/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/06/Sharad-pawar-Uddhav-Thackeray.jpg)
શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરે (એક્સપ્રેસ ફાઇલ ફોટો)
Gujarat Latest News in Gujarati, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 23 October 2024, આજના તાજા સમાચાર: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી દરમિયાન શિવસેના યુબીટી દ્વારા 65 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય વર્લી વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડશે. યુવા સેનાના નેતા અને ઠાકરેના પિતરાઇ ભાઇ વરુણ સરદેસાઈને બાંદ્રા પૂર્વ વિધાનસભા બેઠક પરથી શિવસેના યુબીટીની યાદીમાં સ્થાન આપવામાં આવ્યું છે. શિવસેના યુબીટીએ પોતાના મોટાભાગના ધારાસભ્યોને ટિકિટ આપી છે જે પાર્ટીમાં ભાગલા બાદ ઉદ્ધવ ઠાકરેની સાથે ઉભા રહ્યા હતા. આ યાદીની ખાસ વાત એ છે કે, કોપરી-પાચપાખાડી વિધાનસભા બેઠક પરથી સીએમ એકનાથ શિંદે સામે તેમના ગુરુ આનંદ દિઘેના ભત્રીજા કેદાર દિઘેને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.
પ્રિયંકા ગાંધીએ કહ્યું - હું પ્રથમ વખત તમારું સમર્થન પોતાના માટે માંગી રહી છું
કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ વાયનાડ લોકસભા સીટ ઉપર થનારી પેટા ચૂંટણી માટે નામાંકન દાખલ કર્યું છે. આ દરમિયાન લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધી અને પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી પણ હાજર રહ્યા હતા. નામાંકન પહેલા પ્રિયંકા ગાંધી વાડ્રાએ એક મોટો રોડ શો કર્યો અને જનસભા પણ સંબોધી હતી.
કોંગ્રેસના મહાસચિવ અને વાયનાડ મતવિસ્તારના ઉમેદવાર પ્રિયંકા ગાંધી વાડ્રાએ એક જાહેર સભાને સંબોધતા કહ્યું કે છેલ્લા 35 વર્ષથી હું અલગ-અલગ ચૂંટણીઓ માટે પ્રચાર કરી રહી છું. આ પહેલીવાર છે જ્યારે હું તમારું સમર્થન પોતાના માટે માંગી રહી છું. મને વાયનાડથી ઉમેદવાર બનવાની તક આપવા માટે હું કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની ખૂબ જ આભારી છું.
દિલ્હી-જયપુર હાઈવે પર સ્લીપર બસ અને ટ્રોલી વચ્ચે જોરદાર ટક્કર
આજે સવારે રાજસ્થાનના અલવરથી બસ અકસ્માતના સમાચાર આવ્યા છે, જેમાં 3 લોકોના મોત થયા છે અને 45 જેટલા લોકો ઘાયલ થયા છે. મૃતકોમાં બે મહિલાઓનો સમાવેશ થાય છે. ઘણા ઘાયલોની હાલત નાજુક છે, જેના કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે સ્લીપર બસ અને ટ્રોલી વચ્ચે ટક્કર થઈ હતી, જેના કારણે આ ભયાનક દુર્ઘટના થઈ હતી.
મળતી માહિતી મુજબ, અજમેરથી દિલ્હી જઈ રહેલી એક હાઈ-સ્પીડ સ્લીપર બસ દિલ્હી-જયપુર નેશનલ હાઈવે પર એક ટ્રોલી સાથે અથડાઈ હતી, જેના કારણે બસની અંદર સૂઈ રહેલા 3 લોકોના મોત થયા હતા અને લગભગ 45 લોકો ઘાયલ થયા હતા.
5 વર્ષ બાદ મોદી-જિનપિંગની દ્વિપક્ષીય મુલાકાત
પાંચ વર્ષ બાદ બ્રિક્સ સમિટમાં ભારત અને ચીન વચ્ચે દ્વિપક્ષીય બેઠક યોજાઇ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ શી જિનપિંગે ઘણા મુદ્દાઓ પર કરી હતી. આ બેઠક એવા સમયે થઈ રહી છે જ્યારે LAC પર તણાવ ઓછો થયો છે અને ઘણા મુદ્દાઓ પર સર્વસંમતિ સધાઈ છે. જાણકારી માટે તમને જણાવી દઈએ કે બંને દેશો વચ્ચે પાંચ વર્ષ બાદ આ મીટિંગ થઈ છે, આ પહેલા મહાબલીપુરમમાં એક અનૌપચારિક મીટિંગ જોવા મળી હતી જે 2019માં થઈ હતી. પરંતુ થોડા મહિના પછી સરહદ પર તણાવ વધ્યો અને સંબંધો બગડ્યા હતા. તે તણાવ પછી બંને દેશોના નેતાઓ 2023માં મળ્યા હતા, પરંતુ એક પણ દ્વિપક્ષીય બેઠક થઈ શકી ન હતી.
