Gujarati News 21 December 2024 : પીએમ મોદીએ કહ્યું - માત્ર કૂટનીતિ જ નહીં પરંતુ દિલોએ પણ ભારત અને કુવૈતને જોડવાનું કામ કર્યું છે

India Gujarat Today Latest News in Gujarati, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 21 December 2024: પીએમ મોદી હાલ કુવૈતના પ્રવાસે છે. તેમણે ત્યાં ભારતીય સમુદાયને સંબોધન કર્યું હતું. પોતાના સંબોધનમાં તેમણે એ વાત પર પણ ભાર મૂક્યો હતો કે કુવૈત અને ભારત વચ્ચેના સંબંધો ખૂબ જ ખાસ છે

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
pm narendra modi kuwait, pm narendra modi

પીએમ મોદી હાલ કુવૈતના પ્રવાસે છે. તેમણે ત્યાં ભારતીય સમુદાયને સંબોધન કર્યું હતું (તસવીર - બીજેપી ટ્વિટર)

Gujarat Latest News in Gujarati, Gujarati Samachar (ગુજરાતી સમાચાર) 21 December 2024, આજના તાજા સમાચાર: પીએમ મોદી હાલ કુવૈતના પ્રવાસે છે. તેમણે ત્યાં ભારતીય સમુદાયને સંબોધન કર્યું હતું. તે સંબોધનમાં તેમણે ભારપૂર્વક જણાવ્યું છે કે એક વડાપ્રધાનને કુવૈત આવવામાં ચાર દાયકા સુધીનો સમય લાગ્યો હતો. તેમણે કહ્યું કે કુવૈતમાં રહેતા તમામ ભારતીયોને પણ ભારત પ્રત્યે પ્રેમ છે. પીએમ મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે માત્ર કૂટનીતિ જ નહીં પરંતુ દિલોએ પણ ભારત અને કુવૈતને જોડવાનું કામ કર્યું છે.

Advertisment

પીએમ મોદીએ કહ્યું કે ભારત દુનિયાના તે પહેલા દેશોમાંથી એક છે જેણે કુવૈતની આઝાદી પછી માન્યતા આપી હતી. તો જે દેશ સાથે, જે સમાજ સાથે આટલી બધી યાદો જોડાયેલી છે ત્યાં આવવું મારા માટે ખૂબ જ યાદગાર છે. હું કુવૈતના લોકો અને સરકારનો ખૂબ આભારી છું. પોતાના સંબોધનમાં તેમણે એ વાત પર પણ ભાર મૂક્યો હતો કે કુવૈત અને ભારત વચ્ચેના સંબંધો ખૂબ જ ખાસ છે.

અમદાવાદના સાબરમતી વિસ્તારમાં પાર્સલમા થયો બ્લાસ્ટ, બે લોકો ઇજાગ્રસ્ત

અમદાવાદ શહેરમાં આવેલા સાબરમતી વિસ્તારમાં પાર્સલમા બ્લાસ્ટ થયાની ઘટના બની છે.. પાર્સલમાં રહેલી બેટરીમાં બ્લાસ્ટ થતા બે લોકો ઈજાગ્રસ્ત થયા છે. શિવમ રો હાઉસમાં પાર્સલ લાવનાર અને રિસિવ કરનાર ઈજાગ્રસ્ત થયા છે. ત્રણ લોકો પાર્સલ લઈને આવ્યા હોવાનો પરિવારનો આક્ષેપ છે. ગઈકાલે રાત્રે પણ બે લોકો આવ્યા હોવાનું પરિવારે જણાવ્યું છે.

પૂર્વ ક્રિકેટર રોબિન ઉથપ્પા વિરુદ્ધ ધરપકડ વોરંટ જાહેર

ટીમ ઈન્ડિયાના પૂર્વ ખેલાડી રોબિન ઉથપ્પા વિરુદ્ધ ધરપકડ વોરંટ જાહેર કરવામાં આવ્યું છે. કર્મચારીઓ અને સરકાર સામે છેતરપિંડીના કેસમાં ધરપકડ વોરંટ જાહેર કરવામાં આવ્યું છે. રોબિન ઉથપ્પા સેન્ચ્યુરીઝ લાઈફસ્ટાઈલ બ્રાન્ડ્સ પ્રાઈવેટ લિમિટેડ નામની ખાનગી કંપની ચલાવે છે. આ કંપનીમાં કામ કરતા ઘણા લોકો પર FIF ચૂકવ્યા વિના છેતરપિંડીનો આરોપ છે.

