Gujarati News 20 March 2024 Highlights : અમરોહાથી બસપા સાંસદ દાનિશ અલી કોંગ્રેસમાં જોડાયા

India Gujarat Today Latest News in Gujarati Highlights, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 20 March 2024 : સમાજવાદી પાર્ટીએ ઉત્તર પ્રદેશની વધુ છ બેઠકો પર પોતાના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. પીલીભીતથી ભગવંત સરન ગંગવારને ટિકિટ

India Gujarat Today Latest News in Gujarati Highlights, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 20 March 2024 : સમાજવાદી પાર્ટીએ ઉત્તર પ્રદેશની વધુ છ બેઠકો પર પોતાના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. પીલીભીતથી ભગવંત સરન ગંગવારને ટિકિટ

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Danish Ali, lok sabha elections 2024

અમરોહાથી બસપા સાંસદ દાનિશ અલી કોંગ્રેસમાં જોડાઇ ગયા છે (ANI સ્ક્રીનગ્રેબ)

Gujarat Latest News in Gujarati, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 20 March 2024 Highlights, આજના તાજા સમાચાર: આજે 20 માર્ચ 2024, બુધવારના દિવસે મહત્વની ઘટનાઓ અંગે વાત કરીએ તો હોળી પહેલા રણછોડરાય મંદિર ડાકોરમાં ફાગણીયા મેળાનો પ્રારંભ થયો છે. હજારો ભક્તો પગપાળા ચાલીને ભગવાન શ્રીકૃષ્ણના દર્શન કરવા જાય છે. બીજી તરફ હોળી પછી ગુજરાતમાં આકરી ગરમી પડવાના સંકેત હવામાન વિભાગ આપી રહ્યા છે. ગુજરાત સહિત દેશમાં લોકસભા ચૂંટણીનું રાજકારણ ગરમાયું છે. અહીં વાંચતા રહો આજના તાજા સમાચાર

Advertisment

અમરોહાથી બસપા સાંસદ દાનિશ અલી કોંગ્રેસમાં જોડાયા

અમરોહાથી બસપા સાંસદ દાનિશ અલી કોંગ્રેસમાં જોડાઇ ગયા છે. બહુજન સમાજ પાર્ટીએ ગત વર્ષે પાર્ટી વિરોધી ગતિવિધિઓમાં સામેલ હોવાના આરોપમાં સસ્પેન્ડ કર્યા હતા. દાનિશ અલી કોંગ્રેસની ભારત જોડો ન્યાય યાત્રામાં સામેલ પણ થયા હતા.

ઈઝરાયેલ 7 ઓક્ટોબરને 'નેશનલ રિમેમ્બરન્સ ડે' તરીકે મનાવશે

ગયા વર્ષે 7 ઓક્ટોબરે હમાસ દ્વારા ઇઝરાયેલ પર કરવામાં આવેલા હુમલામાં સેંકડો લોકો માર્યા ગયા હતા. આ હુમલા બાદ ઈઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ શરૂ થઈ ગયું હતું. ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ હવે કહ્યું છે કે ઈઝરાયેલ સરકાર 7 ઓક્ટોબરની ઘટનામાં માર્યા ગયેલા લોકોની યાદમાં દર વર્ષે આ તારીખને 'રાષ્ટ્રીય સ્મારક દિવસ' તરીકે ઉજવશે. જારી કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ તારીખે 2 કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે એક કાર્યક્રમમાં યુદ્ધમાં શહીદ થયેલા જવાનોને યાદ કરવામાં આવશે, જ્યારે બીજા કાર્યક્રમમાં આ ઘટનામાં માર્યા ગયેલા નાગરિકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે.

કેજરીવાલને હાઇકોર્ટમાંથી કોઈ રાહત નહીં, 22 એપ્રિલે થશે સુનાવણી

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને બુધવારે દિલ્હી હાઈકોર્ટમાંથી કોઈ રાહત મળી નથી. હાઈકોર્ટે મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને EDના સમન્સ પર અત્યાર સુધી હાજર થયા પછી ઘણા પ્રશ્નો પૂછ્યા. હાઈકોર્ટે પૂછ્યું કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ED સમક્ષ કેમ હાજર નથી થઈ રહ્યા? કોર્ટે કેજરીવાલને કહ્યું કે સૌથી પહેલા તમે દેશના નાગરિક છો. અમે ભેગા થઈશું તો ખબર પડશે કે ઈડી શું કહે છે. હાઈકોર્ટે કહ્યું કે સમન્સ તેમના નામે છે. તેણે દેખાવું જોઈએ. હાલ આ કેસમાં આગામી સુનાવણી 22 એપ્રિલે થશે.

