Gujarati News 24 March 2024 Highlights : બિહારમાં JDU દ્વારા 16 ઉમેદવારની યાદી જાહેર

India Gujarat Today Latest News in Gujarati Highlights, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 24 March 2024 : ભાજપ અને કોંગ્રેસ લોકસભાના ઉમેદવારોની યાદી જાહેર કરી. આપ નેતા અરવિંદ કેજરીવાલની ધરપકડથી રાજકારણ ગરમાયું છે. વાંચો ગુજરાત, દેશ અને દુનિયાના લેટેસ્ટ ન્યૂઝ અપડેટ

India Gujarat Today Latest News in Gujarati Highlights, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 24 March 2024 : ભાજપ અને કોંગ્રેસ લોકસભાના ઉમેદવારોની યાદી જાહેર કરી. આપ નેતા અરવિંદ કેજરીવાલની ધરપકડથી રાજકારણ ગરમાયું છે. વાંચો ગુજરાત, દેશ અને દુનિયાના લેટેસ્ટ ન્યૂઝ અપડેટ

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Bihar Floor Test, Nitish Kumar, Tejashwi Yadav

બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર (Video screengrab/ YouTube)

Gujarat Latest News in Gujarati, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 24 March 2024 Highlights, આજના તાજા સમાચાર: આજે 24 માર્ચ, 2024 છે. આજે હોળીનો તહેવાર છે. હોળીના તહેવારની દેશભરમાં ધામધૂમથી ઉજવણી થઇ રહી છે. રાત્રે વિવિધ સ્થળોએ હોલીકા દહન કરવામાં આવ્યું છે. આપ પાર્ટી વડા અરવિંદ કેજરીવાલી લીકર કેસમાં ધરપકડથી રાજકારણ ગરમાયું છે.

Advertisment

લોકસભા ચૂંટણી 2024 માટે કોંગ્રેસે ચોથી યાદીમાં 46 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. જેમાં વારાણસી બેઠક પર પીએમ મોદી સામે અજય રાયને મેદાનમાં ઉતાર્યા છે. તો દિગ્ગજ નેતા દિગ્વિજય સિંહ રાજગઢથી ચૂંટણી લડશે. ભાજપે 111 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. ચૂંટણી બોન્ડને લઇ હજી પણ વિવાદ ચાલી રહ્યો છે. અહીં વાંચો રહો ગુજરાત, દેશ અને દુનિયાના લેટેસ્ટ ન્યૂઝ અપડેટ

  • Mar 24, 2024 23:38 IST

    મહારાષ્ટ્ર: આરએસપીના વડા મહાદેવ જાનકર મહાયુતિમાં સામેલ

    મહારાષ્ટ્ર: આરએસપી (રાષ્ટ્રીય સમાજ પાર્ટી)ના વડા મહાદેવ જાનકર મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે, નાયબ મુખ્યમંત્રી અજિત પવાર અને દેવેન્દ્ર ફડણવીસની હાજરીમાં મહાયુતિમાં સામેલ થયા.

    — ANI_HindiNews (@AHindinews) March 24, 2024



  • Mar 24, 2024 21:55 IST

    સીએમ ભૂપેન્દ્ર પટેલ હોલિકા દહન સમારોહમાં

    — ANI_HindiNews (@AHindinews) March 24, 2024



  • Advertisment
  • Mar 24, 2024 21:22 IST

    લોકસભા ચૂંટણીમાં ભાજપે ગુજરાતના છ ઉમેદવાર જાહેર કર્યા

    લોકસભા ચૂંટણીમાં ભાજપે ગુજરાતના છ ઉમેદવાર જાહેર કર્યા છે. જેમાં મહેસાણા - હરિભાઈ પટેલ, સાબરકાંઠા - શોભનાબેન બારૈયા. સુરેન્દ્રનગર - ચંદુભાઈ શિહોરા, જૂનાગઢ - રાજેશભાઈ ચુડાસમા, અમરેલી - ભરતભાઈ સુતરીયા, વડોદરા - ડૉ.હેમાંગ જોષી



  • Mar 24, 2024 21:21 IST

    ભાજપે ઉમેદવારોની પાંચમી યાદી જાહેર કરી,મંડીથી અભિનેત્રી કંગના રનૌત ચૂંટણી લડશે

    — ANI_HindiNews (@AHindinews) March 24, 2024



  • Mar 24, 2024 20:45 IST

    કોંગ્રેસના પૂર્વ સાંસદ નવીન જિંદાલ ભાજપમાં જોડાયા

    કોંગ્રેસના સભ્યપદેથી રાજીનામું આપ્યા બાદ પૂર્વ સાંસદ નવીન જિંદાલ ભાજપમાં જોડાયા.

