Gujarati News 24 September 2024 Highlights : જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણીમાં બુધવારે બીજા તબક્કાનું મતદાન, 6 જિલ્લાની 26 સીટો પર વોટિંગ થશે

India Gujarat Today Latest News in Gujarati, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 24 September 2024: જમ્મુ-કાશ્મીર વિધાનસભાના બીજા તબક્કા માટે બુધવારે 25 સપ્ટેમ્બરે મતદાન થશે. આ તબક્કામાં છ જિલ્લાની 26 વિધાનસભા બેઠકો પર મતદાન થશે, જેમાંથી ત્રણ જિલ્લા જમ્મુ વિભાગમાં છે અને ત્રણ જિલ્લા ઘાટીમાં છે

India Gujarat Today Latest News in Gujarati, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 24 September 2024: જમ્મુ-કાશ્મીર વિધાનસભાના બીજા તબક્કા માટે બુધવારે 25 સપ્ટેમ્બરે મતદાન થશે. આ તબક્કામાં છ જિલ્લાની 26 વિધાનસભા બેઠકો પર મતદાન થશે, જેમાંથી ત્રણ જિલ્લા જમ્મુ વિભાગમાં છે અને ત્રણ જિલ્લા ઘાટીમાં છે

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Jammu and Kashmir Assembly Elections 2024, Jammu and Kashmir Assembly Elections

જમ્મુ અને કાશ્મીર વિધાનસભા ચૂંટણી મતદાન (Express Photo by Shuaib Masoodi)

Gujarat Latest News in Gujarati, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 24 September 2024 LIVE, આજના તાજા સમાચાર: જમ્મુ-કાશ્મીર વિધાનસભાના બીજા તબક્કા માટે બુધવારે 25 સપ્ટેમ્બરે મતદાન થશે. આ તબક્કામાં છ જિલ્લાની 26 વિધાનસભા બેઠકો પર મતદાન થશે, જેમાંથી ત્રણ જિલ્લા જમ્મુ વિભાગમાં છે અને ત્રણ જિલ્લા ઘાટીમાં છે.આ તબક્કાના પ્રમુખ ઉમેદવારોમાં પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા, JKPCC પ્રમુખ તારિક હામીદ કર્રા અને ભાજપના જમ્મુ કાશ્મીર પ્રમુખ રવિંદર રૈનાનો સમાવેશ થાય છે. બીજા તબક્કામાં લગભગ 2.5 મિલિયન મતદારો બીજા તબક્કાની ચૂંટણીમાં 239 ઉમેદવારોના ભાવિનો નિર્ણય કરશે. ચૂંટણી પંચે મતદારોની સુવિધા માટે 3,502 મતદાન મથકો ઉભા કર્યા છે. જેમાં 1056 શહેરી અને 2446 ગ્રામીણ ક્ષેત્રોમાં છે.

Advertisment

મુડા કેસમાં કર્ણાટકના CM સિદ્ધારમૈયાને હાઈકોર્ટનો મોટો ઝટકો

કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાને હાઈકોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. મૈસુર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી કૌભાંડમાં તેમની સામે કેસ ચલાવવાના રાજ્યપાલના નિર્ણયને રદ કરવાની તેમની અરજી ફગાવી દેવામાં આવી છે. કર્ણાટક હાઈકોર્ટમાં જસ્ટિસ એમ નાગપ્રસન્નાની સિંગલ જજની બેન્ચે સ્પષ્ટ કહ્યું કે આ મામલે તપાસ જરૂરી છે અને રાજ્યપાલ સ્વતંત્ર નિર્ણય લઈ શકે છે. આ કેસમાં હાઈકોર્ટે 12 સપ્ટેમ્બરે કેસની સુનાવણી પૂર્ણ કર્યા બાદ પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.

આ મામલે રાજ્યપાલ વતી પ્રદીપ કુમાર એસ.પી., ટી.જે. 16 ઓગસ્ટના રોજ, અબ્રાહમ અને સ્નેહમોયી ક્રિષ્ના સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ, 1988 ની કલમ 17A અને ભારતીય નાગરિક સંરક્ષણ સંહિતા, 2023 ની કલમ 218 હેઠળ તેમની અરજીઓમાં ઉલ્લેખિત કથિત અપરાધો માટે કાર્યવાહી કરવાની મંજૂરી આપવામાં આવી હતી. આપને જણાવી દઈએ કે ઓગસ્ટમાં કર્ણાટકના મંત્રીઓ અને કોંગ્રેસના ધારાસભ્યોએ રાજ્યપાલ ગેહલોત દ્વારા મુખ્યમંત્રી સિદ્ધારમૈયા સામે કેસ ચલાવવાની મંજૂરી આપવા સામે 'રાજભવન ચલો' વિરોધ પ્રદર્શન કર્યું હતું.

