Gujarati News 21 June 2024 Highlight : અરવિંદ કેજરીવાલ હાલ જેલમાં જ રહેશે, ઈડીની અરજી પર હાઈકોર્ટે ફેંસલો સુરક્ષિત રાખ્યો

India Gujarat Today Latest News in Gujarati Highlight, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 21 June 2024 : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ગુરુવારે સાંજે રાઉઝ એવન્યુ કોર્ટમાંથી રાહત મળી હતી. પરંતુ આજે દિલ્હી હાઈકોર્ટે ઈડીની અરજી પર સુનાવણી કરતા તેમના જામીન પર રોક લગાવી દીધી છે

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Arvind Kejriwal, excise policy case

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (File)

Gujarat Latest News in Gujarati, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 21 June 2024 Highlight, આજના તાજા સમાચાર: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ગુરુવારે સાંજે રાઉઝ એવન્યુ કોર્ટમાંથી રાહત મળી હતી. પરંતુ આજે દિલ્હી હાઈકોર્ટે ઈડીની અરજી પર સુનાવણી કરતા તેમના જામીન પર રોક લગાવી દીધી છે. દિલ્હી હાઈકોર્ટે ટ્રાયલ કોર્ટના નિર્ણય પર ત્યાં સુધી રોક લગાવી દીધી છે જ્યાં સુધી તે ઈડીની અરજી પર નિર્ણય ન લે.

Advertisment

ન્યૂઝ એજન્સી એએનઆઈ દ્વારા આપવામાં આવેલી જાણકારી અનુસાર દિલ્હી હાઈકોર્ટે શુક્રવારે ઈડીની અરજી પર સુનાવણી કરી અને પછી પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.

નીટ વિવાદ વચ્ચે CSIR-UGC-NET ની પરીક્ષા મોકૂફ, NTA કરે છે આયોજન

નીટના વિવાદ વચ્ચે CSIR-UGC-NET ની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. અગાઉ આ પરીક્ષા 25 થી 27 જૂન વચ્ચે યોજાવાની હતી, પરંતુ હવે તેને મુલતવી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મોટી વાત એ છે કે આ પરીક્ષાનું આયોજન પણ એનટીએ દ્વારા જ કરવામાં આવે છે, જેના પર અનેક ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે. હાલમાં ચાલી રહેલા નીટ વિવાદમાં એનટીએ પર પણ ગોટાળાનો આરોપ છે. દરમિયાન બીજી પરીક્ષા મુલતવી રાખવાથી વિદ્યાર્થીઓ ભારે રોષે ભરાયા છે.

રાજકોટ અગ્નિકાંડ મામલે સીટનો રિપોર્ટ સરકારને સોંપાયો

રાજકોટ અગ્નિકાંડનો સીટનો રિપોર્ટ રાજ્ય સરકારને સોંપવામાં આવ્યો. ફાયર સહિત ચાર વિભાગની બેદરકારી સામે આવી છે. આ રિપોર્ટ આજે સબમિટ થયા બાદ હવે જવાબદાર અધિકારીઓ સામે શિક્ષાત્મક પગલાં લેવાય એવી શક્યતા છે. ઉચ્ચ કક્ષાના અધિકારીઓના રોલ અંગે હજુ પણ તપાસ ચાલુ. ચાર આઈએસ અને એક આઇપીએસ અધિકારીની પણ પૂછપરછ થઇ છે. જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી થશે.

Advertisment

સુપ્રીમ કોર્ટે NEET-UG 2024 કાઉન્સેલિંગ પર મોટો નિર્ણય આપ્યો

સુપ્રીમ કોર્ટે NEET-UG 2024 કાઉન્સેલિંગ પર મોટો નિર્ણય આપ્યો છે. કોર્ટે ફરીથી કાઉન્સેલિંગ પર પ્રતિબંધ મૂકવાનો ઇનકાર કર્યો છે. આ સાથે જ કોર્ટે નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)ને નોટિસ પાઠવીને તેનો જવાબ માંગ્યો છે. સુપ્રીમ કોર્ટે નવી અરજીઓને પેન્ડિંગ પિટિશન સાથે ટેગ કરીને 8મી જુલાઈના રોજ સુનાવણી માટે પોસ્ટ કરી છે. હવે આ મામલે નિર્ણય 8મી જુલાઈએ આવશે.

