Gujarati News 22 March 2024 Highlights : અરવિંદ કેજરીવાલના રિમાન્ડ મંજૂર, 28 માર્ચ સુધી ઇડીની કેદમાં રહેશે

India Gujarat Today Latest News in Gujarati LIVE, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 22 March 2024 : અણ્ણા હજારેએ કહ્યું કે કેજરીવાલે ક્યારેય મારી વાત નથી સાંભળી. તેમણે કહ્યું કે હું પહેલાથી જ કહેતો હતો કે દારૂની નીતિ લાગુ ન થવી જોઈએ.

India Gujarat Today Latest News in Gujarati LIVE, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 22 March 2024 : અણ્ણા હજારેએ કહ્યું કે કેજરીવાલે ક્યારેય મારી વાત નથી સાંભળી. તેમણે કહ્યું કે હું પહેલાથી જ કહેતો હતો કે દારૂની નીતિ લાગુ ન થવી જોઈએ.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Arvind Kejriwal, ED , excise policy case

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Express Photo)

Gujarat Latest News in Gujarati, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 22 March 2024 LIVE, આજના તાજા સમાચાર: આજે શુક્રવારના દિવસની મહત્વની ઘટનાઓ અંગે વાત કરીએ તો આજે દિલ્હી દારુ કૌભાંડ મામલે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ઈડી દ્વારા ગુરુવારે રાત્રે ધરપકડ કર્યા બાદ આપના કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. ગુજરાતમાં વડોદરામાં રાજકારણ ગરમાયું છે. ગુજરાત ટાઈટન્સ સામે મેચ રમવા માટે મુંબઈ ઈન્ડિયન્સની ટીમ અમદાવાદ આવી પહોંચી ગઈ છે. આઇટીસી નર્મદા હોટલમાં ટીમનું સ્વાગત કરાયું હતું. બીજી તરફ ગુજરાતમાં એક સાથે બેવડી આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે રાજ્યમાં એકતરફ વરસાદ અને બીજીતરફ હિટવેવની આગાહી કરી છે.અહીં વાંચો આજના તાજા સમાચાર

Advertisment

CM કેજરીવાલની ધરપકડ પર અણ્ણા હજારેનું મોટું નિવેદન

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ પર સમાજસેવક અણ્ણા હજારેએ મોટું નિવેદન આપ્યું છે. અણ્ણા હજારેએ કહ્યું કે કેજરીવાલે ક્યારેય મારી વાત નથી સાંભળી. તેમણે કહ્યું કે હું પહેલાથી જ કહેતો હતો કે દારૂની નીતિ લાગુ ન થવી જોઈએ. તેમણે કહ્યું કે અન્ય સારા કામો છે જે કાયદા દ્વારા થઈ શકે છે.

અણ્ણા હજારેએ કહ્યું કે અરવિંદ કેજરીવાલે દારૂની નીતિને લઈને ઉભા થયેલા પ્રશ્નો અંગે વાત કરવી જોઈતી હતી. અણ્ણા હજારેએ કહ્યું કે હું કેજરીવાલની ધરપકડથી દુખી નથી. દારૂની નીતિ લાવવી ખોટી હતી. અન્નાએ કહ્યું કે જ્યારે દારૂની નીતિ બની ત્યારે મેં કેજરીવાલને પત્ર લખ્યો હતો.

ઈડીએ કેજરવીવાલની પૂછપરછ શરુ કરી, સુરતમાં આપના કાર્યકરોની અટકાયત

ગુરુવારે રાત્રે ધરપકડ કર્યા બાદ આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવામાં આવી હતી. ઈડી દ્વારા આજે ફરીથી પૂછપરછનો દોર શરુ કર્યો છે. બીજી તરફ કેજરીવાલની ધરપકડના વિરોધમાં સુરતમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. પોલીસ દ્વારા પ્રદર્શનકારીઓની અટકાયત કરવામાં આવી હતી.

