Gujarati News 22 August 2024 Highlights : કોલકાતા રેપ કેસ : દિલ્હી AIIMSના ડૉક્ટરોએ તેમની હડતાળ સમાપ્ત કરી

India Gujarat Today Latest News in Gujarati Highlights, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 22 August 2024 : દિલ્હી AIIMSના ડૉક્ટરોએ ઘણા દિવસો પછી તેમની હડતાળ સમાપ્ત કરી દીધી છે. હવે આ તમામ ફરી પોતાની ફરજમાં જોડાવા જઈ રહ્યા છે. સુપ્રીમ કોર્ટે ડોક્ટરોને ફરીથી ફરજમાં જોડાવા માટે અપીલ કરી હતી

India Gujarat Today Latest News in Gujarati Highlights, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 22 August 2024 : દિલ્હી AIIMSના ડૉક્ટરોએ ઘણા દિવસો પછી તેમની હડતાળ સમાપ્ત કરી દીધી છે. હવે આ તમામ ફરી પોતાની ફરજમાં જોડાવા જઈ રહ્યા છે. સુપ્રીમ કોર્ટે ડોક્ટરોને ફરીથી ફરજમાં જોડાવા માટે અપીલ કરી હતી

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Kolkata Doctor Rape And Murder Case, R G Kar Medical College

કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજમાં બળાત્કાર અને હત્યાનો શિકાર થયેલી ટ્રેઇની ડોક્ટરના મામલે દેશભરમાં વિરોધ પ્રદર્શન થઇ રહ્યા છે (Express photo by Rohit Jain Paras)

Gujarat Latest News in Gujarati, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 22 August 2024 Highlights, આજના તાજા સમાચાર: દિલ્હી AIIMSના ડૉક્ટરોએ ઘણા દિવસો પછી તેમની હડતાળ સમાપ્ત કરી દીધી છે. હવે આ તમામ ફરી પોતાની ફરજમાં જોડાવા જઈ રહ્યા છે. મોટી વાત એ છે કે આજે જ સુપ્રીમ કોર્ટે ડોક્ટરોને ફરીથી ફરજમાં જોડાવા માટે અપીલ કરી હતી.

Advertisment

પીએમ મોદી પોલેન્ડના પ્રવાસે

પીએમ મોદી બે દિવસના પોલેન્ડના પ્રવાસે છે. આ દરમિયાન તેમણે ઘણા કાર્યક્રમોમાં ભાગ લીધો છે. ચાન્સેલરીમાં પીએમ મોદીનું ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું હતું. પીએમ મોદીએ પોલેન્ડના વડાપ્રધાન સાથે પણ મુલાકાત કરી હતી. આ સાથે તેમણે દ્વિપક્ષીય બેઠકો કરી હતી અને પ્રેસ કોન્ફરન્સમાં પણ ભાગ લીધો હતો. પીએમ મોદી પોલેન્ડ પ્રવાસ પછી યુક્રેન રવાના થયા છે.

આંધ્ર પ્રદેશમાં અનકપલ્લી જિલ્લામાં આવેલી એક દવાની ફેક્ટરીમાં બ્લાસ્ટ

આંધ્ર પ્રદેશમાં અનકપલ્લી જિલ્લામાં આવેલી એક દવાની ફેક્ટરીમાં બ્લાસ્ટ થયાના સમાચાર મળી રહ્યા છે. આ બ્લાસ્ટમાં 17 લોકોના મોત નીપજ્યા છે જ્યારે અન્ય 40 લોકોઘાયલ થયા છે.મળતી માહિતી પ્રમાણે આ ફેક્ટરીમાં બે પાળીમાં 381 લોકો કામ કરતા હતા. બ્લાસ્ટ લંચ સમયે થયો હતો. જેમાં 50થી વધારે લોકો ઘાયલ થયા હતા. દુર્ઘટના સયમે 13 લોકો ફસાયા હતા જેમનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. મૃતકોની સંખ્યામાં વધારો થઈ શકે છે. અચ્યુતપુરમ ફાર્મા કંપની દુર્ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસ કરવાનો આદેશ મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ દ્વારા આપવામાં આવ્યો છે.

  • Aug 22, 2024 23:34 IST

    અમે કોઈના કામની ટીકા કરીશું નહીં, અમે અમારું કામ કરીશું - ચંપઇ સોરેન

    ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી ચંપઈ સોરેને કહ્યું કે આજે અમારા નવા અધ્યાયનો બીજો દિવસ છે, અમે કોઈના કામની ટીકા કરીશું નહીં, અમે અમારું કામ કરીશું. જ્યારે પૂછવામાં આવ્યું કે કેટલી બેઠકો પર ચૂંટણી લડશો. તો તેમણે કહ્યું કે અમે તે એક અઠવાડિયા પછી જાહેર કરીશું.