તમિલનાડુ લઠ્ઠાકાંડ મામલે હોબાળો

તમિલનાડુના કલ્લાકુરિચી જિલ્લામાં કથિત રીતે ગેરકાયદેસર દેશી દારૂ પીવાથી થયેલા મોતને લઈને હંગામો મચી ગયો છે. આ કેસમાં અત્યાર સુધીમાં 47 લોકોના મોત થયા છે. જે લોકો બીમાર પડ્યા છે તેમાંથી 30ની હાલત હજુ પણ ગંભીર છે. આ ઘટના બાદ સ્થાનિક લોકોમાં રોષ તો છે જ પરંતુ રાજકીય વર્તુળોમાં પણ ખળભળાટ મચી ગયો છે. AIADMK કાર્યકર્તાઓએ ચેન્નાઈમાં તમિલનાડુ વિધાનસભાની અંદર અને બહાર આ મુદ્દે વિરોધ કર્યો હતો. વિરોધ કરી રહેલા ધારાસભ્યોને હટાવવા માટે પોલીસે ઘણા પ્રયાસો કરવા પડ્યા હતા.

  • Jun 21, 2024 21:42 IST

    નીટ વિવાદ વચ્ચે CSIR-UGC-NET ની પરીક્ષા મોકૂફ, NTA કરશે આયોજન

    નીટના વિવાદ વચ્ચે CSIR-UGC-NET ની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. અગાઉ આ પરીક્ષા 25 થી 27 જૂન વચ્ચે યોજાવાની હતી, પરંતુ હવે તેને મુલતવી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મોટી વાત એ છે કે આ પરીક્ષાનું આયોજન પણ એનટીએ દ્વારા જ કરવામાં આવે છે, જેના પર અનેક ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે. હાલમાં ચાલી રહેલા નીટ વિવાદમાં એનટીએ પર પણ ગોટાળાનો આરોપ છે. દરમિયાન બીજી પરીક્ષા મુલતવી રાખવાથી વિદ્યાર્થીઓ ભારે રોષે ભરાયા છે.

    એનટીએએ જારી કરેલા નિવેદનમાં કહ્યું છે કે કેટલાક સંસાધનોના અભાવે આ પરીક્ષા થોડા સમય માટે મુલતવી રાખવામાં આવી રહી છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે એવી પરિસ્થિતિ ઊભી થઈ હતી કે જેને અવગણી શકાય નહીં, તેથી પરીક્ષા મુલતવી રાખવાનો નિર્ણય લેવો પડ્યો છે.

  • Jun 21, 2024 17:33 IST

    અરવિંદ કેજરીવાલ હાલ જેલમાં જ રહેશે, ઈડીની અરજી પર હાઈકોર્ટે ફેંસલો સુરક્ષિત રાખ્યો

    દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ગુરુવારે સાંજે રાઉઝ એવન્યુ કોર્ટમાંથી રાહત મળી હતી. પરંતુ આજે દિલ્હી હાઈકોર્ટે ઈડીની અરજી પર સુનાવણી કરતા તેમના જામીન પર રોક લગાવી દીધી છે. દિલ્હી હાઈકોર્ટે ટ્રાયલ કોર્ટના નિર્ણય પર ત્યાં સુધી રોક લગાવી દીધી છે જ્યાં સુધી તે ઈડીની અરજી પર નિર્ણય ન લે.

  • Jun 21, 2024 16:16 IST

    રાજકોટ અગ્નિકાંડનો સીટનો રિપોર્ટ રાજ્ય સરકારને સોંપવામાં આવ્યો

    રાજકોટ અગ્નિકાંડનો સીટનો રિપોર્ટ રાજ્ય સરકારને સોંપવામાં આવ્યો. ફાયર સહિત ચાર વિભાગની બેદરકારી સામે આવી છે. આ રિપોર્ટ આજે સબમિટ થયા બાદ હવે જવાબદાર અધિકારીઓ સામે શિક્ષાત્મક પગલાં લેવાય એવી શક્યતા છે. ઉચ્ચ કક્ષાના અધિકારીઓના રોલ અંગે હજુ પણ તપાસ ચાલુ. ચાર આઈએસ અને એક આઇપીએસ અધિકારીની પણ પૂછપરછ થઇ છે. જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી થશે

