/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/09/rahul-gandhi.jpg)
રાહુલ ગાંધી ફાઇલ તસવીર - jansatta
Gujarat Latest News in Gujarati, Gujarati Samachar (ગુજરાતી સમાચાર) 24 December 2024 LIVE, આજના તાજા સમાચાર: કોંગ્રેસે આગામી દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે પોતાના ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. પાર્ટીએ 26 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. મંગળવારે મોડી સાંજે કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમિતિ (સીઈસી)ની બેઠક મળી હતી. આ બેઠકમાં 35 બેઠકો માટે ઉમેદવારોના નામની ચર્ચા કરવામાં આવી હતી. આ પછી 26 ઉમેદવારોના નામની જાહેરાત કરાઇ હતી. આ પહેલા કોંગ્રેસે દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે 21 ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી. જંગપુરાથી કોંગ્રેસે ફરહાદ સૂરીને ટિકિટ આપી છે. આ બેઠક આમ આદમી પાર્ટીના નેતા અને પૂર્વ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા લડી રહ્યા છે. અન્ય ઉમેદવારોમાં સીમાપુરીથી રાજેશ લિલોથિયા, ઉત્તમ નગરથી મુકેશ શર્મા અને ભીજવાસનથી દેવેન્દ્ર સેહરાવતનો સમાવેશ થાય છે.
કોંગ્રેસે રાષ્ટ્રીય માનવાધિકાર આયોગના અધ્યક્ષ અને સભ્યોની નિયુક્તિ સામે વાંધો ઉઠાવ્યો
કોંગ્રેસે રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ (એનએચઆરસી)ના અધ્યક્ષ અને સભ્યોની નિમણૂક સાથે વાંધો ઉઠાવવામાં આવ્યો છે. કોંગ્રેસે આ અંગે અસંમતિ નોંધ જારી કરી છે અને આ સમગ્ર ચૂંટણી પ્રક્રિયાને ખોટી ગણાવી છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પંચના અધ્યક્ષની નિયુક્તિ સાથે અસહમતિ દર્શાવતા કહ્યું છે કે આ પ્રક્રિયા પૂર્વ નિર્ધારિત હતી અને આ નિયુક્તિ પહેલા કોઈ પરામર્શ કરવામાં આવી ન હતી અને કોઈ સંમતિ લેવામાં આવી ન હતી. સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ વી રામાસુબ્રમણ્યમને એનએચઆરસીના નવા અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ન્યાયાધીશ પ્રિયંક કાનૂનગો અને ન્યાયાધીશ બિદ્યુત રંજન સારંગીને આયોગના સભ્ય તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ આ નિમણૂક કરી છે.
મોહન ભાગવત હિન્દુ ધર્મના વડા નથી કે અમે તેમની વાત સાંભળીએ… જગદગુરુ રામભદ્રાચાર્યનું મોટું નિવેદન
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવતના નિવેદન અંગે જગદગુરુ રામભદ્રાચાર્યએ કહ્યું છે કે આ સંઘ પ્રમુખનું અંગત નિવેદન હોઈ શકે છે અને તે આપણા બધાનું નિવેદન નથી. રામભદ્રાચાર્યએ કહ્યું કે મોહન ભાગવત કોઈ પણ સંગઠનના વડા હોઈ શકે છે, તેઓ હિન્દુ ધર્મના વડા નથી, તેઓ જે કહે છે.
આ પહેલા સંતોના સંગઠન અખિલ ભારતીય સંત સમિતિ (AKSS) એ સોમવારે મોહન ભાગવતની ટિપ્પણીની ટીકા કરી હતી. AKSSના જનરલ સેક્રેટરી સ્વામી જિતેન્દ્રનંદ સરસ્વતીએ ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને જણાવ્યું હતું કે, "જ્યારે ધર્મનો વિષય આવે છે, ત્યારે તેનો નિર્ણય ધાર્મિક ગુરુઓએ લેવાનો હોય છે અને તેઓ જે પણ નિર્ણય લેશે તે સંઘ અને VHP દ્વારા સ્વીકારવામાં આવશે."
