/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/02/Nitish-Kumar.jpg)
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર (Video screengrab/ YouTube)
Gujarat Latest News in Gujarati, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 24 July 2024 Highlights, આજના તાજા સમાચાર: બિહારમાં પેપર લીક કરનારાઓ સામે હવે કડક કાર્યવાહી થશે. બુધવારે બિહાર વિધાનસભામાં પેપર લીક વિરોધી કાયદો પસાર કરવામાં આવ્યો હતો. આ કાયદો પસાર થયા બાદ રાજ્યમાં પેપર લીક કેસમાં દોષી સાબિત થયેલા લોકોને હવે 1 કરોડ સુધીનો દંડ ફટકારવામાં આવશે અને 10 વર્ષ સુધીની જેલની સજા થશે. આ કાયદા હેઠળના તમામ ગુનાઓ કોગ્નિઝેબલ અને બિનજામીનપાત્ર રહેશે.
BSF-CISF માં અગ્નિવીરોને મળશે 10% અનામત, નિર્ણયને મંજૂરી
બીએસએફ-સીઆઇએસએફમાં અગ્નિવીરોને 10 ટકા અનામત આપવાના નિર્ણયને મંજૂરી મળી ગઇ છે. આ નિર્ણય બે સપ્તાહ પહેલા લેવામાં આવ્યો હતો, પરંતુ હવે તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. અગ્નિવીરોને 10 ટકાનું આ અનામત મહત્વનું છે કારણ કે આ સૈનિકોના ભવિષ્ય અંગે વિવાદની સ્થિતિ છે. વિપક્ષનો આરોપ છે કે અગ્નિવીરોને સરકાર તરફથી વધારે સુવિધાઓ આપવામાં આવી રહી નથી.
બજેટ 2024 બાદ સોનાના ભાવમાં થયો મોટો ઘટાડો
નાણામંત્રી નિર્મલા સીતારમણે 23 જુલાઈ 2024ના રોજ દેશનું કેન્દ્રીય બજેટ 2024 રજૂ કર્યું છે. અને બજેટના બીજા દિવસે એટલે કે આજે સોનાની કિંમતમાં જોરદાર ઘટાડો જોવા મળી રહ્યો છે. ગઈકાલના ભાવની સરખામણી કરીએ તો 10 ગ્રામ સોનાની કિંમતમાં 2300 રૂપિયાનો ઘટાડો થયો છે. સાવનના ત્રીજા દિવસે એટલે કે બુધવારે (24 જુલાઈ) દિલ્હી, મુંબઈ અને યુપી જેવા રાજ્યોમાં સોનાની કિંમત 71,500 રૂપિયાની આસપાસ છે.
ચાંદીની વાત કરીએ તો તેની કિંમત ઘટીને 87,900 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે અને તેમાં 4000 રૂપિયા સુધીનો સુધારો જોવા મળ્યો છે. આવો અમે તમને જણાવીએ કે દેશના કયા શહેરોમાં 22 કેરેટ અને 24 કેરેટ સોનાની વર્તમાન છૂટક કિંમત શું છે.
નેપાળમાં પ્લેન ક્રેશ, 18 મૃતદેહો મળ્યા
નેપાળના કાઠમંડુમાં ત્રિભુવન ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એક પ્લેન ક્રેશ થયું છે. મળતી માહિતી મુજબ પ્લેનમાં સ્ટાફ સહિત 19 લોકો સવાર હતા. બચાવ કાર્ય ચાલુ છે. આ મામલાની માહિતી આપતા નેપાળ પોલીસે જણાવ્યું કે, વિમાનમાં 17 મુસાફરો અને બે ક્રૂ મેમ્બર હાજર હતા. જેમાંથી 18ના મૃતદેહ મળી આવ્યા છે.
લાલુ યાદવને એઇમ્સમાં દાખલ કરાયા
રાજદ પ્રમુખ લાલુ પ્રસાદ યાદવની તબિયત અચાનક બગડતાં તેમને દિલ્હી એઇમ્સમાં દાખલ કરવામાં આવ્યા છે. તેની સ્થિતિ સ્થિર હોવાનું માનવામાં આવી રહ્યું છે. કેટલાક મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે તેઓ નિયમિત તપાસ માટે હોસ્પિટલ ગયા હતા. જોકે કેટલાકનો દાવો છે કે તેમની તબિયત ખરાબ થઈ હતી. ઉલ્લેખનીય છે કે લાલુ યાદવ અનેક બીમારીઓ સામે લડી રહ્યા છે. તાજેતરમાં તેમણે કિડની ટ્રાન્સપ્લાન્ચ કરાવી હતી. જોકે વધતી ઉંમરના કારણે તેમને અનેક તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે.
