Gujarati News 22 April 2024 Highlights: મતદાન વગર સુરત બેઠક જીતી ભાજપે રચ્યો ઇતિહાસ, મુકેશ દલાલ વિજેતા જાહેર

India Gujarat Today Latest News in Gujarati Highlights, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 22 April 2024 : જનસભાને સંબોધિત કરતી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના એક નિવેદનને લઈને મુસ્લિમો પર ટિપ્પણી કરી હતી.

India Gujarat Today Latest News in Gujarati Highlights, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 22 April 2024 : જનસભાને સંબોધિત કરતી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના એક નિવેદનને લઈને મુસ્લિમો પર ટિપ્પણી કરી હતી.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Mukesh Dalal With CR Patil | Mukesh Dalal Surat | Surat BJP Candidate Mukesh Dalal | Mukesh Dalal

સુરત લોકસભાના ભાજપ ઉમેદવાર મુકેશ દલાલ સાથે સીઆર પાટીલ. (Photo - @CRPaatil)

Gujarat Latest News in Gujarati, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 22 April 2024 Highlights, આજના તાજા સમાચાર: આજે 22 એપ્રિલ 2024, સોમવારના દિવસની મહત્વની ઘટનાઓ અંગે વાત કરીએ તો જનસભાને સંબોધિત કરતી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના એક નિવેદનને લઈને મુસ્લિમો પર ટિપ્પણી કરી હતી. હવે આ અંગે વિવાદ શરૂ થયો છે. કોંગ્રેસે બીજેપી પર નિશાન સાધ્યું છે, તો બીજેપી પીએમ મોદીના નિવેદનને પ્રોત્સાહન આપી રહી છે. હવે કોંગ્રેસ પીએમ મોદી અંગે ચૂંટણી પંચને ફરિયાદ કરશે. આ સિવાય દેશના ગૃહમંત્રી અમિત શાહે પણ આ મુદ્દે મોટું નિવેદન આપ્યું છે.

Advertisment

ED દારૂ કૌભાંડમાં નવી ચાર્જશીટ દાખલ કરશે

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દારૂ નીતિ કૌભાંડમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટી વિરુદ્ધ નવી ચાર્જશીટ દાખલ કરશે. આ એક સપ્લીમેન્ટરી ચાર્જશીટ હશે. ED તેને 15 મે પહેલા ફાઇલ કરી શકે છે. તેલંગાણાના એમએલસી કવિતાની ધરપકડને 60 દિવસ પૂરા થવાના છે અને તેથી જ આ કેસ દાખલ કરવામાં આવશે.

મણિપુરમાં 11 બૂથ પર ફરી મતદાન

લોકસભા ચૂંટણી 2024ના પ્રથમ તબક્કાનું મતદાન 19 એપ્રિલે પૂર્ણ થયું છે. શુક્રવારે પ્રથમ તબક્કામાં 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 102 બેઠકો પર મતદાન થયું હતું. લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં કુલ 62.37 ટકા મતદાન નોંધાયું હતું. દરમિયાન, મણિપુરમાં આંતરિક મણિપુર લોકસભા મતવિસ્તારના 11 મતદાન મથકો પર આજે ફરીથી મતદાન થઈ રહ્યું છે. ચૂંટણી પંચે 20 એપ્રિલે આ અંગે આદેશ જારી કર્યો હતો. 19 એપ્રિલે લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કા દરમિયાન આ બૂથ પર હિંસા અને તોડફોડ થઈ હતી.

  • Apr 22, 2024 20:34 IST

    લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસ વધુ 7 ઉમેદવારના નામ જાહેર કર્યા

    કોંગ્રેસ લોકસભા ચૂંટણી માટે વધુ 7 ઉમેદવારના નામ જાહેર કર્યા છે. જેમાં બિહારના 5 અને પંજાબના 2 ઉમેદવારના નામ જાહેર કરવામાં આવ્યા છે.