Advertisment
  • Mar 20, 2024 23:49 IST

    પશ્ચિમ બંગાળના રાજ્યપાલે કૂચ બિહાર જિલ્લાના દિનહાટા વિસ્તારની સ્થિતિની સમીક્ષા કરી

    પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોસે કૂચ બિહાર જિલ્લાના દિનહાટા વિસ્તારની સ્થિતિની સમીક્ષા કરી હતી. જ્યાં ગઈકાલે રાત્રે અથડામણ થઈ હતી.

    — ANI_HindiNews (@AHindinews) March 20, 2024



  • Mar 20, 2024 23:01 IST

    NCP નેતા બજરંગ સોનાવણે પૂણેમાં NCP-SCPમાં જોડાયા

    મહારાષ્ટ્ર: NCP નેતા બજરંગ સોનાવણે પૂણેમાં પાર્ટીના વડા શરદ પવાર અને પ્રદેશ અધ્યક્ષ જયંત પાટીલની હાજરીમાં NCP-SCPમાં જોડાયા.

    — ANI_HindiNews (@AHindinews) March 20, 2024



  • Mar 20, 2024 21:20 IST

    સપાએ વધુ છ બેઠકો પર ઉમેદવારો જાહેર કર્યા, પીલીભીતથી ભગવંત સરન ગંગવારને ટિકિટ

    સમાજવાદી પાર્ટીએ ઉત્તર પ્રદેશની વધુ છ બેઠકો પર પોતાના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. સપાની આ યાદીમાં ઝિયાઉર રહેમાન બર્કને સંભલ સીટ માટે ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. આ સીટ પર સપાએ પહેલા શફીકુરહેમાન બર્કને ટિકિટ આપી હતી, તેમના નિધન પછી ઝિયાઉર રહેમાન બર્કને ટિકિટ આપવામાં આવી છે. સપાની આ યાદીમાં બાગપત લોકસભા સીટથી મનોજ ચૌધરી, ગૌતમ બુદ્ધ નગરથી રાહુલ અવાના, પીલીભીતથી ભગવંત સરન ગંગવાર, ઘોસીથી રાજીવ રાય અને મિર્ઝાપુરથી રાજેન્દ્ર એસ બિંદના નામ છે.

    — Samajwadi Party (@samajwadiparty) March 20, 2024



  • Mar 20, 2024 21:04 IST

    યુસુફ પઠાણે કહ્યું - મને કોલકાતામાં પાછા આવીને ખૂબ આનંદ થયો

    પશ્ચિમ બંગાળ: પૂર્વ ક્રિકેટર અને તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના બરહામપુરના ઉમેદવાર યુસુફ પઠાણે કહ્યું કે મને કોલકાતામાં પાછા આવીને ખૂબ આનંદ થાય છે. આજે અમે અહીં એક મીટિંગ કરીશું અને કેવી રીતે આગળ વધવું તેની યોજના કરીશું.

    — ANI_HindiNews (@AHindinews) March 20, 2024



  • Mar 20, 2024 20:21 IST

    હરિયાણાના મંત્રી અસીમ ગોયલ હરિયાણાના પૂર્વ મંત્રી અનિલ વિજને મળ્યા

    અંબાલા : હરિયાણાના મંત્રી અસીમ ગોયલે હરિયાણાના પૂર્વ મંત્રી અનિલ વિજ સાથે મુલાકાત કરી.

    — ANI_HindiNews (@AHindinews) March 20, 2024



  • Mar 20, 2024 19:04 IST

    પશ્ચિમ બંગાળ: નિસિથ પ્રમાણિકના કાફલા પર હુમલાને લઈને ભાજપના કાર્યકરોનું વિરોધ પ્રદર્શન

    પશ્ચિમ બંગાળ: કૂચ બિહારમાં કેન્દ્રીય મંત્રી નિસિથ પ્રમાણિકના કાફલા પર કથિત હુમલાને લઈને ભાજપના નેતાઓ અને કાર્યકરોએ રાજ્ય સરકાર સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું.

    — ANI_HindiNews (@AHindinews) March 20, 2024



  • Mar 20, 2024 18:29 IST

    પીએમ મોદીએ યુક્રેનના રાષ્ટ્રપતિ સાથે વાતચીત કરી

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​​યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકી સાથે ટેલિફોન પર વાતચીત કરી હતી. બંને નેતાઓએ વિવિધ ક્ષેત્રોમાં ભારત-યુક્રેન ભાગીદારીને વધુ મજબૂત કરવા વિશે પર ચર્ચા કરી હતી.