અમદાવાદ એસજી હાઈવે પર થલતેજના ટાઈટેનિયમ સ્ક્વેર બિલ્ડિંગમાં આગ
અમદાવાદના એસજી હાઇવે પર થલતેજ ચાર રસ્તા પાસે આવેલી ટાઇટેનિયમ સ્ક્વેર નામની કોમર્શિયલ બિલ્ડિંગમાં વહેલી સવારે ભીષણ આગ લાગવાની ઘટના બની હતી. ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડના ઉચ્ચ અધિકારીઓ સહિત 28 જેટલી ફાયરની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. ત્રણ કલાકની ભારે અહેમદ બાદ આગને સંપૂર્ણપણે કાબુમાં લઈ લેવામાં આવી છે. ત્રણ માળમાં આવેલી 12થી વધારે ઓફિસો આગમાં ખાખ થઈ ગઈ છે. ફાયર બ્રિગેડ દ્વારા મેજર કોલ જાહેર કરવામાં આવ્યો છે.
લખનઉ અને ગાજીપુરમાં એન્કાઉન્ટર, 42 લોકર કાપનાર બે આરોપી ઠાર
લખનૌમાં ઇન્ડિયન ઓવરસીઝ બેંકમાંથી લોકર તોડીને ચોરી કરનારા બદમાશોનું પોલીસે એન્કાઉન્ટર કરી દીધું છે. આ ઘટનાને સાત ચોરોએ અંજામ આપ્યો હતો. તેમાંથી એક લખનૌમાં અને બીજી ગાઝીપુરમાં સામે આવી હતી. બિહારના રહેવાસી ગુનેગાર સન્નીદયાલનું એન્કાઉન્ટર મંગળવારે સવારે ગાઝીપુરમાં થયું હતું. આ પહેલા સોવિંદ કુમારનું લખનૌમાં મોડી રાત્રે એન્કાઉન્ટર થયું હતું. તેમની રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. પરંતુ તેનું પણ મંગળવારે સવારે મોત થયું હતું.
નલિયામાં 7.9 ડિગ્રી તાપમાન સાથે ઠંડુગાર
ગુજરાતમાં શિયાળો જેમ જેમ આગળ વધી રહ્યો છે તેમ તેમ કાતિલ ઠંડી પડી રહી છે. ઠંડીનું મોજું ફરી વળતાં લોકો ઠંડીમાં ઠુંઠવાયા છે. ગુજરાતમાં તાપમાનના આંકડાની વાત કરીએ તો ગુજરાતમાં 7.9 ડિગ્રીથી લઈને 19 ડિગ્રી વચ્ચે લઘુતમ તાપમાન નોંધાયું છે. જેમાં નલિયામાં 7.9 ડિગ્રી લઘત્તમ તાપમાન નોંધાયું હતું. જે રાજ્યનું સૌથી ઠંડું શહેર રહ્યું હતું. બીજી તરફ ઓખામાં 19 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. ડિસામાં 16.3 ડિગ્રી, રાજકોટમાં 12.4 ડિગ્રી ઠંડી નોંધાઈ હતી.
- Dec 24, 2024 23:39 IST
Today Live News : કોંગ્રેસે દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે 26 ઉમેદવારોના નામની જાહેરાત કરી
કોંગ્રેસે આગામી દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે પોતાના ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. પાર્ટીએ 26 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. મંગળવારે મોડી સાંજે કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમિતિ (સીઈસી)ની બેઠક મળી હતી. આ બેઠકમાં 35 બેઠકો માટે ઉમેદવારોના નામની ચર્ચા કરવામાં આવી હતી. આ પછી 26 ઉમેદવારોના નામની જાહેરાત કરાઇ હતી. આ પહેલા કોંગ્રેસે દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે 21 ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી. જંગપુરાથી કોંગ્રેસે ફરહાદ સૂરીને ટિકિટ આપી છે. આ બેઠક આમ આદમી પાર્ટીના નેતા અને પૂર્વ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા લડી રહ્યા છે. અન્ય ઉમેદવારોમાં સીમાપુરીથી રાજેશ લિલોથિયા, ઉત્તમ નગરથી મુકેશ શર્મા અને ભીજવાસનથી દેવેન્દ્ર સેહરાવતનો સમાવેશ થાય છે.