Advertisment
  • Mar 22, 2024 21:25 IST

    આપ નેતા સૌરભ ભારદ્વાજ સહિત 21 કાર્યકર્તાઓને પોલીસે મુક્ત કર્યા

    દિલ્હીના મંત્રી અને આપ નેતા સૌરભ ભારદ્વાજ સહિત 21 આપ કાર્યકર્તાઓને બવાના પોલીસ સ્ટેશનમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. દિલ્હી સીએમ અરવિંદ કેજરીવાલની ધરપકડ વિરુ્ધ આજે ITO પર પાર્ટી પ્રદર્શન દરમિયાન ધરપકડ કરવામાં આવી હતી.

    — ANI_HindiNews (@AHindinews) March 22, 2024



  • Mar 22, 2024 20:46 IST

    અરવિંદ કેજરીવાલના રિમાન્ડ મંજૂર, 28 માર્ચ સુધી ઇડીની કેદમાં રહેશે

    અરવિંદ કેજરીવાલની ધરપકડ દ્વારા રાઉજ એવન્યૂ કોર્ટમાં લઇ જવામાં આવ્યા છે. જ્યાં અદાલતે અરવિંદ કેજરીવાલને 28 માર્ચ સુધી રિમાન્ડમાં રાખવાની ઇડીની માંગણી મંજૂર કરી છે.

    — ANI_HindiNews (@AHindinews) March 22, 2024



  • Mar 22, 2024 19:57 IST

    અરવિંદ કેજરીવાલની ધરપકડ સામે ઈન્ડિયા ગઠબંધનની ચૂંટણી પંચમાં ફરિયાદ

    આપ પાર્ટીના વડા અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની ધરપકડ સામે ઈન્ડિયા ગઠબંધને ચૂંટણી પંચમાં ફરિયાદ કરી છે. વિપક્ષ ગઠબંધને ચૂંટણી પંચ સમક્ષ જણાવ્યું છે કે, ઇડીએ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી છે. માત્ર થોડાક જ સપ્તાહમાં કેન્દ્ર સરકારે રાજ્યોના લોકશાહી રીતે ચૂંટાયેલા બે મુખ્યમંત્રીઓની ધરપકડ કરી છે, જેઓ સત્તામાં શાસન કરનાર પાર્ટીના મુખ્ય વિરોધી છે.



  • Mar 22, 2024 18:17 IST

    પીએમ મોદી અને ભૂટાનના રાજા વચ્ચે દ્વિપક્ષીય બેઠક

    થિમ્પુઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભૂટાનના રાજા જિગ્મે ખેસર નામગ્યાલ વાંગચુક વચ્ચે દ્વિપક્ષીય બેઠક યોજાઇ.

    — ANI_HindiNews (@AHindinews) March 22, 2024



  • Mar 22, 2024 18:04 IST

    પીએમની મુલાકાત પર ભૂટાનના વડા પ્રધાન શેરિંગ તોબગેએ કહ્યું - અમે બધા ખૂબ જ ખુશ છીએ

    વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ભૂટાનની મુલાકાત અંગે ભૂટાનના વડા પ્રધાન શેરિંગ તોબગેએ જણાવ્યું હતું કે અમે અત્યંત આભારી છીએ કે વડા પ્રધાને તેમના વ્યસ્ત કાર્યક્રમ છતાં ભૂટાનની મુલાકાત લીધી. હવામાનને કારણે અમને કેટલીક સમસ્યાઓ આવી હતી. તેમ છતા તે એવોર્ડ મેળવવા માટે વ્યક્તિગતરુપથી પહોંચ્યા. અમે બધા ખૂબ જ ખુશ છીએ.