    — ANI_HindiNews (@AHindinews) August 22, 2024



  • Aug 22, 2024 22:40 IST

    પીએમ મોદી પોલેન્ડથી યુક્રેન જશે

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોલેન્ડના વોર્સોથી રવાના થયા છે. તેમની મુલાકાતના બીજા તબક્કામાં પીએમ મોદી યુક્રેનની મુલાકાત લેશે. જે 1992માં બંને દેશો વચ્ચે રાજદ્વારી સંબંધોની સ્થાપના પછી ભારતીય વડા પ્રધાનની પ્રથમ મુલાકાત હશે.

    — ANI_HindiNews (@AHindinews) August 22, 2024



  • Advertisment
  • Aug 22, 2024 21:19 IST

    વિદેશ મંત્રાલયના સચિવે કહ્યું - પીએમ મોદીની પોલેન્ડની મુલાકાત ઐતિહાસિક રહી -

    વિદેશ મંત્રાલયના સચિવ (પશ્ચિમ) તન્મય લાલે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોલેન્ડની તેમની સત્તાવાર મુલાકાત પૂર્ણ કરી રહ્યા છે અને તેઓ વડાપ્રધાન ડોનાલ્ડ ટસ્કના આમંત્રણ પર અહીં આવ્યા છે. આ મુલાકાત ઐતિહાસિક રહી છે અને ખૂબ જ સફળ રહી કારણ કે 45 વર્ષ પછી કોઈ ભારતીય વડાપ્રધાન પોલેન્ડની મુલાકાતે છે અને આ વર્ષે બંને દેશો વચ્ચે રાજદ્વારી સંબંધોની સ્થાપનાની 70મી વર્ષગાંઠ પણ છે.નઆ મુલાકાતનું એક મુખ્ય પાસું એ છે કે બંને દેશો વ્યૂહાત્મક રીતે તેમના સંબંધોને મજબૂત બનાવ્યા છે અને આ સંબંધમાં એક સંયુક્ત નિવેદન બહાર પાડવામાં આવ્યું છે અને એક કાર્ય યોજનાને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે. બંને દેશોએ વધુ સહકાર આપવાનો નિર્ણય લીધો છે.



  • Aug 22, 2024 20:05 IST

    સુરતમાં મેટ્રોની કામગીરીમાં દરમિયાન ક્રેન ઘર પર પડી

    સુરતમાં મેટ્રોની કામગીરીમાં દરમિયાન ક્રેન ઘર પર પડવાની ઘટના સામે આવી છે. નાના વરાછા મેઇન રોડ ઉપર ઘટના બની છે. મેટ્રોની ક્રેન એકાએક તૂટી પડતા નાસભાગ થઇ હતી. સ્પાન ફીટ કરવાનું મશીન પિલર પર ચઢાવતી વખતે ઘટના બની હતી.



  • Aug 22, 2024 19:06 IST

    પીએમ મોદીએ પોલેન્ડના રાષ્ટ્રપતિ સાથે પ્રતિનિધિમંડળ સ્તરની વાતચીત કરી

    વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વોર્સોમાં પોલેન્ડના રાષ્ટ્રપતિ એન્ડ્રેજ ડુડા સાથે પ્રતિનિધિમંડળ સ્તરની વાતચીત કરી હતી.

    — ANI_HindiNews (@AHindinews) August 22, 2024



  • Aug 22, 2024 17:45 IST

    કોલકાતા રેપ કેસ : દિલ્હી AIIMSના ડૉક્ટરોએ તેમની હડતાળ સમાપ્ત કરી

    દિલ્હી AIIMSના ડૉક્ટરોએ ઘણા દિવસો પછી તેમની હડતાળ સમાપ્ત કરી દીધી છે. હવે આ તમામ ફરી પોતાની ફરજમાં જોડાવા જઈ રહ્યા છે. મોટી વાત એ છે કે આજે જ સુપ્રીમ કોર્ટે ડોક્ટરોને ફરીથી ફરજમાં જોડાવા માટે અપીલ કરી હતી.



  • Aug 22, 2024 16:53 IST

    ભારત- પોલેન્ડ વચ્ચેના સંબંધો લોકશાહી અને કાનૂનના શાસન જેવા સહિયારા મૂલ્યો પર આધારિત - પીએમ મોદી

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આ વર્ષે આપણે પોતાના રાજદ્વારી સંબંધોની 70મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યા છીએ. આ અવસર પર અમે સંબંધોને વ્યૂહાત્મક ભાગીદારીમાં પરિવર્તિત કરવાનો નિર્ણય લીધો છે. ભારત અને પોલેન્ડ વચ્ચેના સંબંધો લોકશાહી અને કાનૂનના શાસન જેવા સહિયારા મૂલ્યો પર આધારિત છે.

    — ANI_HindiNews (@AHindinews) August 22, 2024



  • Aug 22, 2024 12:01 IST

    કોલકાત્તા રેપ કેસઃ સીજેઆઈએએ હડતાળ પર રહેલા ડોક્ટરોને કરી અપીલ

    સુપ્રીમ કોર્ટમાં સુનાવણી શરુ થઈ ગઈ છે. સીજેઆઈ ચંદ્રચૂડે વિરોધ પ્રદર્શન કરી રહેલા ડોક્ટરોને અપીલ કરી છે કે તેઓ પોતાના કામ પર પરત ફરે. તેમણે એ પણ કહ્યું હતું કે તેઓ નહીં માને તો કાયદો પોતાનું કામ કરશે.



