Gujarati News 23 December 2024 : હિમાચલ પ્રદેશ : અટલ ટનલમાં ફસાયા 1000થી વધુ વાહનો, બરફવર્ષાથી મુશ્કેલીઓ વધી

India Gujarat Today Latest News in Gujarati, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 23 December 2024: હિમાચલ પ્રદેશની અટલ ટનલમાં 1000થી વધુ વાહનો ફસાઇ ગયા છે, જેના કારણે લાંબો ટ્રાફિક જામ થઇ ગયો છે. સતત હિમવર્ષાને કારણે પણ મુશ્કેલી વધી છે. જણાવવામાં આવી રહ્યું છે કે હિમવર્ષાના કારણે અનેક વાહનો સ્લીપ થઇ ગયા છે, જેના કારણે સ્થિતિ વધુ ચિંતાજનક બની છે

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
atal tunnel, snowfall

હિમાચલ પ્રદેશની અટલ ટનલમાં 1000થી વધુ વાહનો ફસાઇ ગયા (તસવીર - સોશિયલ મીડિયા)

Gujarat Latest News in Gujarati, Gujarati Samachar (ગુજરાતી સમાચાર) 23 December 2024, આજના તાજા સમાચાર: હિમાચલ પ્રદેશની અટલ ટનલમાં 1000થી વધુ વાહનો ફસાઇ ગયા છે, જેના કારણે લાંબો ટ્રાફિક જામ થઇ ગયો છે. સતત હિમવર્ષાને કારણે પણ મુશ્કેલી વધી છે. જણાવવામાં આવી રહ્યું છે કે હિમવર્ષાના કારણે અનેક વાહનો સ્લીપ થઇ ગયા છે, જેના કારણે સ્થિતિ વધુ ચિંતાજનક બની છે. હાલ ફસાયેલા વાહનોને હટાવવાના પ્રયાસો ચાલુ છે, ડીએસપી સહિત અન્ય વરિષ્ઠ અધિકારીઓ ઘટના સ્થળે હાજર છે.

Advertisment

જાણકારી માટે જણાવી દઈએ કે આ સમયે હિમાચલના ઘણા જિલ્લાઓમાં હવામાન ખૂબ જ ખરાબ છે. સતત હિમવર્ષા અને વરસાદને કારણે સ્થિતિ ખૂબ જ ચિંતાજનક બની છે. એક તરફ હિમવર્ષા પ્રવાસીઓ માટે ખુશીની લાગણી છે, પરંતુ બીજી તરફ તેના કારણે હવે ટ્રેનો ધીમી ગતિએ ચાલી રહી છે.

સંસદમાં મારામારીમાં ઘવાયેલા ભાજપના સાંસદોને હોસ્પિટલમાંથી રજા

સંસદની બહાર મારામારીમાં ઘાયલ થયેલા ભાજપના સાંસદ પ્રતાપ સારંગી અને મુકેશ રાજપૂતને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. તેમને દિલ્હીની રામ મનોહર લોહિયા (આરએમએલ) હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સંસદ સંકુલમાં એનડીએ અને ઈન્ડિયા એલાયન્સના સાંસદોના વિરોધ દરમિયાન બંને સાંસદોને માથામાં ઈજા થઈ હતી અને બ્લડ પ્રેશરની સમસ્યા થઈ હતી. જે બાદ આરએમએલ ડોકટરો બંને સાંસદોના સ્વાસ્થ્ય અંગે સતત અપડેટ આપી રહ્યા હતા. હાલ બંનેની તબિયત પહેલા કરતા ઘણી સારી છે.

