Gujarati News 24 October 2024 : ચક્રવાત 'દાના' ના કારણે 203 ટ્રેનો રદ, ઓડિશા અને બંગાળમાં હાઈ એલર્ટ, 288 બચાવ ટીમો તૈનાત

India Gujarat Today Latest News in Gujarati, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 24 October 2024: ચક્રવાત દાનાને લઈને ઓડિશા અને બંગાળમાં હાઈ એલર્ટ છે. NDRF એ ચક્રવાત 'દાના' નો સામનો કરવા માટે ઓડિશામાં 56 ટીમો તૈનાત કરી છે.

India Gujarat Today Latest News in Gujarati, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 24 October 2024: ચક્રવાત દાનાને લઈને ઓડિશા અને બંગાળમાં હાઈ એલર્ટ છે. NDRF એ ચક્રવાત 'દાના' નો સામનો કરવા માટે ઓડિશામાં 56 ટીમો તૈનાત કરી છે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Cyclone Dana latest updates

દાના ચક્રવાત અપડેટ્સ - photo- X

Gujarat Latest News in Gujarati, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 24 October 2024, આજના તાજા સમાચાર: ચક્રવાત દાનાને લઈને ઓડિશા અને બંગાળમાં હાઈ એલર્ટ છે. NDRF એ ચક્રવાત 'દાના' નો સામનો કરવા માટે ઓડિશામાં 56 ટીમો તૈનાત કરી છે. ચક્રવાત રાત્રે ઓડિશાના દરિયાકાંઠે પહોંચવાની સંભાવના છે. ઓડિશા સરકારે દરિયાકાંઠાના વિસ્તારોમાંથી લોકોને બહાર કાઢવાનું કામ તેજ કરી દીધું છે. મળતી માહિતી મુજબ સંવેદનશીલ વિસ્તારોમાં 288 બચાવ ટીમો તૈનાત કરવામાં આવી છે. આ વાવાઝોડાની અસર પુરીથી લઈને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠા સુધી જોવા મળી શકે છે.

Advertisment

એર ઇન્ડિયા અને ઇન્ડીગો સહિત 85 વિમાનોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

કેન્દ્ર સરકારની તમામ કડકાઈ છતાં વિમાનોને બોમ્બથ ઉડાવવાની ધમકી સાથે જોડાયેલા કેસ અટકી રહ્યા નથી. હવે 85 વિમાનોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. જેમાં એર ઇન્ડિયાના 20 વિમાનોનો સમાવેશ થાય છે. જે વિમાનોને ધમકીઓ મળી છે તેમાં 20 ઇન્ડિગો, 20 વિસ્તારા અને 25 અકાસા ફ્લાઇટનો સમાવેશ થાય છે.

રાજસ્થાનમાં ટાયર ફાટતા કાર નાળામાં ખાબકી, ગુજરાતના 5 લોકોના મોત

આજે 24 ઓક્ટોબર 2024, રાજસ્થાનમાંથી ખરાબ સમાચાર આવી રહ્યા છે. રાજસ્થાનના બ્યાવર-પિંડવાડા હાઈવે ઉપર કાર અકસમાતમાં ગુજરાતના દાહોદના એક જ પરિવારના પાંચ લોકોના મોત નીપજ્યા હતા. આજે વહેલી સવારે કારનું ટાયર ફાટતા કાર નાળામાં ખાબકતા ગોઝારો અકસ્માત થયો હતો. જેમાં દાહોદના એક જ પરિવારના પાંચ લોકોના મોત નીપજ્યા હતા.