Advertisment

જર્મનીના ક્રિસમસ માર્કેટમાં ડોક્ટરે ભીડ પર કાર ચલાવી, 2ના મોત

જર્મનીના મેગડેબર્ગમાં ક્રિસમસ માર્કેટમાં એક કારે અનેક લોકોને કચડી નાખ્યા. આ અકસ્માતમાં બે લોકોના મોત થયા છે અને 60થી વધુ લોકો ઘાયલ થયા છે. જર્મન પોલીસે આ વ્યક્તિની ધરપકડ કરી છે અને તે સાઉદીનો રહેવાસી છે. તે વ્યવસાયે ડૉક્ટર છે અને જર્મનીમાં કામ કરે છે. અધિકારીઓ આ ઘટનાને જાણી જોઈને કરવામાં આવેલ હુમલો માની રહ્યા છે.

આ અકસ્માત સાંજે 7 વાગ્યાની આસપાસ થયો હતો. તે બજાર રજાઓની ખરીદી કરતા લોકોથી ભરેલું હતું. પીડિતોમાં એક પુખ્ત અને એક બાળકનો સમાવેશ થાય છે, જ્યારે 15 લોકો ગંભીર રીતે ઘાયલ હોવાનું કહેવાય છે. અધિકારીઓ વધુ મૃત્યુની શક્યતાને નકારી શકતા નથી. મેગડેબર્ગ, 240,000 નું શહેર, સેક્સની-એનહાલ્ટની રાજધાની છે.

નેપાળમાં ભૂકંપનો જોરદાર આંચકો

આજે શનિવારે વહેલી સવારે નેપાળમાં જોરદાર ભૂકંપ આવ્યો. જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.8 મપાઈ હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીથી પ્રાપ્ત માહિતી અનુસાર સવારે 3.59 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા જેના કારણે લોકો ફફડી ગયા અને ઊંઘમાંથી ઊઠીને જ ઘર બહાર દોટ મૂકી હતી. જોકે હજુ સુધી ભૂકંપના કારણે જાનમાલના નુકસાનના કોઈ સમાચાર નથી.

નલિયામાં તાપમાન 6 ડિગ્રી પહોંચ્યું

ગુજરાતના તાપમાનની વાત કરીએ તો અત્યારે ગુજરાતમાં 6.4 ડિગ્રીથી લઈને 19.2 ડિગ્રી વચ્ચે લઘુતમ તપામાન નોંધાયું છે. જેમાં 6.4 ડિગ્રી લઘુતમ તાપમાન સાથે નલિયા ગુજરાતનું સૌથી ઠંડુ શહેર રહ્યું છે જ્યારે ઓખામાં 19.2 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે. આ ઉપરાંત ડીસામાં 12.9, ગાંધીનગરમાં 13.3, વડોદરામાં 14.4, કેશોદમાં 10.9 ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું હતું.

  • Dec 21, 2024 23:11 IST

    Today Live News : પીએમ મોદીએ કહ્યું - માત્ર કૂટનીતિ જ નહીં પરંતુ દિલોએ પણ ભારત અને કુવૈતને જોડવાનું કામ કર્યું છે

    પીએમ મોદી હાલ કુવૈતના પ્રવાસે છે. તેમણે ત્યાં ભારતીય સમુદાયને સંબોધન કર્યું હતું. તે સંબોધનમાં તેમણે ભારપૂર્વક જણાવ્યું છે કે એક વડાપ્રધાનને કુવૈત આવવામાં ચાર દાયકા સુધીનો સમય લાગ્યો હતો. તેમણે કહ્યું કે કુવૈતમાં રહેતા તમામ ભારતીયોને પણ ભારત પ્રત્યે પ્રેમ છે. પીએમ મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે માત્ર કૂટનીતિ જ નહીં પરંતુ દિલોએ પણ ભારત અને કુવૈતને જોડવાનું કામ કર્યું છે.