    — ANI_HindiNews (@AHindinews) March 24, 2024



  • Mar 24, 2024 18:23 IST

    અજિત પવાર અને દેવેન્દ્ર ફડણવીસ મુખ્યમંત્રી એકનાથ શિંદેના ઘરે બેઠક માટે પહોંચ્યા

    નાયબ મુખ્યમંત્રી અજિત પવાર અને દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેના ઘરે મહાયુતિની બેઠક માટે પહોંચ્યા

    — ANI_HindiNews (@AHindinews) March 24, 2024



  • Mar 24, 2024 17:16 IST

    ચિરાગ પાસવાને કહ્યું - હું વડા પ્રધાન મોદીનો આભાર માનું છું

    એલજેપી (રામ વિલાસ) પ્રમુખ ચિરાગ પાસવાને પટના એરપોર્ટ પર કહ્યું કે હું વડા પ્રધાન મોદીનો આભાર માનું છું, જેમણે ગઠબંધનનું નેતૃત્વ કરતી વખતે ગઠબંધનના દરેક ભાગીદારને સન્માન આપવાનું કામ કર્યું. હું ગઠબંધનના તમામ ઘટક પક્ષોનો આભાર માનું છું. જે રીતે અમારા કાર્યકરોને સન્માન આપ્યું છે, તે અમારા દરેક કાર્યકર્તાની ધીરજનું સન્માન છે. અમને પૂરો વિશ્વાસ છે કે આગામી ચૂંટણીમાં અમે બિહારની 40માંથી 40 લોકસભા બેઠકો જીતીને વડાપ્રધાન મોદીની ઝોળીમાં આપીશું અને અમે 400નો ટાર્ગેટ મળ્યો છે તેને પુરો કરીશું.

    — ANI_HindiNews (@AHindinews) March 24, 2024



  • Mar 24, 2024 16:47 IST

    મથુરાના વૃંદાવનમાં હોળીની ઉજવણી માટે લોકો મોટી સંખ્યામાં પહોંચ્યા

    ઉત્તર પ્રદેશ: મથુરાના વૃંદાવનમાં શ્રી પ્રિયાકાંત જૂ મંદિરમાં હોળીની ઉજવણી માટે લોકો મોટી સંખ્યામાં પહોંચ્યા.

    — ANI_HindiNews (@AHindinews) March 24, 2024



  • Mar 24, 2024 14:29 IST

    જેડીયુ દ્વારા 16 ઉમેદવારની યાદી જાહેર

    નીતિશ કુમારની રાજકીય પાર્ટી જનતાદળ યુનાઇટેડ એ બિહારની 16 લોકસભા બેઠક માટે ઉમેદવારોની યાદી જાહેર કરી છે.

    — Janata Dal (United) (@Jduonline) March 24, 2024



  • Mar 24, 2024 14:22 IST

    દિલ્હીમાં રબર ફેક્ટરીમાં ભયંકર આગ લાગી

    દિલ્હીના નરેલા વિસ્તારમાં એક રબર ફેક્ટરીમાં ભયંકર આગ લાગી છે. ફાયર બ્રિગેડનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે અને આગને કાબુમાં લેવાનો પ્રયાસ કરી રહ્યો છે.

    https://twitter.com/AHindinews/status/1771818572739752322



  • Mar 24, 2024 12:24 IST

    પૂર્વ વાયુ સેના પ્રમુખ આરકેએસ ભદોરિયા ભાજપમાં જોડાયા

    પૂર્વ વાયુ સેના પ્રમુખ અને એર ચીફ માર્શલ (નિવૃત્ત) આરકેએસ ભદોરિયા પાર્ટી મહાસચિવ વિનોદ તાવડે અને કન્દ્રિય અનુરાગ ઠાકુરની હાજરીમાં ભાજપમાં જોડાયા છે.