બાંગ્લાદેશે ભારત સરકારને પત્ર લખીને શેખ હસીનાના પ્રત્યાર્પણની માંગ કરી

બાંગ્લાદેશના પૂર્વ પ્રધાનમંત્રી શેખ હસીના 5 ઓગસ્ટ 2024ના રોજ પોતાનો દેશ છોડીને ભારત આવી ગયા હતા. ત્યારથી તેમના દેશની હાલત ખરાબ છે. બાંગ્લાદેશમાં હાલ મોહમ્મદ યુનુસની વચગાળાની સરકાર સત્તામાં છે. મોહમ્મદ યુનુસની સરકાર હાલમાં શેખ હસીના સામે ફોજદારી કેસ દાખલ કરી રહી છે અને તેના સમર્થકોને સતત હેરાન કરવામાં આવી રહ્યા છે. હવે સમાચાર એ છે કે બાંગ્લાદેશના વિદેશ મંત્રાલયે ભારત સરકારને પત્ર લખીને શેખ હસીનાના પ્રત્યાર્પણની માંગ કરી છે.

Advertisment

પીલીભીતીમાં એન્કાઉન્ટરમાં ત્રણ ખાલિસ્તાની આતંકવાદી ઠાર

h

પંજાબના ગુરદાસપુર જિલ્લામાં પોલીસ ચોકી પર કથિત રીતે હુમલો કરવાના આરોપી ત્રણ ખાલિસ્તાની આતંકવાદીઓ ઉત્તર પ્રદેશના પીલીભીત જિલ્લામાં પોલીસ સાથેની અથડામણમાં માર્યા ગયા હતા. પોલીસના જણાવ્યા અનુસાર ગુરવિંદર સિંહ, વીરેન્દ્ર સિંહ અને જસનપ્રીત સિંહ નામના આરોપીઓ ખાલિસ્તાન કમાન્ડો ફોર્સ નામના પ્રતિબંધિત સંગઠન સાથે સંબંધ ધરાવે છે.

પોલીસે તેમના કબજામાંથી બે એકે-47 રાઈફલ અને એક ગ્લોક પિસ્તોલ પણ જપ્ત કરી છે. મળતી માહિતી મુજબ પંજાબ અને યુપી પોલીસે સંયુક્ત ઓપરેશન હેઠળ આ કાર્યવાહી કરી છે. ત્રણ આતંકવાદીઓના એન્કાઉન્ટરને બંને રાજ્યોની પોલીસ માટે મોટી સફળતા માનવામાં આવી રહી છે. આ એન્કાઉન્ટર જિલ્લાના પુરનપુર વિસ્તારમાં થયું હતું.

પોલીસ એક્શનમાં આવી ગઈ અને ગુપ્ત માહિતીના આધારે વિસ્તારને કોર્ડન કરી લીધો. તેમણે આતંકવાદીઓને ચેતવણી આપી અને તેમને આત્મસમર્પણ કરવા કહ્યું પરંતુ તેઓ આ માટે તૈયાર ન હતા. આવી સ્થિતિમાં, પોલીસ અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ શરૂ થઈ, જેમાં ત્રણેય ખાલિસ્તાની આતંકવાદીઓ માર્યા ગયા.

પુણેમાં ફૂટપાથ પર ઉંઘતા 9 લોકોને ડેમ્પરે કચડ્યા

મહારાષ્ટ્રના પુણેમાં મોડી રાત્રે એક મોટી દુર્ઘટના ઘટી હતી. પુણેમાં વાઘોલી ચોક વિસ્તારમાં મોડી રાત્રે એક વાગ્યાની આસપાસ ફૂટપાથ ઉપર સુઈ રહેલા 9 લોકો ઉપર ડમ્પર ફરી વળ્યું હતું. ઘટનામાં બે બાળકો સહિત 3 લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા. જ્યારે 6 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. જેમને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા છે. માનવામાં આવી રહ્યું છે કે ડ્રાઈવર નશામાં ધુત હતો. તેની સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

નલિયા ગુજરાતમાં સૌથી ઠંડુ શહેર

અત્યારે ગુજરાતમાં કડકડતી ઠંડી પડી રહી છે ત્યારે નલિયામાં સતત કાતિલ ઠંડી પડી રહી છે. અત્યારે ગુજરાતમાં 12-13 ડિગ્રી જેટલું લઘત્તમ તાપમાન રહેલું છે ત્યારે રવિવારે 7.2 ડિગ્રીથી લઈને 19.2 ડિગ્રી વચ્ચે લઘુતમ તાપમાન નોંધાયું હતું. જેમાં નલિયામાં 7.2 ડિગ્રી લઘુતમ તાપમાન રહેતા રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું હતું. જ્યારે ઓખામાં 19.2 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. ડિસામાં 16.1 ડિગ્રી, કેશોદ 13.9 ડિગ્રી, રાજકોટ 13 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.

