/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/06/PM-modi-speech-at-G7.jpg)
પીએમ મોદી ( photo - X @ PMOindia
Gujarat Latest News in Gujarati, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 22 October 2024, આજના તાજા સમાચાર: વડા પ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે રશિયાના કઝાનમાં બ્રિક્સ સમિટની ઇતર ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. પાંચ વર્ષ બાદ બંને નેતાઓ વચ્ચે આ પહેલી ઔપચારિક મુલાકાત હશે. મંગળવારે સાંજે કઝાનમાં એક પ્રેસ કોન્ફરન્સમાં વિદેશ સચિવ વિક્રમ મિસરીએ આ વાતની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું કે બંને રાષ્ટ્રાધ્યક્ષો વચ્ચેની આ બેઠક બ્રિક્સ સમિટના અવસર પર 23 ઓક્ટોબરે યોજાશે. દ્વિપક્ષીય બેઠકનો સમય આવતીકાલે નિર્ધારિત થશે.
પીએમ મોદીની કઝાનમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન દ્વીપક્ષીય બેઠક યોજાઇ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 16માં બ્રિક્સ શિખર સમ્મેલનમાં ભાગ લેવા માટે કઝાન પહોચી ગયા છે. પીએમ મોદીએ 16માં બ્રિક્સ સંમેલનના પ્રસંગે કઝાનમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે મુલાકાત કરી અને દ્વીપક્ષીય બેઠક કરી હતી. આ સમુહમાં બ્રાઝીલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકાનો સમાવેશ થાય છે. આના વિસ્તાર બાદ ઈરાન, ઈજીપ્ત, ઇથિયોપિયા અને સંયુક્ત અરબ અમિરાતનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
દેશની અનેક CRPF સ્કૂલોને બોમથી ઉડાવી દેવાની ધમકી, ઈમેઈલ બાદ સુરક્ષા એજન્સીઓ એલર્ટ
દિલ્હીની વધુ બે અને હૈદરાબાદની એક સ્કૂલ સહિત દેશભરમાં અનેક સીઆરપીએફ સ્કૂલોને ઈ-મેઈલ થકી બોમ્બની ધમકી મળી છે. આ ઘટના દિલ્હીના રોહિણી વિસ્તારમાં સીઆરપીએફ સ્કૂલની દીવાલમાં થયેલા બ્લાસ્ટના બે દિવસ બાદ બની છે. આ સાથે જ ગત એક સપ્તાહમાં અનેક ઈન્ડિય એરલાઈન્સને 100થી વધારે ધમકીઓ મળી છે. મીડિયા રિપોર્ટ અનુસાર આ ઈમેલ સોમવારની રાત્રે સ્કૂલ મેનેજમેન્ટનો મોકલવામાં આવ્યો હતો.
બહરાઈચમાં બુલડોઝર એક્શન પર સુપ્રીમ કોર્ટની રોક, કાર્યવાહી ન કરવા આદેશ
બહરાઈચમાં બુલડોઝર એક્શન કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી મોટો આદેશ આવ્યો છે, જેમાં કોર્ટે કહ્યું છે કે આવતીકાલ સુધી બુલડોઝર નહીં ચાલે. આ મામલે સુપ્રીમ કોર્ટે યુપી સરકારને બુધવાર સુધી કાર્યવાહી ન કરવાનો આદેશ આપ્યો છે. સુનાવણી દરમિયાન જસ્ટિસ ગવઈએ કહ્યું કે આ મામલો હાઈકોર્ટ સમક્ષ છે? તમે આ અદાલતે આપેલા આદેશોથી વાકેફ છો. જો યુપી સરકાર આ આદેશોનું ઉલ્લંઘન કરવાનું જોખમ લેવા માંગે છે, તો તે તેમની પસંદગી છે. હવે સુપ્રીમ કોર્ટ આ મામલે બુધવારે સુનાવણી કરશે. યુપી સરકારની બુલડોઝર કાર્યવાહી સામે બહરાઇચ હિંસાના આરોપીઓ વતી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજી પર સુપ્રીમ કોર્ટમાંથી વહેલી સુનાવણીની માંગ કરવામાં આવી હતી.