    પીએમ મોદીએ કહ્યું કે ભારત દુનિયાના તે પહેલા દેશોમાંથી એક છે જેણે કુવૈતની આઝાદી પછી માન્યતા આપી હતી. તો જે દેશ સાથે, જે સમાજ સાથે આટલી બધી યાદો જોડાયેલી છે ત્યાં આવવું મારા માટે ખૂબ જ યાદગાર છે. હું કુવૈતના લોકો અને સરકારનો ખૂબ આભારી છું. પોતાના સંબોધનમાં તેમણે એ વાત પર પણ ભાર મૂક્યો હતો કે કુવૈત અને ભારત વચ્ચેના સંબંધો ખૂબ જ ખાસ છે.

  • Dec 21, 2024 21:39 IST

    Today Live News : મહારાષ્ટ્રમાં વિભાગોની વહેંચણી, સીએમ દેવેન્દ્ર ફડણવીસે ગૃહ મંત્રાલય પોતાની પાસે રાખ્યું

    મહારાષ્ટ્રમાં વિભાગોની વહેંચણી કરવામાં આવી છે. સીએમ દેવેન્દ્ર ફડણવીસે ગૃહ મંત્રાલય પોતાની પાસે રાખ્યું છે. ડેપ્યુટી સીએમ એકનાથ શિંદેને શહેરી વિકાસ વિભાગ મળ્યો છે. જ્યારે ડેપ્યુટી સીએમ અજિત પવારને નાણા અને આબકારી વિભાગની જવાબદારી સોંપવામાં આવી છે. ફડણવીસે ગૃહ મંત્રાલય ઉપરાંત ઉર્જા, કાયદો અને ન્યાયતંત્ર, સામાન્ય વહીવટ વિભાગ અને માહિતી અને પ્રચાર વિભાગને પોતાની પાસે રાખ્યા છે.

  • Dec 21, 2024 20:43 IST

    Today Live News : પંજાબના મોહાલીમાં ત્રણ માળની એક ઇમારત ધરાશાયી

    પંજાબના મોહાલીમાં ત્રણ માળની એક ઇમારત ધરાશાયી થઇ ગઇ છે. જેમાં 15 લોકો કાટમાળ નીચે ફસાયા હોવાની આશંકા છે. ઘટના સ્થળે જ રેસ્ક્યૂ શરૂ કરી દેવામાં આવ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર જે સમયે આ બિલ્ડિંગ ધરાશયી થઇ હતી, તે સમયે ગ્રાઉન્ડ ફ્લોર પર જીમ ચાલતું હતું, તેથી વર્કઆઉટ કરનારા લોકો દટાઇ જવાની શક્યતા વધારે છે. અકસ્માતના કારણ અંગે કહેવામાં આવી રહ્યું છે કે, બિલ્ડિંગની બાજુમાં આવેલા બેઝમેન્ટનું ખોદકામ ચાલી રહ્યું હતું, જેના કારણે આ બિલ્ડિંગના પાયાને અસર થઇ હતી અને ત્રણ માળની ઇમારત જમીનદોસ્ત થઇ ગઇ હતી.

  • Dec 21, 2024 18:24 IST

    Today Live News : કુવૈતમાં પીએમ મોદીના કાર્યક્રમ પહેલા ઉત્સાહિત ભારતીયો

    કુવૈતમાં શેખ સાદ અલ અબ્દુલ્લા ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સામુદાયિક કાર્યક્રમ 'હાલા મોદી' માં ભાગ લેવા ભેગા થતાં લોકોએ ભારતીય ધ્વજ લહેરાવ્યો.