    — ANI (@ANI) April 22, 2024



  • Apr 22, 2024 20:32 IST

    કર્ણાટક : ભાજપના કેએસ ઈશ્વરપ્પા 6 વર્ષ માટે પાર્ટીમાંથી સસ્પેન્ડ

    કર્ણાટકમાં ભાજપના નેતા કેએસ ઈશ્વરપ્પાને 6 વર્ષ માટે પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. શિવમોગ્ગા મતવિસ્તારમાંથી કેએસ ઈશ્વરપ્પા એ અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી હતી. આ ઘટનાને કારણે કેએસ ઈશ્વરપ્પાને ભાજપે પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યા છે.

    — ANI (@ANI) April 22, 2024



  • Advertisment
  • Apr 22, 2024 19:24 IST

    નારાયણન ઇ.પી. પદ્મશ્રી પુરસ્કારથી સમ્માનિત

    ભારતના રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂ દ્વારા લોક નૃત્ય કલાકાર નારાયણન ઇ.પી. ને કળાના ક્ષેત્રમાં પદ્મશ્રી પુરસ્કારથી સમ્માનિત કર્યા છે.

    — ANI_HindiNews (@AHindinews) April 22, 2024



  • Apr 22, 2024 17:10 IST

    ચૂંટણી વગર સુરત બેઠક જીતી ભાજપે રચ્યો ઇતિહાસ

    લોકસભા ચૂંટણી પહેલા જ ભાજપે મતદાન વગર એક બેઠક જીતી ઇતિહાસ રહ્યો છે. ગુજરાતની સુરત બેઠક પર ભાજપ ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ ઉમેદવાર જાહેર થયા છે. રવિવારે કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીનું ઉમેદવારી પત્ર રદ થયુ હતુ. ત્યારબાદ સોમવારે અન્ય 8 અપક્ષ ઉમેદવારો એ નામાંકન પાછું ખેંચતા મુકેશ દલાલ બિનહરીફ ઉમેદવાર બની ગયા હતા. સુરત બેઠકના ભાજપ ઉમેદવાર મુકેશ દલાલને બિનહરીફ ચૂંટાયા બાદ વિજય પ્રમાણપત્ર આપવામાં આવ્યુ હતુ.

    — ANI_HindiNews (@AHindinews) April 22, 2024



  • Apr 22, 2024 14:48 IST

    પીએમ મોદીના નિવેદન અંગે કોંગ્રેસ ચૂંટણી પંચને ફરિયાદ કરશે

    જનસભાને સંબોધિત કરતી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના એક નિવેદનને લઈને મુસ્લિમો પર ટિપ્પણી કરી હતી. હવે આ અંગે વિવાદ શરૂ થયો છે. કોંગ્રેસે બીજેપી પર નિશાન સાધ્યું છે, તો બીજેપી પીએમ મોદીના નિવેદનને પ્રોત્સાહન આપી રહી છે. હવે કોંગ્રેસ પીએમ મોદી અંગે ચૂંટણી પંચને ફરિયાદ કરશે.



  • Apr 22, 2024 11:33 IST

    પશ્ચિમ બંગાળની મમતા સરકારને મોટો ફટકો

    બંગાળ સરકારને કલકત્તા હાઈકોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. હાઈકોર્ટે શિક્ષકોની ભરતી રદ કરી છે. હાઈકોર્ટે પશ્ચિમ બંગાળ શાળા સેવા આયોગની પેનલને પણ ફગાવી દીધી છે.



  • Apr 22, 2024 11:31 IST

    નિષાદ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ સંજય નિષાદ પર હુમલો

    21 એપ્રિલના રોજ, મોડી રાત્રે એક લગ્ન સમારંભમાંથી પરત ફરતી વખતે, ઉત્તર પ્રદેશના કેબિનેટ મંત્રી અને નિષાદ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ સંજય નિષાદ અને તેમની પાર્ટીના કાર્યકરો પર 20-25 અજાણ્યા હુમલાખોરોએ હુમલો કર્યો હતો.