દાના ચક્રવાત ઓડિશા-બંગાળના તટને ટકરાશે

ભુવનેશ્વરના બિજુ પટનાયક ઈન્ટરનેશનલ એરપોર્ટ પરની ફ્લાઈટ ઓપરેશન પણ ગુરુવાર સાંજથી 16 કલાક માટે સ્થગિત કરવામાં આવશે. તેવી જ રીતે, 150 થી વધુ ટ્રેનો રદ કરવામાં આવી છે. પૂર્વ રેલવે તેના સિયાલદહ ડિવિઝનમાં ગુરુવારે રાત્રે 8 વાગ્યાથી શુક્રવારે સવારે 10 વાગ્યા સુધી 190 લોકલ ટ્રેનો ચલાવશે નહીં. વાવાઝોડાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, NDRFની ઘણી ટીમો બંને રાજ્યોમાં એલર્ટ પર છે, કોઈપણ કટોકટીનો સામનો કરવા માટે તૈયાર છે.

Advertisment

ઓડિશા સરકારે આ ચક્રવાતનો સામનો કરવા માટે મોટા પાયે તૈયારીઓ કરી છે. મુખ્યમંત્રી મોહન ચરણ માઝીએ માહિતી આપી હતી કે રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાંથી 10 લાખ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે. બુધવાર સાંજ સુધી 3 લાખથી વધુ લોકો સુરક્ષિત સ્થળોએ પહોંચાડવામાં આવી છે.

  • Oct 24, 2024 23:42 IST

    Today News Live : વાવાઝોડા દાનાની લેન્ડફોલ પ્રક્રિયા 5 કલાક સુધી ચાલશે

    21 ઓક્ટોબરના રોજ બંગાળની ખાડીમાંથી ઉદ્ભવેલું તોફાન દાના ઓડિશાના ધામરા પોર્ટ અને ભિતરકનિકા નેશનલ પાર્ક લેન્ડ કરશે. તેની લેન્ડફોલ પ્રક્રિયા 5 કલાક સુધી ચાલશે અને તે 120 કિમી પ્રતિ કલાકની ઝડપે ઓડિશાના ઉત્તરીય ભાગમાંથી પસાર થશે. દાનાની અસરને કારણે ભદ્રક, કેન્દ્રપાડા સહિત અનેક સ્થળોએ 12 ઈંચથી વધુ વરસાદ થઇ શકે છે.



  • Oct 24, 2024 22:47 IST

    Today News Live : જમ્મુ-કાશ્મીરમાં સેનાના વાહન પર આતંકી હુમલો, બે સૈનિકો શહીદ

    જમ્મુ-કાશ્મીરમાં સેનાના વાહન પર આતંકી હુમલો થયો છે. સૂત્રોએ જણાવ્યું હતું કે પ્રવાસન સ્થળ ગુલમર્ગ નજીક કાશ્મીરના બોટા પાથરી ગામમાં સૈન્યના કાફલા પર આતંકવાદીઓએ એક વાહન પર હુમલો કરતાં બે સૈનિકો શહીદ થયા છે. જ્યારે બે પોર્ટરના મોત થયા છે. આ વિસ્તાર ગુલમર્ગથી લગભગ સાત કિલોમીટર દૂર છે અને નિયંત્રણ રેખાની નજીક છે. આ વિસ્તારમાં નાગરિકોની અવરજવર પ્રતિબંધિત છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર આ ઘટનામાં ત્રણ સૈનિકો પણ ઘાયલ થયા છે.



  • Oct 24, 2024 21:52 IST

    Today News Live : મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસે 48 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી

    મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસે પોતાની પ્રથમ યાદી જાહેર કરી છે. પાર્ટી દ્વારા 48 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. પ્રથમ યાદીમાં વરિષ્ઠ નેતા નાના પટોલે અને પૃથ્વીરાજ ચવ્હાણના નામ સામેલ છે. પાર્ટીએ પૂર્વ સીએમ પૃથ્વીરાજ ચવ્હાણને કરાડ દક્ષિણ બેઠક પરથી ટિકિટ આપી છે, જ્યારે પૂર્વ ઊર્જા મંત્રી નીતિન રાઉતને નાગપુર નોર્થ સીટથી મેદાનમાં ઉતાર્યા છે.



