Gujarati News 22 July 2024 Highlights : બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો નહીં મળે, કેન્દ્રએ આપ્યો જવાબ

India Gujarat Today Latest News in Gujarati Highlights, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 22 July 2024 : નાણા રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ કેન્દ્ર સરકાર તરફથી જવાબ આપતા કહ્યું કે બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો આપવો શક્ય નથી. આ સાથે કેન્દ્રીય રાજ્યમંત્રીએ કહ્યું કે વિશેષ દરજ્જા માટે જે જોગવાઈઓ પૂરી કરવી પડે છે તે બિહારમાં ન

India Gujarat Today Latest News in Gujarati Highlights, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 22 July 2024 : નાણા રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ કેન્દ્ર સરકાર તરફથી જવાબ આપતા કહ્યું કે બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો આપવો શક્ય નથી. આ સાથે કેન્દ્રીય રાજ્યમંત્રીએ કહ્યું કે વિશેષ દરજ્જા માટે જે જોગવાઈઓ પૂરી કરવી પડે છે તે બિહારમાં ન

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Bihar Floor Test, Nitish Kumar, Tejashwi Yadav

બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર (Video screengrab/ YouTube)

Gujarat Latest News in Gujarati, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 22 July 2024 Highlights, આજના તાજા સમાચાર: 18મી લોકસભાનું પ્રથમ બજેટ સત્ર આજથી શરૂ થઈ ગયું છે અને લોકસભા-રાજ્યસભાની કાર્યવાહી શરૂ થઈ ગઈ છે. આ પહેલા દિવસે કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં મળેલી સર્વપક્ષીય બેઠકમાં કેટલાક મુદ્દાઓ પર પાર્ટી અને વિપક્ષ વચ્ચે ઘર્ષણ થયું હતું. આ સત્રમાં કેન્દ્ર સરકાર સંસદમાં ઘણા મહત્વપૂર્ણ બિલ રજૂ કરી શકે છે અને કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણ પણ 23 જુલાઈએ બજેટ રજૂ કરશે. આવી સ્થિતિમાં નવી સરકારના પ્રથમ બજેટમાં સત્તાધારી પક્ષ અને વિપક્ષ વચ્ચે ઘર્ષણ થાય અને ગૃહમાં ભારે હોબાળો થાય તેવી શક્યતાઓ છે.

Advertisment

બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો નહીં મળે, કેન્દ્રએ આપ્યો ફાઇનલ જવાબ

જનતા દળ યુનાઇટેડના નેતાઓ સતત માંગ કરી રહ્યા હતા કે બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો આપવામાં આવે. પરંતુ બિહારના સીએમ નીતિશ કુમારની પાર્ટીને આજે અંતિમ જવાબ મળી ગયો છે. જેડી(યુ)ના સાંસદ રામપ્રીત મંડલના પ્રશ્નના જવાબમાં પંકજ ચૌધરીએ લેખિત જવાબમાં જણાવ્યું હતું કે બિહારને વિશેષ દરજ્જો મળી શકે તેમ નથી. નાણા રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ કેન્દ્ર સરકાર તરફથી જવાબ આપતા કહ્યું કે બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો આપવો શક્ય નથી. આ સાથે કેન્દ્રીય રાજ્યમંત્રીએ કહ્યું કે વિશેષ દરજ્જા માટે જે જોગવાઈઓ પૂરી કરવી પડે છે તે બિહારમાં નથી. ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક વર્ષોથી બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાની માંગ સતત ઉઠી રહી છે.

નીટ પેપરલીક પર સંસદમાં હંગામો, રાહુલ ગાંધીએ પરીક્ષાની સિસ્ટમ પર ઉઠાવ્યા સવાલ

NEET પેપર લીક મુદ્દે વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ લોકસભામાં કહ્યું કે પેપર લીક એક ગંભીર મુદ્દો છે. પરીક્ષા પદ્ધતિમાં મોટી ભૂલ થઈ છે. શિક્ષણ મંત્રી સમસ્યા સમજી શકતા નથી. જો તમારી પાસે પૈસા હોય તો તમે કોઈપણ બેઠક લઈ શકો છો.

