Gujarati News 21 November 2024 : કેજરીવાલની અરજી પર દિલ્હી હાઇકોર્ટે ED પાસે જવાબ માંગ્યો

India Gujarat Today Latest News in Gujarati, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 21 November 2024: હાઈકોર્ટે દિલ્હીના પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલની અરજી પર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)ને નોટિસ ફટકારી છે. આ મામલો દિલ્હીમાં કથિત દારૂ કૌભાંડ સાથે જોડાયેલો છે

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Delhi CM Arvind Kejriwal, delhi cm Arvind Kejriwal Video, Arvind Kejriwal Video Message

દિલ્હી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ , photo - X @ArvindKejriwal

Gujarat Latest News in Gujarati, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 21 November 2024 LIVE, આજના તાજા સમાચાર: દિલ્હી હાઈકોર્ટે ગુરુવારે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ કેસની કાર્યવાહી પર હાલ પૂરતો રોક લગાવવાનો ઈનકાર કરી દીધો છે. આ મામલો દિલ્હીમાં કથિત દારૂ કૌભાંડ સાથે જોડાયેલો છે. હાઈકોર્ટે દિલ્હીના પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલની અરજી પર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)ને નોટિસ ફટકારી છે. કેજરીવાલે ટ્રાયલ કોર્ટના એ નિર્ણયને પડકાર્યો છે જેમાં તેમણે આબકારી નીતિના કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની ફરિયાદની નોંધ લેવાની મંજૂરીના અભાવને ટાંક્યો હતો. કોર્ટે સુનાવણીની તારીખ 20 ડિસેમ્બર 2024 નક્કી કરી છે.

Advertisment

યુએસમાં લાંચ કેસ પર અદાણી ગ્રુપનું પહેલું નિવેદન, ગૌતમ અદાણી પરના ગંભીર આરોપો પર આપ્યો આ જવાબ

અમેરિકામાં અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી પર લાંચ લેવાના ગંભીર આરોપો લાગ્યા છે. અમેરિકન પ્રોસિક્યુટર્સે અદાણી ગ્રીનના ડાયરેક્ટરો સામેના આ આરોપો જાહેર કર્યાની સાથે જ માર્કેટ ખુલતાની સાથે જ અદાણી ગ્રુપની તમામ કંપનીઓના શેર 20 ટકા તૂટ્યા હતા. ચારેબાજુ હુમલાઓથી ઘેરાયેલા અદાણી ગ્રુપે હવે આ મામલે સત્તાવાર નિવેદન જાહેર કર્યું છે. અદાણી ગ્રુપનું કહેવું છે કે અદાણી ગ્રીનના ડાયરેક્ટરો પર લાગેલા તમામ આરોપો પાયાવિહોણા છે. જૂથના પ્રવક્તાએ આ આરોપોને સંપૂર્ણપણે નકારી કાઢતા એક પ્રકાશન જારી કર્યું છે.

અદાણી ગ્રૂપે યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ અને યુએસ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશન દ્વારા અદાણી ગ્રીનના ડિરેક્ટરો સામે કરાયેલા તમામ આરોપોને પાયાવિહોણા ગણાવીને ફગાવી દીધા છે.

Advertisment

સેન્સેક્સ 400 પોઇન્ટ તૂટ્યો, અદાણી ગ્રૂપ શેરમાં કડાકો

શેરબજાર સેન્સેક્સ નિફ્ટી ગુરુવારે મોટા ઘટાડે ખુલ્યા હતા. અદાણી પોર્ટ્સમાં 10 ટકાની સેલર સર્કિટ સહિત અદાણી ગ્રૂપના શેરમાં જબરદસ્ત કડાકો બોલાયો છે. સેન્સેક્સ પાછલા બંધ 77578 સામે આજે 77711 ખૂલ્યો હતો. અદાણી પોર્ટ્સ અને બેંકમાં કડાકાથી સેન્સેક્સ 400 પોઇન્ટથી વધુ તૂટ્યો હતો. એનએસઇ નિફ્ટી પાછલા બંધ 23518 સામે આજે 23488 ખૂલ્યો હતો. 100 પોઇન્ટથી વધુ ઘટીને 29340 લેવલ નીચે ટ્રેડ કરી રહ્યો છે. અદાણી પોર્ટ્સ શેર 10 ટકાના કડાકામાં 1160 રૂપિયા ફ્રીઝ થઇ ગયો હતો.

