Gujarati News 21 October 2024 : મદરેસામાંથી સરકારી શાળામાં બાળકોની ટ્રાન્સફર નહીં થાય, ફંડિંગ પણ ચાલુ રહેશે, સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય

India Gujarat Today Latest News in Gujarati, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 21 October 2024: સુપ્રીમ કોર્ટે સોમવારે NCPCRની ભલામણો પર રોક લગાવી દીધી છે. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેંચે NCPCRની ભલામણ પર કામ કરવાનો ઇનકાર કરી દીધો હતો.

India Gujarat Today Latest News in Gujarati, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 21 October 2024: સુપ્રીમ કોર્ટે સોમવારે NCPCRની ભલામણો પર રોક લગાવી દીધી છે. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેંચે NCPCRની ભલામણ પર કામ કરવાનો ઇનકાર કરી દીધો હતો.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Supreme Court

સુપ્રીમ કોર્ટ (ફોટો - એક્સપ્રેસ)

Gujarat Latest News in Gujarati, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 21 October 2024 LIVE, આજના તાજા સમાચાર: સુપ્રીમ કોર્ટે સોમવારે NCPCRની ભલામણો પર રોક લગાવી દીધી છે. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેંચે NCPCRની ભલામણ પર કામ કરવાનો ઇનકાર કરી દીધો હતો. આવી સ્થિતિમાં, આરટીઇનું પાલન ન કરતી મદરેસાઓને રાજ્ય તરફથી મળતું ભંડોળ બંધ કરવામાં આવશે નહીં. આ સાથે જ કોર્ટે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને નોટિસ પાઠવીને ચાર અઠવાડિયામાં જવાબ આપવા માટે કહ્યું છે.

Advertisment

સુપ્રીમ કોર્ટે બિનમાન્યતા મદરેસાઓના વિદ્યાર્થીઓને સરકારી શાળાઓમાં ટ્રાન્સફર કરવાના ઉત્તર પ્રદેશ સરકારના નિર્ણય પર પણ રોક લગાવી દીધી છે. જમીયત ઉલેમા-એ-હિંદ તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ ઈન્દિરા જયસિંહે દલીલ કરી હતી કે NCPCRના પત્ર અને ઉત્તર પ્રદેશ અને ત્રિપુરા સહિતના કેટલાક રાજ્યોની કાર્યવાહી પર રોક લગાવવી જોઈએ.

LAC પર પેટ્રોલિંગને લઇને ભારત-ચીન વચ્ચે સમજુતી, વિદેશ મંત્રાલયે જાહેર કર્યું નિવેદન

India-China LAC : ભારત અને ચીન વચ્ચે લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ (એલએસી) પર પેટ્રોલિંગ પર નવી સમજૂતી થઈ છે. વિદેશ મંત્રાલયે આ અંગે નિવેદન જાહેર કર્યું છે. વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રીએ કહ્યું કે છેલ્લા ઘણા અઠવાડિયાથી ભારત અને ચીન વચ્ચે ડિપ્લોમેટિક અને સૈન્ય સ્તર વાતચીત થઇ રહી હતી. તેમણે કહ્યું કે ચીન સાથે મુદ્દાઓ પર સમજૂતી થઇ છે. સૈનિકોની પીછેહઠ અને પરિસ્થિતિના સમાધાન માટે પેટ્રોલિંગની વ્યવસ્થા કરવામાં આવી છે.

Advertisment

તમિલનાડુના મુખ્યમંત્રી CM સ્ટાલિને નવા યુગલોને આપી સલાહ

તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિને મોટું નિવેદન આપ્યું છે. તેમણે લોકોને વધુ બાળકો પેદા કરવાની અપીલ કરી છે. હિંદુ ધાર્મિક અને એન્ડોમેન્ટ બોર્ડ દ્વારા આયોજિત કાર્યક્રમમાં તમિલનાડુના મુખ્યમંત્રીએ હાજરી આપી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે હવે સમય આવી ગયો છે કે નવવિવાહિત યુગલોને 16 બાળકો પેદા કરે.