- Oct 22, 2024 22:40 IST
Today News Live : પીએમ મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે બુધવારે કઝાનમાં દ્વિપક્ષીય બેઠક યોજાશે
વડા પ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે રશિયાના કઝાનમાં બ્રિક્સ સમિટની ઇતર ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. પાંચ વર્ષ બાદ બંને નેતાઓ વચ્ચે આ પહેલી ઔપચારિક મુલાકાત હશે. મંગળવારે સાંજે કઝાનમાં એક પ્રેસ કોન્ફરન્સમાં વિદેશ સચિવ વિક્રમ મિસરીએ આ વાતની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું કે બંને રાષ્ટ્રાધ્યક્ષો વચ્ચેની આ બેઠક બ્રિક્સ સમિટના અવસર પર 23 ઓક્ટોબરે યોજાશે. દ્વિપક્ષીય બેઠકનો સમય આવતીકાલે નિર્ધારિત થશે.
- Oct 22, 2024 20:36 IST
બેંગલુરુમાં નિર્માણાધીન ઇમારત ધરાશાયી થતાં એકનું મોત, ઘણા ઇજાગ્રસ્ત
કર્ણાટકના બેંગલુરુમાં સતત વરસાદને કારણે સામાન્ય લોકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. શહેરના પૂર્વ વિસ્તારમાં એક નિર્માણાધીન ઇમારત ધરાશાયી થતાં એક વ્યક્તિનું મોત છે જ્યારે 12 મજૂરો કાટમાળમાં ફસાયા હોવાની આશંકા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે ભારે વરસાદ વચ્ચે હેન્નુર વિસ્તારના બાબુસાપાલ્યામાં આ ઘટના બની હતી. બચાવ કામગીરી માટે ફાયર અને ઇમરજન્સી વિભાગની ટીમે લાગી ગઇ છે. ઘટના સ્થળે હાજર અધિકારીઓના જણાવ્યા અનુસાર શહેરમાં ભારે વરસાદ પડી રહ્યો હતો ત્યારે આ ઘટના બની હતી.
- Oct 22, 2024 19:15 IST
Today News Live : પ્રદુષણને લઇને હરિયાણા સરકારની મોટી એક્શન, 24 અધિકારીઓ સસ્પેન્ડ, 18 ખેડૂતોની ધરપકડ
રાજધાની દિલ્હી સહિત સમગ્ર એનસીઆરમાં પ્રદૂષણ દિવસેને દિવસે ઝડપથી વધી રહ્યું છે. જેને જોતા હરિયાણા સરકારે પોતાના રાજ્યમાં પરાળ સળગાવનારા લોકો સામે કડક વલણ અપનાવ્યું છે. સૈની સરકારે રાજ્યના 24 અધિકારીઓને સસ્પેન્ડ કરી દીધા છે. પોલીસે પરાળ સળગાવવાના આરોપમાં 18 ખેડૂતોની ધરપકડ પણ કરી હતી. જોકે આ તમામને જામીન પર મુક્ત કરવામાં આવ્યા છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું છે કે છેલ્લા કેટલાક દિવસોથી પરાળ સળગાવવાના કેસ સામે આવી રહ્યા હતા. સૈની સરકારે જિલ્લામાં તૈનાત ડેપ્યુટી કમિશનરો અને ડેપ્યુટી ડિરેક્ટરો પાસેથી મળેલી ભલામણોના આધારે કૃષિ વિભાગમાં તૈનાત 24 અધિકારીઓને સસ્પેન્ડ કરી દીધા છે.
- Oct 22, 2024 16:48 IST
Today News Live : રશિયાના કઝાનમાં ભારત નવું કોન્સ્યુલેટ ખોલશે
કઝાનમાં પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું તમારી મિત્રતા અને ઉષ્માભર્યા સ્વાગત માટે હું તમારો આભાર વ્યક્ત કરું છું. ભારતના આ શહેર સાથે ઊંડા અને ઐતિહાસિક સંબંધો છે. કઝાનમાં ભારતના નવા કોન્સ્યુલેટ ખોલવાથી આ સંબંધો વધુ મજબૂત થશે.
- Oct 22, 2024 16:21 IST
Today News Live : પીએમ મોદી અને પુતિન વચ્ચે દ્વીપક્ષીય બેઠક શરુ
પીએમ મોદીએ 16માં બ્રિક્સ સંમેલનના પ્રસંગે કઝાનમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે મુલાકાત કરી અને દ્વીપક્ષીય બેઠક કરી.
https://twitter.com/AHindinews/status/1848675295815209048
- Oct 22, 2024 14:23 IST
Today News Live : કોમનવેલ્થ ગેમ્સમાંથી હટાવવામાં આવી હોકી, ક્રિકેટ, રેસલિંગ અને બેડમિન્ટન, જાણો ભારતને થશે કેટલું નુકસાન
કોમનવેલ્થ ગેમ્સ 2026 પહેલા પણ ભારતને મોટો ફટકો પડ્યો છે. ગ્લાસગોમાં યોજાનારા આગામી કોમનવેલ્થ ગેમ્સમાંથી છ રમતોને પડતી મુકવામાં આવી છે. આ રમતોમાં બેડમિન્ટન, ક્રિકેટ, હોકી, સ્ક્વોશ, ટેબલ ટેનિસ અને કુશ્તીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત અન્ય કેટલીક મેજર રમતોને પણ દૂર કરવામાં આવી છે જ્યાં ભારતને મેડલની આશા છે.
