Gujarat Latest News in Gujarati, Gujarati Samachar (ગુજરાતી સમાચાર) 23 January 2025, આજના તાજા સમાચાર: અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં યોજાયેલા આધ્યાત્મિક મેળાનું અમિત શાહે કર્યું હતું. ત્યારબાદ તેમણે સંબોધન કરતા કહ્યું હતું કે, આધ્યાત્મિક મેળાનું આજે ઉદ્ઘાટન થાય છે ત્યારે પ્રયાગરાજમાં મહાકુંભ ચાલે છે. 144 વર્ષ પછી પ્રયાગરાજમાં ફરી મહાકુંભ થયો છે. અનેક એમ્બેસેડર જોડે વાત થઈ એમને મેં કહ્યું, ત્યાં જવા માટે કોઈ નિમંત્રણ પત્રિકા નથી. ગ્રહોની સ્થિતિ આવવાની સાથે જ કરોડો લોકો આવે અને તેઓ સાંભળી આશ્ચર્યચકિત થઈ ગયા. સરકારની કામગીરી રામસેતુ ખિસકોલી જેટલી હોય છે. સૌ ગુજરાતીઓને કહું છું કે, મહાકુંભ ઘણા લોકોના નસીબમાં નથી આવતો ઘણાના અનેક જન્મો સુધી નથી આવતો, તમારા નસીબમાં મહાકુંભ છે તો જરૂર જવું જોઈએ.
અમેરિકાએ ગેરકાયદેસર NRIનો મુદ્દો ઉઠાવ્યો, એસ જયશંકરે જવાબ આપ્યો
ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકરે બુધવારે વોશિંગ્ટન ડીસીમાં તેમની પ્રથમ બેઠક દરમિયાન નવનિયુક્ત યુએસ સ્ટેટ સેક્રેટરી માર્કો રુબિયો સાથે ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ વિશે વાત કરી હતી. એસ જયશંકરે માર્કો રુબિયો દ્વારા ઉઠાવવામાં આવેલા ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સના મુદ્દે મોટું નિવેદન આપ્યું છે અને કહ્યું છે કે જો અમેરિકા ગેરકાયદેસર રીતે અમેરિકા ગયેલા લોકોની ઓળખ કરે છે, તો ભારત હંમેશા તેમને પાછા લેવા માટે તૈયાર છે.
બેઠક બાદ પત્રકાર પરિષદ દરમિયાન એસ જયશંકરે કહ્યું કે બંને દેશો વચ્ચે વિશ્વાસનું સ્તર ઘણું ઊંચું છે અને આ વિશ્વાસ વધુ વ્યવસ્થિત લાગણી છે. તેમણે કહ્યું કે વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ ટ્રમ્પ વચ્ચે ખૂબ જ સ્પષ્ટ કેમિસ્ટ્રી છે અને આ સિસ્ટમમાં પણ છે. તેથી, આ સંબંધને વધુ આગળ લઈ જવાની બેઠકમાં સ્પષ્ટ ઈચ્છા હતી.
નલિયામાં બે ડિગ્રી પારો ગગડ્યો
ગુજરાતમાં થોડી રાહત બાદ ઠંડીમાં ફરીથી વધારો થવા લાગ્યો છે. બુધવારના દિવસે ગુજરાતમાં 9 ડિગ્રીથી 19.8 ડિગ્રી વચ્ચે લઘુતમ તાપમાન નોંધાયું હતું. નલિયામાં બે ડિગ્રી તાપમાનમાં ઘટાડો થઈને 9 ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું હતુ. જ્યારે ઓખામાં 19.8 ડિગ્રી તાપમાન રહ્યું હતું. ડિસામાં 14.1 ડિગ્રી, રાજકોટમાં 13.8 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.





