Gujarati News 23 March 2024 Highlights : અમદાવાદ : બોપલના TRP મોલના ટોપ ફ્લોર પર આગ, ફાયર બ્રિગેડ ટીમ રવાના

India Gujarat Today Latest News in Gujarati highlight, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 23 March 2024 : ઈડી દ્વારા અરવિંદ કેજરીવાલની ધરપકડ બાદ આમ આદમી પાર્ટીમાં આક્રોષ ફાટી નિકળ્યો છે. અરવિંદ કેજરીવાલના સમર્થકો વિરોધમાં રસ્તા પર ઉતર્યા છે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Ahmedabad Bopal TRP Mall Fire

અમદાવાદ બોપલમાં ટીઆરપી મોલમાં આગ (પ્રતિકાત્મક તસવીર)

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને રાઉઝ એવન્યુ કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. કોર્ટે તેની અરજી પર તાત્કાલિક સુનાવણી કરવાનો ઈન્કાર કરી દીધો છે. આવી સ્થિતિમાં તેમના માટે હોળી પર પરિવાર સાથે રહેવું મુશ્કેલ બનશે. ખાસ વાત એ છે કે જ્યારે રાઉઝ એવન્યુ કોર્ટમાં તેમના રિમાન્ડને લઈને સુનાવણી ચાલી રહી હતી, તે જ સમયે તેમની વિરુદ્ધ દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી કે કેજરીવાલ ધરપકડ હેઠળ છે, તેથી તેમને પદ પરથી હટાવવા જોઈએ. દિલ્હીના સીએમ. આ પીઆઈએલ સુરજીત સિંહ યાદવ દ્વારા દાખલ કરવામાં આવી હતી અને પૂછવામાં આવ્યું હતું કે કેજરીવાલ કઈ મર્યાદા હેઠળ મુખ્યમંત્રી પદ ધરાવે છે.

Advertisment

Gujarat Latest News in Gujarati, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 23 March 2024 LIVE, આજના તાજા સમાચાર: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ બાદ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને નેતાઓમાં ગુસ્સો જોવા મળ્યો છે. આ ઉપરાંત કેજરીવાલની પત્નીમાં પણ આક્રોષ છે. અરવિંદ કેજરીવાલના પત્ની સુનિતા કેજરીવાલ આજે પ્રેસ કોન્ફરન્સ કરશે.

બીજી તરફ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડના વિરોધમાં આમ આદમી પાર્ટી (AAP) અને ઈન્ડિયા બ્લોકના નેતાઓએ હોળી ન ઉજવવાનો નિર્ણય લીધો છે. આ ઉપરાંત ભાજપ અને વડાપ્રધાન સામે વિરોધ પ્રદર્શન અને અખિલ ભારતીય ધરણા પ્રદર્શન વગેરે કાર્યક્રમો તેમના એજન્ડામાં ટોચ પર છે. દિલ્હીના મંત્રી અને વરિષ્ઠ નેતા ગોપાલ રાયે શુક્રવારે કહ્યું કે ચાર દિવસીય વિરોધ યોજના શનિવારથી શરૂ થશે.

અમદાવાદ : બોપલના TRP મોલના ટોપ ફ્લોર પર આગ, ફાયર બ્રિગેડ ટીમ રવાના

અમદાવાદના બોપલ વિસ્તારના ટીઆરપી મોલમાં ભીષણ આગ લાગી છે. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હોવાથી ફાયર બ્રિગેડની આઠથી 10 ટીમ બચાવ કામગીરી માટે રવાના થઈ છે. આગ મોલના ટોપ ફ્લોર પર લાગી છે. મહત્તવની વાત એ છે કે, આ મોલમાં થિયેટર પણ છે, શો ચાલુ હોવાનુ અનુમાન. હજુ કોઈ જાનહાનીના સમાચાર સામે આવ્યા નથી. પરંતુ આગના ધમાડાના ગોટા એક કિલોમીટર દુર સુધી જોવા મળી રહ્યા છે.