ચેન્નાઈના કુખ્યાત ગેંગસ્ટર સીસિંગ રાજાનું એન્કાઉન્ટરમાં મોત

તમિલનાડુની રાજધાની ચેન્નાઈમાં પોલીસે એક કુખ્યાત ગેંગસ્ટરને એન્કાઉન્ટરમાં ઠાર માર્યો છે. ગેંગસ્ટર સીસિંગ રાજા તમિલનાડુ બીએસપી પ્રમુખ આર્મસ્ટ્રોંગ હત્યા કેસમાં પણ વોન્ટેડ હતો. રાજા વિરુદ્ધ 30 થી વધુ ગુનાહિત કેસ નોંધાયેલા છે. પોલીસના જણાવ્યા અનુસાર, ગેંગસ્ટરે પોલીસકર્મીઓ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો, ત્યારબાદ પોલીસે પણ સ્વબચાવમાં ગોળીબાર કર્યો હતો અને ગેંગસ્ટરનું મોત થયું હતું.

Advertisment
  • Sep 24, 2024 23:42 IST

    Today News Live : જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણીમાં બુધવારે બીજા તબક્કાનું મતદાન, 6 જિલ્લાની 26 સીટો પર વોટિંગ થશે

    જમ્મુ-કાશ્મીર વિધાનસભાના બીજા તબક્કા માટે બુધવારે 25 સપ્ટેમ્બરે મતદાન થશે. આ તબક્કામાં છ જિલ્લાની 26 વિધાનસભા બેઠકો પર મતદાન થશે, જેમાંથી ત્રણ જિલ્લા જમ્મુ વિભાગમાં છે અને ત્રણ જિલ્લા ઘાટીમાં છે.આ તબક્કાના પ્રમુખ ઉમેદવારોમાં પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા, JKPCC પ્રમુખ તારિક હામીદ કર્રા અને ભાજપના જમ્મુ કાશ્મીર પ્રમુખ રવિંદર રૈનાનો સમાવેશ થાય છે. બીજા તબક્કામાં લગભગ 2.5 મિલિયન મતદારો બીજા તબક્કાની ચૂંટણીમાં 239 ઉમેદવારોના ભાવિનો નિર્ણય કરશે. ચૂંટણી પંચે મતદારોની સુવિધા માટે 3,502 મતદાન મથકો ઉભા કર્યા છે. જેમાં 1056 શહેરી અને 2446 ગ્રામીણ ક્ષેત્રોમાં છે.



  • Sep 24, 2024 20:32 IST

    Today News Live : પીએમ મોદી 3 દિવસની અમેરિકાની યાત્રા પૂર્ણ કરી સ્વદેશ પરત ફર્યા

    વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમની 3 દિવસની યુએસ મુલાકાત પૂર્ણ કર્યા પછી દિલ્હી એરપોર્ટ પહોંચ્યા. તેમની ત્રણ દિવસની મુલાકાત દરમિયાન, તેમણે ન્યુયોર્કમાં સંયુક્ત રાષ્ટ્રમાં ભવિષ્યની સમિટ અને ક્વોડ લીડર્સ સમિટમાં હાજરી આપી હતી. આ સાથે તેમણે તેમની મુલાકાત દરમિયાન કેટલીક મહત્વપૂર્ણ દ્વિપક્ષીય બેઠકો પણ યોજી હતી.



  • Sep 24, 2024 19:34 IST

    Today News Live : ચિરાગ પાસવાને કહ્યું - પીએમ મોદીની દરેક આંતરરાષ્ટ્રીય મુલાકાત દેશના સન્માનને વધારે છે

    કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાને કહ્યું કે ભારતીય હોવાના નાતે મને વડાપ્રધાન મોદી પર ગર્વ છે. તેમની દરેક આંતરરાષ્ટ્રીય મુલાકાત દેશના સન્માનને વધારે છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે આપણા દેશની મજબૂત ઓળખને પણ વધારે છે. વડાપ્રધાન તરીકે તેમણે કહ્યું કે આજે ભારત જ કંઇક બોલે છે ત વિશ્વ સાંભળે છે કારણ કે ભારતે દરેક ક્ષેત્રમાં યોગદાન આપ્યું છે, જે રીતે વડાપ્રધાન વિવિધ કંપનીઓના સીઇઓને મળ્યા હતા. આ આંતરરાષ્ટ્રીય સ્તર પર ભારતની મજબૂત ઓળખ દર્શાવે છે. વિવિધ વિષયો ક્વોડ સમિટમાં ચર્ચા કરવામાં આવી હતી. આ એક મજબૂત ભારત, એક વિકસિત ભારત તરફનું પગલું છે. આ માટે હું પ્રધાનમંત્રીની ધન્યવાદ આપું છું.



  • Sep 24, 2024 16:53 IST

    Today News Live : કર્ણાટકના સીએમ સિદ્ધારમૈયાએ કહ્યું - અમે ભાજપ અને જેડીએસના ષડયંત્રથી ગભરાઈશું નહીં

    કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ કહ્યું કે હું કાયદાકીય નિષ્ણાંતો અને મંત્રીઓ સાથે ચર્ચા કરીશ કે આની સામે કેવી રીતે લડવું અને આગળનો નિર્ણય લઈશ. અમે ભાજપ અને જેડીએસના ષડયંત્રથી ગભરાઈશું નહીં. સાથે રાજ્યપાલના કાર્યાલયથી પણ ડરીશું નહીં. લોકોએ અમને આશીર્વાદ આપ્યા છે. મને હાઈકમાન્ડ અને પાર્ટીના નેતાