/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/11/jharkhand-CM-Hemant-Soren.jpg)
હેમંત સોરેન - Photo- hemantsoren/x
India Gujarat Today Latest News in Gujarati LIVE, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 24 November 2024: ઉત્તર પ્રદેશના સંભલમાં જામા મસ્જિદનો સર્વ કરવા પહોંચેલી સર્વે ટીમ પર પથ્થરમારો થયો છે. સર્વે ટીમ મસ્જિક પહોંચતા બહાર ભીડ એક્ઠી થઇ ગઇ અને તંગદિલી સર્જાઇ હતી. મસ્જિદની આસપાસ એકઠાં થયેલા લોકોને જતા રહેવા સૂચના આપવામાં આવી હતી. જો કે થોડાક સમય બાદ પથ્થરમારો થયો હતો. વળતી કાર્યવાહીમાં પોલીસે ભીડને ભગાડવા માટે અશ્રુ ગોળા ફેંક્યા હતા.
આઈપીએલ ઓક્શન 2025 આજે થશે
આજે આઈપીએલ ઓક્શન 2025 યોજાશે. ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) મેગા ઓક્શન 2025 તારીખ 24 અને 25 નવેમ્બર 2024ના રોજ સાઉદી અરેબિયાના જેદ્દાહમાં યોજાશે. આઇપીએલ ઓક્શનમાં 574 ખેલાડીઓની હરાજી થશે.
અમદાવાદમાં નારોલની ફેક્ટરીમાં આગ લાગી, ફાયર બ્રિગેડની 6 ગાડી ઘટનાસ્થળે
અમદાવાદના નારોલ સ્થિત એક ફેક્ટરીમાં આગ લાગી છે. નારોલ બ્રિજ પાસે મહાલક્ષ્મી એસ્ટેટની એક ફેબ્રરીક ફેક્ટરીમાં આગ લાગવાની જાણકારી મળતા ફાયર બ્રિગેડની 6 ગાડીઓ ઘટનાસ્થળે આગ ઓલવવા પહોંચી છે. આગને કાબુ લેવાના પ્રયાસ ચાલી રહ્યા છે.
- Nov 24, 2024 14:56 IST
હેમંત સોરેન 4 વાગે રાજભવન જશે, ઝારખંડમાં સરકાર બનાવવાનો દાવો કરશે
ઝારખંડ વિધાનસભા ચૂંટણીમાં હેમંત સોરેનના જેએમએમના નેતૃત્વ હેઠળના ઈન્ડિયા ગઠબંધને મોટી જીત હાંસલ કરી છે. હવે હેમંત સોરેન આજે 4 વાગે રાજભવન જશે રાજ્યપાલને પોતાનું રાજીનામું સોંપશે. આ સાથે જ તેઓ ઝારખંડમાં સરકાર બનાવવાનો દાવો કરશે.
- Nov 24, 2024 12:13 IST
અમદાવાદમાં નારોલની ફેક્ટરીમાં આગ લાગી, ફાયર બ્રિગેડની 6 ગાડી ઘટનાસ્થળે
અમદાવાદના નારોલ સ્થિત એક ફેક્ટરીમાં આગ લાગી છે. નારોલ બ્રિજ પાસે મહાલક્ષ્મી એસ્ટેટની એક ફેબ્રરીક ફેક્ટરીમાં આગ લાગવાની જાણકારી મળતા ફાયર બ્રિગેડની 6 ગાડીઓ ઘટનાસ્થળે આગ ઓલવવા પહોંચી છે. આગને કાબુ લેવાના પ્રયાસ ચાલી રહ્યા છે.
https://twitter.com/AHindinews/status/1860569384084996392
- Nov 24, 2024 11:42 IST
સંસદના શિયાળુ સત્ર પહેલા સર્વપક્ષીય બેઠક યોજાઇ
સંસદનું શિયાળું સત્ર 25 નવેમ્બર શરૂ થશે અને 20 ડિસેમ્બર સુધી ચાલશે. શિયાળુ સત્ર પહેલા સંસદમાં સર્વપક્ષીય બેઠક યોજાઇ હતી.
https://twitter.com/AHindinews/status/1860560266255376819
- Nov 24, 2024 10:20 IST
યુપીના સંભલમાં જામા મસ્જિદનો સર્વે કરનાર ટીમ પર પથ્થરમારો
ઉત્તર પ્રદેશના સંભલમાં જામા મસ્જિદનો સર્વ કરવા પહોંચેલી સર્વે ટીમ પર પથ્થરમારો થયો છે. સર્વે ટીમ મસ્જિક પહોંચતા બહાર ભીડ એક્ઠી થઇ ગઇ અને તંગદિલી સર્જાઇ હતી. મસ્જિદની આસપાસ એકઠાં થયેલા લોકોને જતા રહેવા સૂચના આપવામાં આવી હતી. જો કે થોડાક સમય બાદ પથ્થરમારો થયો હતો. વળતી કાર્યવાહીમાં પોલીસે ભીડને ભગાડવા માટે અશ્રુ ગોળા ફેંક્યા હતા.
https://twitter.com/ANINewsUP/status/1860530368203620465


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us