  • Mar 22, 2024 16:51 IST

    ભૂટાનમાં પીએમ મોદીએ કહ્યું - ભારતીય તરીકે મારા જીવનનો આજે એક મોટો દિવસ છે

    ભૂટાન : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારતીય તરીકે મારા જીવનનો આજે એક મોટો દિવસ છે, તમે મને ભૂટાનના સર્વોચ્ચ રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કર્યા છે. દરેક એવોર્ડ પોતાનામાં ખાસ હોય છે પરંતુ જ્યારે એવોર્ડ અન્ય કોઈ દેશનો હોય ત્યારે તે લાગણી થાય છે કે બંને દેશ સાચી દિશામાં આગળ વધી રહ્યા છે.



  • Mar 22, 2024 15:53 IST

    ED એ માંગી 10 દિવસની કસ્ટડી

    દિલ્હી દારુ કૌભાંડ મામલે ધરપકડ કરાયેલ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને દિલ્હીની રાઉજ અવેન્યૂ કોર્ટમાં રજુ કરવામાં આવ્યા છે. ઈડીએ કોર્ટમાં 10 દિવસની કસ્ટડીની માંગ કરી છે. સીબીઆઇની વિશેષ કોર્ટમાં આ સુનાવણી ચાલી રહી છે.



  • Mar 22, 2024 13:49 IST

    મોરબી ઝુલતા પુલ કેસના આરોપી જયસુખ પટેલને મોટી રાહત

    મોરબીના ઝુલતા પુલ દુર્ઘટનાના આરોપી અને ઓરેવાના માલિક જયસુખ પટેલને 14 મહિના બાદ જેલવાસમાંથી છૂટકારો મળ્યો છે. સુપ્રીમ કોર્ટે જયસુખ પટેલના શરતી જામીન મંજૂર કર્યા છે.



  • Mar 22, 2024 13:37 IST

    CM કેજરીવાલની ધરપકડ પર અણ્ણા હજારેનું મોટું નિવેદન

    દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ પર સમાજસેવક અણ્ણા હજારેએ મોટું નિવેદન આપ્યું છે. અણ્ણા હજારેએ કહ્યું કે કેજરીવાલે ક્યારેય મારી વાત નથી સાંભળી. તેમણે કહ્યું કે હું પહેલાથી જ કહેતો હતો કે દારૂની નીતિ લાગુ ન થવી જોઈએ. તેમણે કહ્યું કે અન્ય સારા કામો છે જે કાયદા દ્વારા થઈ શકે છે.



  • Mar 22, 2024 11:31 IST

    PM મોદી ભૂટાનના પ્રવાસે પહોંચ્યા, એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે ભૂટાનની સરકારી મુલાકાતે થિમ્પુ પહોંચ્યા હતા. સત્તાવાર રાજ્ય મુલાકાતે પહોંચેલા પીએમનું પારો ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. PM મોદી 22 થી 23 માર્ચ સુધી પાડોશી દેશમાં રહેશે. મુલાકાત દરમિયાન વડાપ્રધાન મોદી ભૂટાનના રાજા જિગ્મે ખેસર નામગ્યેલ વાંગચુક અને ભુતાનના પૂર્વ રાજા જિગ્મે સિંગે વાંગચુકને મળશે. વડા પ્રધાન તેમના ભૂટાનના સમકક્ષ શેરિંગ તોબગે સાથે પણ વાતચીત કરશે.



  • Mar 22, 2024 11:24 IST

    ઈડીએ કેજરવીવાલની પૂછપરછ શરુ કરી, સુરતમાં આપના કાર્યકરોની અટકાયત

    ગુરુવારે રાત્રે ધરપકડ કર્યા બાદ આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવામાં આવી હતી. ઈડી દ્વારા આજે ફરીથી પૂછપરછનો દોર શરુ કર્યો છે. બીજી તરફ કેજરીવાલની ધરપકડના વિરોધમાં સુરતમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. પોલીસ દ્વારા પ્રદર્શનકારીઓની અટકાયત કરવામાં આવી હતી.