- Oct 23, 2024 22:21 IST
Today News Live : મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી : શિવસેના યુબીટીએ 65 ઉમેદવારો જાહેર કર્યા, આદિત્ય ઠાકરે વર્લીથી લડશે
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી દરમિયાન શિવસેના યુબીટી દ્વારા 65 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય વર્લી વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડશે. યુવા સેનાના નેતા અને ઠાકરેના પિતરાઇ ભાઇ વરુણ સરદેસાઈને બાંદ્રા પૂર્વ વિધાનસભા બેઠક પરથી શિવસેના યુબીટીની યાદીમાં સ્થાન આપવામાં આવ્યું છે. શિવસેના યુબીટીએ પોતાના મોટાભાગના ધારાસભ્યોને ટિકિટ આપી છે જે પાર્ટીમાં ભાગલા બાદ ઉદ્ધવ ઠાકરેની સાથે ઉભા રહ્યા હતા. આ યાદીની ખાસ વાત એ છે કે, કોપરી-પાચપાખાડી વિધાનસભા બેઠક પરથી સીએમ એકનાથ શિંદે સામે તેમના ગુરુ આનંદ દિઘેના ભત્રીજા કેદાર દિઘેને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.
- Oct 23, 2024 22:00 IST
Today News Live : ઝિમ્બાબ્વેએ ટી 20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં હાઇએસ્ટ સ્કોર બનાવ્યો
ઝિમ્બાબ્વેએ ટી 20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ઇતિહાસ રચતા હાઇએસ્ટ સ્કોર બનાવ્યો છે. ઝિમ્બાબ્વેએ આઇસીસી મેન્સ ટી-20 વર્લ્ડ કપ સબ-રિજનલ આફ્રિકા ક્વોલિફાયર ગ્રુપ બી ની મેચમાં ગામ્બિયા સામે 20 ઓવરમાં 4 વિકેટે 344 રન ફટકાર્યા હતા. પુરુષ ટી 20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કોઈ પણ ટીમનો આ સર્વોચ્ચ સ્કોર છે. આ મુકાબલો નૈરોબીના રુઆરાકા સ્પોર્ટ્સ ક્લબ મેદાન પર રમાઇ હતી. આ મેચમાં ઝિમ્બાબ્વેએ કુલ 27 સિક્સર ફટકારી હતી.
- Oct 23, 2024 20:52 IST
તુર્કીની રાજધાની અંકારામાં મોટો આતંકી હુમલો, 3 લોકોના મોત
તુર્કીની રાજધાની અંકારામાં મોટો આતંકી હુમલો થયો છે. આ હુમલામાં 3 લોકોના મોત થયા છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ હુમલો તુર્કીની રાજધાની અંકારા સ્થિત ડિફેન્સ એન્ડ એરોસ્પેસ કંપની 'તુર્કી એરોસ્પેસ ઈન્ડસ્ટ્રીઝ'ના હેડક્વાર્ટર પર થયો છે. તુર્કીના આંતરિક મંત્રી અલી યેરલિકાયાએ આ આતંકવાદી હુમલાની પુષ્ટિ કરી છે.
- Oct 23, 2024 17:32 IST
Today News Live : રાજ્ય સરકારે ખેડૂતો માટે 1419.62 કરોડ રૂપિયાના પેકેજની જાહેરાત કરી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને કેબિનેટની બેઠકમાં કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં ભારે વરસાદના કારણે પાકને નુકશાન પહોંચેલા ખેડૂતો માટે રૂપિયા 1419.62 કરોડના પેકેજની જાહેરાત કરવામાં આવી છે. જેનો રાજ્યના 20 જિલ્લાના સાત લાખથી વધુ ખેડૂતોને લાભ મળશે. 8.5 લાખ હેક્ટર જમીનના ખેડૂતોને સહાય ચૂકવાશે.
