/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/09/Atishi-Marlena-1.jpg)
આતિશી માર્લેના દિલ્હીના નવા મુખ્યમંત્રી બન્યા. (તસવીર - એએનઆઈ)
Gujarat Latest News in Gujarati, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 21 September 2024, આજના તાજા સમાચાર: દિલ્હીમાં અરવિંદ કેજરીવાલ પછી હવે આતિશીનું શાસન શરૂ થયું છે. આતિશીએ દિલ્હીના સીએમ તરીકે શપથ લીધા છે. દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાએ ​​રાજ નિવાસ ખાતે તેમને સીએમ પદ માટે ગોપનીયતાના શપથ લેવડાવ્યા હતા. આતિશીને અરવિંદ કેજરીવાલના સૌથી નજીકના નેતા માનવામાં આવે છે, જેમના પર કેજરીવાલે ચૂંટણીમાં વિશ્વાસ કર્યો હતો.
પીએમ મોદી અમેરિકા પહોંચ્યા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના ત્રણ દિવસીય અમેરિકા પ્રવાસ માટે શનિવારે ડેલાવેયર પહોંચી ગયા છે. પીએમ મોદી ત્યાં QUAD સમિટ અને અન્ય ઘણા કાર્યક્રમોમાં ભાગ લેશે. નરેન્દ્ર મોદી પીએમ તરીકે અત્યાર સુધીમાં 8 વખત અમેરિકાની મુલાકાતે ગયા છે અને હવે તેઓ નવમી યાત્રા પર છે. વિદેશ મંત્રાલય (MEA) એ મંગળવારે માહિતી આપી હતી કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 21 થી 23 સપ્ટેમ્બર સુધી અમેરિકાના પ્રવાસે છે.
રાજકોટમાં એક જ પરિવારના 8 સભ્યોએ જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો
આત્મહત્યાની ઘટના દિવસેને દિવસે વધતી જાય છે. ત્યારે રાજકોટમાં વધી આત્મહત્યાની કમકમાટી ભરી ઘટના સામે આવી છે. અહીં બેંક લોન સહિતના બીજા દેવાના ખાડામાં ઊતરી ગયેલા એક જ પરિવારના 8 સભ્યોએ ઝેરી દવા પીને આત્મહત્યાનો પ્રયત્ન કર્યો હતો. સોની પરિવારના તમામ સભ્યોને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસડેવામાં આવ્યા હતા.
મ્યાનમારથી 900 કુકી આતંકવાદીઓ મણિપુરમાં પ્રવેશ્યા
મણિપુર હિંસા શરૂ થયાને એક વર્ષથી વધુ સમય થઈ ગયો છે પરંતુ હજુ સુધી શાંતિ આવી નથી. દરમિયાન, ગુપ્તચર અધિકારીઓએ એક મોટી ચેતવણી જારી કરી છે. અધિકારીઓએ જણાવ્યું કે ગુપ્તચર માહિતી અનુસાર 900થી વધુ કુકી આતંકવાદીઓ મ્યાનમારથી મણિપુરમાં ઘૂસણખોરી કરી ચૂક્યા છે. ઇન્ટેલ એલર્ટ અનુસાર આ તે આતંકવાદીઓ છે જેમને ડ્રોન આધારિત બોમ્બ, પ્રોજેક્ટાઇલ્સ, મિસાઇલ અને જંગલ યુદ્ધની તાલીમ આપવામાં આવી છે.
આતંકવાદીઓ 30 સભ્યોના જૂથમાં હોવાના અહેવાલ
ઈન્ડિયા ટુડેના અહેવાલ મુજબ, “આતંકવાદીઓ 30 સભ્યોના જૂથમાં હોવાના અહેવાલ છે અને હાલમાં તેઓ જુદા જુદા વિસ્તારોમાં છે. "આતંકવાદીઓ 28 સપ્ટેમ્બર 2024 ની આસપાસ મેઇટી ગામો પર બહુવિધ હુમલા કરે તેવી અપેક્ષા છે." દરમિયાન, મણિપુર સુરક્ષા સલાહકાર કુલદીપ સિંહે ગુપ્તચર અહેવાલની પુષ્ટિ કરતા કહ્યું, "જ્યાં સુધી તે ખોટો સાબિત ન થાય ત્યાં સુધી અમે માનીએ છીએ કે તે 100% સાચું છે."
- Sep 21, 2024 23:14 IST
Today News Live : પીએમ મોદીનું જો બિડેને સ્વાગત કર્યું
વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગ્રીનવિલ, ડેલાવેયરમાં આગમન સમયે યુએસ પ્રમુખ જો બિડેન દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું
#WATCH प्रधानमंत्री नरेंद्र मोदी का ग्रीनविल, डेलावेयर पहुंचने पर अमेरिकी राष्ट्रपति जो बाइडेन ने स्वागत किया।
(सोर्स: ANI/DD) pic.twitter.com/LHtnwfMmAT— ANI_HindiNews (@AHindinews) September 21, 2024
- Sep 21, 2024 22:49 IST
Today News Live :પીએમ મોદી બિડેન સાથે મુલાકાત કરવા પહોંચ્યા
વડા પ્રધાન નરેન્દ્ર મોદી યુએસ પ્રમુખ જો બિડેન સાથે દ્વિપક્ષીય બેઠક માટે ગ્રીનવિલ, ડેલાવેયર પહોંચ્યા.
#WATCH प्रधानमंत्री नरेंद्र मोदी अमेरिकी राष्ट्रपति जो बाइडेन के साथ द्विपक्षीय बैठक के लिए ग्रीनविल, डेलावेयर पहुंचे।
(वीडियो सोर्स: ANI/DD) pic.twitter.com/ALc95JopBY— ANI_HindiNews (@AHindinews) September 21, 2024
- Sep 21, 2024 21:18 IST
Today News Live : વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકામાં ભારતીયોને મળ્યા
અમેરિકા: વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિલમિંગટન, ડેલાવેયરમાં હોટેલ ડ્યુપોન્ટ પહોંચ્યા. તેમના સ્વાગત માટે એકઠા થયેલા ભારતીય પ્રવાસીઓને મળ્યા હતા.
#WATCH अमेरिका: प्रधानमंत्री नरेंद्र मोदी विलमिंगटन, डेलावेयर के होटल ड्यूपॉन्ट पहुंचे व स्वागत के लिए एकत्रित हुए भारतीय प्रवासियों से मुलाकात की।
(वीडियो सोर्स: ANI/DD) pic.twitter.com/rUlaGa9qOq— ANI_HindiNews (@AHindinews) September 21, 2024
- Sep 21, 2024 20:44 IST
Today News Live : વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરીકા પહોંચ્યા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની ત્રણ દિવસીય યુએસ યાત્રાની શરૂઆત કરતા ફિલાડેલ્ફિયા પહોંચ્યા છે. પોતાની યાત્રા દરમિયાન વડા પ્રધાન ડેલાવેયરમાં ક્વોડ લીડર્સ સમિટ અને ન્યૂયોર્કમાં યુનાઈટેડ નેશન્સ સમિટ ઓન ધ ફ્યુચર (SOTF)માં હાજરી આપશે. આ સાથે વડાપ્રધાન તેમની મુલાકાત દરમિયાન કેટલીક મહત્વપૂર્ણ દ્વિપક્ષીય બેઠકો પણ કરશે.
#WATCH प्रधानमंत्री नरेंद्र मोदी अपनी तीन दिवसीय अमेरिका यात्रा की शुरुआत करते हुए फिलाडेल्फिया पहुंचे।
अपनी यात्रा के दौरान, प्रधानमंत्री डेलावेयर में क्वाड नेताओं के शिखर सम्मेलन और न्यूयॉर्क में संयुक्त राष्ट्र में भविष्य के शिखर सम्मेलन (SOTF) में भाग लेंगे। इसके साथ ही,… pic.twitter.com/YVy36HgqE5— ANI_HindiNews (@AHindinews) September 21, 2024
- Sep 21, 2024 19:47 IST
Today News Live : દિલ્હી સરકારમાં વિભાગોની વહેંચણી, મુખ્યમંત્રી આતિશી 13 ખાતા સંભાળશે
દિલ્હી સરકારમાં વિભાગોની વહેંચણી થઇ છે. મુખ્યમંત્રી આતિશી શિક્ષણ, નાણા, વીજળી, પાણી સહિત 13 વર્તમાન વિભાગો (જે તેઓ અગાઉ સંભાળતા હતા) સંભાળશે. સૌરભ ભારદ્વાજ આરોગ્ય, શહેરી વિકાસ અને સમાજ કલ્યાણ સહિત આઠ વિભાગોનો હવાલો સંભાળશે. ગોપાલ રાય પાસે પર્યાવરણ સહિત ત્રણ વિભાગ હશે. કૈલાશ ગેહલોત ટ્રાન્સપોર્ટ, મહિલા અને બાળ વિકાસ સહિત ચાર વિભાગનો હવાલો સંભાળશે. ઈમરાન હુસૈન ખાદ્ય પુરવઠા અને ચૂંટણી વિભાગનો હવાલો સંભાળશે. મુકેશ અહલાવત દિલ્હીના SC/ST મંત્રી બનશે અને શ્રમ સહિત વધુ ચાર વિભાગો પણ સંભાળશે.
- Sep 21, 2024 18:24 IST
Today News Live : એર માર્શલ અમરપ્રીત સિંહ ભારતીય વાયુસેનાના નવા વડા બનશે
એર માર્શલ અમરપ્રીત સિંહને વાયુસેનાના આગામી ચીફ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. અમર પ્રીત સિંહ હાલ વાઇસ ચીફ ઓફ એર સ્ટાફ તરીકે ફરજ બજાવી રહ્યા છે. તેઓ 30 સપ્ટેમ્બર 2024ના રોજ એર ચીફ માર્શલનું પદ સંભાળશે. એ જ દિવસે વર્તમાન એર ચીફ માર્શલ વિવેક રામ ચૌધરી એ જ દિવસે નિવૃત્ત થશે.
એર માર્શલ અમરપ્રીત સિંહનો જન્મ 27 ઓક્ટોબર 1964ના રોજ થયો હતો. નેશનલ ડિફેન્સ એકેડમી, ડિફેન્સ સર્વિસીસ સ્ટાફ કોલેજ અને નેશનલ ડિફેન્સ કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી એર માર્શલ સિંહને 21 ડિસેમ્બર, 1984ના રોજ ભારતીય વાયુસેનામાં નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેઓ વિવિધ પ્રકારના ફિક્સ્ડ અને રોટરી વિંગ એરક્રાફ્ટ પર 5,000 કલાકથી વધુ ઉડાનનો અનુભવ ધરાવે છે.
- Sep 21, 2024 16:59 IST
Today News Live : આતિશી દિલ્હીના ત્રીજા મહિલા મુખ્યમંત્રી બન્યા, એલજી વીકે સક્સેનાએ લેવડાવ્યા શપથ
દિલ્હીમાં અરવિંદ કેજરીવાલ પછી હવે આતિશીનું શાસન શરૂ થયું છે. આતિશીએ દિલ્હીના સીએમ તરીકે શપથ લીધા છે. દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાએ રાજ નિવાસ ખાતે તેમને સીએમ પદ માટે ગોપનીયતાના શપથ લેવડાવ્યા હતા. આતિશીને અરવિંદ કેજરીવાલના સૌથી નજીકના નેતા માનવામાં આવે છે, જેમના પર કેજરીવાલે ચૂંટણીમાં વિશ્વાસ કર્યો હતો.
- Sep 21, 2024 15:52 IST
Today News Live : : તિરુપતિ લડ્ડુ પ્રસાદ વિવાદ પર આંધ્ર પ્રદેશના મંત્રી નારા લોકેશે કહ્યું - મુખ્યમંત્રી આ અંગે નિવેદન આપશે
વિજયવાડા: તિરુપતિ લડ્ડુ પ્રસાદ વિવાદ પર આંધ્ર પ્રદેશના મંત્રી નારા લોકેશે કહ્યું કે મુખ્યમંત્રી આ અંગે નિવેદન આપશે (સીબીઆઈ તપાસની માંગને લઇને). કોઇને પણ છોડવામાં આવશે નહીં. અમે આ મામલામાં ફક્ત સીબીઆઈ તપાસથી નહીં છોડીએ. અમારે આના પર પૂર્ણવિરામ લગાવવો પડશે.
- Sep 21, 2024 14:34 IST
Today News Live : રાજકોટમાં એક જ પરિવારના 8 સભ્યોએ જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો
આત્મહત્યાની ઘટના દિવસેને દિવસે વધતી જાય છે. ત્યારે રાજકોટમાં વધી આત્મહત્યાની કમકમાટી ભરી ઘટના સામે આવી છે. અહીં બેંક લોન સહિતના બીજા દેવાના ખાડામાં ઊતરી ગયેલા એક જ પરિવારના 8 સભ્યોએ ઝેરી દવા પીને આત્મહત્યાનો પ્રયત્ન કર્યો હતો. સોની પરિવારના તમામ સભ્યોને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસડેવામાં આવ્યા હતા.
- Sep 21, 2024 12:30 IST
Today News Live : આજે છોટા ઉદેપુરના સંખેડામાં વરસાદની ધબધબાટી, બે ઈંચ વરસાદ ખાબક્યો
સ્ટેટ ઇનરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે આજે 21 સપ્ટેમ્બર 2024,શનિવારના રોજ સવારે 6 વાગ્યાથી લઈને બપોરે 12 વાગ્યા સુધીમાં રાજ્યના 5 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ છોટા ઉદેપુરના સંખેડામાં બે ઈંચ જેટલો ખાબક્યો હતો. જ્યારે નર્મદાના તિલકવાડામાં દોઢ ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો.
- Sep 21, 2024 12:15 IST
Today News Live : 'ખોસલા કા ઘોસલા' એક્ટર પરવીન દબાસ રોડ અકસ્માતમાં ઘાયલ
ફિલ્મ 'ખોસલા કા ઘોસલા'ના અભિનેતા પરવીન ડબાસ એક માર્ગ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયા છે અને હાલમાં તેઓ મુંબઈના બાંદ્રા સ્થિત હોલી ફેમિલી હોસ્પિટલના ICUમાં દાખલ છે. મળતી માહિતી મુજબ, તે આજે શનિવારે સવારે એક માર્ગ અકસ્માતનો ભોગ બન્યો હતો. તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. 50 વર્ષીય ડબાસે "મોન્સૂન વેડિંગ", "મૈંને ગાંધી કો નહીં મારા", "ખોસલા કા ઘોસલા", "ધ પરફેક્ટ હસબન્ડ" અને "ધ વર્લ્ડ અનસીન" જેવી હિન્દી અને અંગ્રેજી ભાષાની ફિલ્મોમાં કામ કર્યું છે.
- Sep 21, 2024 11:00 IST
Today News Live : પોલીસ પર હુમલો કરવા અને યુનિફોર્મ ફાડવાના આરોપમાં સપા ધારાસભ્ય ઝાહિદ બેગ વિરુદ્ધ નવો કેસ નોંધાયો
સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય ઝાહિદ બેગની મુશ્કેલીઓ ઓછી થવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. યુપી પોલીસે શુક્રવારે સબ ઈન્સ્પેક્ટર પર હુમલો કરવા બદલ તેની સામે નવો કેસ નોંધ્યો હતો. જેમણે તેની ધરપકડ કરવાનો પ્રયાસ કર્યો હતો. બેગ સામેનો કેસ તેણે આત્મસમર્પણ કર્યાના એક દિવસ પછી થયો હતો અને તેને ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો. ઝાહિદ બેગ પર આત્મહત્યા માટે પ્રેરિત કરવાનો અને બાળ મજૂરી કાયદાનું ઉલ્લંઘન કરવાનો આરોપ છે.
પોલીસે જણાવ્યું કે આ ઘટના કોર્ટ પરિસરની બહાર બની હતી. ભદોહી સદર વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય બેગે લગભગ એક અઠવાડિયા સુધી પોલીસથી બચ્યા બાદ ગુરુવારે આત્મસમર્પણ કર્યું. પોલીસ વાનમાં લઈ જતી વખતે, બેગે સોશિયલ મીડિયા પર દાવો કર્યો કે પોલીસકર્મીઓએ તેના પર હુમલો કર્યો. શુક્રવારે, બેગને પ્રયાગરાજની નૈની સેન્ટ્રલ જેલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યારે કેસમાં ધરપકડ કરાયેલા તેના પુત્ર ઝૈમ બેગને પણ વારાણસી જેલમાં મોકલવામાં આવ્યો છે.
