/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/09/PM-Narendra-Modi-2.jpg)
પીએમ નરેન્દ્ર મોદી (તસવીર - બીજેપી ટ્વિટર)
Gujarat Latest News Live in Gujarati, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 20 October 2024, આજના તાજા સમાચાર: રાજસ્થાનના ધૌલપુરમાં સ્લીપર બસે રીક્ષાને ટક્કર મારતા ભયંકર અકસ્માત થયો છે. આ એક્સિડેન્ટમાં 8 બાળક સહિત 11 લોકોના કરુણ મોત થયા છે. આ એક્સિડેન્ટ કરોલી ધૌલપુર જિલ્લાના બાડી સદર થાના ક્ષેત્રમાં નેશનલ હાઇવ 11બી સુનીપુર ગામ નજીક થયો છે. રીક્ષામાં બેઠેલા લોકો બાડી શહેરના ગુમટ મોહલ્લાના રહેવાસી હતા. આ તમામ લોકો બરૌલી ગામમાં મામેરાનો પ્રસંગ પતાવી પરત આવી રહ્યા હતા. આજે પીએમ નરેન્દ્ર મોદી ઉત્તર પ્રદેશના વારાણસીમાં
રાજસ્થાનમાં બસે રીક્ષાને ટક્કર મારી, 8 બાળક સહિત 11 લોકોના કરુણ મોત
રાજસ્થાનના ધૌલપુરમાં બસે રીક્ષાને ટક્કર મારતા ભયંકર અકસ્માત થયો છે. આ એક્સિડેન્ટમાં રીક્ષામાં બેઠેલા 11 લોકોના કરુણ મોત થયા છે. મૃતકોમાં 8 બાળક, બે મહિલા, 1 પુરુષ અને 3 બાળકી છે. ટેમ્પમાં બેઠેલા લોકો બાડી શહેરના ગુમટ મોહલ્લાના રહેવાસી હતા. આ તમામ લોકો બરૌલી ગામમાં મામેરાનો પ્રસંગ પતાવી પરત આવી રહ્યા હતા.
- Oct 20, 2024 15:05 IST
પીએમ મોદી એ વારાણસીમાં 6100 કરોડના પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું
પીએમ નરેન્દ્ર મોદી વારાણસી પહોંચ્યા છે. આ દરમિયાન પીએમ મોદી 6100 કરોડ રૂપિયાના પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું છે. જેમાં શંકર આઈ હોસ્પિટલ, આગ્રા એરપોર્ટ પર 570 કરોડ, દરભંગા એરપોર્ટ પર 910 કરોડ રૂપિયા તથા બાગડોગરા એરપોર્ટ પર 1550 કરોડ રૂપિયાના ખર્ચે નિર્મિત નવી સિવિલ એન્ક્લેવની આધારશીલા મૂકવાના છે.
https://twitter.com/AHindinews/status/1847922264404275207
- Oct 20, 2024 13:34 IST
દિલ્હીમાં કાયદા વ્યવસ્થાની જવાબદારી ભાજપની કેન્દ્ર સરકારની છે : CM આતિશી
દિલ્હીના મુખ્યમંત્રી આતિશીએ કહ્યું કે, દિલ્હીમાં કાયદો વ્યવસ્થા જાળવવાની જવાબદારી ભાજપની કેન્દ્ર સરકારની છે. ભાજપ પોતાનો 90 ટકા સમય સરકારના કામ રોકવામાં વેડફે છે. આજે દિલ્હીમાં એવી સ્થિતિ છે જે એક સમયે મુંબઇમાં હતી. ગઇકાલે વેલકેમ એરિયામાં 60 રાઉન્ડ ફાયરિંગ થયું. રોજ રોજ ગેંગસ્ટર દ્વારા જબરદસ્ત વસૂલીના સમાચાર આવે છે. આજે એક શાળા બહાર બ્લાસ્ટ થયા. દિલ્હીમાં શું થઇ રહ્યું છે? ભાજપ માત્ર દિલ્હી સરકારના કામ રોકવામાં વ્યસ્ત છે અને પોતાના એક કામ કરી રહી નથી.
https://twitter.com/AHindinews/status/1847900936649527798
- Oct 20, 2024 09:58 IST
દિલ્હીમાં CRPF સ્કૂલ પાસ ભયંકર વિસ્ફોટ, ઘરના કાચ ચકનાચૂર
દિલ્હીના પ્રશાંત વિહારમાં સીઆરપીએફ સ્કૂલ પાસે એક ભયંકર વિસ્ફોટ થયો છે. અચાનક ધમાકો થતા અફરાતફરી મચી હતી. જો સદનસીબે આ વિસ્ફોટમાં કોઇ જાનહાની થઇ નથી. ધમાકો થયાની જાણ થતા એફએસએલ ટીમ અને દિલ્હીની સ્પેશિયલ સેલ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. ધમાકો એટલો તીવ્ર હતો કે ઘરના કાચ તૂટી ગયા અને અમુક બિલ્ડિંગને નુકસાન થયું છે.
https://twitter.com/PTI_News/status/1847853841238135161
- Oct 20, 2024 09:53 IST
રાજસ્થાનમાં બસે રીક્ષાને ટક્કર મારી, 8 બાળક સહિત 11 લોકોના કરુણ મોત
રાજસ્થાનના ધૌલપુરમાં બસે રીક્ષાને ટક્કર મારતા ભયંકર અકસ્માત થયો છે. આ એક્સિડેન્ટમાં રીક્ષામાં બેઠેલા 11 લોકોના કરુણ મોત થયા છે. મૃતકોમાં 8 બાળક, બે મહિલા, 1 પુરુષ અને 3 બાળકી છે. ટેમ્પમાં બેઠેલા લોકો બાડી શહેરના ગુમટ મોહલ્લાના રહેવાસી હતા. આ તમામ લોકો બરૌલી ગામમાં મામેરાનો પ્રસંગ પતાવી પરત આવી રહ્યા હતા.
https://twitter.com/PTI_News/status/1847841935790358603


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us