દિલ્હીમાં ઝેરી હવાનો કહેર યથાવત્

દિલ્હી-એનસીઆરના લોકો ખતરનાક વાયુ પ્રદૂષણનો સામનો કરી રહ્યા છે. જેના કારણે લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી છે. આજે સવારે 5 વાગ્યે દિલ્હીમાં સરેરાશ હવા ગુણવત્તા સૂચકાંક 384 છે. દિલ્હીના મોટાભાગના વિસ્તારોમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ 400થી વધુ છે, જે ખૂબ જ ખતરનાક સ્થિતિ છે.

નલિયામાં 14.1 ડિગ્રી તાપમાન સાથે બન્યું ઠંડુગાર

ગુજરાતમાં ઠંડી માટે જાણિતું નલિયા અત્યારે ઠંડુગાર બની ગયું છે. અહીં તાપમાન ગગડીને 14 ડિગ્રી સુધી પહોંચી ગયું છે. જેના પગલે ઠંડીનો ચમકારો વધી ગયો છે. ગુજરાતમાં તાપમાનની વાત કરીએ તો રાજ્યમાં 14.1 ડિગ્રીથી લઈને 24.6 ડિગ્રી વચ્ચે લઘુત્તમ તપામાન નોંધાયું હતું. 14.1 ડિગ્રી લઘુતમ તાપમાન સાથે નલિયા ગુજરાતનું સૌથી ઠંડુ શહેર બન્યું છે. જ્યારે ઓખામાં 24.6 ડિગ્રી લઘુતમ તપામાન નોંધાયું હતું.

  • Nov 21, 2024 23:37 IST

    Today News Live : કેન્યાએ અદાણી ગ્રુપ સાથે પ્રસ્તાવિત કરારો રદ કર્યા

    કેન્યાના રાષ્ટ્રપતિ વિલિયમ રુટોએ રાષ્ટ્રને સંબોધિત કરતા ભારતીય કંપની અદાણી ગ્રુપ સાથેના તમામ પ્રસ્તાવિત કરારો રદ કરવાની જાહેરાત કરી છે. આ કરારોમાં પાવર ટ્રાન્સમિશન અને એરપોર્ટ વિસ્તરણ જેવા મોટા પ્રોજેક્ટ્સ સામેલ હતા. કેન્યાની સરકારે અદાણી ગ્રૂપ સાથે 700 મિલિયન ડોલરનો પ્રસ્તાવિત પાવર ટ્રાન્સમિશન સોદો રદ કર્યો છે. આ ડીલ દેશમાં વીજળી ટ્રાન્સમિશન માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા અંગે હતી.

  • Nov 21, 2024 20:45 IST

    Today News Live : બેન્જામિન નેતન્યાહુ સામે ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે ધરપકડનું વોરંટ જારી કર્યું

    ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુ, ભૂતપૂર્વ સંરક્ષણ મંત્રી અને હમાસના અધિકારીઓ સામે ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે ગુરુવારે ધરપકડનું વોરંટ જારી કર્યું છે. તેમના પર ગાઝામાં યુદ્ધ અને ઓક્ટોબર 2023ના હુમલાને લઈને યુદ્ધ અપરાધ અને માનવતા સામેના અપરાધનો આરોપ લગાવવામાં આવ્યો છે.

  • Nov 21, 2024 18:02 IST

    Today News Live : પાકિસ્તાનમાં આતંકી હુમલો, 33 લોકોના મોત

    પાકિસ્તાનના મીડિયા રિપોર્ટ પ્રમાણે પાકિસ્તાનના સંવેદનશીલ વિસ્તાર ખૈબર પખ્તુનખ્વામાં એક આતંકી હુમલામાં 33 લોકોના મોત થયા છે અને 33 ઇજાગ્રસ્ત થયા છે. મૃતકોમાં મહિલાઓ અને બાળકો પણ છે. આ હુમલો ખૈબર પખ્તુનખ્વાના કુર્રમ જિલ્લાના ઓછાટ વિસ્તારમાં એક યાત્રી વાહન પર થયો છે.