- Oct 22, 2024 13:56 IST
Today News Live : ઈન્ડિગો-વિસ્તારા સહિત 30 વિમાનોને ઉડાવી દેવાની ધમકી
દેશભરની તમામ એરલાઈન્સને સતત બોમ્બની ધમકીઓ મળી રહી છે. સોમવારે રાત્રે પણ 30થી વધુ એરલાઇન કંપનીઓને બોમ્બની ધમકી મળી છે. સમાચાર એજન્સી પીટીઆઈના સૂત્રોના જણાવ્યા અનુસાર, તેમાં ઈન્ડિગો, વિસ્તારા અને એર ઈન્ડિયા (AI)ની સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સનો સમાવેશ થાય છે. છેલ્લા 8 દિવસમાં 120થી વધુ વિમાનોને બોમ્બ હુમલાની ધમકી મળી છે. જેમાં ઈન્ડિગોની 10 ફ્લાઈટ્સ પણ સામેલ છે.
- Oct 22, 2024 13:51 IST
Today News Live : દેશની અનેક CRPF સ્કૂલોને બોમથી ઉડાવી દેવાની ધમકી, ઈમેઈલ બાદ સુરક્ષા એજન્સીઓ એલર્ટ
દિલ્હીની વધુ બે અને હૈદરાબાદની એક સ્કૂલ સહિત દેશભરમાં અનેક સીઆરપીએફ સ્કૂલોને ઈ-મેઈલ થકી બોમ્બની ધમકી મળી છે. આ ઘટના દિલ્હીના રોહિણી વિસ્તારમાં સીઆરપીએફ સ્કૂલની દીવાલમાં થયેલા બ્લાસ્ટના બે દિવસ બાદ બની છે. આ સાથે જ ગત એક સપ્તાહમાં અનેક ઈન્ડિય એરલાઈન્સને 100થી વધારે ધમકીઓ મળી છે. મીડિયા રિપોર્ટ અનુસાર આ ઈમેલ સોમવારની રાત્રે સ્કૂલ મેનેજમેન્ટનો મોકલવામાં આવ્યો હતો.
- Oct 22, 2024 12:33 IST
Today News Live : બહરાઈચમાં બુલડોઝર પર SCની કડક ટિપ્પણી
બહરાઈચમાં બુલડોઝર એક્શન કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી મોટો આદેશ આવ્યો છે, જેમાં કોર્ટે કહ્યું છે કે આવતીકાલ સુધી બુલડોઝર નહીં ચાલે. આ મામલે સુપ્રીમ કોર્ટે યુપી સરકારને બુધવાર સુધી કાર્યવાહી ન કરવાનો આદેશ આપ્યો છે. સુનાવણી દરમિયાન જસ્ટિસ ગવઈએ કહ્યું કે આ મામલો હાઈકોર્ટ સમક્ષ છે? તમે આ અદાલતે આપેલા આદેશોથી વાકેફ છો. જો યુપી સરકાર આ આદેશોનું ઉલ્લંઘન કરવાનું જોખમ લેવા માંગે છે, તો તે તેમની પસંદગી છે. હવે સુપ્રીમ કોર્ટ આ મામલે બુધવારે સુનાવણી કરશે. યુપી સરકારની બુલડોઝર કાર્યવાહી સામે બહરાઇચ હિંસાના આરોપીઓ વતી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજી પર સુપ્રીમ કોર્ટમાંથી વહેલી સુનાવણીની માંગ કરવામાં આવી હતી.