    — ANI_HindiNews (@AHindinews) December 21, 2024

  • Dec 21, 2024 16:18 IST

    Today Live News : પીએમ મોદીએ કુવૈતમાં ભારતીય સમુદાય સાથે મુલાકાત કરી

    કુવૈત : વડાપ્રધાન નરેન્દ્ર મોદી હોટલ પહોંચ્યા. આ દરમિયાન તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમના સ્વાગત માટે એકઠા થયેલા ભારતીય સમુદાય સાથે મુલાકાત કરી હતી.

    — ANI_HindiNews (@AHindinews) December 21, 2024

  • Dec 21, 2024 13:26 IST

    Today Live News : અમદાવાદના સાબરમતી વિસ્તારમાં પાર્સલમા થયો બ્લાસ્ટ, બે લોકો ઇજાગ્રસ્ત

    અમદાવાદ શહેરમાં આવેલા સાબરમતી વિસ્તારમાં પાર્સલમા બ્લાસ્ટ થયાની ઘટના બની છે.. પાર્સલમાં રહેલી બેટરીમાં બ્લાસ્ટ થતા બે લોકો ઈજાગ્રસ્ત થયા છે. શિવમ રો હાઉસમાં પાર્સલ લાવનાર અને રિસિવ કરનાર ઈજાગ્રસ્ત થયા છે. ત્રણ લોકો પાર્સલ લઈને આવ્યા હોવાનો પરિવારનો આક્ષેપ છે. ગઈકાલે રાત્રે પણ બે લોકો આવ્યા હોવાનું પરિવારે જણાવ્યું છે.

  • Dec 21, 2024 11:34 IST

    Today Live News : બાંગ્લાદેશમાં બદમાશોએ બે દિવસમાં 3 મંદિરો પર હુમલો કર્યો

    બાંગ્લાદેશમાં હિંદુઓ અને તેમના ધાર્મિક સ્થળો વિરુદ્ધ હિંસાના સતત અહેવાલો છે. નવો મામલો મૈમનસિંહ અને દિનાજપુરથી પ્રકાશમાં આવ્યો છે, જ્યાં બદમાશોએ બે દિવસમાં ત્રણ હિંદુ મંદિરો પર હુમલો કર્યો અને તોડફોડ કરી. આ બદમાશોએ મંદિરોની 8 જેટલી મૂર્તિઓ તોડી નાખી હતી. પોલીસે આ કેસમાં એક વ્યક્તિની ધરપકડ કરી છે. અન્ય તમામ ફરાર છે. દેશમાં લઘુમતીઓ અને ખાસ કરીને હિંદુઓ પર થઈ રહેલા અત્યાચાર માટે મુહમ્મદ યુનુસ સરકારની વૈશ્વિક સ્તરે ટીકા થઈ રહી છે.

  • Dec 21, 2024 11:16 IST

    Today Live News : પૂર્વ ક્રિકેટર રોબિન ઉથપ્પા વિરુદ્ધ ધરપકડ વોરંટ જાહેર

    ટીમ ઈન્ડિયાના પૂર્વ ખેલાડી રોબિન ઉથપ્પા વિરુદ્ધ ધરપકડ વોરંટ જાહેર કરવામાં આવ્યું છે. કર્મચારીઓ અને સરકાર સામે છેતરપિંડીના કેસમાં ધરપકડ વોરંટ જાહેર કરવામાં આવ્યું છે. રોબિન ઉથપ્પા સેન્ચ્યુરીઝ લાઈફસ્ટાઈલ બ્રાન્ડ્સ પ્રાઈવેટ લિમિટેડ નામની ખાનગી કંપની ચલાવે છે. આ કંપનીમાં કામ કરતા ઘણા લોકો પર FIF ચૂકવ્યા વિના છેતરપિંડીનો આરોપ છે.

  • Dec 21, 2024 10:59 IST

    Today Live News : 43 વર્ષ બાદ કુવૈતની મુલાકાતે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે બે દિવસના કુવૈત પ્રવાસે જઈ રહ્યા છે. ચાર દાયકા કરતાં પણ વધુ સમયમાં કોઈ ભારતીય વડાપ્રધાનની કુવૈતની આ પ્રથમ મુલાકાત હશે. છેલ્લી વખત કોઈ ભારતીય વડાપ્રધાને 43 વર્ષ પહેલા કુવૈતની મુલાકાત લીધી હતી. પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ 1981માં કુવૈતની મુલાકાત લીધી હતી, જ્યારે તત્કાલીન ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારીએ 2009માં કુવૈતની મુલાકાત લીધી હતી.