  • Mar 22, 2024 10:24 IST

    કેજરીવાલના પરિવારને મળશે રાહુલ ગાંધી

    દિલ્હી હાઈકોર્ટે આમ આદમી પાર્ટી (AAP) ના રાષ્ટ્રીય સંયોજકને એજન્સી દ્વારા કોઈપણ બળજબરીભરી કાર્યવાહીથી રાહત આપવાનો ઈન્કાર કર્યાના કલાકો બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી કેજરીવાલના પરિવારને મળશે.



  • Mar 22, 2024 10:17 IST

    ડોક્ટરો ઈડી ઓફિસ પહોંચ્યા, ગોપાલ રાયનો આરોપ

    અરવિંદ કેજરીવાલની તબીબી તપાસ માટે ડોક્ટરોની ટીમ ઈડી ઓફિસ પહોંચી છે જ્યારે આમ આદમી પાર્ટીના ગોપાલ રાયે આરોપ લગાવ્યો છે કે તેમને ED ઓફિસમાં કેજરીવાલ સાથે મળવાથી રોકવામાં આવ્યા છે. ગોપાલે એવો પણ આરોપ લગાવ્યો છે કે કેજરીવાલના પરિવારને નજરકેદ કરવામાં આવ્યા છે.



  • Mar 22, 2024 10:13 IST

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભૂટાન જવા રવાના

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભૂટાન જવા રવાના થયા છે. ભૂટાન જતાં પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યું હતું. જેમાં તેમણે લખ્યું હતું કે ભૂટાનના માર્ગ પર, જ્યાં હું ભારત-ભૂતાન ભાગીદારીને વધુ મજબૂત કરવાના હેતુથી વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપીશ. હું ભૂટાનના રાજા મેજેસ્ટી, મહામહિમ ચોથા ડ્રુક ગ્યાલ્પો અને વડાપ્રધાન સાથે વાતચીત કરવા આતુર છું.

    — Narendra Modi (@narendramodi) March 22, 2024



  • Mar 22, 2024 10:04 IST

    બિહારમાં નિર્માણાધીન પુલ તૂટી પડતાં એકનું મોત

    બિહારના સુપૌલ જિલ્લામાં શુક્રવારે સવારે કોસી નદી પર નિર્માણાધીન પુલનો એક ભાગ તૂટી પડ્યો હતો, જેમાં એકનું મોત થયું હતું અને અનેક કામદારો ફસાઈ ગયા હતા.



  • Mar 22, 2024 09:04 IST

    અરવિંદ કેજરીવાલની ધરપકડ વિરુદ્ધ આમ આદમી પાર્ટીનું આજે વિરોધ પ્રદર્શન

    દિલ્હી લિકર કેસમાં ઈડીએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી છે ત્યારે આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ આજે ઇડીના આ પગલા વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરશે



  • Mar 22, 2024 08:45 IST

    22 માર્ચ 2024નો દિવસ તમારા માટે કેવો રહેશે?

    આજે 22 માર્ચ 2024નો શુક્રવારનો દિવસ તમામ રાશિના જાતકો માટે કેવો રહેશે, અહીં ક્લિક કરીને વાંચો તમારું આજનું દૈનિક રાશિફળ



  • Mar 22, 2024 08:40 IST

    ગુજરાતમાં હવામાન વિભાગની બેવડી આગાહી

    ગુજરાતમાં ઉનાળાની શરુઆત થઈ ગઈ છે ત્યારે એક તરફ હીટવેવ અને બીજી તરફ માવઠાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.



  • Mar 22, 2024 08:30 IST

    કેજરીવાલ કેસમાં આજે સુપ્રીમમાં સુનાવણી

    ઈડી દ્વારા દિલ્હી લિકર પોલિસી કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવામાં આવી હતી. આજે સવારે સુપ્રીમ કોર્ટમાં આ મુદ્દા સુનાવણી હાથ ધરવામાં આવશે.



બ્રેકિંગ ન્યૂઝ ગુજરાત વિશ્વ દેશ