/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/09/jammu-kashmir-bus-accident.jpg)
Jammu Kashmir Bus Accident: જમ્મુ કાશ્મીરમાં બસ ખીણમાં પડવાથી 3 બીએસએફ સૈનિકાના મોત થયા છે. (Photo: Social Media)
Gujarat Latest News in Gujarati, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 20 September 2024 Highlights: આજના તાજા સમાચાર: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નક્સલવાદીઓને હિંસા છોડી દેવા, શસ્ત્રો નીચે મૂકવા અને આત્મસમર્પણ કરવાની અપીલ કરી હતી. તેમણે ચેતવણી આપી હતી કે, "જો નક્સલવાદીઓ હિંસા છોડી દેવાની મારી અપીલને સ્વીકારશે નહીં, તો અમે ટૂંક સમયમાં તેમની સામે મોટા પાયે ઓપરેશન શરૂ કરીશું." કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, “અમે નક્સલવાદને ખતમ કરીશું. હું અપીલ કરું છું કે તેઓ કાયદા સમક્ષ આત્મસમર્પણ કરે, તેમના હથિયાર છોડી દે. પૂર્વોત્તર અને કાશ્મીરમાં ઘણી જગ્યાએ ઘણા લોકોએ પોતાના શસ્ત્રો છોડી દીધા છે અને મુખ્ય પ્રવાહમાં જોડાયા છે. મુખ્ય પ્રવાહમાં જોડાવા માટે તમારું પણ સ્વાગત છે પરંતુ જો એવું નહીં થાય તો અમે તેની વિરુદ્ધ અભિયાન શરૂ કરીશું અને તેમાં સફળ પણ થઈશું…”
લાલુ યાદવ સામે લેન્ડ ફોર નોકરી કૌભાંડ કેસમાં કેસ દાખલ કરવામાં આવશે
ગૃહ મંત્રાલયે નોકરી કૌભાંડમાં લાલુ યાદવ સામે કેસ ચલાવવા માટે સીબીઆઈને મંજૂરી આપી દીધી છે. સીબીઆઈએ રાઉઝ એવન્યુ કોર્ટમાં આ માહિતી આપી છે. સીબીઆઈએ આ મામલામાં લાલુ યાદવ સામે કેસ ચલાવવાની પરવાનગી માંગી હતી. અગાઉ, 18 સપ્ટેમ્બરના રોજ, દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે 'નોકરી માટે જમીન' સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ યાદવ, પૂર્વ ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવ, તેજ પ્રતાપ યાદવ અને અન્ય આરોપીઓને સમન્સ જારી કર્યા હતા. તેને 7 ઓક્ટોબરે કોર્ટમાં હાજર રહેવા માટે કહેવામાં આવ્યું છે.
શેરબજારમાં વધારો, સેન્સેક્સ 500 અંક ઉછળ્યો, નિફ્ટી 25550 પાર
સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે સ્થાનિક શેરબજારમાં સારી વૃદ્ધિ જોવા મળી રહી છે. ટ્રેડિંગના પહેલા કલાકમાં જ સેન્સેક્સ 504.17 (0.60%) પોઈન્ટ વધીને 83,750.73 ના સ્તરે પહોંચ્યો હતો. બીજી તરફ, નિફ્ટી 162.86 (0.64%) પોઈન્ટ્સ નબળો પડીને 25,578.65ના સ્તરે પહોંચ્યો હતો. મેટલ સેક્ટરના શેરના ભાવમાં વધારો થયો છે.
હિઝબુલ્લાના વડાની 'બદલાની ધમકી'ના થોડા કલાકો પછી ઇઝરાયેલે લેબનોન પર બોમ્બમારો કર્યો
હવે ઈઝરાયેલ અને હિઝબુલ્લાહ વચ્ચે લડાઈ ચાલી રહી હોય તેવું લાગી રહ્યું છે. થોડા દિવસો પહેલા પેજર અને વોકી-ટોકી બ્લાસ્ટમાં હિઝબુલ્લાહના આતંકીઓના મોત બાદ આ આતંકી સંગઠનના વડાએ ઈઝરાયેલને ધમકી આપી હતી. હવે જ્યારે ઈઝરાયેલે આ હુમલો કર્યો છે, ત્યારે લેબનોન અને ઈરાન આ અંગે ઈઝરાયેલને ચેતવણી આપતા જોવા મળી રહ્યા છે.
- Sep 20, 2024 23:14 IST
જમ્મુ કાશ્મીરમાં બસ ખીણમાં પડતા 3 BSF જવાનની મોત
જમ્મુ કાશ્મીરમાં એક બસ બ્રેસ વોટરહેલ પહાડ પરથી બસ ખીણમાં પડી જવાથી 3 બીએસએફ સૈનિકના મોત થયા છે અને ઘણા સૈનિકો ઘાયલ થયા છે.
https://twitter.com/AHindinews/status/1837156496783847757
- Sep 20, 2024 23:09 IST
મનોજ ધનોવર અસમમાં આપ પાર્ટીના નવા પ્રદેશ અધ્યક્ષ
આમ આદમ પાર્ટીએ અસમમાં નવા પ્રદેશ અધ્યક્ષના નામ જાહેર કર્યા છે. આપ પાર્ટીએ મનોજ ધનોવરને અસમના નવા પાર્ટી પ્રદેશ અધ્યક્ષ બનાવ્યા છે. તો પૂર્વ પ્રદેશ અધ્યક્ષ ભાબેન ચૌધરીને રાષ્ટ્રીય સંયુક્ત સચિવ પદે નિમણૂક કર્યા છે.