  • Dec 23, 2024 23:26 IST

    Today live News : હિમાચલ પ્રદેશ : અટલ ટનલમાં ફસાયા 1000થી વધુ વાહનો, બરફવર્ષાથી મુશ્કેલીઓ વધી

    હિમાચલ પ્રદેશની અટલ ટનલમાં 1000થી વધુ વાહનો ફસાઇ ગયા છે, જેના કારણે લાંબો ટ્રાફિક જામ થઇ ગયો છે. સતત હિમવર્ષાને કારણે પણ મુશ્કેલી વધી છે. જણાવવામાં આવી રહ્યું છે કે હિમવર્ષાના કારણે અનેક વાહનો સ્લીપ થઇ ગયા છે, જેના કારણે સ્થિતિ વધુ ચિંતાજનક બની છે. હાલ ફસાયેલા વાહનોને હટાવવાના પ્રયાસો ચાલુ છે, ડીએસપી સહિત અન્ય વરિષ્ઠ અધિકારીઓ ઘટના સ્થળે હાજર છે.

    જાણકારી માટે જણાવી દઈએ કે આ સમયે હિમાચલના ઘણા જિલ્લાઓમાં હવામાન ખૂબ જ ખરાબ છે. સતત હિમવર્ષા અને વરસાદને કારણે સ્થિતિ ખૂબ જ ચિંતાજનક બની છે. એક તરફ હિમવર્ષા પ્રવાસીઓ માટે ખુશીની લાગણી છે, પરંતુ બીજી તરફ તેના કારણે હવે ટ્રેનો ધીમી ગતિએ ચાલી રહી છે.

  • Dec 23, 2024 21:44 IST

    Today live News : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નાતાલની ઉજવણીમાં ભાગ લીધો

    — ANI_HindiNews (@AHindinews) December 23, 2024

  • Dec 23, 2024 20:29 IST

    Today live News : ફેમસ ડાયરેક્ટર શ્યામ બેનેગલનું નિધન, 90 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ

    હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ફેમસ ડાયરેક્ટરમાંથી એક શ્યામ બેનેગલનું નિધન થયું છે. તેમણે 90 વર્ષની ઉંમરે આ દુનિયાને અલવિદા કહ્યું છે. શ્યામ ઘણા લાંબા સમયથી બામાર હતા. દિગ્ગજ ફિલ્મમેકરની પુત્રી પિયા બેનેગલે ઇન્ડિયન એક્સપ્રેસને આ ખબરની પૃષ્ટી કરી છે. તેમણે કહ્યું કે આ વાત સાચી છે. શ્યામ બેનેગલનું સોમવારે સાંજે 6.30 વાગ્યે નિધન થયું હતું. બેનેગલે મુંબઇની વોકહાર્ટ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા, જ્યાં તેમનો ક્રોનિક કિડની બીમારીની સારવાર ચાલી રહી હતી. ફિલ્મ નિર્માતાએ તાજેતરમાં જ 14 ડિસેમ્બરે પોતાનો 90 મો જન્મદિવસ ઉજવ્યો હતો. તેમના જન્મદિવસના કેટલાક ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર જોવા મળ્યા હતા.