- Oct 22, 2024 11:18 IST
Today News Live : અદાર પૂનાવાલા ધર્મા પ્રોડક્શનમાં 50% હિસ્સો ખરીદશે, રૂ. 1,000 કરોડમાં સોદો
અદાર પૂનાવાલાના સેરેન પ્રોડક્શન્સ કરણ જોહરના ધર્મા પ્રોડક્શન્સ અને ધર્માટિક એન્ટરટેઈનમેન્ટમાં 50% હિસ્સો ખરીદશે. આ ડીલ 1,000 કરોડ રૂપિયામાં થશે. સોમવારે 21 ઓક્ટોબર કંપનીએ આ જાણકારી આપી. આ ડીલ પછી કરણ જોહર પાસે ધર્મામાં લગભગ 50% હિસ્સો રહેશે. હાલમાં, જોહર ધર્મામાં 90.7% હિસ્સો ધરાવે છે અને તેની માતા હિરુ 9.24% હિસ્સો ધરાવે છે. ડીલ પછી પણ કરણ જોહર કંપનીના એક્ઝિક્યુટિવ ચેરમેન જ રહેશે. અપૂર્વા મહેતા પણ સીઈઓ રહેશે.
- Oct 22, 2024 11:10 IST
Today News Live : ગુજરાતમાં સિઝનનો 143.08 ટકા વરસાદ નોંધાયો
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે ચોમાસાની સિઝનમાં ગુજરાતમાં 143.08 ટકા વરસાદ નોંધાયો છે. ઝોન પ્રમાણે વાત કરીએ તો કચ્છ ઝોનમાં 188.60 ટકા, ઉત્તર ગુજરાતમાં 116 ટકા, પૂર્વ મધ્ય 134.96 ટકા, સૌરાષ્ટ્રમાં 157.43 ટકા, દક્ષિણ ગુજરાતમાં 148.36 ટકા વરસાદ નોંધાયો હતો.
- Oct 22, 2024 09:28 IST
Today News Live : સેન્સેક્સ 100 પોઇન્ટ વધ્યો, નિફ્ટી 24800 ઉપર
શેરબજાર સેન્સેક્સ નિફ્ટી મંગળવારે પોઝિટિવ ખુલ્યા છે. સેન્સેક્સ પાછલા બંધ 81151 સામે મંગળવારે ફ્લેટ 81155 ખુલ્યો હતો. બેંક અને આઈટી શેરમાં મજબૂતીથી સેન્સેક્સ 100 પોઇન્ટ વધીને ટ્રેડ કરી રહ્યો છે. તો એનએસઇ નિફ્ટી ઈન્ડેક્સ 24781 પાછલા બંધ સામે આજે 24798 ખુલ્યો અને હાલ 24800 ઉપર ટ્રેડ કરી રહ્યો છે.
- Oct 22, 2024 09:01 IST
Today News Live : ગુજરાતમાં 24 કલાકમાં 67 તાલુકામાં વરસાદ નોંધાયો
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા આપેલા વરસાદના આંકડા પ્રમાણે સોમવારે સવારે 6 વાગ્યાથી લઈને મંગળવારે સવારે 6 વાગ્યામાં છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 67 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ સુરતના કામરેજમાં અઢી ઈંચ, સુરેન્દ્રનગરમાં પોણા બે ઈંચ વરસાદ નોંધાયો હતો.
- Oct 22, 2024 08:37 IST
Today News Live : આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પડશે ભારે વરસાદ
હવામાન વિભાગે વધુ વરસાદની વધુ એક આગાહી કરી છે. આજે 22 ઓક્ટોબર 2024, મંગળવારના રોજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. જેમાં સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપી, દમણ અને દાદરા નગર હવેલીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં ભારે વરસાદ પડી શકે છે.
- Oct 22, 2024 08:08 IST
Today News Live : આજનો દિવસ તમારો કેવો રહેશે?
આજે 22 ઓક્ટોબર 2024, મંગળવારનો દિવસ છે. આજનો દિવસ તમામ રાશિના જાતકો માટે કેવો રહેશે. અહીં ક્લિક કરીને વાંચો તમારું આજનું રાશિફળ.
- Oct 22, 2024 08:07 IST
Today News Live : BRICS સમિટમાં ભાગ લેવા માટે રશિયા રવાના થયા પીએમ મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 16માં બ્રિક્સ શિખર સમ્મેલનમાં ભાગ લેવા માટે રવાના થઈ ચૂક્યા છે. ગત વર્ષે વિસ્તાર બાદ આ પહેલું શિખર સમ્મેલન માનવામાં આવી રહ્યું છે. આ સમુહમાં બ્રાઝીલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકાનો સમાવેશ થાય છે. આના વિસ્તાર બાદ ઈરાન, ઈજીપ્ત, ઇથિયોપિયા અને સંયુક્ત અરબ અમિરાતનો સમાવેશ કરવામાં આવ્યો હતો.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us