Advertisment

મુંબઈ માટે વરસાદનું યલો એલર્ટ

આ સાથે મુંબઈ સહિત વિવિધ સ્થળોએ ભારે વરસાદ ચાલુ છે. હવામાન વિભાગે ખાસ કરીને મુંબઈ શહેર માટે આગામી ત્રણ દિવસ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) એ જણાવ્યું હતું કે ટ્રોમ્બેમાં શાહજી નગર મ્યુનિસિપલ સ્કૂલમાં રવિવારે સવારે 8 થી બપોરે 3 વાગ્યાની વચ્ચે 155.6 મીમી વરસાદ નોંધાયો હતો. આ પછી ‘એન’ ડિવિઝન ઓફિસ (151.1 મીમી), નૂતન વિદ્યામંદિર, માનખુર્દ (149.6 મીમી) અને આદર્શ નગર, વરલી (129.2 મીમી)માં વરસાદ થયો હતો.

ગુજરાતમાં ચાંદીપુરા વારસયનો કહેર, કુલ 27ના મોત

ગુજરાતમાં છેલ્લા કેટલાય દિવસોથી ચાંદીપુરા વાયરસે કહેર વર્તાવ્યો છે. ચાંદીપુરા વાયરસ બાળકોને ખાસ ટાર્ગેટ કરી રહ્યો છે. જેના પગલે માતા પિતાઓમાં પણ ચિંતા પ્રવર્તી છે. અત્યાર સુધી ગુજરાતમાં ચાંદીપુરા વાયરસ સંક્રમીત 71 દર્દીઓ નોંધાયા છે. જ્યારે 27 દર્દીઓના મોત નીપજ્યા છે.

  • Jul 22, 2024 23:38 IST

    PM નરેન્દ્ર મોદીનું વિકસિત ભારતનું વિઝન એક નિકટવર્તી સંભાવના છે - અમિત શાહ

    કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ટ્વિટ કર્યું કે આર્થિક સર્વેક્ષણ દર્શાવે છે કે PM નરેન્દ્ર મોદીનું વિકસિત ભારતનું વિઝન એક નિકટવર્તી સંભાવના છે. છેલ્લા 10 વર્ષોમાં મોદીજીની દૂરંદેશી નીતિઓએ ભારતને આર્થિક વિકાસના શિખર પર પહોંચાડ્યું છે. સર્વેક્ષણમાં ભારત સૌથી ઝડપથી વિકસતી મુખ્ય અર્થવ્યવસ્થા તરીકે ઉભરી આવે છે અને વિકસિત રાષ્ટ્ર તરીકે ઉભરતા તેના ભાવિ માર્ગની રૂપરેખા પણ આપે છે.



  • Jul 22, 2024 21:09 IST

    દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં 11 ઇંચ, માણાવદરમાં 8.5 ઇંચ

    ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની જોરદાર જમાવટ જોવા મળી રહી છે. ભારે વરસાદના કારણે ઘણા વિસ્તારોમાં પાણી ભરાયા છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના ડેટા પર નજર કરીએ તો સોમવારે 22 જુલાઇના રોજ સવારના 6 થી રાતના 8 વાગ્યા સુધીમાં 151 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં 11 ઇંચ અને જૂનાગઢમાં માણાવદરમાં 8.5 ઇંચ વરસાદ વરસ્યો છે. રાજ્યના 38 તાલુકામાં 2 ઇંચથી વધારે વરસાદ વરસ્યો છે.