कांग्रेस ने दिल्ली चुनाव के लिए 26 उम्मीदवारों की दूसरी सूची जारी की। pic.twitter.com/HoYUqYX01J
— ANI_HindiNews (@AHindinews) December 24, 2024
- Dec 24, 2024 22:19 IST
આરિફ મોહમ્મદ ખાનની બિહારના રાજ્યપાલ તરીકે નિમણૂંક, વી.કે.સિંહ મિઝોરમના રાજ્યપાલ બન્યા
આરિફ મોહમ્મદ ખાનને બિહારના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. પૂર્વ સેના પ્રમુખ વીકે સિંહને મિઝોરમના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિએ જારી કરેલા આદેશમાં અન્ય ઘણા રાજ્યોના રાજ્યપાલોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. આ લિસ્ટમાં અજય ભલ્લાનું નામ પણ મહત્વનું છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે મિઝોરમના રાજ્યપાલ ડો.હરિ બાબુ કંભામપતિને ઓડિશાના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. વિજય કુમાર સિંહને મિઝોરમના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. બિહારના રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકરને કેરળના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. કેરળના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાનને બિહારના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
- Dec 24, 2024 21:14 IST
શિમલાઃ ક્રિસમસ પહેલા ક્રાઈસ્ટ ચર્ચને રોશનીથી શણગારવામાં આવ્યું
watch शिमला: क्रिसमस से पहले क्राइस्ट चर्च को रोशनी से जगमग किया गया। pic.twitter.com/0d1oKMzEEJ
— ANI_HindiNews (@AHindinews) December 24, 2024
- Dec 24, 2024 19:48 IST
Today Live News : જમ્મુ-કાશ્મીર પુંછ સેક્ટરમાં સેનાના વાહનને અકસ્માત નડતાં પાંચ જવાનો શહીદ
જમ્મુ-કાશ્મીર પુંછ સેક્ટરમાં સેનાના વાહનને અકસ્માત નડતાં પાંચ જવાનો શહીદ થયા હતા. બચાવ કામગીરી ચાલી રહી છે અને ઘાયલોને તબીબી સંભાળ પૂરી પાડવામાં આવી રહી છે : વ્હાઇટ નાઈટ કોર્પ્સ, ભારતીય સેના.
जम्मू-कश्मीर | पुंछ सेक्टर में सेना के एक वाहन के दुर्घटनाग्रस्त होने से 5 जवानों की मौत हो गई।
बचाव अभियान जारी है और घायलों को चिकित्सा सुविधा उपलब्ध कराई जा रही है: व्हाइट नाइट कोर, भारतीय सेना pic.twitter.com/W57GKrBFBv— ANI_HindiNews (@AHindinews) December 24, 2024
- Dec 24, 2024 18:09 IST
Today Live News : આઈસીસીએ ચેમ્પિયન્સ ટ્રોફી 2025નો કાર્યક્રમ જાહેર કર્યો
આઈસીસી એ આવતા વર્ષે પાકિસ્તાનમાં યોજાનાર ચેમ્પિયન્સ ટ્રોફી 2025નો સંપૂર્ણ કાર્યક્રમ જાહેર કરી દીધો છે. ચેમ્પિયન્સ ટ્રોફી આવતા વર્ષના પ્રારંભે ફેબ્રુઆરીથી માર્ચ વચ્ચે રમાશે. આઈસીસીએ પહેલેથી જ સ્પષ્ટ કરી દીધું હતું કે ટૂર્નામેન્ટ હાઇબ્રિડ મોડેલ હેઠળ યોજાશે. આવામાં ભારત પોતાની મેચો અન્ય દેશમાં રમશે. 19 ફેબ્રુઆરીથી ટૂર્નામેન્ટની શરૂઆત થશે અને 9 માર્ચે ફાઇનલ મુકાબલો રમાશે.