Advertisment

રશિયાના મોસ્કોમાં આતંકવાદી હુમલો, મોતની સંખ્યા વધી 143 પહોંચી

શનિવારે રાષ્ટ્રને સંબોધનમાં, રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને સૂચવ્યું હતું કે, મોસ્કોના ક્રોકસ સિટી હોલ પરના હુમલા સાથે યુક્રેન જોડાયેલું છે. સમાચાર એજન્સી રોઈટર્સે અહેવાલ આપ્યો છે કે, શુક્રવારના હુમલામાં મૃતકોની સંખ્યા વધીને 143 થઈ ગઈ છે. પુતિને જણાવ્યું હતું કે, ઘાતક હુમલા માટે જવાબદાર તમામને સજા કરવામાં આવશે, તથા 24 માર્ચને “રાષ્ટ્રીય શોકનો દિવસ” જાહેર કર્યો. ક્રેમલિને જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં, ચાર શંકાસ્પદ બંદૂકધારીઓ સહિત 11 લોકોની ધરપકડ કરવામાં આવી છે. અગાઉ, ઇસ્લામિક સ્ટેટ જૂથે સોશિયલ મીડિયા પર સંલગ્ન ચેનલો પર પોસ્ટ કરેલા નિવેદનમાં હુમલાની જવાબદારી સ્વીકારી હતી

સુરત ભાજપ કાઉન્સિલર ગેમર દેસાઈનું હાર્ટ એટેકથી મોત

સુરત ભાજપના કાઉન્સિલર ગેમર દેસાઈનું 53 વર્ષની વયે હાર્ટ એટેકથી મોત થયું છે. આ ઘટનાની જાણ થતા નજીકના સગા સંબંધીઓ સહિત મોટી સંખ્યામાં ભાજપ નેતાઓ તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા. સુરતના પર્વત પાટિયા વિસ્તારમા તેમના નિવાસસ્થાને હાર્ટ એટેક આવ્યો હતો, ડોક્ટરો પાસે પરિવાર લઈ ગયો પરંતુ ડોક્ટરોએ મૃત જાહેર કર્યા.

કેજરીવાલની ધરપકડના વિરોધમાં AAPના કાર્યકરો રસ્તા પર ઉતર્યા

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડના વિરોધમાં આજે આમ આદમી પાર્ટી દેશભરમાં વિરોધ પ્રદર્શન કરી રહી છે. દિલ્હીના શાહિદી પાર્કથી લઈને હરિયાણા, પંજાબ, રાજસ્થાન અને ઘણા રાજ્યોમાં વિરોધ પ્રદર્શનો થયા છે. આમ આદમી પાર્ટીનું કહેવું છે કે દિલ્હીના સીએમની ધરપકડ ગેરકાયદેસર છે અને રાજકીય કારણોસર કરવામાં આવી છે.

લોકસભા ચૂંટણી પહેલા દિલ્હીના સીએમની ધરપકડ બાદ તમામ વિપક્ષી પાર્ટીઓ ભાજપ પર પ્રહારો કરી રહી છે. જ્યાં એક તરફ AAP વિરોધ પ્રદર્શન કરી રહી છે તો બીજી તરફ બીજેપી પણ રાજઘાટ પર એકત્ર થઈને ભ્રષ્ટાચારનો વિરોધ કર્યો હતો.

કચ્છ અને સૌરાષ્ટ્રમાં હિટવેવની અસર જોવાશે

આજના દિવસની મહત્વની ઘટનાઓ અંગે વાત કરીએ તો રશિયાના મોસ્કોમાં મોટો આતંકવાદી હુમલો થયો છે. જેમાં 60 લોકોના મોત નિપજ્યા છે. ઇસ્લામિક સ્ટેટે હુમલાની જવાબદારી લીધી હતી.

બીજી તરફ ગુજરાતમાં ઉનાળો આકળો થવા જઈ રહ્યો છે. ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્રમાં હિટવેવની અસર જોવાશે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને હજી વધારે દિવસ જેલમાં રહેવું પડશે. કોર્ટે છ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. ગુજરાતમાં ડાકોરમાં ફાગણી પૂનમ પહેલા ભક્તોનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. અહીં વાંચતા રહો આજના તાજા સમાચાર.