  • Apr 22, 2024 10:26 IST

    ED દારૂ કૌભાંડમાં નવી ચાર્જશીટ દાખલ કરશે

    એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દારૂ નીતિ કૌભાંડમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટી વિરુદ્ધ નવી ચાર્જશીટ દાખલ કરશે. આ એક સપ્લીમેન્ટરી ચાર્જશીટ હશે. ED તેને 15 મે પહેલા ફાઇલ કરી શકે છે. તેલંગાણાના એમએલસી કવિતાની ધરપકડને 60 દિવસ પૂરા થવાના છે અને તેથી જ આ કેસ દાખલ કરવામાં આવશે.



  • Apr 22, 2024 09:21 IST

    અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આઉટસોર્સિંગ કર્મચારીઓની હડતાળ

    અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આઉટસોર્સિંગ કર્મચારીઓ હડતાળ પર ઉતરી ગયા છે. આઉટસોર્સિંગ મેનેજર અને સુપરવાઈઝર દ્વારા હડતાળ હાથ ધરવામાં આવી હતી.



  • Apr 22, 2024 08:53 IST

    દિલ્હીના ગાઝીપુર લેન્ડફિલ સાઈટ પર ભીષણ આગ લાગી

    દેશની રાજધાની દિલ્હીમાં ગાઝીપુર લેન્ડફિલ સાઇટ પર ભીષણ આગ ફાટી નીકળી છે. તો ફાયર બ્રિગેડની 10 ગાડીઓ સ્થળ પર આગ ઓલવવામાં વ્યસ્ત છે. રવિવારે મોડી સાંજે લાગેલી આ આગએ ધીરે ધીરે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગની આ ઘટના બાદ રાજકારણ પણ ગરમાયું છે. ભારતીય જનતા પાર્ટીએ આમ આદમી પાર્ટી પર પ્રહારો કર્યા છે.



  • Apr 22, 2024 08:46 IST

    મણિપુરમાં 11 બૂથ પર ફરી મતદાન

    મણિપુરમાં આંતરિક મણિપુર લોકસભા મતવિસ્તારના 11 મતદાન મથકો પર આજે ફરીથી મતદાન થઈ રહ્યું છે. ચૂંટણી પંચે 20 એપ્રિલે આ અંગે આદેશ જારી કર્યો હતો.



  • Apr 22, 2024 08:08 IST

    માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુની પાર્ટીની સંસદીય ચૂંટણીમાં જોરદાર જીત,

    માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુની પાર્ટીએ રવિવારે યોજાયેલી સંસદીય ચૂંટણીમાં જંગી જીત મેળવી છે. આ સાથે મુઈઝુએ સંસદ પર નિયંત્રણ મેળવી લીધું. માલદીવના ચૂંટણી પંચના ચૂંટણી ડેટા અનુસાર, મુઇઝુઝ પીપલ્સ નેશનલ કોંગ્રેસ (PNC) એ જાહેર કરેલી પ્રથમ 86 બેઠકોમાંથી 66 બેઠકો જીતી હતી.



  • Apr 22, 2024 08:07 IST

    17 વર્ષના ગ્રાન્ડમાસ્ટર ડી ગુકેશે રચ્યો ઈતિહાસ

    ભારતના 17 વર્ષીય ગ્રાન્ડમાસ્ટર ડી ગુકેશ અહીં કેન્ડીડેટ્સ ચેસ ટુર્નામેન્ટ જીતીને ઈતિહાસ રચ્યો અને વિશ્વ ખિતાબ માટે સૌથી યુવા ચેલેન્જર બન્યો. આ વર્ષના અંતમાં તે તાજ માટે વર્તમાન વિશ્વ ચેમ્પિયન ચીનના ડીંગ લિરેનનો સામનો કરશે.



  • Apr 22, 2024 08:07 IST

    સપ્તાહનો પહેલો દિવસ તમારા માટે કેવો રહેશે?

    આજે સપ્તાહનો પહેલો દિવસ તમામ રાશિના જાતકો માટે કેવો રહેશે. અહીં ક્લિક કરીને વાંચો આજે સોમવારના દિવસનું તમારું રાશિફળ.



બ્રેકિંગ ન્યૂઝ ગુજરાત વિશ્વ દેશ