    — ANI_HindiNews (@AHindinews) March 24, 2024



  • Mar 24, 2024 11:13 IST

    રક્ષા મંત્રી રાજનાથ સિંહ સૈનિકો સાથે હોળી ઉજવવા લેહ પહોંચ્યા

    રક્ષા મંત્રી રાજનાથ સિંહ સૈનિકો સાથે હોળી ઉજવવા લેહ પહોંચ્યા છે.

    — ANI_HindiNews (@AHindinews) March 24, 2024



  • Mar 24, 2024 11:11 IST

    આઈપીએલ 2024ની ફાઈનલ મેચ અમદાવાદમાં નહીં ચેન્નઇમાં યોજાશે

    આઈપીએલ 2024ને લઇ મોટા મોટા સમાચાર આવ્યા છે. અગાઉ આઈપીએલ 2024ની મેચ અમદાવાદમાં યોજાવાની હતી. જો કે ફાઈનલ મેચના સ્થળમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે આઈપીએલ 2024ની ફાઈનલ મેચ ચેન્નઇમાં યોજાશે.



  • Mar 24, 2024 11:07 IST

    અયોધ્યાઃ હોળી પર રામ લલ્લાને વિશેષ શણગાર, દર્શન કરવા ભક્તોનું ઘોડાપુર

    અયોધ્યા રામ મંદિરમાં રામ લલ્લાના દર્શન કરવા ભકતોનું ઘોડાપુર ઉમટી પડ્યું છે. હોળી પર્વ પર રામ ભગવાનના દર્શનને વિશેષ શણગાર કરવામાં આવ્યા છે.

    — ANI_HindiNews (@AHindinews) March 24, 2024



  • Mar 24, 2024 10:15 IST

    જયપુરઃ કેમિકલ ફેક્ટરીમાં બોઈલર ફાટવાથી 5 મજૂરના મોત

    રાજસ્થાનના જયપુરમાં કેમિકલ ફેક્ટરીમાં બોઈલર ફાટવાથી 5 મજૂરોના મોત થયા થયા છે. આ દૂર્ઘટનામાં ઘાયલ 4 મજૂરોની હાલત નાજૂક છે.



  • Mar 24, 2024 08:31 IST

    હોળી - ધૂળેટીની ઉજવણી, બજાર પિચકારી અને રંગોથી ઉભરાયું

    હોળી અને ધૂળેટીનો તહેવાર દેશભરમાં ધામધૂમપૂર્વક ઉજવાય છે. બજાર વિવિધ પ્રકારની પિચકારી અને રંગોથી ઉભરાયું છે.

    — ANI_HindiNews (@AHindinews) March 24, 2024



  • Mar 24, 2024 08:28 IST

    ઉજ્જૈન મહાકાલ મંદિરમાં ફુલથી હોળીની ઉજવણી

    ઉજ્જૈન મહાકાલ મંદિરમાં ફુલથી હોળીની ઉજવણી કરવામાં આવી છે. મહાકાલ મંદિરમાં સવારની ભસ્મ આરતી બાદ ભક્તોએ ફલથી હોળી રમી હતી.

    — ANI_HindiNews (@AHindinews) March 24, 2024



  • Mar 24, 2024 08:26 IST

    ગુજરાતમાં 4 દિવસ હીટવેવની આગાહી

    ઉનાળાની સાથે જ કાળઝાળ ગરમી પડવાની આગાહી થઇ છે. હવામાન વિભાગે ગુજરાતમાં ભયંકર ગરમી અને હીટવેવની ચેતવણી આપી છે. રાજ્યના મોટાભાગના શહેરમાં ગરમીનો પારો ઉંચે જઇ રહ્યો છે. હવામાન વિભાગે રાજ્યમાં 24 થી 27 માર્ચ સુધી હીટવેવની આગાહી કરી છે. અમદાવાદ, કચ્છ અને સૌરાષ્ટ્ર સહિત ઘણા વિસ્તારોમાં તાપમાન વધશે.



ઉનાળો ગુજરાતી ન્યૂઝ ટ્રેન્ડિંગ ન્યૂઝ અરવિંદ કેજરીવાલ ગુજરાત વિશ્વ દેશ PM Narendra Modi