  • Nov 21, 2024 17:27 IST

    Today News Live : કેજરીવાલની અરજી પર દિલ્હી હાઇકોર્ટે ED પાસે જવાબ માંગ્યો

    દિલ્હી હાઈકોર્ટે ગુરુવારે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ કેસની કાર્યવાહી પર હાલ પૂરતો રોક લગાવવાનો ઈનકાર કરી દીધો છે. આ મામલો દિલ્હીમાં કથિત દારૂ કૌભાંડ સાથે જોડાયેલો છે. હાઈકોર્ટે દિલ્હીના પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલની અરજી પર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)ને નોટિસ ફટકારી છે. કેજરીવાલે ટ્રાયલ કોર્ટના એ નિર્ણયને પડકાર્યો છે જેમાં તેમણે આબકારી નીતિના કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની ફરિયાદની નોંધ લેવાની મંજૂરીના અભાવને ટાંક્યો હતો. કોર્ટે સુનાવણીની તારીખ 20 ડિસેમ્બર 2024 નક્કી કરી છે.

  • Nov 21, 2024 14:18 IST

    Today News Live : યુએસમાં લાંચ કેસ પર અદાણી ગ્રુપનું પહેલું નિવેદન

    અમેરિકામાં અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી પર લાંચ લેવાના ગંભીર આરોપો લાગ્યા છે. અમેરિકન પ્રોસિક્યુટર્સે અદાણી ગ્રીનના ડાયરેક્ટરો સામેના આ આરોપો જાહેર કર્યાની સાથે જ માર્કેટ ખુલતાની સાથે જ અદાણી ગ્રુપની તમામ કંપનીઓના શેર 20 ટકા તૂટ્યા હતા. ચારેબાજુ હુમલાઓથી ઘેરાયેલા અદાણી ગ્રુપે હવે આ મામલે સત્તાવાર નિવેદન જાહેર કર્યું છે. અદાણી ગ્રુપનું કહેવું છે કે અદાણી ગ્રીનના ડાયરેક્ટરો પર લાગેલા તમામ આરોપો પાયાવિહોણા છે. જૂથના પ્રવક્તાએ આ આરોપોને સંપૂર્ણપણે નકારી કાઢતા એક પ્રકાશન જારી કર્યું છે.

    અદાણી ગ્રૂપે યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ અને યુએસ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશન દ્વારા અદાણી ગ્રીનના ડિરેક્ટરો સામે કરાયેલા તમામ આરોપોને પાયાવિહોણા ગણાવીને ફગાવી દીધા છે.

  • Nov 21, 2024 12:02 IST

    Today News Live : મહારાષ્ટ્ર-ઝારખંડમાં વોટિંગ બાદ એક્શનમાં ભાજપ, આજે થશે રાષ્ટ્રીય મહાસચિવોની મોટી બેઠક

    દિલ્હીમાં ભાજપ મુખ્યાલયમાં આજે સાંજે 5 વાગ્યે પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવોની બેઠક થશે. આ બેઠકમાં પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા વિધાસભા ચૂંટણીઓ પર સમીક્ષા અને ચર્ચા કરશે. આ સાથે જ રાષ્ટ્રીય અધ્યક્ષની પસંદગી પ્રક્રિયા માટે કાલે શુક્રવારે કાર્યશાલા બેઠક ની તૈયારીઓની રૂપરેખા પર ચર્ચા કરી શકશે.

