India Gujarat Today Latest News in Gujarati, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 22 September 2024: પીએમ નરેન્દ્ર મોદી અમેરિકા 3 દિવસના પ્રવાસ પર છે. તેઓ આજે ક્વાડ સમિટને સંબોધિત કર્યા બાદ ન્યુયોર્ક પહોંચ્યા છે. જ્યાં ભારતીય નાગિરકો દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. પીએમ મોદીનો અમેરિકા પ્રવાસ બહુ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. પીએમ મોદીએ ન્યૂયોર્કમાં ભારતીય સમુદાયના લોકોને સંબોધિત કર્યા હતા.
પીએમ મોદી ક્વાડ સમિટ સંબોધન
પીએમ મોદી અમેરિકાની 3 દિવસ મુલાકાત પર છે. પ્રથમ દિવસે પીએમ મોદીએ ક્વાડ શિખર સંમેલનમાં ભાગ લીધો હતો. ક્વાડ સમિટને સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યું કે, આપણે એવા સમયે મળી રહ્યા છીએ જ્યારે વિશ્વ સંઘર્ષ અને તણાવથી ઘેરાયેલું છે. આવા સમયે, સમગ્ર માનવતા માટે એ મહત્વનું છે કે ક્વાડના સભ્યો લોકશાહી મૂલ્યોના આધારે આગળ વધે.
મીએમ મોદી એ ઉમેર્યું કે, અમે કોઈની વિરુદ્ધ નથી. અમે બધા નિયમો આધારિત આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા, સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતા માટે આદર અને તમામ વિવાદોના શાંતિપૂર્ણ ઉકેલને સમર્થન આપીએ છીએ. સ્વતંત્ર, મુક્ત, સર્વસમાવેશક અને સમૃદ્ધ ઇન્ડો પેસિફિક એ અમારી સહિયારી પ્રાથમિકતા અને પ્રતિબદ્ધતા છે. અમે આરોગ્ય સુરક્ષા, જટિલ અને ઇમર્જિંગ ટેકનોલોજી, જળવાયુ પરિવર્તન અને ક્ષમતા નિર્માણ જેવા ક્ષેત્રોમાં સાથે મળીને ઘણી સકારાત્મક અને સમાવિષ્ટ પહેલ કરી છે.