    — ANI_HindiNews (@AHindinews) March 20, 2024



  • Mar 20, 2024 17:05 IST

    અમરોહા લોકસભા સાંસદ દાનિશ અલી કોંગ્રેસમાં સામેલ થયા

    — ANI_HindiNews (@AHindinews) March 20, 2024



  • Mar 20, 2024 16:43 IST

    જન અધિકારી પાર્ટીના પ્રમુખ પપ્પુ યાદવ કોંગ્રેસમાં જોડાયા

    — ANI_HindiNews (@AHindinews) March 20, 2024



  • Mar 20, 2024 16:20 IST

    અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ પતિ નિક જોનાસ સાથે રામ મંદિરમાં પૂજા કરી

    અભિનેત્રી પ્રિયંકા ચોપરા જોનાસે પતિ અને ગાયક નિક જોનાસ અને પુત્રી માલતી મેરી જોનાસ સાથે ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ મંદિરમાં પૂજા કરી હતી.

    — ANI_HindiNews (@AHindinews) March 20, 2024



  • Mar 20, 2024 14:33 IST

    ડો. વૈશાલી જોશી આપઘાત કેસમાં પીઆઈ ખાચરે કરી આગોતરા જામીન અરજી

    અમદાવાદના ચકચારી ડો વૈશાલી જોશી આપઘાત કેસમાં મુખ્ય આરોપી પોલીસ ઇન્સ્પેક્ટર ખાચરે સેશન્સ કોર્ટમાં આગોતરા અરજી કરી હતી.



  • Mar 20, 2024 12:43 IST

    દેશ 2047ના વિકસિત ભારતના રોડમેપ પર કામ કરી રહ્યો છે : સ્ટાર્ટઅપ મહાકુંભ'માં પીએમ મોદી

    ભારત મંડપમ ખાતે ચાલી રહેલા 'સ્ટાર્ટઅપ મહાકુંભ'ને સંબોધિત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે દેશ 2047ના વિકસિત ભારતના રોડમેપ પર કામ કરી રહ્યો છે, આવા સમયે સ્ટાર્ટઅપ મહાકુંભનું ખૂબ મહત્વ છે. પીએમ મોદીએ કહ્યું કે છેલ્લા દાયકાઓમાં ભારતે આઈટી અને સોફ્ટવેર સેક્ટરમાં પોતાની છાપ છોડી છે. હવે આપણે ભારતમાં ઈનોવેશન અને સ્ટાર્ટઅપ કલ્ચરનો ટ્રેન્ડ સતત વધતો જોઈ રહ્યા છીએ.



  • Mar 20, 2024 12:21 IST

    હાઇકોર્ટમાં અરવિંદ કેજરીવાલની અપીલ

    દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને બુધવારે દિલ્હી હાઈકોર્ટમાંથી કોઈ રાહત મળી નથી. હાઈકોર્ટે મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને EDના સમન્સ પર અત્યાર સુધી હાજર થયા પછી ઘણા પ્રશ્નો પૂછ્યા. હાઈકોર્ટે પૂછ્યું કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ED સમક્ષ કેમ હાજર નથી થઈ રહ્યા? કોર્ટે કેજરીવાલને કહ્યું કે સૌથી પહેલા તમે દેશના નાગરિક છો. અમે ભેગા થઈશું તો ખબર પડશે કે ઈડી શું કહે છે. હાઈકોર્ટે કહ્યું કે સમન્સ તેમના નામે છે. તેણે દેખાવું જોઈએ. હાલ આ કેસમાં આગામી સુનાવણી 22 એપ્રિલે થશે.



  • Mar 20, 2024 11:16 IST

    લોકસભા ચૂંટણીમાં રંજનબેનને રીપિટ કરાતા વડોદારમાં નારાજગી

    ભાજપ દ્વારા વડોદરા લોકસભા બેઠક ઉપર સાંસદ રંજનબહેનને ફરીથી ટીકિટ આપી છે. જેના પગલે વડોદરાના લોકોમાં નારાજગી વ્યાપી છે. વિધાનસભા વિસ્તારોમાં 'મોદી તુજ સે વેર નહી... રંજન તેરી ખેર નહી' જેવા પોસ્ટરો લગાવવામાં આવ્યા છે.