એમકે સ્ટાલિને કહ્યું, “કલૈગનારે ઘણા સમય પહેલા ફિલ્મ પરાશક્તિમાં એક ડાયલોગ લખ્યો હતો. જેમાં તેણે કહ્યું હતું કે અમે મંદિરોના વિરોધમાં નથી પરંતુ મંદિરોમાં ભયંકર માણસોના કેમ્પ બનાવવાના વિરોધમાં છીએ. આપણી વસ્તી ઘટી રહી છે, જેની અસર આપણી લોકસભા સીટો પર પણ પડશે. તો ચાલો આપણે દરેક 16 બાળકો રાખીએ.

દિલ્હી CRPF સ્કૂલ બ્લાસ્ટ પાછળ ખાલિસ્તાની લિંકની તપાસ અંગે ગૃહમંત્રાલયે માંગ્યો રિપોર્ટ

દિલ્હીના રોહિણીમાં રવિવારે સીઆરપીએફ સ્કૂલની દિવારમાં જોરદાર બ્લાસ્ટ થવા પાછળનું કારણ જાણવા અને આરોપીઓને પકડવા માટે અનેક એજન્સીઓએ તપાસ શરુ કરી દીધી છે. વરિષ્ઠ અધિકારીના જણાવ્યા પ્રમાણે પોલીસ વિસ્ફોટમાં ખાલિસ્તાની લિંક હોવાની સંભાવનાની તપાસ કરી રહી છે. આ ઘટનામાં કોઈ જાનમાલનું નુકસાન થયું નથી.

ગાંદરબલ પહોંચી એનઆઈએની ટીમ

એક વરિષ્ઠ અધિકારીના નેતૃત્વમાં રાષ્ટ્રી તપાસ એજન્સીની એક ટીમ જમ્મુ કાશ્મીરના ગાંદરબલ જિલ્લાના ગગનગીરમાં આતંકવાદી હુમલાના સ્થળ પર જવા માટે રવાના થઈ છે. રવિવારે 20 ઓક્ટોબર એક નિર્માણ સ્થળ ઉપર આતંકવાદીઓએ ફાયરિંગ કર્યું હતું જેમાં એક ડોક્ટર સહિત છ મજૂરોના મોત થયા હતા.

  • Oct 21, 2024 22:30 IST

    Today News Live: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીને લઈને કોંગ્રેસ CECની બેઠક સમાપ્ત

    મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીને લઈને કોંગ્રેસ CECની બેઠક પૂરી થયા બાદ કોંગ્રેસના ચૂંટણી પ્રભારી રમેશ ચેન્નીથલાએ કહ્યું કે, આવતીકાલે મુંબઈમાં બપોરે 3 વાગ્યે મહા વિકાસ અઘાડીની બેઠક મળશે, જ્યાં અમે અમારા તમામ સહયોગી પક્ષો સાથે સીટ વહેંચણી પર વાત કરીશું. આ પછી 25 ઓક્ટોબરે સીઈસીની બીજી બેઠક થશે અને સીટ શેરિંગની લિસ્ટ આ બેઠક પછી બતાવવામાં આવશે. આજની બેઠક અમે 66 બેઠકો અંગે ચર્ચા કરી છે.



  • Oct 21, 2024 20:41 IST

    Today News Live: દિલ્હી-એનસીઆરમાં જીઆરએપી-2ને લાગુ કરવાનો આદેશ

    દિલ્હી-એનસીઆરમાં કમિશન ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટ (સીએક્યુએમ)એ જીઆરએપી-2ને લાગુ કરવાનો આદેશ આપ્યો છે. CAQM તરફથી કહેવામાં આવ્યું છે કે હવાની ગુણવત્તામાં ખરાબીને રોકવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આદેશ અનુસાર, જીઆરએપી-2ને મંગળવારે (22 ઓક્ટોબર) સવારે 8:00 વાગ્યાથી દિલ્હી-એનસીઆરમાં લાગુ કરવામાં આવશે, આ ઉપરાંત પહેલાથી જ લાગુ કરવામાં આવેલી ફેઝ-1ની કાર્યવાહી પણ કરવામાં આવશે. જે અંતર્ગત ઘણા નિયમોનું ચુસ્તપણે પાલન કરવામાં આવશે.