- Dec 24, 2024 16:35 IST
Today Live News : કોંગ્રેસે રાષ્ટ્રીય માનવાધિકાર આયોગના અધ્યક્ષ અને સભ્યોની નિયુક્તિ સામે વાંધો ઉઠાવ્યો
કોંગ્રેસે રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ (એનએચઆરસી)ના અધ્યક્ષ અને સભ્યોની નિમણૂક સાથે વાંધો ઉઠાવવામાં આવ્યો છે. કોંગ્રેસે આ અંગે અસંમતિ નોંધ જારી કરી છે અને આ સમગ્ર ચૂંટણી પ્રક્રિયાને ખોટી ગણાવી છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પંચના અધ્યક્ષની નિયુક્તિ સાથે અસહમતિ દર્શાવતા કહ્યું છે કે આ પ્રક્રિયા પૂર્વ નિર્ધારિત હતી અને આ નિયુક્તિ પહેલા કોઈ પરામર્શ કરવામાં આવી ન હતી અને કોઈ સંમતિ લેવામાં આવી ન હતી. સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ વી રામાસુબ્રમણ્યમને એનએચઆરસીના નવા અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ન્યાયાધીશ પ્રિયંક કાનૂનગો અને ન્યાયાધીશ બિદ્યુત રંજન સારંગીને આયોગના સભ્ય તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ આ નિમણૂક કરી છે.
- Dec 24, 2024 14:51 IST
Today Live News : મોહન ભાગવત હિન્દુ ધર્મના વડા નથી કે આપણે તેમની વાત સાંભળીએ… જગદગુરુ રામભદ્રાચાર્યનું મોટું નિવેદન
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવતના નિવેદન અંગે જગદગુરુ રામભદ્રાચાર્યએ કહ્યું છે કે આ સંઘ પ્રમુખનું અંગત નિવેદન હોઈ શકે છે અને તે આપણા બધાનું નિવેદન નથી. રામભદ્રાચાર્યએ કહ્યું કે મોહન ભાગવત કોઈ પણ સંગઠનના વડા હોઈ શકે છે, તેઓ હિન્દુ ધર્મના વડા નથી, તેઓ જે કહે છે.
આ પહેલા સંતોના સંગઠન અખિલ ભારતીય સંત સમિતિ (AKSS) એ સોમવારે મોહન ભાગવતની ટિપ્પણીની ટીકા કરી હતી. AKSSના જનરલ સેક્રેટરી સ્વામી જિતેન્દ્રનંદ સરસ્વતીએ ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને જણાવ્યું હતું કે, "જ્યારે ધર્મનો વિષય આવે છે, ત્યારે તેનો નિર્ણય ધાર્મિક ગુરુઓએ લેવાનો હોય છે અને તેઓ જે પણ નિર્ણય લેશે તે સંઘ અને VHP દ્વારા સ્વીકારવામાં આવશે."
- Dec 24, 2024 12:50 IST
Today Live News : અલ્લુ અર્જુન પોલીસ સ્ટેશન પહોંચ્યો
થિયેટરમાં થયેલી નાસભાગના મામલામાં અલ્લુ અર્જુન પોલીસ સ્ટેશન પહોંચ્યો છે. હૈદરાબાદ પોલીસે તેને પૂછપરછ માટે ફરીથી નોટિસ પાઠવી હતી. આ માટે તેઓ ચિક્કડપલ્લી પોલીસ સ્ટેશન પહોંચ્યા છે. તેનો વીડિયો પણ અહીંથી સામે આવ્યો છે.
- Dec 24, 2024 12:35 IST
વન નેશન વન ઇલેક્શન પર સંયુક્ત સંસદ સમિતિની બેઠક 8 જાન્યુઆરીમાં યોજાશે
વન નેશનલ વન ઇલેક્શન પર સંયુક્ત સંસદીય સમિતિની બેઠક 8 જાન્યુઆરી, 2025ના રોજ યોજાશે.
