/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/04/accident.jpg)
અકસ્માત - પ્રતિકાત્મક તસવીર (Photo - Freepik)
Gujarat Latest News in Gujarati, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 21 April 2024 Highlights, આજના તાજા સમાચાર : આજે 21 એપ્રિલ,2024 રવિવાર છે. આજના મુખ્ય સમાચારોની વાત કરીયે તો, ભારતમાં લોકસભા ચૂંટણી 2024 માટે વિવિધ રાજકીય પક્ષ અને તેમના ઉમેદવારો દ્વારા યુદ્ધના ધોરણે ચૂંટણી પ્રચાર ચાલી રહ્યો છે. ઉનાળો દિવસને દિવસે આકરો સ્વરૂપ ધારણ કરી રહ્યો છે અને ગુજરાત સહિત ઘણા રાજ્યોમાં ભયંકર ગરમી હિટવેની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં રાજકોટ બેઠકના ભાજપ ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા સામે ક્ષત્રિયોનું આંદોલન ચાલુ છે. ઈરાન અને ઇઝરાયલ તણાવ સતત વધી રહ્યો છે. અહીં વાચો ગુજરાત, દેશ અને દુનિયાના લેટેસ્ટ અપડેટ ન્યૂઝ
- Apr 21, 2024 21:30 IST
કોંગ્રેસે આંધ્ર પ્રદેશ અને ઝારખંડ માટે લોકસભાના ઉમેદવારોની યાદી જાહેર કરી
કોંગ્રેસે આંધ્ર પ્રદેશ અને ઝારખંડ માટે લોકસભાના ઉમેદવારોની યાદી જાહેર કરી. કોંગ્રેસે દીપિકા સિંહ પાંડેની જગ્યાએ પ્રદીપ યાદવને ગોડ્ડા, ઝારખંડથી પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે.
कांग्रेस ने आंध्र प्रदेश और झारखंड के लिए लोकसभा उम्मीदवारों की सूची जारी की।
कांग्रेस ने झारखंड के गोड्डा से दीपिका सिंह पांडे की जगह प्रदीप यादव को अपना उम्मीदवार घोषित किया है।#LokSabhaElections2024pic.twitter.com/P9UwcYgsvQ— ANI_HindiNews (@AHindinews) April 21, 2024
- Apr 21, 2024 20:17 IST
ધારી ગીરના આંબરડી રેવન્યુ વિસ્તારમાં અગમ્ય કારણોસર આગ લાગી
અમરેલીના ધારીના આંબરડી સફારી પાર્કની બાજુના રેવન્યુ વિસ્તારમાં આગ લાગવાની ઘટના બની હતી. સ્થાનિક ગામ લોકો આગને કાબુમાં લેવા માટે દોડી ગયા હતા.
- Apr 21, 2024 14:38 IST
સુરત કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીનું ઉમેદવારી પત્ર રદ
ગુજરાતમાં સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીનું ઉમેદવારી ફોર્મ રદ થયું છે. ડમી ટેકેદારોના હાઇ વોલ્ટેજ ડ્રામા બાદ સુરતના કલેક્ટર અને ચૂંટણી અધિકારી દ્વારા નિલેશ કુંભાણીનું ઉમેદવારી પત્ર રદ કરવામાં આવ્યું છે. તેમને જણાવી દઇયેકે,ડમી ટેકેદારો મામલે સુરત ભાજપ ઉમેદવારે નિકેશ કુંભાણીના ઉમેદવારી પત્ર સામે વાંધો ઉઠાવ્યો હતો. આ ઘટના બાદ લોકસભા ચૂંટણી પહેલા જ કોંગ્રેસને મોટો ફટકો લાગ્યો છે.
- Apr 21, 2024 13:16 IST
ભાજપ ભગાઓ દેશનું લોકતંત્ર બચાવો - તેજસ્વી યાદવ
ઝારખંડના રાંચીમાં આજે વિરોધ પક્ષના ઈન્ડિયા ગઠબંધનની મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ રેલીમાં સહભાગી થવા પહોંચલા રાજદ પક્ષના નેતા તેજસ્વી યાવદે કહ્યું , ભાજપ ભગાઓ દેશનું લોકતંત્ર બચાવો, ભાજપ ભગાવો દેશનું સંવિધાન બચાવો. ઈન્ડિયા ગઠબંધન એક સાથે છે. હેમંત સોરેનની સાથે જે અન્યાય થયો છે, ઝારખંડની જનતા તેનો બદલો લેશે.