  • Oct 24, 2024 19:26 IST

    NCP શરદ પવાર જૂથે 45 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી

    મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીને લઇને (એનસીપી) શરદચંદ્ર પવાર જૂથે પોતાના ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી દીધી છે. પાર્ટી તરફથી 45 ઉમેદવારોની જાહેરાત કરી છે. એનસીપી (શરદ પવાર) ના મહારાષ્ટ્રના પ્રદેશ અધ્યક્ષ જયંત પાટિલે યાદી જાહેર કરી હતી. યાદી અનુસાર જયંત પાટીલ ઇસ્લામપુરથી ચૂંટણી લડશે. જિતેન્દ્ર આવ્હાડ મુમ્બ્રાથી ચૂંટણી લડશે. અનિલ દેશમુખ કાટોલથી ચૂંટણી લડશે. રોહિત પવાર કર્જત જામખેડેથી અને રોહિણી ખડસે મુક્તાઇનગરથી ચૂંટણી લડશે.



  • Oct 24, 2024 16:51 IST

    Today News Live : એર ઇન્ડિયા અને ઇન્ડીગો સહિત 85 વિમાનોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

    કેન્દ્ર સરકારની તમામ કડકાઈ છતાં વિમાનોને બોમ્બથ ઉડાવવાની ધમકી સાથે જોડાયેલા કેસ અટકી રહ્યા નથી. હવે 85 વિમાનોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. જેમાં એર ઇન્ડિયાના 20 વિમાનોનો સમાવેશ થાય છે. જે વિમાનોને ધમકીઓ મળી છે તેમાં 20 ઇન્ડિગો, 20 વિસ્તારા અને 25 અકાસા ફ્લાઇટનો સમાવેશ થાય છે.



  • Oct 24, 2024 15:07 IST

    Today News Live : 203 ટ્રેનો રદ, ઓડિશા અને બંગાળમાં હાઈ એલર્ટ

    ચક્રવાત દાનાને લઈને ઓડિશા અને બંગાળમાં હાઈ એલર્ટ છે. NDRF એ ચક્રવાત 'દાના' નો સામનો કરવા માટે ઓડિશામાં 56 ટીમો તૈનાત કરી છે. ચક્રવાત આજે સાંજે ઓડિશાના દરિયાકાંઠે પહોંચવાની સંભાવના છે. ઓડિશા સરકારે દરિયાકાંઠાના વિસ્તારોમાંથી લોકોને બહાર કાઢવાનું કામ તેજ કરી દીધું છે. મળતી માહિતી મુજબ સંવેદનશીલ વિસ્તારોમાં 288 બચાવ ટીમો તૈનાત કરવામાં આવી છે. આ વાવાઝોડાની અસર પુરીથી લઈને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠા સુધી જોવા મળી શકે છે.



  • Oct 24, 2024 12:20 IST

    Today News Live : યુપી પેટાચૂંટણી માટે ભાજપની યાદી જાહેર, ગાઝિયાબાદથી સંજીવ શર્માને ટિકિટ

    ભાજપે યુપી-રાજસ્થાન પેટાચૂંટણી માટે પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી છે. એક તરફ ભાજપે યુપીમાં 7 સીટો માટે પોતાના ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે તો બીજી તરફ રાજસ્થાનની એક સીટ માટે પણ જાહેરાત કરવામાં આવી છે. ઉત્તર પ્રદેશની વાત કરીએ તો ભાજપે ગાઝિયાબાદથી સંજીવ શર્માને ટિકિટ આપી છે. તેવી જ રીતે દીપક પટેલને હાઈપ્રોફાઈલ સીટ ફુલપુરથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.

