Gujarat Latest News in Gujarati, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 24 April 2024 Highlights, આજના તાજા સમાચાર: આજના દિવસના મહત્વની ઘટનાઓ અંગે વાત કરીએ તો, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર બીજો સૌથી મોટો હુમલો કર્યો છે. સામ પિત્રોડાના લેગસી ટેક્સ અંગેના નિવેદન પર પીએમે એક જનસભામાં કહ્યું છે કે, કોંગ્રેસ હવે વારસામાં મળેલી સંપત્તિ પર ટેક્સ લગાવવાનું કામ કરવા જઈ રહી છે.
તારાપુર વટામણ હાઈવે પર એક કાર ચાલકે ફૂલ સ્પીડમાં રોડ ક્રોસ કરી રહેલા બાઈકને ટક્કર મારતા બાઈક પર સવાર પિતા પુત્ર રોડ પર પટકાયા હતા. આ અકસ્માતમાં પિતાનું ઘટના સ્થળે જ મોત થયું હતુ, જ્યારે 9 વર્ષિય પુત્ર રોડ પર ઢસડાતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. પોલીસ અનુસાર, મૃતક અમિતભાઈ જાદવ તારાપુરના વલ્લીગામના રહેવાસી હતા, પુતરનું નામ દર્શન છે, જે સારવાર હેઠળ છે.
આ બાજુ ગુજરાતનું રાજકારણ સુરત બેઠક બાદ વધારે ગરમાયું છે. એક તરફ રૂપાલાનો ક્ષત્રિયો દ્વારા વિરોધ થઈ રહ્યો છે તો બીજી તરફ સુરત લોકસભા બેઠક મુકેશ દલાલ બિનહરીફ ચૂંટાયા છે. હવે રાજરમતના આક્ષેપો સાથે વિપક્ષ પણ મેદાનમાં ઉતર્યું છે. આજે ગુજરાતમાં ગરમી વધશે. આઈપીએલ 2024ની આજની 40મી મેચમાં ગુજરાત અને દિલ્હી વચ્ચે ટક્કર થશે. દેશ દુનિયા સહિત ગુજરાતના તમામ સમાચાર વિશે જાણવા માટે વાંચતા રહો આજના તાજા સમાચાર.