#WATCH झारखंड: आज रांची में INDIA ब्लॉक द्वारा 'उलगुलान न्याय महारैली' का आयोजन किया गया है।
रांची हवाईअड्डे पहुंचे राजद नेता तेजस्वी यादव ने कहा, "भाजपा भगाओ देश का लोकतंत्र बचाओ, भाजपा भगाओ देश का संविधान बचाओ... INDIA गठबंधन एकजुट है। हेमंत सोरेन के साथ जो अन्याय हुआ है,… pic.twitter.com/QwJnjEyzKI— ANI_HindiNews (@AHindinews) April 21, 2024
- Apr 21, 2024 10:51 IST
પંજાબ માટે કોંગ્રેસની CEC બેઠક ચાલુ
દિલ્હીમાં પંજાબ માટે કોંગ્રેસ સીઇસીની બેઠક પાર્ટી હેડક્વાર્ટરમાં ચાલી રહી છે.
#WATCH दिल्ली: पंजाब राज्य के लिए कांग्रेस CEC की बैठक पार्टी मुख्यालय में चल रही है।#LokSabhaElections2024pic.twitter.com/FUHP5p3odD
— ANI_HindiNews (@AHindinews) April 21, 2024
- Apr 21, 2024 09:28 IST
રાજસ્થાનમાં વાન અને ટ્રક વચ્ચે એક્સિડેન્ટ, ઘટનાસ્થળે જ 9 યુવકોના કરુણ મોત
રાજસ્થાનના ઝાાલાવાડ જિલ્લાના અકલેરામાં ટ્રક અને વાન વચ્ચે ભયંકર એક્સિટેન્ટ થયો છે. એક્સિડેન્ટ એટલો ભયંકર હતો કે વાનમાં બેઠેલા 10માંથી 9 લોકોના કરુણ મોત થયા છે. અકલેરા નજીક પંચોલા ગામમાં આ અકસ્માત થયો છે. માહિતી મુજબ વાનમાં બાગરી સમાજના 10 યુવક બેઠેલા હતા, જે તમામ લગ્ન પ્રસંગથી પરત આવી રહ્યા હતા. આ એક્સિડેન્ટમાં ઘટનાસ્થળે જ 3 યુવકના મોત થયા છે. તો અન્ય 6 યુવકોએ હોસ્પિટલમાં દમ તોડ્યો છે. આ એક્સિડેન્ટમાં બચેલા એક યુવકની સ્થિતિ પણ ગંભીર છે.
#WATCH | Rajasthan: Nine people died in a road accident in Panchola near Aklera, of Jhalawar district. They were returning from a marriage procession in a van which collided with a truck: Jhalawar SP, Richa Tomar pic.twitter.com/tCxEG2ltqM
— ANI (@ANI) April 21, 2024
- Apr 21, 2024 08:21 IST
ઝારખંડમાં ઈન્ડિયા ગઠબંધનની સંયુક્ત રેલી
ઝારખંડમાં આજે ઈન્ડિયા ગઠબંધનની સંયુક્ત રેલી યોજવાનીછે. આ રેલીને ધ્યાનમાં રાખી ઈન્ડિયા ગઠબંધનના નેતાઓના પોસ્ટરોએ સૌનું ધ્યાન ખેંચ્યું છે. આ ફોટામાં આપ નેતા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને જેલની અંદર બંધ દેખાડવામાં આવ્યા છે.
#WATCH झारखंड: रांची में आज होने वाली INDIA गठबंधन की संयुक्त रैली की तैयारियां की जा रही हैं।
इसके मद्देनजर INDIA गठबंधन के नेताओं के पोस्टर रांची के रैली ग्राउंड में लगाए गए हैं। pic.twitter.com/V7WPtFNM9R— ANI_HindiNews (@AHindinews) April 21, 2024
- Apr 21, 2024 08:03 IST
સલમાન ખાન ફાયરિંગ કેસ : લોરેન્સ બિન્નોઇ અને તેનો ભાઈ વોન્ટેડ જાહેર
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરાવનાર ગેંગના વડા લોરેન્સ બિશ્નોઇ અને અને તેના ભાઈ મુંબઇ પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે. મુંબઇના એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, સપ્તાહ અગાઉ આ કેસમાં ધરપકડ કરાયેલા વિક્કી ગુપ્તા અને સાગરપાલને કથિત રીતે બિશ્નોઇ બંધુઓ તરફથી નિર્દેશ મળ્યા હતા. લોરેન્સ બિશ્નોઇ એક કેસમાં હાલ ગુજરાતની જેલમાં બંધ છે જ્યારે તેનો ભાઈ કેનેડા કે અમેરિકામાં છે. મુંબઇ પોલીસ લોરેન્સ બિશ્નોઇની માંગણી કરી શકે છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us