    કુંડારકીથી રામવીર સિંહ ઠાકુર, ગાઝિયાબાદથી સંજીવ શર્મા, ખેરથી સુરેન્દ્ર દિલેર, કરહાલથી અનુજેશ યાદવ, ફુલપુરથી દીપક પટેલ, કટેહરીથી ધરમરાજ નિષાદ અને મઝવાનથી સુચિસ્મિતા મૌર્યને ટિકિટ આપવામાં આવી છે. પાર્ટીએ હજુ સુધી કાનપુરમાં સિસમાઉ અને મુઝફ્ફરનગરની મીરાપુર સીટ માટે ઉમેદવારો જાહેર કર્યા નથી. એવા સમાચાર છે કે પાર્ટીએ આરએલડી માટે મીરપુર સીટ છોડી દીધી છે.



  • Oct 24, 2024 11:33 IST

    Today News Live : રાજસ્થાનમાં ટાયર ફાટતા કાર નાળામાં ખાબકી, ગુજરાતના 5 લોકોના મોત

    આજે 24 ઓક્ટોબર 2024, રાજસ્થાનમાંથી ખરાબ સમાચાર આવી રહ્યા છે. રાજસ્થાનના બ્યાવર-પિંડવાડા હાઈવે ઉપર કાર અકસમાતમાં ગુજરાતના દાહોદના એક જ પરિવારના પાંચ લોકોના મોત નીપજ્યા હતા. આજે વહેલી સવારે કારનું ટાયર ફાટતા કાર નાળામાં ખાબકતા ગોઝારો અકસ્માત થયો હતો. જેમાં દાહોદના એક જ પરિવારના પાંચ લોકોના મોત નીપજ્યા હતા.



  • Oct 24, 2024 09:48 IST

    Today News Live : શેરબજારમાં મંદી યથાવત, સેન્સેક્સે 80000 નીચે, નિફ્ટી 100 પોઇન્ટ તૂટ્યો

    શેરબજારમાં મંદીનો માહોલ યથાવત રહેતા ગુરુવારે પણ સેન્સેક્સ નિફ્ટી ઘટાડે ખુલ્યા હતા. સેન્સેક્સ 80081 પાછલા બંધ સામે આજે ગુરુવારે 80098 ખુલ્યો હતો. જો કે વેચવાલીના દબાણથી સેન્સેક્સે 80000નું મહત્વપૂર્ણ સપોર્ટ લેવલ તોડી દીધું હતું. સેન્સેક્સ 225 પોઇન્ટ તૂટ્યો અને 79900 લેવલ નીચે સરકી ગયો હતો. તો એનએસઇ નિફ્ટી પાછલા બંધ 24435 સામે આજે નીચા ગેપમાં 24412 ખુલ્યો હતો. નિફ્ટી 100 પોઇન્ટ ઘટી 24341 લેવલ પર ટ્રેડ કરી રહ્યો હતો.



  • Oct 24, 2024 09:19 IST

    Today News Live : દાના ચક્રવાત આજે ઓડિશા-બંગાળના તટને ટકરાશે

    ચક્રવાતી તૂફાન દાના આજે 24 ઓક્ટોબરે ઓડિશા અને પશ્વિમ બંગાળના તટ વિસ્તારોમાં ટકરાશે. જેના પગલે આ રાજ્યોમાં ભારે તબાહીની આશંકા છે. હવામાન વિભાગે દાના ચક્રવાતની ગંભીરતાને ધ્યાનમાં રાખીને રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. જ્યારે વાવાઝોડું દરિયાકાંઠે ટકરાશે ત્યારે તેની ઝડપ 120 થી 130 કિલોમીટર પ્રતિ કલાકની વચ્ચે હોઈ શકે છે, જેના કારણે ભારે પવન અને ભારે વરસાદ પડશે. ગુરુવારે સાંજે 6 વાગ્યાથી શુક્રવાર સવારે 9 વાગ્યા સુધી કોલકાતા એરપોર્ટ પર તમામ ફ્લાઈટ્સ રોકી દેવામાં આવ્યા છે.



બ્રેકિંગ ન્યૂઝ ગુજરાત વિશ્વ દેશ