  • Jul 22, 2024 18:56 IST

    ભારતીય ગોલકીપર PR શ્રીજશ પેરિસ ઓલિમ્પિક્સ પછી હોકીમાંથી નિવૃત્તિ જાહેર કરશે

    અનુભવી ગોલકીપર અને ભૂતપૂર્વ ભારતીય હોકી કેપ્ટન PR શ્રીજશે સોમવારે 22 જુલાઈના રોજ જાહેરાત કરી કે પેરિસ ઓલિમ્પિક તેનો છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ હશે. 36 વર્ષીય પીઆર શ્રીજેશ તેન ચોથી ઓલિમ્પિક ગેમ્સમાં ભાગ લેશે. તે 328 આંતરરાષ્ટ્રીય મેચ રમ્યો છે. ઓલિમ્પિક ગેમ્સ 26 જુલાઈથી શરૂ થશે.



  • Jul 22, 2024 17:45 IST

    યુટ્યુબ ડાઉન થવાના રિપોર્ટ

    હાલમાં જ સમગ્ર વિશ્વમાં માઈક્રોસોફ્ટની સેવા ઠપ થઈ ગઈ હતી અને હવે યુટ્યુબ પણ ઠપ થઈ જવાના સમાચાર છે. રિપોર્ટ પ્રમાણે યુટ્યુબ યુઝર્સને એપ અને વેબસાઈટ બંને પર સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. લોકો એપ અને સાઇટ બંનેને એક્સેસ કરી શકતા નથી.



  • Jul 22, 2024 16:48 IST

    બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો નહીં મળે, કેન્દ્રએ આપ્યો ફાઇનલ જવાબ

    જનતા દળ યુનાઇટેડના નેતાઓ સતત માંગ કરી રહ્યા હતા કે બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો આપવામાં આવે. પરંતુ બિહારના સીએમ નીતિશ કુમારની પાર્ટીને આજે અંતિમ જવાબ મળી ગયો છે. જેડી(યુ)ના સાંસદ રામપ્રીત મંડલના પ્રશ્નના જવાબમાં પંકજ ચૌધરીએ લેખિત જવાબમાં જણાવ્યું હતું કે બિહારને વિશેષ દરજ્જો મળી શકે તેમ નથી. નાણા રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ કેન્દ્ર સરકાર તરફથી જવાબ આપતા કહ્યું કે બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો આપવો શક્ય નથી. આ સાથે કેન્દ્રીય રાજ્યમંત્રીએ કહ્યું કે વિશેષ દરજ્જા માટે જે જોગવાઈઓ પૂરી કરવી પડે છે તે બિહારમાં નથી. ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક વર્ષોથી બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાની માંગ સતત ઉઠી રહી છે.



  • Jul 22, 2024 14:03 IST

    ગુજરાતમાં બપોરે 12 વાગ્યા સુધીમાં રાજ્યમાં 108 તાલુકામાં વરસાદ નોંધાયો

    સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે આજે 22 જુલાઈ 2024, સોમવારે સવારે 6 વાગ્યાથી લઈને બપોરના 12 વાગ્યા સુધીમાં છ કલાકમાં રાજ્યના 108 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. દેવભૂમી દ્વારકાના કલ્યાણપુરમાં 11 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. ત્યારબાદ જૂનાગઢના માણાવદરમાં 6 ઇંચ અને માળિયા હાટીનામાં સાડા પાંચ ઈંચ વરસાદ નોંધાયો હતો.



  • Jul 22, 2024 13:11 IST

    નાણાંમંત્રીએ રજૂ કર્યું ઇકોનોમિક સર્વેક્ષણ, બોલ્યાં 8.2 ટકા ગતિથી દોડશે અર્થવ્યવસ્થા