- Sep 21, 2024 10:33 IST
Today News Live : શ્રીલંકામાં સત્તાપલટો બાદ આજે પ્રથમ ચૂંટણી, 38 ઉમેદવારો વચ્ચે જંગ
પાડોશી દેશ શ્રીલંકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે શનિવારે મતદાન શરૂ થઈ ગયું છે. 2022માં આર્થિક સંકટ પછી શ્રીલંકામાં આ પ્રથમ સામાન્ય ચૂંટણી છે. શનિવારે સવારે 7 થી સાંજના 5 વાગ્યા સુધી 13,400 થી વધુ મતદાન મથકો પર મતદાન થશે. ત્રિકોણીય ચૂંટણી જંગમાં, વર્તમાન પ્રમુખ રાનિલ વિક્રમસિંઘેને નેશનલ પીપલ્સ પાવર (NPP)ના અનુરા કુમારા દિસાનાયકે અને સામગી જના બાલાવેગયા (SJB)ના સાજીથ પ્રેમદાસા સામે સખત મુકાબલો થશે.
આ ચૂંટણીમાં લગભગ 1.7 કરોડ નોંધાયેલા મતદારો મતદાન કરવા પાત્ર છે. ચૂંટણીના સંચાલન માટે 200,000 થી વધુ અધિકારીઓ તૈનાત કરવામાં આવ્યા છે, જેની સુરક્ષા 63,000 પોલીસ કર્મચારીઓ દ્વારા કરવામાં આવશે. મતદાન સવારે 7 વાગ્યાથી શરૂ થયું હતું અને સાંજે 5 વાગ્યા સુધી ચાલશે. રવિવારે ચૂંટણીના પરિણામો જાહેર થશે. મતદારો 38 રાષ્ટ્રપતિ પદના ઉમેદવારોમાંથી પસંદ કરશે. વિશ્લેષકોનું માનવું છે કે 1982 પછી શ્રીલંકાના રાષ્ટ્રપતિ ચૂંટણીના ઈતિહાસમાં પ્રથમ વખત ત્રિકોણીય હરીફાઈ થઈ રહી છે.
- Sep 21, 2024 10:32 IST
Today News Live : આજનો શનિવારનો દિવસ તમારો કેવો રહેશે?
આજે 21 સપ્ટેમ્બર 2024, શનિવારનો દિવસ છે. આજનો દિવસ તમામ 12 રાશિના જાતકો માટે કેવો રહેશે. અહીં ક્લિક કરીને વાંચો તમારું આજનું રાશિફળ.
- Sep 21, 2024 10:22 IST
Today News Live : ગુજરાતમાં 24 કલાકમાં ત્રણ તાલુકામાં વરસાદી છાંટા પડ્યા
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે શુક્રવારે સવારે 6 વાગ્યાથી લઈને શનિવારે સવારે 6 વાગ્યા સુધીમાં ગુજરાતમાં માત્ર ત્રણ તાલુકામાં વરસાદ નોંધાયો હતો. બાકીના વિસ્તારોમાં ક્યાંય વરસાદ નોંધાયો નથી.
- Sep 21, 2024 10:20 IST
Today News Live : મ્યાનમારથી 900 કુકી આતંકવાદીઓ મણિપુરમાં પ્રવેશ્યા
મણિપુર હિંસા શરૂ થયાને એક વર્ષથી વધુ સમય થઈ ગયો છે પરંતુ હજુ સુધી શાંતિ આવી નથી. દરમિયાન, ગુપ્તચર અધિકારીઓએ એક મોટી ચેતવણી જારી કરી છે. અધિકારીઓએ જણાવ્યું કે ગુપ્તચર માહિતી અનુસાર 900થી વધુ કુકી આતંકવાદીઓ મ્યાનમારથી મણિપુરમાં ઘૂસણખોરી કરી ચૂક્યા છે. ઇન્ટેલ એલર્ટ અનુસાર આ તે આતંકવાદીઓ છે જેમને ડ્રોન આધારિત બોમ્બ, પ્રોજેક્ટાઇલ્સ, મિસાઇલ અને જંગલ યુદ્ધની તાલીમ આપવામાં આવી છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us