  • Oct 21, 2024 18:21 IST

    Today News Live: જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલા પર ઉપરાજ્યપાલે કહ્યું - ઘણી દુર્ભાગ્યપૂર્ણ ઘટની બની છે

    જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ કહ્યું કે ઘણી દુર્ભાગ્યપૂર્ણ ઘટની બની છે. જમ્મુ કાશ્મીરના વરિષ્ઠ અધિકારી ગઇકાલથી ઘટનાસ્થળ પર પહોંચ્યા છે અને મેં પીડિતો સાથે મુલાકાત કરી છે. આજે મૃતકોના પરિવારને મળ્યો. સુરક્ષા દળોને બધી જ છૂટ આપવામાં આવી છે જે લોકોએ આ દુર્ભાગ્યપૂર્ણ ઘટના કરી છે તેમને દંડિત કરવામાં આવે.



  • Oct 21, 2024 16:13 IST

    Today News Live: LAC પર પેટ્રોલિંગને લઇને ભારત-ચીન વચ્ચે સમજુતી, વિદેશ મંત્રાલયે જાહેર કર્યું નિવેદન

    ભારત અને ચીન વચ્ચે લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ (એલએસી) પર પેટ્રોલિંગ પર નવી સમજૂતી થઈ છે. વિદેશ મંત્રાલયે આ અંગે નિવેદન જાહેર કર્યું છે. વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રીએ કહ્યું કે છેલ્લા ઘણા અઠવાડિયાથી ભારત અને ચીન વચ્ચે ડિપ્લોમેટિક અને સૈન્ય સ્તર વાતચીત થઇ રહી હતી. તેમણે કહ્યું કે ચીન સાથે મુદ્દાઓ પર સમજૂતી થઇ છે. સૈનિકોની પીછેહઠ અને પરિસ્થિતિના સમાધાન માટે પેટ્રોલિંગની વ્યવસ્થા કરવામાં આવી છે.



  • Oct 21, 2024 15:15 IST

    Today News Live: PM મોદી ડિગ્રી માનહાનિ કેસમાં અરવિંદ કેજરીવાલને મોટો ફટકો, સુપ્રીમ કોર્ટે અરજી ફગાવી

    AAP ચીફ અને દિલ્હીના પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલને PM મોદીની ડિગ્રી મામલે સુપ્રીમ કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. કોર્ટે આ માનહાનિના કેસને સ્ટે આપવાની અરજી ફગાવી દીધી હતી. જસ્ટિસ હૃષિકેશ રોય અને એસવીએન ભાટીની બેન્ચે જણાવ્યું હતું કે, AAP ધારાસભ્ય સંજય સિંહ દ્વારા દાખલ કરવામાં આવેલી સમાન અરજીને કોર્ટે ફગાવી દીધી છે.

    તમને જણાવી દઈએ કે ગુજરાત યુનિવર્સિટીના રજિસ્ટ્રાર પીયૂષ પટેલે અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહની ટિપ્પણીઓ વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો છે. અરજદારે પોતાની અરજીમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદીની ડિગ્રી વિવાદમાં બંને નેતાઓએ ગુજરાત યુનિવર્સિટી સામે અપમાનજનક નિવેદનો કર્યા હતા. AAPના વડા કેજરીવાલે તેમની સામેના કેસ પર રોક લગાવવાની માંગ કરી હતી. જોકે, જસ્ટિસ હૃષિકેશ રોય અને જસ્ટિસ એસવીએન ભાટીની બેન્ચે અરવિંદ કેજરીવાલની અરજી ફગાવી દીધી હતી.