    નાણામંત્રી નિર્મલા સિતારમને સંસદમાં ઇકોનોમિક સર્વેક્ષણ રજૂ કર્યું છે. બજેટ પહેલા ઇકોનિમિક સર્વેક્ષણ રજૂ કરતા સમયે તેમણે જણાવ્યું હતું કે અનેક પડકારો છતાં પણ ભારતની અર્થવ્યવસ્થાને નાણાંકિય 2023માં બનેલી ગતિને નાણાંકિય વર્ષ 2024માં ચાલું રાખશે. વર્ષ 2024માં ભારતની વાસ્તવિક્તા જીડીપીમાં 8.2 ટકા વૃદ્ધિ થઈ છે. જે નાણાંકિય વર્ષ 24ના ચાર ત્રીમાસિકમાં ત્રણમાંથી 8 ટકા આંકડા પાર કર્યા છે. વ્યાપક આર્થિક સ્થિરતા બનાવી રાખવા પર ધ્યાન કેન્દ્રીત કરવાથી આ સુનિશ્ચિત થઈ છે બહારના પડકારોને ભારતની અર્થ વ્યવસ્થા પર ન્યૂનતમ પ્રભાવ પડશે.



  • Jul 22, 2024 11:48 IST

    રાહુલ ગાંધીએ પરીક્ષાની સિસ્ટમ પર ઉઠાવ્યા સવાલ

    NEET પેપર લીક મુદ્દે વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ લોકસભામાં કહ્યું કે પેપર લીક એક ગંભીર મુદ્દો છે. પરીક્ષા પદ્ધતિમાં મોટી ભૂલ થઈ છે. શિક્ષણ મંત્રી સમસ્યા સમજી શકતા નથી. જો તમારી પાસે પૈસા હોય તો તમે કોઈપણ બેઠક લઈ શકો છો.



  • Jul 22, 2024 11:47 IST

    નીટ પેપરલીક પર સંસદમાં હંગામો

    18મી લોકસભાનું પ્રથમ બજેટ સત્ર આજથી શરૂ થઈ ગયું છે અને લોકસભા-રાજ્યસભાની કાર્યવાહી શરૂ થઈ ગઈ છે. આ પહેલા દિવસે કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં મળેલી સર્વપક્ષીય બેઠકમાં કેટલાક મુદ્દાઓ પર પાર્ટી અને વિપક્ષ વચ્ચે ઘર્ષણ થયું હતું. આ સત્રમાં કેન્દ્ર સરકાર સંસદમાં ઘણા મહત્વપૂર્ણ બિલ રજૂ કરી શકે છે અને કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણ પણ 23 જુલાઈએ બજેટ રજૂ કરશે. આવી સ્થિતિમાં નવી સરકારના પ્રથમ બજેટમાં સત્તાધારી પક્ષ અને વિપક્ષ વચ્ચે ઘર્ષણ થાય અને ગૃહમાં ભારે હોબાળો થાય તેવી શક્યતાઓ છે.



  • Jul 22, 2024 10:35 IST

    દેવભૂમી દ્વારકાના કલ્યાણપુરમાં બે કલાકમાં પાંચ ઈંચ વરસાદ ખાબક્યો

    સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે આજે 22 જુલાઈ 2024, સોમવારે સવારે 8 વાગ્યાથી લઈને સવારે 10 વાગ્યા સુધીમાં બે કલાકમાં રાજ્યના 68 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. સવારથી જ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ વરસી રહ્યો છે. ત્યારે દેવભૂમી દ્વારકાના કલ્યાણપુરમાં વરસાદે ભૂક્કા બોલાવી દીધા હતા. બે કલાકમાં પાંચ ઈંચ વરસાદ ખાબક્યો હતો. આ ઉપરાંત જૂનાગઢના માણાવદરમાં ત્રણ ઈંચ, રાજકોટના પેટલાદમાં પોણા ત્રણ ઈંચ વરસાદ નોંધાયો હતો.