आम आदमी पार्टी ने मनोज धनोवर को असम का पार्टी अध्यक्ष नियुक्त किया है।
पूर्व प्रदेश अध्यक्ष भाबेन चौधरी को राष्ट्रीय संयुक्त सचिव नियुक्त किया गया है। pic.twitter.com/fXD1zfPDQU— ANI_HindiNews (@AHindinews) September 20, 2024
- Sep 20, 2024 13:54 IST
Today News Live : અમિત શાહે નક્સલવાદીઓને કહ્યું નહીં તો ઓપરેશન ઓલઆઉટ શરૂ કરીશું
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નક્સલવાદીઓને હિંસા છોડી દેવા, શસ્ત્રો નીચે મૂકવા અને આત્મસમર્પણ કરવાની અપીલ કરી હતી. તેમણે ચેતવણી આપી હતી કે, "જો નક્સલવાદીઓ હિંસા છોડી દેવાની મારી અપીલને સ્વીકારશે નહીં, તો અમે ટૂંક સમયમાં તેમની સામે મોટા પાયે ઓપરેશન શરૂ કરીશું." કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, “અમે નક્સલવાદને ખતમ કરીશું. હું અપીલ કરું છું કે તેઓ કાયદા સમક્ષ આત્મસમર્પણ કરે, તેમના હથિયાર છોડી દે. પૂર્વોત્તર અને કાશ્મીરમાં ઘણી જગ્યાએ ઘણા લોકોએ પોતાના શસ્ત્રો છોડી દીધા છે અને મુખ્ય પ્રવાહમાં જોડાયા છે. મુખ્ય પ્રવાહમાં જોડાવા માટે તમારું પણ સ્વાગત છે પરંતુ જો એવું નહીં થાય તો અમે તેની વિરુદ્ધ અભિયાન શરૂ કરીશું અને તેમાં સફળ પણ થઈશું...”
- Sep 20, 2024 12:28 IST
Today News Live : સુપ્રીમ કોર્ટની યૂટ્યુબ ચેનલ હેગ થઈ સોશિયલ મીડિયા પર ચર્ચા
સોશિયલ મીડિયા ઉપર એવો દાવો થઈ રહ્યો છે કે સુપ્રીમ કોર્ટની યૂટ્યુબ ચેનલ હેક થઈ ગઈ છે. જોકે હજી સુધી સત્તાવાર કોઈ પુષ્ટી થઈ નથી.
- Sep 20, 2024 11:48 IST
Today News Live : લાલુ યાદવ સામે લેન્ડ ફોર નોકરી કૌભાંડ કેસમાં કેસ દાખલ કરવામાં આવશે, ગૃહ મંત્રાલયની મંજૂરી
ગૃહ મંત્રાલયે નોકરી કૌભાંડમાં લાલુ યાદવ સામે કેસ ચલાવવા માટે સીબીઆઈને મંજૂરી આપી દીધી છે. સીબીઆઈએ રાઉઝ એવન્યુ કોર્ટમાં આ માહિતી આપી છે. સીબીઆઈએ આ મામલામાં લાલુ યાદવ સામે કેસ ચલાવવાની પરવાનગી માંગી હતી. અગાઉ, 18 સપ્ટેમ્બરના રોજ, દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે 'નોકરી માટે જમીન' સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ યાદવ, પૂર્વ ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવ, તેજ પ્રતાપ યાદવ અને અન્ય આરોપીઓને સમન્સ જારી કર્યા હતા. તેને 7 ઓક્ટોબરે કોર્ટમાં હાજર રહેવા માટે કહેવામાં આવ્યું છે.
- Sep 20, 2024 10:57 IST
Today News Live : ગુજરાતમાં સિઝનનો 125 ટકાથી વધુ વરસાદ નોંધાયો
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદ નાં આંકડા પ્રમાણે આ વર્ષે ચોમાસાની સિઝનમાં ગુજરાતમાં શરેરાશ 125.21 ટકા વરસાદ નોંધાયો છે. ઝોન પ્રમાણે વાત કરીએ તો કચ્છમાં 183.32 ટકા, ઉત્તર ગુજરાતમાં 107.76 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 121.27 ટકા, સૌરાષ્ટ્રમાં 129.78 ટકા, દક્ષિણ ગુજરાતમાં 129.64 ટકા વરસાદ નોંધાયો હતો.
- Sep 20, 2024 10:53 IST
Today News Live : આજનો દિવસ તમારા માટે કેવો રહેશે
આજે 20 સપ્ટેમ્બર 2024, શુક્રવારનો દિવસ તમામ રાશિના જાતકો માટે કેવો રહેશે. અહીં ક્લિક કરીને વાંચો તમારું આજનું રાશિફળ.
- Sep 20, 2024 10:19 IST
Today News Live : શેરબજારમાં વધારો, સેન્સેક્સ 500 અંક ઉછળ્યો, નિફ્ટી 25550 પાર
સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે સ્થાનિક શેરબજારમાં સારી વૃદ્ધિ જોવા મળી રહી છે. ટ્રેડિંગના પહેલા કલાકમાં જ સેન્સેક્સ 504.17 (0.60%) પોઈન્ટ વધીને 83,750.73 ના સ્તરે પહોંચ્યો હતો. બીજી તરફ, નિફ્ટી 162.86 (0.64%) પોઈન્ટ્સ નબળો પડીને 25,578.65ના સ્તરે પહોંચ્યો હતો. મેટલ સેક્ટરના શેરના ભાવમાં વધારો થયો છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us