  • Mar 23, 2024 23:57 IST

    અમદાવાદ : બોપલના TRP મોલના ટોપ ફ્લોર પર આગ, ફાયર બ્રિગેડ ટીમ રવાના

    અમદાવાદના બોપલ વિસ્તારના ટીઆરપી મોલમાં ભીષણ આગ લાગી છે. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હોવાથી ફાયર બ્રિગેડની આઠથી 10 ટીમ બચાવ કામગીરી માટે રવાના થઈ છે. આગ મોલના ટોપ ફ્લોર પર લાગી છે. મહત્તવની વાત એ છે કે, આ મોલમાં થિયેટર પણ છે, શો ચાલુ હોવાનુ અનુમાન. હજુ કોઈ જાનહાનીના સમાચાર સામે આવ્યા નથી. પરંતુ આગના ધમાડાના ગોટા એક કિલોમીટર દુર સુધી જોવા મળી રહ્યા છે.

  • Mar 23, 2024 22:11 IST

    કેજરીવાલને હાઈકોર્ટનો મોટો ફટકો, તાત્કાલિક સુનાવણીનો સ્પષ્ટ ઈન્કાર કરી દીધો

    દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને રાઉઝ એવન્યુ કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. કોર્ટે તેની અરજી પર તાત્કાલિક સુનાવણી કરવાનો ઈન્કાર કરી દીધો છે. આવી સ્થિતિમાં તેમના માટે હોળી પર પરિવાર સાથે રહેવું મુશ્કેલ બનશે. ખાસ વાત એ છે કે જ્યારે રાઉઝ એવન્યુ કોર્ટમાં તેમના રિમાન્ડને લઈને સુનાવણી ચાલી રહી હતી, તે જ સમયે તેમની વિરુદ્ધ દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી કે કેજરીવાલ ધરપકડ હેઠળ છે, તેથી તેમને પદ પરથી હટાવવા જોઈએ. દિલ્હીના સીએમ. આ પીઆઈએલ સુરજીત સિંહ યાદવ દ્વારા દાખલ કરવામાં આવી હતી અને પૂછવામાં આવ્યું હતું કે કેજરીવાલ કઈ મર્યાદા હેઠળ મુખ્યમંત્રી પદ ધરાવે છે.

  • Mar 23, 2024 21:01 IST

    સુરત ભાજપ કાઉન્સિલર ગેમર દેસાઈનું હાર્ટ એટેકથી મોત

    સુરત ભાજપના કાઉન્સિલર ગેમર દેસાઈનું 53 વર્ષની વયે હાર્ટ એટેકથી મોત થયું છે. આ ઘટનાની જાણ થતા નજીકના સગા સંબંધીઓ સહિત મોટી સંખ્યામાં ભાજપ નેતાઓ તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા. સુરતના પર્વત પાટિયા વિસ્તારમા તેમના નિવાસસ્થાને હાર્ટ એટેક આવ્યો હતો, ડોક્ટરો પાસે પરિવાર લઈ ગયો પરંતુ ડોક્ટરોએ મૃત જાહેર કર્યા.

  • Mar 23, 2024 20:24 IST

    રશિયાના મોસ્કોમાં આતંકવાદી હુમલો, મોતની સંખ્યા વધી 143 પહોંચી

    શનિવારે રાષ્ટ્રને સંબોધનમાં, રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને સૂચવ્યું હતું કે, મોસ્કોના ક્રોકસ સિટી હોલ પરના હુમલા સાથે યુક્રેન જોડાયેલું છે. સમાચાર એજન્સી રોઈટર્સે અહેવાલ આપ્યો છે કે, શુક્રવારના હુમલામાં મૃતકોની સંખ્યા વધીને 143 થઈ ગઈ છે. પુતિને જણાવ્યું હતું કે, ઘાતક હુમલા માટે જવાબદાર તમામને સજા કરવામાં આવશે, તથા 24 માર્ચને "રાષ્ટ્રીય શોકનો દિવસ" જાહેર કર્યો. ક્રેમલિને જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં, ચાર શંકાસ્પદ બંદૂકધારીઓ સહિત 11 લોકોની ધરપકડ કરવામાં આવી છે. અગાઉ, ઇસ્લામિક સ્ટેટ જૂથે સોશિયલ મીડિયા પર સંલગ્ન ચેનલો પર પોસ્ટ કરેલા નિવેદનમાં હુમલાની જવાબદારી સ્વીકારી હતી.

  • Mar 23, 2024 14:15 IST

    કેજરીવાલની ધરપકડના વિરોધમાં AAPના કાર્યકરો રસ્તા પર ઉતર્યા,

    આજે આમ આદમી પાર્ટી દેશભરમાં વિરોધ પ્રદર્શન કરી રહી છે. દિલ્હીના શાહિદી પાર્કથી લઈને હરિયાણા, પંજાબ, રાજસ્થાન અને ઘણા રાજ્યોમાં વિરોધ પ્રદર્શનો થયા છે.