  • Jul 22, 2024 09:47 IST

    જમ્મુ કાશ્મીરના રાજૌરીમાં સેના ચોકી પર હુમલો

    આતંકવાદીઓ જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં આર્મી પોસ્ટ પર હુમલો કરવાના ઈરાદા સાથે આવ્યા હતા, પરંતુ સુરક્ષા દળોએ તેમના હુમલાને નિષ્ફળ બનાવ્યો હતો. ત્યારથી સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે અને બંને તરફથી સતત ગોળીબાર થઈ રહ્યો છે. ગોળીબારના કારણે લોકો ઘરની બહાર આવી ગયા હતા.



  • Jul 22, 2024 09:28 IST

    આજે સવારે બે કલાકમાં ગીર સોમનાથમાં ગીર ગઢડામાં અઢી ઈંચથી વધુ વરસાદ

    સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે આજે 22 જુલાઈ 2024, સોમવારે સવારે 6 વાગ્યાથી લઈને સવારે 8 વાગ્યા સુધીમાં બે કલાકમાં રાજ્યના 63 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે ગીર સોમનાથના ગીર ગઢડામાં અઢી ઈંચ કરતા વધારે વરસાદ નોંધાયો હતો.



  • Jul 22, 2024 09:24 IST

    ગુજરાતમાં 24 કલાકમાં 150 તાલુકામાં વરસાદ

    સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે ગુજરાતમાં રવિવારે સવારે 6 વાગ્યાથી લઈને સોમવારે સવારે 6 વાગ્યા સુધીમાં 24 કલાકના સમયમાં રાજ્યના 150 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વલસાડના ઉમરગામમાં આઠ ઈંચથી વધુ, સુરતના કામરેજ અને પલસાણામાં સાડા છ ઈંચ, સુરત શહેરમાં પોણા છ ઈંચ વરસાદ નોંધાયો હતો. અહીં આપેલી પીડીએફમાં જુઓ ક્યાં કેટલો વરસાદ નોંધાયો.



  • Jul 22, 2024 07:53 IST

    સોમવાર તમારા માટે કેવો રહેશે

    આજે 22 જુલાઈ 2024, સોમવારનો દિવસ તમામ રાશિના જાતકો માટે કેવો રહેશે. અહીં ક્લિક કરીને વાંચો આજનું રાશિફળ.



  • Jul 22, 2024 07:51 IST

    ગુજરાતમાં ચાંદીપુરા વારસયનો કહેર, કુલ 27ના મોત

    ગુજરાતમાં છેલ્લા કેટલાય દિવસોથી ચાંદીપુરા વાયરસે કહેર વર્તાવ્યો છે. ચાંદીપુરા વાયરસ બાળકોને ખાસ ટાર્ગેટ કરી રહ્યો છે. જેના પગલે માતા પિતાઓમાં પણ ચિંતા પ્રવર્તી છે. અત્યાર સુધી ગુજરાતમાં ચાંદીપુરા વાયરસ સંક્રમીત 71 દર્દીઓ નોંધાયા છે. જ્યારે 27 દર્દીઓના મોત નીપજ્યા છે.



  • Jul 22, 2024 07:51 IST

    મુંબઈ માટે વરસાદનું યલો એલર્ટ

    મુંબઈ સહિત વિવિધ સ્થળોએ ભારે વરસાદ ચાલુ છે. હવામાન વિભાગે ખાસ કરીને મુંબઈ શહેર માટે આગામી ત્રણ દિવસ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) એ જણાવ્યું હતું કે ટ્રોમ્બેમાં શાહજી નગર મ્યુનિસિપલ સ્કૂલમાં રવિવારે સવારે 8 થી બપોરે 3 વાગ્યાની વચ્ચે 155.6 મીમી વરસાદ નોંધાયો હતો. આ પછી ‘એન’ ડિવિઝન ઓફિસ (151.1 મીમી), નૂતન વિદ્યામંદિર, માનખુર્દ (149.6 મીમી) અને આદર્શ નગર, વરલી (129.2 મીમી)માં વરસાદ થયો હતો.



બ્રેકિંગ ન્યૂઝ ગુજરાત વિશ્વ દેશ