  • Dec 23, 2024 18:56 IST

    Today live News : હવે 5 અને 8માં નાપાસ થનારા બાળકો પ્રમોટ નહીં થાય, સરકારે 'નો ડિટેન્શન પોલિસી' સમાપ્ત કરી

    કેન્દ્રની મોદી સરકારે શિક્ષણની દિશામાં એક મહત્વપૂર્ણ પરિવર્તનની દિશામાં પગલું ભરતા એક મોટો નિર્ણય લીધો છે. સરકારે અભ્યાસમાં સુધારાને ધ્યાનમાં રાખીને 'નો ડિટેન્શન પોલિસી' નાબૂદ કરી દીધી છે. સરકારના આ નિર્ણય બાદ હવે ધોરણ 5 અને 8ના બાળકો આગળના ક્લાસમાં તો જ પ્રમોટ કરવામાં આવશે જ્યારે તે પરીક્ષા પુરી રીતે પાસ કરે. અત્યાર સુધી 5 અને 8ના બાળકોને આગળના ધોરણમાં જવા માટે પરીક્ષા પાસ કરવી ફરજિયાત ન હતી. કેન્દ્ર સરકારના આ નિર્ણયથી કેન્દ્રીય વિદ્યાલય, નવોદય અને આર્મી સ્કૂલ સહિત 3000થી વધુ શાળાઓ પ્રભાવિત થશે. સરકારના આ નિર્ણયની જાણકારી કેન્દ્રીય શિક્ષણ વિભાગના સચિવ સંજય કુમારે પ્રેસ કોન્ફરન્સ કરી આપી હતી. તેમણે કહ્યું કે સરકારે નિર્ણય કર્યો છે કે જે વિદ્યાર્થીઓ 5 અને 8 માં નાપાસ થાય છે તેઓ 2 મહિનાની અંદર ફરીથી પરીક્ષા આપી શકે છે, પરંતુ જો તેઓ ફરીથી નિષ્ફળ જશે તો તેમને આગામી વર્ગમાં બઢતી આપવામાં આવશે નહીં. સાથે જ સરકારે એવી જોગવાઈ પણ ઉમેરી છે કે 8મા ધોરણ સુધીના આવા બાળકને શાળામાંથી બહાર કાઢવામાં નહીં આવે.

  • Dec 23, 2024 17:09 IST

    Today live News : બાંગ્લાદેશે ભારત સરકારને પત્ર લખીને શેખ હસીનાના પ્રત્યાર્પણની માંગ કરી

    બાંગ્લાદેશના પૂર્વ પ્રધાનમંત્રી શેખ હસીના 5 ઓગસ્ટ 2024ના રોજ પોતાનો દેશ છોડીને ભારત આવી ગયા હતા. ત્યારથી તેમના દેશની હાલત ખરાબ છે. બાંગ્લાદેશમાં હાલ મોહમ્મદ યુનુસની વચગાળાની સરકાર સત્તામાં છે. મોહમ્મદ યુનુસની સરકાર હાલમાં શેખ હસીના સામે ફોજદારી કેસ દાખલ કરી રહી છે અને તેના સમર્થકોને સતત હેરાન કરવામાં આવી રહ્યા છે. હવે સમાચાર એ છે કે બાંગ્લાદેશના વિદેશ મંત્રાલયે ભારત સરકારને પત્ર લખીને શેખ હસીનાના પ્રત્યાર્પણની માંગ કરી છે.

  • Dec 23, 2024 14:53 IST

    Today live News : સંસદમાં મારામારીમાં ઘવાયેલા ભાજપના સાંસદોને હોસ્પિટલમાંથી રજા

    સંસદની બહાર મારામારીમાં ઘાયલ થયેલા ભાજપના સાંસદ પ્રતાપ સારંગી અને મુકેશ રાજપૂતને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. તેમને દિલ્હીની રામ મનોહર લોહિયા (આરએમએલ) હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સંસદ સંકુલમાં એનડીએ અને ઈન્ડિયા એલાયન્સના સાંસદોના વિરોધ દરમિયાન બંને સાંસદોને માથામાં ઈજા થઈ હતી અને બ્લડ પ્રેશરની સમસ્યા થઈ હતી. જે બાદ આરએમએલ ડોકટરો બંને સાંસદોના સ્વાસ્થ્ય અંગે સતત અપડેટ આપી રહ્યા હતા. હાલ બંનેની તબિયત પહેલા કરતા ઘણી સારી છે.