  • Dec 21, 2024 09:25 IST

    Today Live News : નલિયામાં તાપમાન 6 ડિગ્રી પહોંચ્યું

    ગુજરાતના તાપમાનની વાત કરીએ તો અત્યારે ગુજરાતમાં 6.4 ડિગ્રીથી લઈને 19.2 ડિગ્રી વચ્ચે લઘુતમ તપામાન નોંધાયું છે. જેમાં 6.4 ડિગ્રી લઘુતમ તાપમાન સાથે નલિયા ગુજરાતનું સૌથી ઠંડુ શહેર રહ્યું છે જ્યારે ઓખામાં 19.2 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે. આ ઉપરાંત ડીસામાં 12.9, ગાંધીનગરમાં 13.3, વડોદરામાં 14.4, કેશોદમાં 10.9 ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું હતું.

  • Dec 21, 2024 09:25 IST

    Today Live News : નેપાળમાં ભૂકંપના જારોદાર આંચકા

    આજે શનિવારે વહેલી સવારે નેપાળમાં જોરદાર ભૂકંપ આવ્યો. જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.8 મપાઈ હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીથી પ્રાપ્ત માહિતી અનુસાર સવારે 3.59 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા જેના કારણે લોકો ફફડી ગયા અને ઊંઘમાંથી ઊઠીને જ ઘર બહાર દોટ મૂકી હતી. જોકે હજુ સુધી ભૂકંપના કારણે જાનમાલના નુકસાનના કોઈ સમાચાર નથી.

  • Dec 21, 2024 09:25 IST

    Today Live News : ધક્કા મુક્ક કેસ ક્રાઈમ બ્રાન્ચમાં ગયો, ભાજપ-કોંગ્રેસની FIR અને રાહુલ ગાંધી પરના આરોપોમાં CCTV ફૂટેજ મહત્વના રહેશે

    રાજ્યસભામાં બંધારણ પર ચર્ચા દરમિયાન બાબા સાહેબ ભીમરાવ આંબેડકર પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આપેલું નિવેદન મોટા વિવાદનું કારણ બની ગયું હતું. આ અંગે સંસદમાં શાસક પક્ષ અને વિપક્ષના વિરોધ દરમિયાન બોલાચાલી થઈ હતી. જેમાં ભાજપના બે સાંસદો ઘાયલ થયા હતા. સાંસદોએ રાહુલ ગાંધી પર દબાણ કરવાનો આરોપ લગાવ્યો હતો. કોંગ્રેસે પણ આવા જ આક્ષેપો કર્યા હતા. બંનેએ દિલ્હી પોલીસમાં FIR નોંધાવી હતી. હવે આ મામલે ક્રાઈમ બ્રાન્ચની ટીમ તપાસ કરશે.

  • Dec 21, 2024 09:25 IST

    Today Live News : જર્મનીના ક્રિસમસ માર્કેટમાં ડોક્ટરે ભીડ પર કાર ચલાવી, 2ના મોત 60થી વધુ ઘાયલ

    જર્મનીના મેગડેબર્ગમાં ક્રિસમસ માર્કેટમાં એક કારે અનેક લોકોને કચડી નાખ્યા. આ અકસ્માતમાં બે લોકોના મોત થયા છે અને 60થી વધુ લોકો ઘાયલ થયા છે. જર્મન પોલીસે આ વ્યક્તિની ધરપકડ કરી છે અને તે સાઉદીનો રહેવાસી છે. તે વ્યવસાયે ડૉક્ટર છે અને જર્મનીમાં કામ કરે છે. અધિકારીઓ આ ઘટનાને જાણી જોઈને કરવામાં આવેલ હુમલો માની રહ્યા છે.

બ્રેકિંગ ન્યૂઝ ગુજરાત વિશ્વ દેશ