https://twitter.com/AHindinews/status/1871448397988913279
- Dec 24, 2024 09:55 IST
Today Live News : સેન્સેક્સ નિફ્ટી વધીને ખુલ્યા બાદ ઘટ્યા, બેંક શેરમાં વેચવાલી
શેરબજાર સેન્સેક્સ નિફ્ટી મંગળવારે પોઝિટિવ ખુલ્યા બાદ ઘટ્યા હતા. સેન્સેક્સ પાછલા બંધ 78540 સામે મંગળવારે 167 પોઇન્ટ વધી 78707 ખુલ્યો હતો. જો કે ફાઈનાન્સ અને બેંક શેરમાં વેચવાલીના દબાણથી સેન્સેક્સ ઘટ્યો અને 78500 લેવલ નીચે ટ્રેડ કરી રહ્યો છે. એનએસઇ નિફ્ટી પાછલા બંધ 23753 સામે આજે 23769 ખુલ્યો હતો. બેંક નિફ્ટી ઈન્ડેક્સ 150 પોઇન્ટ નરમ હતો.
- Dec 24, 2024 09:34 IST
Today Live News : અમદાવાદ એસજી હાઈવે પર થલતેજના ટાઈટેનિયમ સ્ક્વેર બિલ્ડિંગમાં આગ, મેજર કોલ જાહેર
અમદાવાદના એસજી હાઇવે પર થલતેજ ચાર રસ્તા પાસે આવેલી ટાઇટેનિયમ સ્ક્વેર નામની કોમર્શિયલ બિલ્ડિંગમાં વહેલી સવારે ભીષણ આગ લાગવાની ઘટના બની હતી. ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડના ઉચ્ચ અધિકારીઓ સહિત 28 જેટલી ફાયરની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. ત્રણ કલાકની ભારે અહેમદ બાદ આગને સંપૂર્ણપણે કાબુમાં લઈ લેવામાં આવી છે. ત્રણ માળમાં આવેલી 12થી વધારે ઓફિસો આગમાં ખાખ થઈ ગઈ છે. ફાયર બ્રિગેડ દ્વારા મેજર કોલ જાહેર કરવામાં આવ્યો છે.
- Dec 24, 2024 09:29 IST
Today Live News : નલિયામાં 7.9 ડિગ્રી તાપમાન સાથે ઠંડુગાર
ગુજરાતમાં શિયાળો જેમ જેમ આગળ વધી રહ્યો છે તેમ તેમ કાતિલ ઠંડી પડી રહી છે. ઠંડીનું મોજું ફરી વળતાં લોકો ઠંડીમાં ઠુંઠવાયા છે. ગુજરાતમાં તાપમાનના આંકડાની વાત કરીએ તો ગુજરાતમાં 7.9 ડિગ્રીથી લઈને 19 ડિગ્રી વચ્ચે લઘુતમ તાપમાન નોંધાયું છે. જેમાં નલિયામાં 7.9 ડિગ્રી લઘત્તમ તાપમાન નોંધાયું હતું. જે રાજ્યનું સૌથી ઠંડું શહેર રહ્યું હતું. બીજી તરફ ઓખામાં 19 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. ડિસામાં 16.3 ડિગ્રી, રાજકોટમાં 12.4 ડિગ્રી ઠંડી નોંધાઈ હતી.
- Dec 24, 2024 09:28 IST
Today Live News : લખનઉ અને ગાજીપુરમાં એન્કાઉન્ટર, 42 લોકર કાપનાર બે આરોપી ઠાર
લખનૌમાં ઇન્ડિયન ઓવરસીઝ બેંકમાંથી લોકર તોડીને ચોરી કરનારા બદમાશોનું પોલીસે એન્કાઉન્ટર કરી દીધું છે. આ ઘટનાને સાત ચોરોએ અંજામ આપ્યો હતો. તેમાંથી એક લખનૌમાં અને બીજી ગાઝીપુરમાં સામે આવી હતી. બિહારના રહેવાસી ગુનેગાર સન્નીદયાલનું એન્કાઉન્ટર મંગળવારે સવારે ગાઝીપુરમાં થયું હતું. આ પહેલા સોવિંદ કુમારનું લખનૌમાં મોડી રાત્રે એન્કાઉન્ટર થયું હતું. તેમની રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. પરંતુ તેનું પણ મંગળવારે સવારે મોત થયું હતું.

/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us