  • Oct 21, 2024 13:47 IST

    Today News Live: મદરેસામાંથી સરકારી શાળામાં બાળકોની ટ્રાન્સફર નહીં થાય, ફંડિંગ પણ ચાલુ રહેશે, સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય

    સુપ્રીમ કોર્ટે સોમવારે NCPCRની ભલામણો પર રોક લગાવી દીધી છે. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેંચે NCPCRની ભલામણ પર કામ કરવાનો ઇનકાર કરી દીધો હતો. આવી સ્થિતિમાં આરટીઇનું પાલન ન કરતી મદરેસાઓને રાજ્ય તરફથી મળતું ભંડોળ બંધ કરવામાં આવશે નહીં. આ સાથે જ કોર્ટે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને નોટિસ પાઠવીને ચાર અઠવાડિયામાં જવાબ આપવા માટે કહ્યું છે.

    સુપ્રીમ કોર્ટે બિનમાન્યતા મદરેસાઓના વિદ્યાર્થીઓને સરકારી શાળાઓમાં ટ્રાન્સફર કરવાના ઉત્તર પ્રદેશ સરકારના નિર્ણય પર પણ રોક લગાવી દીધી છે. જમીયત ઉલેમા-એ-હિંદ તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ ઈન્દિરા જયસિંહે દલીલ કરી હતી કે NCPCRના પત્ર અને ઉત્તર પ્રદેશ અને ત્રિપુરા સહિતના કેટલાક રાજ્યોની કાર્યવાહી પર રોક લગાવવી જોઈએ.



  • Oct 21, 2024 12:31 IST

    Today News Live: તમિલનાડુના મુખ્યમંત્રી CM સ્ટાલિને નવા યુગલોને આપી સલાહ

    તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિને મોટું નિવેદન આપ્યું છે. તેમણે લોકોને વધુ બાળકો પેદા કરવાની અપીલ કરી છે. હિંદુ ધાર્મિક અને એન્ડોમેન્ટ બોર્ડ દ્વારા આયોજિત કાર્યક્રમમાં તમિલનાડુના મુખ્યમંત્રીએ હાજરી આપી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે હવે સમય આવી ગયો છે કે નવવિવાહિત યુગલોને 16 બાળકો પેદા કરે.



  • Oct 21, 2024 11:44 IST

    Today News Live: શિવરાજ સિંહ ચૌહાણને મોદી સરકારમાં મળી નવી જવાબદારી

    નવી જવાબદારી મુજબ શિવરાજ સિંહ ચૌહાણને મોદી સરકારની નવી અને ચાલુ યોજનાઓની સમીક્ષા કરવાની સંપૂર્ણ સત્તા મળી ગઈ છે. વડાપ્રધાન મોદીએ નવી ટીમ બનાવી અને તેની કમાન શિવરાજ સિંહ ચૌહાણને સોંપવામાં આવી છે.



  • Oct 21, 2024 10:06 IST

    Today News Live: ગુજરાતમાં 24 કલાકમાં 69 તાલુકામાં વરસાદ નોંધાયો

    સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે ગુજરાતમાં રવિવારે સવારે 6 વાગ્યાથી લઈને સોમવારે સવારે 6 વાગ્યા સુધીમાં 24 કલાકમાં રાજ્યમાં 69 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ રાજકોટના લોધિકામાં સાડા ચાર ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે મોરબીમાં પોણા ચાર ઈંચ વરસાદ નોંધાયો.



