/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/12/highest-order-of-kuwait.jpg)
પીએમ મોદીને કોઈપણ દેશમાંથી આ 20મું આંતરરાષ્ટ્રીય સન્માન મળ્યું છે. (X: @narendramodi)
Gujarat Latest News in Gujarati, Gujarati Samachar (ગુજરાતી સમાચાર) 22 December 2024, આજના તાજા સમાચાર: કેટલાક પ્રદર્શનકારીઓએ અલ્લુ અર્જુનના ઘરની બહાર હંગામો મચાવ્યો હતો અને ભારે તોડફોડ પણ કરી હતી. રવિવારે સાંજે ઓસ્માનિયા યુનિવર્સિટી જોઈન્ટ એક્શન કમિટી (JAC)ના કેટલાક સભ્યોએ અભિનેતા અલ્લુ અર્જુનના ઘરે વિરોધ કર્યો હતો. JAC સભ્યોની માંગ છે કે 'પુષ્પા 2'ના અભિનેતાએ પીડિત પરિવારને 1 કરોડ રૂપિયાની સહાયની રકમ આપવી જોઈએ. એવું કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે આ ઘટના બની ત્યારે અભિનેતા તેના ઘરે ન હતો. ત્યાં જ પરિસ્થિતિને નિયંત્રિત કરવા માટે પોલીસે 8 પ્રદર્શનકારીઓની અટકાયત કરી અને અભિનેતાના ઘરની બહાર સુરક્ષા વધારી દીધી છે.
PM મોદીને કુવૈતમાં સર્વોચ્ચ સન્માન
PM મોદીના કુવૈત પ્રવાસના છેલ્લા દિવસે તેમને ત્યાંના સર્વોચ્ચ સન્માનથી સન્માનિત કરવામાં આવ્યા હતા. કુવૈતે પીએમ મોદીને તેના સર્વોચ્ચ સન્માન 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર'થી સન્માનિત કર્યા છે. પીએમ મોદીને કોઈપણ દેશમાંથી આ 20મું આંતરરાષ્ટ્રીય સન્માન મળ્યું છે.
- Dec 22, 2024 20:49 IST
અલ્લુ અર્જુનના ઘરની બહાર વિરોધ પ્રદર્શન, ટોળાએ કરી તોડફોડ
રવિવારે સાંજે ઓસ્માનિયા યુનિવર્સિટી જોઈન્ટ એક્શન કમિટી (JAC)ના કેટલાક સભ્યોએ અભિનેતા અલ્લુ અર્જુનના ઘરે વિરોધ પ્રદર્શન કર્યું અને આ દરમિયાન અભિનેતાના ઘરની બહાર તોડફોડ પણ કરી હતી. JAC સભ્યોની માંગ છે કે 'પુષ્પા 2'ના અભિનેતાએ પીડિત પરિવારને 1 કરોડ રૂપિયાની સહાયની રકમ આપવી જોઈએ. એવું કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે આ ઘટના બની ત્યારે અભિનેતા તેના ઘરે ન હતો.
watch | Hyderabad, Telangana | Visuals from outside of actor Allu Arjun's residence; as per Jubilee Hills Police, six members of the Osmania University Joint Action Committee (OU-JAC) pelted stones at the actor's residence, held placards and staged a protest.
We have not… pic.twitter.com/Wse4vXBxzy
— ANI (@ANI) December 22, 2024 - Dec 22, 2024 17:25 IST
PM મોદીને કુવૈતમાં સર્વોચ્ચ સન્માન 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
કુવૈતે પીએમ મોદીને તેના સર્વોચ્ચ સન્માન 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર'થી સન્માનિત કર્યા છે. પીએમ મોદીને કોઈપણ દેશમાંથી આ 20મું આંતરરાષ્ટ્રીય સન્માન મળ્યું છે.
- Dec 22, 2024 12:42 IST
મંદિર બાદ સંભલમાં પ્રાચીન રાણી વાવ મળી, ખોદકામ કરી પુનઃ સ્થાપિત કરાશે
સંભલમાં પ્રાચીન રાણી વાવ મળી છે. ચંદૌસીનું લક્ષ્મણ ગંજ ક્ષેત્ર 1857 પહેલા હિન્દુ બહુમતીવાળો વિસ્તાર હતો. અહીં સૈની સમાજના લોકો રહેતા. સંભલમાં એક પ્રાચીન મંદિર મળ્યા બાદ ડીએમની એક ફરિયાદ પત્ર મળ્યું હતું, જેમાં લક્ષ્મણ ગંજમાં પહેલા બિલારીની રાણી વાવ તેવી નોંધ હતી. ત્યારબાદ ખોદકામ કરવામાં આવતા એક પ્રાચીન વાવ મળી છે. વાવ માંથી માટી કાઢી તેને પુનઃ સ્થાપિત કરવામાં આવશે.
#WATCH उत्तर प्रदेश: संभल के चंदौसी क्षेत्र में स्थित सदियों पुरानी बावड़ी पर खुदाई का काम शुरू हुआ। pic.twitter.com/biGZOUcwhk
— ANI_HindiNews (@AHindinews) December 22, 2024
- Dec 22, 2024 09:20 IST
કાશ્મીરનું દાલ તળાવ થીજી ગયું
જમ્મુ કાશ્મીરમાં ભંયકર ઠંડી પડી રહી છે અને તાપમાન શૂન્યથી નીચે ઉતરી ગયું છે. ઘણા સ્થલોએ હિમવર્ષા પણ થઇ રહી છે. ભયંકર ઠંડીના કારણે કાશ્મીરના શ્રીનગરનું પ્રખ્યાત દાલ તળાવ થીજી ગયું છે. તળાવનું પાણી બફર જેવું જામી ગયું છે.
https://twitter.com/AHindinews/status/1870674223477506158
- Dec 22, 2024 08:05 IST
પંજાબમાં બિલ્ડિંગ ધારાશાયી, 1 મોત, બચાવ કામગીરી ચાલુ
પંજાબના માહોલીમાં એક નિર્માણધીન બહુમાળી ઈમારત ધારાશાયી થઇ છે. બિલ્ડિંગ પડી જવાથી 1 વ્યક્તિનું મોત થયું છે. ભારતીય સેના અને એનડીઆરએફ ટીમ દ્વારા બચાવ કામગીરી ચાલી રહી છે. પંજાબના ડીએસપી હરસિરમન સિંહે બલે જણાવ્યું કે, મકાન ખાલી કરવાની કામગીરી ચાલી રહી છે. બિલ્ડિંગના માલિક વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી છે.
https://twitter.com/AHindinews/status/1870655191042957351


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us