- Jul 24, 2024 23:24 IST
વિદેશ મંત્રી એસ જયશંકર અને બ્રિટિશ વિદેશ મંત્રી ડેવિડ લૈમી વચ્ચે મુલાકાત
વિદેશ મંત્રી ડૉ. એસ જયશંકર અને બ્રિટિશ વિદેશ મંત્રી ડેવિડ લૈમીએ દિલ્હીમાં મુલાકાત કરી.
#WATCH विदेश मंत्री डॉ. एस जयशंकर और ब्रिटेन के विदेश मंत्री डेविड लैमी ने दिल्ली में मुलाकात की। pic.twitter.com/NsZIEFWshX
— ANI_HindiNews (@AHindinews) July 24, 2024
- Jul 24, 2024 20:42 IST
BSF-CISF માં અગ્નિવીરોને મળશે 10% અનામત, નિર્ણયને મંજૂરી
બીએસએફ-સીઆઇએસએફમાં અગ્નિવીરોને 10 ટકા અનામત આપવાના નિર્ણયને મંજૂરી મળી ગઇ છે. આ નિર્ણય બે સપ્તાહ પહેલા લેવામાં આવ્યો હતો, પરંતુ હવે તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. અગ્નિવીરોને 10 ટકાનું આ અનામત મહત્વનું છે કારણ કે આ સૈનિકોના ભવિષ્ય અંગે વિવાદની સ્થિતિ છે. વિપક્ષનો આરોપ છે કે અગ્નિવીરોને સરકાર તરફથી વધારે સુવિધાઓ આપવામાં આવી રહી નથી.
- Jul 24, 2024 19:03 IST
આનંદપાલ એન્કાઉન્ટરમાં કોર્ટનો ફેંસલો, સીબીઆઈનો ક્લોઝર રિપોર્ટ ફગાવ્યો, પોલીસ પર ચાલશે કેસ
રાજસ્થાનના ચર્ચિત આનંદપાલ હત્યા કેસમાં એસીજેએમ સીબીઆઈ કોર્ટે મોટો ચુકાદો આપતા પોલીસને કેસ નોંધવા માટે કહ્યું છે. આ અંગે સીબીઆઈના ક્લોઝર રિપોર્ટને પણ ફગાવી દેવામાં આવ્યો છે. ઘણા વર્ષોથી આ કેસ કોર્ટમાં ચાલી રહ્યો હતો, તેને લઈને વિવાદ પણ થયો હતો. હવે મોટી વાત એ છે કે એક ગેંગસ્ટરના એન્કાઉન્ટરને લઈને પોલીસ ખરાબ રીતે ફસાઈ ગઈ છે.
પોલીસના પાચ અધિકારીઓ સામે હવે કેસ ચાલવાનો છે. આ પહેલા આનંદપાલના પરિવારે પણ આરોપ લગાવ્યો હતો કે, તે નકલી એન્કાઉન્ટરમાં માર્યો ગયો છે. એવો દાવો કરવામાં આવ્યો હતો કે તેની હત્યા કરવામાં આવી છે. વર્ષ 2017માં પોલીસે આનંદપાલ સિંહનું એન્કાઉન્ટર કર્યું હતું.
- Jul 24, 2024 18:00 IST
સુરત - ભાર વરસાદના કારણે 'વીર કવિ નર્મદ સેતુ' ના બંને છેડાના દરવાજા બંધ કરાયા
સુરતમાં ભારે વરસાદને કારણે દરિયાને જોડતા 'વીર કવિ નર્મદ સેતુ' ના બંને છેડાના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા છે
#WATCH सूरत, गुजरात: सूरत में भारी बारिश के कारण समुद्र को जोड़ने वाले 'वीर कवि नर्मद सेतु' के दोनों छोर के दरवाजे बंद कर दिए गए। pic.twitter.com/gEHHpRMgli
— ANI_HindiNews (@AHindinews) July 24, 2024
- Jul 24, 2024 17:27 IST
પઠાનકોટના એક ગામમાં જોવા મળ્યા 7 શકમંદો, પોલીસે સ્કેચ જાહેર કરી સર્ચ ઓપરેશન શરુ કર્યું
પંજાબના પઠાનકોટના ફંગટોલી ગામમાં સાત શંકાસ્પદ લોકો એક સાથે જોવા મળ્યા છએ. જાણકારી મળવા પર સુરક્ષા એજન્સીઓને હાઈ એલર્ટ પર રાખવામાં આવી છે. પોલીસે પણ ગામમાં પહોંચીને સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે. ફંગટોલી ગામમાં ગઈકાલે મોડી રાત્રે સાત શંકાસ્પદ શખ્સોએ એક મહિલા પાસેથી તેના ઘરે કથિત રીતે પાણી માંગ્યું હતું. ત્યારબાદ તેઓ જંગલ તરફ ગયા હતા. મહિલાએ પહેલા તો ગામ લોકોને જાણ કરી, ત્યારબાદ ગામ લોકોએ પોલીસને જાણ કરી હતી.