  • Oct 21, 2024 10:05 IST

    Today News Live: ગાંદરબલ પહોંચી એનઆઈએની ટીમ

    એક વરિષ્ઠ અધિકારીના નેતૃત્વમાં રાષ્ટ્રી તપાસ એજન્સીની એક ટીમ જમ્મુ કાશ્મીરના ગાંદરબલ જિલ્લાના ગગનગીરમાં આતંકવાદી હુમલાના સ્થળ પર જવા માટે રવાના થઈ છે. રવિવારે 20 ઓક્ટોબર એક નિર્માણ સ્થળ ઉપર આતંકવાદીઓએ ફાયરિંગ કર્યું હતું જેમાં એક ડોક્ટર સહિત છ મજૂરોના મોત થયા હતા.



  • Oct 21, 2024 10:05 IST

    Today News Live: કોંગ્રેસ સીઈસીની મીટિંગ

    સહયોગી દળ વચ્ચે તીખા તેવરો અને સીટ વહેંચણી પર મતભેદોને વચ્ચે કોંગ્રેસની કેંદ્રીય પસંદગી સમિતિ હવે મહારાષ્ટ્ર અને ઝારખંડમાં થનારી વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોના નામો પર ચર્ચા કરવા માટે સોમવારે બેઠક કરશે. રવિવારે બેઠક કરવાની પાછલી યોજના સફળ ન થઈ શકી.



  • Oct 21, 2024 10:05 IST

    Today News Live: મુખ્યમંત્રી મમતા બેનર્જી ડોક્ટરની મુલાકાત કરશે

    આરજી કર આંદોલનની આગેવાની કરે રહેલા જૂનિયર ડોક્ટરોના સંગઠન પશ્વિમ બંગાળ જૂનિયર ડોક્ટર ફ્રંટ સાથે સોમવારે કોઈપણ પ્રકારની પૂર્વ શરત મુખ્યમંત્રી મમતા બેનર્જી સાથે બેઠકમાં જવાનો નિર્ણય લીધો છે. અને બેનર્જીને મળ્યા પહેલા ભૂખ હડતાળ પરત નહીં લેવાનો નિર્ણય કર્યો છે.



  • Oct 21, 2024 10:05 IST

    Today News Live: દિલ્હી CRPF સ્કૂલ બ્લાસ્ટ પાછળ ખાલિસ્તાની લિંકની તપાસ અંગે ગૃહમંત્રાલયે માંગ્યો રિપોર્ટ

    દિલ્હીના રોહિણીમાં રવિવારે સીઆરપીએફ સ્કૂલની દિવારમાં જોરદાર બ્લાસ્ટ થવા પાછળનું કારણ જાણવા અને આરોપીઓને પકડવા માટે અનેક એજન્સીઓએ તપાસ શરુ કરી દીધી છે. વરિષ્ઠ અધિકારીના જણાવ્યા પ્રમાણે પોલીસ વિસ્ફોટમાં ખાલિસ્તાની લિંક હોવાની સંભાવનાની તપાસ કરી રહી છે. આ ઘટનામાં કોઈ જાનમાલનું નુકસાન થયું નથી.



  • Oct 21, 2024 10:04 IST

    Today News Live: શેરબજાર સેન્સેક્સ 500 પોઇન્ટના ઉછાળે ખુલ્યા, નિફ્ટી 24900 પાર

    શેરબજાર સેનસેક્સ નિફ્ટી નવા સપ્તાહના પ્રથમ દિવસે ઉછાળે ખુલ્યા છે. સેન્સેક્સ 81224 પાછલા બંધ સામે સોમવારે 500 પોઇન્ટ કરતા વધુ ઉછાળે 81770 ખુલ્યો છે. એનએસઇ નિફ્ટી 24885 પાછલા બંધ સામે આજે 24956 ખૂલ્યો છે. આજે આઈટી અને ખાનગી બેંક શેર મજબૂત ટ્રેડ કરી રહ્યા છે. બેંક નિફ્ટી 412 પોઇન્ટ અને નિફ્ટી આઈટી ઇન્ડેક્સ 110 પોઇન્ટ વધ્યો છે.



બ્રેકિંગ ન્યૂઝ ગુજરાત વિશ્વ દેશ