નિકાંડનાં તપાસનો ફાઈનલ રિપોર્ટ SIT આજે રાજ્ય સરકારને સોંપશે. અગ્નિકાંડની તપાસ માટે નિમાયેલી સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમે તપાસ પૂર્ણ કરી છે. આજે ગુરુવારે SIT તપાસ રિપોર્ટ રાજ્ય સરકારને સુપરત કરશે. સરકાર સમક્ષ રિપોર્ટ રજૂ કરી દેવાયા બાદ આ રિપોર્ટ હાઈકોર્ટમાં રજૂ કરાશે.

/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us