Pathankot | Punjab Police released a sketch of one of the 7 suspects seen late last night in Phangtoli village.
(Source: Punjab Police) https://t.co/n5pfLo2zy3pic.twitter.com/u4s6LA3Axd— ANI (@ANI) July 24, 2024
- Jul 24, 2024 16:37 IST
બિહારમાં પેપર લીક વિરોધી કાયદો પસાર, દોષિતોને કડક સજા, બિનજામીનપાત્ર ગુનો
બિહારમાં પેપર લીક કરનારાઓ સામે હવે કડક કાર્યવાહી થશે. બુધવારે બિહાર વિધાનસભામાં પેપર લીક વિરોધી કાયદો પસાર કરવામાં આવ્યો હતો. આ કાયદો પસાર થયા બાદ રાજ્યમાં પેપર લીક કેસમાં દોષી સાબિત થયેલા લોકોને હવે 1 કરોડ સુધીનો દંડ ફટકારવામાં આવશે અને 10 વર્ષ સુધીની જેલની સજા થશે. આ કાયદા હેઠળના તમામ ગુનાઓ કોગ્નિઝેબલ અને બિનજામીનપાત્ર રહેશે.
- Jul 24, 2024 15:13 IST
મેઘાની વોડદારના પાદરમાં તોફાની બેટિંગ, બે કલાકમા સવા ચાર ઈંચ વરસાદ ખાબક્યો
સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરેલા વરસાદનાં આકંડા પ્રમાણે આજે બુધવારે સવારે 6 બપોરે 12થી 2 વાગ્યા સુધીમાં ગુજરાતના 113 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. વડોદરાના પાદરામાં જોરદાર વરસાદ નોંધાયો હતો. પાદરામાં બપોરના બે કલાકમાં ચાર ઈંચ કરતા વધારે વરસાદ નોંધાયો હતો.
- Jul 24, 2024 13:50 IST
બજેટ બાદ સોનાના ભાવમાં થયો મોટો ઘટાડો
નાણામંત્રી નિર્મલા સીતારમણે 23 જુલાઈ 2024ના રોજ દેશનું કેન્દ્રીય બજેટ 2024 રજૂ કર્યું છે. અને બજેટના બીજા દિવસે એટલે કે આજે સોનાની કિંમતમાં જોરદાર ઘટાડો જોવા મળી રહ્યો છે.
- Jul 24, 2024 13:32 IST
આણંદના બોરસદમાં મૂળશધાર વરસાદ, છ કલાકમાં સાડા 12 ઈંચ વરસાદ
સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરેલા વરસાદનાં આકંડા પ્રમાણે આજે બુધવારે સવારે 6 વાગ્યાથી લઈને બપોરે 12 વાગ્યા સુધીમાં ગુજરાતના 167 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે આણંદના બોરસદમાં સાડા 12 ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે નર્મદાના તિલકવાડામાં સાત ઈંચ વરસાદ નોંધાયો હતો. અહીં વાંચો ક્યાં કેટલો વરસાદ નોંધાયો.
- Jul 24, 2024 12:31 IST
નેપાળના કાઠમંડુમાં પ્લેન ક્રેશ, 19 યાત્રી હતા સવાર, 13 મૃતદેહ મળ્યા
નેપાળના કાઠમંડુમાં ત્રિભુવન ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એક પ્લેન ક્રેશ થયું છે. મળતી માહિતી મુજબ પ્લેનમાં સ્ટાફ સહિત 19 લોકો સવાર હતા. બચાવ કાર્ય ચાલુ છે. આ મામલાની માહિતી આપતા નેપાળ પોલીસે જણાવ્યું કે, વિમાનમાં 17 મુસાફરો અને બે ક્રૂ મેમ્બર હાજર હતા. જેમાંથી 13ના મૃતદેહ મળી આવ્યા છે.