  • Mar 20, 2024 11:09 IST

    બિહારમાં પપ્પુ યાદવની પાર્ટી કોંગ્રેસમાં ભળી શકે છે

    બિહારના રાજકારણને લઈને આ સમયે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પૂર્વ સાંસદ પપ્પુ યાદવ તેમની જન અધિકાર પાર્ટીને કોંગ્રેસમાં વિલય કરશે. એવા પણ સમાચાર છે કે પપ્પુ યાદવ પૂર્ણિયાથી ગઠબંધનના ઉમેદવાર બની શકે છે. પપ્પુ યાદવે બુધવારે આરજેડી ચીફ લાલુ યાદવ અને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીના વખાણ કર્યા હતા.



  • Mar 20, 2024 10:19 IST

    કર્ણાટકમાં ભાજપના ઉમેદવારોની પ્રથમ યાદીથી પાર્ટીના કેટલાક નેતાઓ અસંતુષ્ટ

    ભાજપે લોકસભા ચૂંટણી 2024 માટે કર્ણાટકમાંથી 20 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે, પરંતુ ત્યારથી રાજ્યમાં પાર્ટીની અંદર ઉથલપાથલનો માહોલ છે.



  • Mar 20, 2024 10:07 IST

    બેનઝીર ભુટ્ટોની નાની પુત્રી આસિફાની રાજનીતિમાં એન્ટ્રી

    પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીની નાની પુત્રી આસિફા અલી ઝરદારીએ રાજકારણમાં પ્રવેશ કર્યો છે. સિંધ પ્રાંતની નેશનલ એસેમ્બલી સીટ પર પેટાચૂંટણી લડવા માટે ઉમેદવારી નોંધાવી છે. આમાં આસિફાની જીત લગભગ નિશ્ચિત માનવામાં આવી રહી છે. સિંધ પ્રાંતના શહીદ બેનઝીરાબાદ જિલ્લાના NA-207 મતવિસ્તારની પેટાચૂંટણીમાં આસિફાએ રવિવારે પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું.



  • Mar 20, 2024 10:04 IST

    ચિરાગ આજે ગઠબંધન અંગે નિર્ણય લઇ શકે છે

    રાષ્ટ્રપતિ વતી ચૂંટણી પંચ દ્વારા જારી કરવામાં આવેલા નોટિફિકેશન મુજબ ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ 27 માર્ચ છે. જો કે, બિહારમાં પ્રથમ તબક્કામાં જે લોકસભા બેઠકો માટે મતદાન થવાનું છે, તે માટે ઉમેદવારી નોંધાવવાની છેલ્લી તારીખ તહેવારને કારણે લંબાવીને 28 માર્ચ કરવામાં આવી છે. આ સાથે બિહારમાં એનડીએ ગઠબંધન અંગે ચિરાગ પાસવાન આજે નિર્ણય લઇ શકે છે.



  • Mar 20, 2024 08:56 IST

    લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે આજે જાહેરનામું બહાર પાડવામાં આવશે

    આજે લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે જાહેરનામું બહાર પાડવામાં આવશે. આ તબક્કામાં 17 રાજ્યો અને ચાર કેન્દ્રશાસિત પ્રદેશોની 102 લોકસભા બેઠકો માટે ચૂંટણી યોજાશે.



  • Mar 20, 2024 08:26 IST

    ગુજરાતમાં ગરમી વધશે

    ગુજરાતમાં ઉનાળાની શરુઆત થઈ ગઈ છે ત્યારે આગામી દિવસોમાં ગરમીનો પારો ઉચકાશે અને અંગ દઝાડતી ગરમી પડવાના એંધાણ હવામાન વિભાગ આપી રહ્યો છે.



  • Mar 20, 2024 08:25 IST

    ડાકોરમાં ફાગણ પૂનમ મેળાનો પ્રારંભ

    હોળીના તહેવાર પૂર્વે ડાકોરમાં ફાગણીયો મેળાનો પ્રારંભ થયો છે. લાખો ભક્તો ભગવાન શ્રીકૃષ્ણના દર્શન કરવા માટે ડાકોર પહોંચી રહ્યા છે. ડાકોર જવાના રસ્તાઓ ઉપર જય રણછોડ માખણ ચોરના નાથ સંભળાઈ રહ્યા છે.



  • Mar 20, 2024 08:23 IST

    20 માર્ચ 2024, બુધવારનો દિવસ કેવો રહેશે?

    આજે 20 માર્ચ 2024, બુધવારનો દિવસ તમામ રાશિના જાતકો માટે કેવો રહેશે. અહીં ક્લિક કરીને વાંચો તમારું આજનું દૈનિક રાશિ ભવિષ્ય



બ્રેકિંગ ન્યૂઝ ગુજરાત વિશ્વ દેશ