- Oct 23, 2024 16:45 IST
Today News Live : પ્રિયંકા ગાંધીએ કહ્યું - હું પ્રથમ વખત તમારું સમર્થન પોતાના માટે માંગી રહી છું
વાયનાડ, કેરળ: કોંગ્રેસના મહાસચિવ અને વાયનાડ મતવિસ્તારના ઉમેદવાર પ્રિયંકા ગાંધી વાડ્રાએ એક જાહેર સભાને સંબોધતા કહ્યું કે છેલ્લા 35 વર્ષથી હું અલગ-અલગ ચૂંટણીઓ માટે પ્રચાર કરી રહી છું. આ પહેલીવાર છે જ્યારે હું તમારું સમર્થન પોતાના માટે માંગી રહી છું. મને વાયનાડથી ઉમેદવાર બનવાની તક આપવા માટે હું કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની ખૂબ જ આભારી છું.
- Oct 23, 2024 13:56 IST
Today News Live : વાયનાડથી પેટા ચૂંટણી માટે પ્રિયંકા ગાંધીએ નામાંકન ભર્યું
કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ વાયનાડ લોકસભા સીટ ઉપર થનારી પેટા ચૂંટણી માટે નામાંકન દાખલ કર્યું છે. આ દરમિયાન લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધી અને પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી પણ હાજર રહ્યા હતા. નામાંકન પહેલા પ્રિયંકા ગાંધી વાડ્રાએ એક મોટો રોડ શો કર્યો અને જનસભા પણ સંબોધી હતી.
- Oct 23, 2024 10:49 IST
Today News Live : દિલ્હી-જયપુર હાઈવે પર સ્લીપર બસ અને ટ્રોલી વચ્ચે જોરદાર ટક્કર
આજે સવારે રાજસ્થાનના અલવરથી બસ અકસ્માતના સમાચાર આવ્યા છે, જેમાં 3 લોકોના મોત થયા છે અને 45 જેટલા લોકો ઘાયલ થયા છે. મૃતકોમાં બે મહિલાઓનો સમાવેશ થાય છે. ઘણા ઘાયલોની હાલત નાજુક છે, જેના કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે સ્લીપર બસ અને ટ્રોલી વચ્ચે ટક્કર થઈ હતી, જેના કારણે આ ભયાનક દુર્ઘટના થઈ હતી.
મળતી માહિતી મુજબ, અજમેરથી દિલ્હી જઈ રહેલી એક હાઈ-સ્પીડ સ્લીપર બસ દિલ્હી-જયપુર નેશનલ હાઈવે પર એક ટ્રોલી સાથે અથડાઈ હતી, જેના કારણે બસની અંદર સૂઈ રહેલા 3 લોકોના મોત થયા હતા અને લગભગ 45 લોકો ઘાયલ થયા હતા.
- Oct 23, 2024 09:31 IST
Today News Live : સેન્સેક્સ 300 પોઇન્ટ ઘટીને ખુલ્યો, નિફ્ટી નરમ
શેરબજાર સેન્સેક્સ નિફ્ટી બુધવારે ઘટીને ખૂલ્યા છે. સેન્સેક્સ 300 પોઇન્ટ ઘટીને 80220 ખુલ્યો છે. તો નિફ્ટી 24472 પાછલા બંધ સામે નીચા ગેપમાં બુધવારે 24378 ખુલ્યો હતો. જો કે બેંક નિફ્ટી 130 પોઇન્ટ અને આઈટી ઇન્ડેક્સ 300 પોઇન્ટ વધીને ટ્રેડ થઇ રહ્યા હતા.
- Oct 23, 2024 08:50 IST
Today News Live : ગુજરાતના 15 જિલ્લાઓમાં પડશે વરસાદ
હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના 15 જિલ્લાઓમાં વરસાદ પડવાની શક્યતાઓ છે. જેમાં નર્મદા, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી આ ઉપરાંત સૌરાષ્ટ્રના રાજકોટ, પોરબંદર,જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીરસોમનાથ અને દીવનો સમાવેશ થાય છે.
- Oct 23, 2024 08:32 IST
Today News Live : 5 વર્ષ બાદ આજે મોદી-જિનપિંગની દ્વિપક્ષીય મુલાકાત
પાંચ વર્ષ બાદ બ્રિક્સ સમિટમાં ભારત અને ચીન વચ્ચે દ્વિપક્ષીય બેઠક યોજાવા જઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ શી જિનપિંગ ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરવાના છે. આ બેઠક એવા સમયે થઈ રહી છે જ્યારે LAC પર તણાવ ઓછો થયો છે અને ઘણા મુદ્દાઓ પર સર્વસંમતિ સધાઈ છે. બંને દેશોના વિદેશ મંત્રાલયોએ પણ જારી નિવેદનમાં આ બેઠકને લઈને ઉત્સાહ વ્યક્ત કર્યો છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us