  • Jun 21, 2024 15:14 IST

    સુપ્રીમ કોર્ટે ફરીથી NEET-UG 2024 ની અનસીલિંગ પર પ્રતિબંધ મૂકવાનો ઇનકાર કર્યો

    સુપ્રીમ કોર્ટે NEET-UG 2024 કાઉન્સેલિંગ પર મોટો નિર્ણય આપ્યો છે. કોર્ટે ફરીથી કાઉન્સેલિંગ પર પ્રતિબંધ મૂકવાનો ઇનકાર કર્યો છે. આ સાથે જ કોર્ટે નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)ને નોટિસ પાઠવીને તેનો જવાબ માંગ્યો છે. સુપ્રીમ કોર્ટે નવી અરજીઓને પેન્ડિંગ પિટિશન સાથે ટેગ કરીને 8મી જુલાઈના રોજ સુનાવણી માટે પોસ્ટ કરી છે. હવે આ મામલે નિર્ણય 8મી જુલાઈએ આવશે.

  • Jun 21, 2024 13:37 IST

    તમિલનાડુમાં ઝેરી દારૂના કારણે 47ના મોત પર હંગામો

    તમિલનાડુના કલ્લાકુરિચી જિલ્લામાં કથિત રીતે ગેરકાયદેસર દેશી દારૂ પીવાથી થયેલા મોતને લઈને હંગામો મચી ગયો છે. આ કેસમાં અત્યાર સુધીમાં 47 લોકોના મોત થયા છે. જે લોકો બીમાર પડ્યા છે તેમાંથી 30ની હાલત હજુ પણ ગંભીર છે. આ ઘટના બાદ સ્થાનિક લોકોમાં રોષ તો છે જ પરંતુ રાજકીય વર્તુળોમાં પણ ખળભળાટ મચી ગયો છે. AIADMK કાર્યકર્તાઓએ ચેન્નાઈમાં તમિલનાડુ વિધાનસભાની અંદર અને બહાર આ મુદ્દે વિરોધ કર્યો હતો. વિરોધ કરી રહેલા ધારાસભ્યોને હટાવવા માટે પોલીસે ઘણા પ્રયાસો કરવા પડ્યા હતા.

  • Jun 21, 2024 11:32 IST

    લખતર વિરમગામ હાઈવે પર અકસ્માતમાં ત્રણના મોત

    સુરેન્દ્રનગર જિલ્લામાં આજે અકસ્માતની ઘટના સામે આવી હતી. લખતર વિરમગામ હાઈવે ઉપર ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા ત્રણ લોકોના મોત નીપજ્યા હતા. ઘટનાના પગલે પોલીસ સ્થળ પર પહોંચીને વધુ તપાસ હાથધરી હતી.

  • Jun 21, 2024 11:28 IST

    હાઈકોર્ટે અરવિંદ કેજરીવાલની જામીન પર લગાવી રોક

    ઈડીએ કેજરીવાલની જામીન પર મૂક્તિના આદેશ પર દિલ્હી હાઈકોર્ટમાં પડકાર ફેંક્યો હતો. ઈડીએ પોતાની એસએલપીમાં કહ્યું હતું કે તપાસના મહત્વપૂર્ણ પડાવ પર કેજરીવાલને મૂક્ત કરવાથી તપાસ ઉપર અસર પડશે કારણ કે કેજરીવાલ મુખ્મયંત્રી જેવા મહત્વપૂર્ણ પદ પર છે. જોકે આના પર સુનાવણી વખતે દિલ્હી હાઈકોર્ટે કેજરીવાલના વકીલ અભિષેક મનુ સિંઘવીની એ દલીલને નકારી દીધી છે જેમાં કહ્યું છે કે અરજી પર ઝડપથી સુનાવણીની જરૂર નથી.

બ્રેકિંગ ન્યૂઝ ગુજરાત વિશ્વ દેશ