#WATCH | Plane crashes at the Tribhuvan International Airport in Nepal's Kathmandu. Details awaited pic.twitter.com/9CudlsmFKS
— ANI (@ANI) July 24, 2024
- Jul 24, 2024 11:00 IST
જમ્મુ કાશ્મીરના કુપવાડાના લોલાબમાં એન્કાઉન્ટરમાં એક આતંકી ઠાર
જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ સતત સેનાને નિશાન બનાવી રહ્યા છે. છેલ્લા કેટલાક મહિનાઓથી અહીં આતંકવાદી ઘટનાઓ સતત વધી રહી છે. આ વિસ્તારમાં હજુ પણ કેટલાક આતંકીઓ છુપાયેલા છે. બંને તરફથી ગોળીબાર ચાલુ છે. સેનાએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે.
- Jul 24, 2024 10:43 IST
ગુજરાતમાં આજે સવારે 6થી 10 વાગ્યા સુધીમાં 123 તાલુકામાં વરસાદ નોંધાયો
સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરેલા વરસાદનાં આકંડા પ્રમાણે આજે બુધવારે સવારે 6 વાગ્યાથી લઈને સવારે 10 વાગ્યા સુધીમાં ગુજરાતના 123 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ આણંદના બોરસદમાં સવા ચાર ઈંચ વરસાદ પડ્યો હતો. ભરૂચમાં પોણા ચાર ઈંચ વરસાદ નોંધાયો હતો.
- Jul 24, 2024 09:36 IST
ગુજરાતમાં આજે બુધવારે સવારે 6થી 8 વચ્ચે 120 તાલુકામાં વરસાદ નોંધાયો
સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા આપેલા વરસાદના આંકડા પ્રમાણે બુધવારે સવારે 6 વાગ્યાથી સવારે 8 વાગ્યા સુધીના સુધીના 2 કલાકના સમયમાં ગુજરાતના 120 તાલુકામાં વરસાદ નોંધાયો હતો.જેમાં સૌથી વધારે વરસાદ ભરૂચ જિલ્લાના તાલુકાઓમાં નોંધાયો હતો. અહીં બે કલાકમાં અઢી ઈંચ સુધી વરસાદ નોંધાયો હતો.
- Jul 24, 2024 08:54 IST
આજે ગુજરાતના 11 જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગે જાહેર કરેલી વરસાદની આગાહી પ્રમાણે આજે 24 જુલાઈ 2024, બુધવારના દિવસે 11 જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી તેમજ સૌરાષ્ટ્રના રાજકોટ, પોરબંદર, દ્વારકા, ગીર સોમનાથમાં અત્યંત ભારે વરસાદ પડશે. ત્યારે કચ્છ જિલ્લાના વિસ્તારોમાં પણ વરસાદી ખતરો મંડરાઈ રહ્યો છે.
- Jul 24, 2024 08:04 IST
બુધવાર બધી રાશિના લોકો માટે કેવો રહેશે?
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/11/wednesday-horoscope.jpg)
આજે 24 જુલાઈ 2024, બુધવારનો દિવસ તમામ રાશિના જાતકો માટે કેવો રહેશે. અહીં ક્લિક કરીને વાંચો આજનું રાશિફળ.
- Jul 24, 2024 08:03 IST
વિપક્ષ આજે સંસદમાં કરશે હંગામો
નાણાંમંત્રી નિર્મલા સીતારમણે બજેટ 2024 રજૂ કરી દીધું છે ત્યારે વિપક્ષ તરફથી સતત વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. વિપક્ષ બજેટને સંપૂર્ણ પણે નિરાશા જનક ગણાવી રહ્યા છે. આ અંગે ઇન્ડિયા ગઠબંધને મંગળવારે એક મહત્વની બેઠક બોલાવી હતી. તેમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે સદનમાં આ બજેટ વિરુદ્ધ પ્રદર્શન કરવામાં આવશે.
- Jul 24, 2024 08:02 IST
લાલુ યાદવને એઇમ્સમાં દાખલ કરાયા
રાજદ પ્રમુખ લાલુ પ્રસાદ યાદવની તબિયત અચાનક બગડતાં તેમને દિલ્હી એઇમ્સમાં દાખલ કરવામાં આવ્યા છે. તેની સ્થિતિ સ્થિર હોવાનું માનવામાં આવી રહ્યું છે. કેટલાક મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે તેઓ નિયમિત તપાસ માટે હોસ્પિટલ ગયા હતા. જોકે કેટલાકનો દાવો છે કે તેમની તબિયત ખરાબ થઈ હતી. ઉલ્લેખનીય છે કે લાલુ યાદવ અનેક બીમારીઓ સામે લડી રહ્યા છે. તાજેતરમાં તેમણે કિડની ટ્રાન્સપ્લાન્ચ કરાવી હતી. જોકે વધતી ઉંમરના કારણે તેમને અનેક તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us