Gujarat Latest News in Gujarati, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 21 July 2024 Highlights, આજના તાજા સમાચાર: અમેરિકાના ઈન્ડિયાના રાજ્યમાં ભારતીય મૂળના એક વ્યક્તિની તેની પત્ની સામે ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. આ ઘટના ત્યારે બની જ્યારે 29 વર્ષીય ગેવિન દસૌર તેની પત્ની સાથે ઘરે જઈ રહ્યો હતો. દસૌરની પત્ની મેક્સિકોની છે અને તેણે તાજેતરમાં જ લગ્ન કર્યા હતા. ઈન્ડિયાનાપોલિસ પોલીસ ડિપાર્ટમેન્ટ (IAMP) ના અધિકારી અમાન્ડા હિબ્શમેને જણાવ્યું હતું કે, અધિકારીઓને ગયા અઠવાડિયે મંગળવારે રાત્રે 8 વાગ્યા પછી ડાઉનટાઉન ઈન્ડીની દક્ષિણપૂર્વ બાજુએ એક આંતરછેદ પર ગોળી મારી હોવાનો અહેવાલ મળ્યો હતો.
પત્નીએ કહ્યું, “તે લોહીથી લથપથ હતો, મેં તેને પકડી રાખ્યો હતો.”
ઘટનાસ્થળે પહોંચેલા અધિકારીઓએ જણાવ્યું કે, એક વ્યક્તિ જમીન પર પડ્યો હતો અને તેના શરીર પર ગોળીના નિશાન હતા. મૃતકની પત્નીએ તેની ઓળખ કરી હતી. ભારતીય મૂળના વ્યક્તિની પત્ની વિવિયાના ઝમોરાએ ‘ઇન્ડિયાનાપોલિસ સ્ટાર’ને કહ્યું, “તે લોહીથી લથપથ હતો, હું તેને પકડીને એમ્બ્યુલન્સની રાહ જોઈ રહી હતી.” કહેવામાં આવી રહ્યું છે કે દસૌર આગ્રાના રહેવાસી હતા અને તેમના લગ્ન 29 જૂનના રોજ થયા હતા. પ્રત્યક્ષદર્શીઓએ પોલીસને જણાવ્યું કે, એક ટ્રક ડ્રાઇવર અને દસૌર વચ્ચે રસ્તા પરની લડાઈને કારણે ગોળીબાર થયો હતો.
બાંગ્લાદેશમાં વિરોધ પ્રદર્શન હિંસક બની ગયું છે. બાંગ્લાદેશમાં વિદ્યાર્થી અનામત આંદોલન બાદ દેશભરમાં હિંસક ઘટનાઓ બની ગઇ છે. પરિણામ બાંગલાદેશ દેશ સરકારે 21 અને 22 જુલાઇ જાહેર રજાની ઘોષણા કરી છે. આજે ગુરુ પૂર્ણિમા છે. દેશભરમાં વિવિધ મંદિરો, આશ્રમ અને મઠોમાં ગુરુ પૂર્ણિમા નિમિત્તે પૂજા સહિત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતના દ્વારકા પોરબંદરમાં ભારે વરસાદે તારાજી સર્જી છે. ગુજરાત, દેશ અને દુનિયાના લેટેસ્ટ અપડેટ માટે વાંચતા રહો
બાંગ્લાદેશમાં હિંસા રોકવા પોલીસને દેખો ત્યાં ઠારનો આદેશ, 2 દિવસ જાહેર રજા
બાંગ્લાદેશમાં વિરોધ પ્રદર્શન હિંસક બની ગયું છે. બાંગ્લાદેશમાં વિદ્યાર્થી અનામત આંદોલન બાદ દેશભરમાં હિંસક ઘટનાઓ બની ગઇ છે. રોઈટર્સ એજન્સી અનુસાર, આ બે દિવસ દરમિયાન માત્ર ઇમરજન્સી સેવા જ ચાલુ રાખવાની મંજૂરી આપવામાં આવી છે. મીડિયા રિપોર્ટ અનુસાર બાંગ્લાદેશમાં હિંસાને પગલે 114 લોકોના મોત થયા છે. બાંગ્લાદેશ સરકારે પોલીસને લુક એટ શુટ એટલે કે દેખો ત્યાં ઠારનો આદેશ આપ્યો છે. બાંગ્લાદેશમાં વધી રહેલી હિંસાથી સમગ્ર દુનિયા ચિંતિત છે, અમુક નિષ્ણાતોનું માનવું છે કે યુવાનોની આ નારાજગી શેખ હસીનાની સરકારને મોંઘી પડી શકે છે, એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે જો ટૂંક સમયમાં જ બધું વ્યવસ્થિત નહીં થાય તો આ દેશ ગૃહયુદ્ધ તરફ ધકેલાઇ શકે છે.
ગુરુ પૂર્ણિમાની ઉજવણી
ગુરુ પૂર્ણિમાની દેશભરમાં ઉજવણી થઇ રહી છે. વિવિધ મંદિર- મઠ અને આશ્રમોમાં મોટી સંખ્યામાં ભક્તો દર્શન પૂજા – અર્ચન માટે આવી રહ્યા છે. વિવિધ પવિત્ર નદીઓમાં ભક્તો સ્નાન કરી રહ્યા છે. ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથે ગોરખપુર સ્થિત મઠમાં ગુરુ પૂર્ણિમા નિમિત્ત પૂજા – દર્શન કર્યા હતા.