  • Aug 22, 2024 10:17 IST

    એર ઈન્ડિયાની ફ્લાઈટમાં બોમ્બની ધમકી

    મુંબઈથી આવતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં બોમ્બની ધમકીને પગલે ગુરુવારે તિરુવનંતપુરમ એરપોર્ટ પર સંપૂર્ણ ઈમરજન્સી જાહેર કરવામાં આવી છે. સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, એર ઈન્ડિયાની મુંબઈ-તિરુવનંતપુરમ ફ્લાઈટ 657ને હાલમાં આઈસોલેશન બેમાં રાખવામાં આવી છે અને મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા છે.



  • Aug 22, 2024 09:45 IST

    PM મોદીનો પોલેન્ડ પ્રવાસઃ આજનો કાર્યક્રમ

    પોલેન્ડમાં વડાપ્રધાન મોદીનું પૂર્ણ શેડ્યૂલ (IST)

    બપોરે 1.30-1.45 કલાકે - ચેન્સેલરીમાં ઔપચારિક સ્વાગત કરવામાં આવશે.

    બપોરે 1.45-2.15 - પોલેન્ડના વડા પ્રધાન ડોનાલ્ડ ટસ્ક સાથે મુલાકાત.

    2.15-2.55 pm- પ્રતિનિધિમંડળ સ્તરની વાતચીત.

    બપોરે 3.05 થી 3.00 કલાકે - પત્રકાર પરિષદ.

    બપોરે 3.00-4.50 - પોલેન્ડના વડાપ્રધાન દ્વારા આયોજિત લંચમાં હાજરી આપશે.

    સાંજે 5.00-5.20 - અજાણ્યા સૈનિકોની કબર પર પુષ્પાંજલિ અર્પણ કરશે.

    સાંજે 5.30-6.30 - પોલેન્ડના રાષ્ટ્રપતિ આન્દ્રેઝ ડુડા સાથે દ્વિપક્ષીય બેઠક.

    7.20- 7.50 pm - બિઝનેસ લીડર્સ સાથે વાતચીત.

    8.00-8.40 pm - પોલિશ પ્રભાવકો સાથે વાતચીત.

    રાત્રે 9.00- વોર્સો એરપોર્ટ માટે પ્રસ્થાન.



  • Aug 22, 2024 08:02 IST

    CM કેજરીવાલના ફોટા વગર જાહેરાત આપવા બદલ આતિશીએ અધિકારીઓને કારણ બતાવો નોટિસ ફટકારી

    દિલ્હી સરકારના મંત્રી આતિશી માર્લેનાએ સીએમ અરવિંદ કેજરીવાલના ફોટા વિના અખબારમાં જાહેરાત આપવા બદલ વિભાગના સચિવ અને ડિરેક્ટરને કારણ બતાવો નોટિસ ફટકારી છે. આને શાસક આમ આદમી પાર્ટી અને શહેરની અમલદારશાહી વચ્ચે સંભવિત તાજી અથડામણ તરીકે જોવામાં આવે છે. મંગળવારે જારી કરાયેલી નોટિસમાં અધિકારીઓને ત્રણ દિવસમાં ખુલાસો કરવા કહ્યું હતું કે શા માટે જાહેરાતનો ખર્ચ તેમના પગારમાંથી વસૂલવામાં ન આવે કારણ કે તે પ્રભારી મંત્રીની મંજૂરી વિના પ્રકાશિત કરવામાં આવી હતી.



  • Aug 22, 2024 07:56 IST

    ગુરુવારનો દિવસ તમારા માટે કેવો રહેશે?

    આજે 22 ઓગસ્ટ 2024, ગુરુવારનો દિવસ તમામ રાશિના લોકો માટે કેવો રહેશે. અહીં ક્લિક કરીને વાંચો તમારું આજનું રાશિફળ.



  • Aug 22, 2024 07:54 IST

    આંધ્ર પ્રદેશની દવા ફેક્ટરીમાં બ્લાસ્ટ, 17 લોકોના મોત

    આંધ્ર પ્રદેશમાં અનકપલ્લી જિલ્લામાં આવેલી એક દવાની ફેક્ટરીમાં બ્લાસ્ટ થયાના સમાચાર મળી રહ્યા છે. આ બ્લાસ્ટમાં 17 લોકોના મોત નીપજ્યા છે જ્યારે અન્ય 40 લોકોઘાયલ થયા છે. મળતી માહિતી પ્રમાણે આ ફેક્ટરીમાં બે પાળીમાં 381 લોકો કામ કરતા હતા. બ્લાસ્ટ લંચ સમયે થયો હતો. જેમાં 50થી વધારે લોકો ઘાયલ થયા હતા.



બ્રેકિંગ ન્યૂઝ ગુજરાત વિશ્વ દેશ