  • Nov 21, 2024 09:26 IST

    Today News Live : સેન્સેક્સ 400 પોઇન્ટ તૂટ્યો, અદાણી ગ્રૂપ શેરમાં કડાકો

    શેરબજાર સેન્સેક્સ નિફ્ટી ગુરુવારે મોટા ઘટાડે ખુલ્યા હતા. અદાણી પોર્ટ્સમાં 10 ટકાની સેલર સર્કિટ સહિત અદાણી ગ્રૂપના શેરમાં જબરદસ્ત કડાકો બોલાયો છે. સેન્સેક્સ પાછલા બંધ 77578 સામે આજે 77711 ખૂલ્યો હતો. અદાણી પોર્ટ્સ અને બેંકમાં કડાકાથી સેન્સેક્સ 400 પોઇન્ટથી વધુ તૂટ્યો હતો. એનએસઇ નિફ્ટી પાછલા બંધ 23518 સામે આજે 23488 ખૂલ્યો હતો. 100 પોઇન્ટથી વધુ ઘટીને 29340 લેવલ નીચે ટ્રેડ કરી રહ્યો છે. અદાણી પોર્ટ્સ શેર 10 ટકાના કડાકામાં 1160 રૂપિયા ફ્રીઝ થઇ ગયો હતો.

  • Nov 21, 2024 08:47 IST

    Today News Live : ગૌતમ અદાણી પર અમેરિકાએ લગાવ્યા ગંભીર આરોપ

    ભારતના સૌથી મોટા ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની અમેરિકામાં મુશ્કેલીઓ વધી ગઈ છે. યુએસ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશને અદાણી ગ્રુપના વડા પર મોટી છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ મૂક્યો છે. SECનો આરોપ છે કે ગૌતમ અદાણીએ અમેરિકન રોકાણકારો સાથે છેતરપિંડી કરી છે.

  • Nov 21, 2024 08:13 IST

    Today News Live : આજનો દિવસ તમારો કેવો રહેશે

    આજે 21 નવેમ્બર 2024, ગુરુવાર છે. આજનો દિવસ તમામ રાશિના જાતકો માટે કેવો રહેશે. અહીં ક્લિક કરીને વાંચો તમારુ આજનું રાશિફળ.

  • Nov 21, 2024 08:12 IST

    Today News Live : નલિયામાં 14.1 ડિગ્રી તાપમાન સાથે બન્યું ઠંડુગાર

    ગુજરાતમાં ઠંડી માટે જાણિતું નલિયા અત્યારે ઠંડુગાર બની ગયું છે. અહીં તાપમાન ગગડીને 14 ડિગ્રી સુધી પહોંચી ગયું છે. જેના પગલે ઠંડીનો ચમકારો વધી ગયો છે. ગુજરાતમાં તાપમાનની વાત કરીએ તો રાજ્યમાં 14.1 ડિગ્રીથી લઈને 24.6 ડિગ્રી વચ્ચે લઘુત્તમ તપામાન નોંધાયું હતું. 14.1 ડિગ્રી લઘુતમ તાપમાન સાથે નલિયા ગુજરાતનું સૌથી ઠંડુ શહેર બન્યું છે. જ્યારે ઓખામાં 24.6 ડિગ્રી લઘુતમ તપામાન નોંધાયું હતું.

  • Nov 21, 2024 08:11 IST

    Today News Live : દિલ્હીમાં ઝેરી હવાનો કહેર અટકવાનો નામ નથી લઈ રહ્યો

    દિલ્હી-એનસીઆરના લોકો ખતરનાક વાયુ પ્રદૂષણનો સામનો કરી રહ્યા છે. જેના કારણે લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી છે. આજે સવારે 5 વાગ્યે દિલ્હીમાં સરેરાશ હવા ગુણવત્તા સૂચકાંક 384 છે. દિલ્હીના મોટાભાગના વિસ્તારોમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ 400થી વધુ છે, જે ખૂબ જ ખતરનાક સ્થિતિ છે.

  • Nov 21, 2024 08:11 IST

    Today News Live : દિલ્હી દારૂ કૌભાંડ કેસની આજે હાઈકોર્ટમાં થશે સુનાવણી

    દિલ્હીમાં થયેલા કથીત દારુ કૌભાંડ મામલે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે. આ અરજીમાં કેજરીવાલે મની લોન્ડરિંગ કેસમાં ED દ્વારા દાખલ કરવામાં આવેલી ચાર્જશીટને ધ્યાનમાં લેવાના ટ્રાયલ કોર્ટના આદેશને હાઈકોર્ટમાં પડકાર્યો છે. હાઈકોર્ટમાં આ અરજી પર આજે સુનાવણી થશે.

બ્રેકિંગ ન્યૂઝ ગુજરાત વિશ્વ દેશ