  • Dec 23, 2024 12:58 IST

    કચ્છમાં 3.7 તીવ્રતાનો ભૂકંપ, કોઇ જાનહાની નહીં

    કચ્છમાં ફરી ભૂકંપનો આંચકો અનુભવાયો છે. કચ્છમાં સવારે 11 વાગેની આસપાસ 3.7 તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો છે. એક મહિનામાં ત્રણથી વધુ તીવ્રતાનો આ બીજો ભૂકંપ છે. ગુજરાત ISR એ જણાવ્યું કે, સોમવારે સવારે 10.44 વાગે કચ્છમાં 3.7 તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. ભૂકંપનું કેન્દ્રબિંદ કચ્છના લખપતથી 76 કિમી દૂર ઉત્તર- ઉત્તર પૂર્વમાં છે. કચ્છ ભૂકંપ સમાચાર માટે અહીં વધુ વાંચો

    https://twitter.com/PTI_News/status/1871081863735017475

  • Dec 23, 2024 12:20 IST

    ભાજપ દ્વારા અરવિંદ કેજરીવાલ સરકાર વિરુદ્ધ આરોપ પત્ર જારી

    ભાજપ દ્વારા અરવિંદ કેજરીવાલ સરકાર વિરુદ્ધ આરોપ પત્ર જારી કર્યું છે. ભાજપ સાંસદ અને દિલ્હી ભાજપ પ્રમુખ વીરેન્દ્ર સચદેવ સહિત અન્ય પાર્ટી નેતાઓએ અરવિંદ કેજરીવાલ સરકાર વિરુદ્ધ આરોપ પત્ર જારી કર્યું છે.

    — ANI_HindiNews (@AHindinews) December 23, 2024

  • Dec 23, 2024 09:35 IST

    Today live News : સેન્સેક્સ 700 પોઇન્ટ ઉછળ્યો, બેંક અને આઈટી શેરમાં ઉછાળો

    શેરબજાર સેન્સેક્સ નિફ્ટી સોમવારે ઉછાળે ખુલ્યા છે. સેન્સેક્સ પાછલા બંધ 78041 સામે 400 પોઇન્ટથી વધુ ઉછાળે આજે સોમવારે 78488 ખુલ્યો હતો. બેંક અને આઈટી શેરમાં તેજીથી શેરબજાર ખુલતાની સાથે જ સેન્સેક્સ 700પોઇન્ટ ઉછળી 78743 થયો હતો. સેન્સેક્સના બજાજ ફાઈનાન્સ, એચડીએફસી બેંક, આઈટીસી, ટાટા સ્ટીલ, આઈસીઆઈસીઆઈ બેંક 1 થી 2 ટકા સુધી વધ્યા હતા. એનએસઇ નિફ્ટી પાછલા બંધ 23587 સામે સોમવારે 23738 ખુલ્યો હતો. એનએસઇ 200 પોઇન્ટની તેજીમાં 23800 ઉપર ટ્રેડ કરી રહ્યો છે. બેંક નિફ્ટી 500 પોઇન્ટ અને નિફ્ટી આઈટી ઈન્ડેક્સ 375 પોઇન્ટ ઉછળ્યો છે.

  • Dec 23, 2024 09:11 IST

    Today live News : બ્રાઝિલમાં ચીમની સાથે અથડાતાં વિમાન ક્રેશ, 10 લોકોનાં મોત

    બ્રાઝિલમાં એક ઘરની ચીમની સાથે અથડાયા બાદ એક નાનું વિમાન એક બિલ્ડિંગના બીજા માળે અથડાયું અને બાદમાં એક દુકાન પર પડ્યું. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 10 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. માહિતી મુજબ દુર્ઘટનામાં ઘાયલ જમીન પરના ઘણા ઈજાગ્રસ્તોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે.