  • Mar 23, 2024 11:46 IST

    સાબરકાંઠાના ઉમેદવાર ભીખાજી ઠાકોરે ચૂંટણી નહીં લડવાની કરી જાહેરાત

    વડોદરાના રંજનબહેનને ચૂંટણી ન લડવાની ઇચ્છા વ્યક્ત કર્યા બાદ સાબરકાંઠાના ભાજપના ઉમેદવાર ભીખાજી ઠાકોરે પણચૂંટણી ન લડવાની જાહેરાત કરી છે. સોશિયલ મીડિયા પર પોસ્ટ મુખીને ભીખાજી ઠાકોરે આ ઇચ્છા વ્યક્ત કરી છે.

  • Mar 23, 2024 11:26 IST

    અરવિંદ કેજરીવાલના પત્ની સુનીતા કેજરીવાલ કરશે પ્રેસ કોન્ફરન્સ

    દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની પત્ની સુનીતા કેજરીવાલ આજે પ્રેસ કોન્ફરન્સ કરશે. અરવિંદ કેજરીવાલને શુક્રવારે રાઉઝ એવન્યુ કોર્ટે 28 માર્ચ સુધી ED કસ્ટડીમાં મોકલી દીધા હતા.

  • Mar 23, 2024 09:44 IST

    જે સુંગરમાં મજૂરો ફસાયા હતા એ કંપનીએ ભાજપીને આપ્યું 55 કરોડનું દાન

    ઈલેક્ટોરલ બોન્ડ કેસ સાથે જોડાયેલી ઘણી માહિતીઓ સામે આવી રહી છે. ચૂંટણી પંચે તેના તમામ ડેટા જાહેર કરી દીધા છે. નવયુગ એન્જીનિયરિંગ કંપની પ્રાઈવેટ લિમિટેડને લઈને પણ ખુલાસો થયો છે. નવયુગ એ કંપની છે જેણે ગયા વર્ષે ઉત્તરકાશીમાં તૂટી પડેલી ટનલનું નિર્માણ કર્યું હતું. ઈલેક્ટોરલ બોન્ડ સાથે જોડાયેલા ડેટા અનુસાર આ કંપનીએ ભાજપને 55 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે.

  • Mar 23, 2024 08:36 IST

    અમેરિકાએ રશિયા સાથે શેર કરી હતી હુમલાની માહિતી

    અમેરિકાની ગુપ્ત એજન્સીઓએ રશિયામાં મોટા આતંકવાદી હુમલો થવાની જાણ રશિયાને કરી હતી.

  • Mar 23, 2024 08:32 IST

    અરવિંદ કેજરીવાલના સમર્થનમાં આપનો હોળીની ઉજવણીનો બહિષ્કાર

    દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડના વિરોધમાં આમ આદમી પાર્ટી (AAP) અને ઈન્ડિયા બ્લોકના નેતાઓએ હોળી ન ઉજવવાનો નિર્ણય લીધો છે.

  • Mar 23, 2024 08:30 IST

    ગુજરાતમાં હીટવેવની આગાહી

    ગુજરાતમાં ધીમે ધીમે ઉનાળો આગળ વધી રહ્યો છે ત્યારે હવામાન વિભાગે ગુજરાતના કચ્છ અને સૌરાષ્ટ્રમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે.

  • Mar 23, 2024 08:28 IST

    રશિયાના મોસ્કોમાં આતંકવાદી હુમલો

    રશિયાના મોસ્કોમાં મોટો આતંકવાદી હુમલો થયો છે. જેમાં 60 લોકોના મોત નિપજ્યા છે. ઇસ્લામિક સ્ટેટે હુમલાની જવાબદારી લીધી હતી.

  • Mar 23, 2024 08:28 IST

    આજનો શનિવારનો દિવસ કેવો રહેશે?

    આજે 23 માર્ચ 2024નો શનિવારનો દિવસ તમારા માટે કેવો રહેશે. તમામ રાશિના જાતકો અહીં ક્લિક કરીને વાંચો તમારું આજનું રાશિફળ

બ્રેકિંગ ન્યૂઝ ગુજરાત વિશ્વ દેશ