    — ᴍᴏʜᴅ ᴛᴀʀɪꜰ (@The_Journalyze) December 23, 2024

  • Dec 23, 2024 09:09 IST

    Today live News : પીલીભીતમાં 3 વોન્ટેડ ખાલિસ્તાની આતંકવાદીઓ માર્યા ગયા

    પંજાબના ગુરદાસપુર જિલ્લામાં પોલીસ ચોકી પર કથિત રીતે હુમલો કરવાના આરોપી ત્રણ ખાલિસ્તાની આતંકવાદીઓ ઉત્તર પ્રદેશના પીલીભીત જિલ્લામાં પોલીસ સાથેની અથડામણમાં માર્યા ગયા હતા. પોલીસના જણાવ્યા અનુસાર ગુરવિંદર સિંહ, વીરેન્દ્ર સિંહ અને જસનપ્રીત સિંહ નામના આરોપીઓ ખાલિસ્તાન કમાન્ડો ફોર્સ નામના પ્રતિબંધિત સંગઠન સાથે સંબંધ ધરાવે છે.

    પોલીસે તેમના કબજામાંથી બે એકે-47 રાઈફલ અને એક ગ્લોક પિસ્તોલ પણ જપ્ત કરી છે. મળતી માહિતી મુજબ પંજાબ અને યુપી પોલીસે સંયુક્ત ઓપરેશન હેઠળ આ કાર્યવાહી કરી છે. ત્રણ આતંકવાદીઓના એન્કાઉન્ટરને બંને રાજ્યોની પોલીસ માટે મોટી સફળતા માનવામાં આવી રહી છે. આ એન્કાઉન્ટર જિલ્લાના પુરનપુર વિસ્તારમાં થયું હતું.

    પોલીસ એક્શનમાં આવી ગઈ અને ગુપ્ત માહિતીના આધારે વિસ્તારને કોર્ડન કરી લીધો. તેમણે આતંકવાદીઓને ચેતવણી આપી અને તેમને આત્મસમર્પણ કરવા કહ્યું પરંતુ તેઓ આ માટે તૈયાર ન હતા. આવી સ્થિતિમાં, પોલીસ અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ શરૂ થઈ, જેમાં ત્રણેય ખાલિસ્તાની આતંકવાદીઓ માર્યા ગયા.

  • Dec 23, 2024 09:06 IST

    Today live News : નલિયા ગુજરાતમાં સૌથી ઠંડુ શહેર

    અત્યારે ગુજરાતમાં કડકડતી ઠંડી પડી રહી છે ત્યારે નલિયામાં સતત કાતિલ ઠંડી પડી રહી છે. અત્યારે ગુજરાતમાં 12-13 ડિગ્રી જેટલું લઘત્તમ તાપમાન રહેલું છે ત્યારે રવિવારે 7.2 ડિગ્રીથી લઈને 19.2 ડિગ્રી વચ્ચે લઘુતમ તાપમાન નોંધાયું હતું. જેમાં નલિયામાં 7.2 ડિગ્રી લઘુતમ તાપમાન રહેતા રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું હતું. જ્યારે ઓખામાં 19.2 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. ડિસામાં 16.1 ડિગ્રી, કેશોદ 13.9 ડિગ્રી, રાજકોટ 13 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.

  • Dec 23, 2024 09:06 IST

    Today live News : પુણેમાં ફૂટપાથ પર ઉંઘતા 9 લોકોને ડેમ્પરે કચડ્યા

    પુણેમાં વાઘોલી ચોક વિસ્તારમાં મોડી રાત્રે એક વાગ્યાની આસપાસ ફૂટપાથ ઉપર સુઈ રહેલા 9 લોકો ઉપર ડમ્પર ફરી વળ્યું હતું. ઘટનામાં બે બાળકો સહિત 3 લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા. જ્યારે 6 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. જેમને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા છે. માનવામાં આવી રહ્યું છે કે ડ્રાઈવર નશામાં ધુત હતો. તેની સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

બ્રેકિંગ ન્યૂઝ ગુજરાત વિશ્વ દેશ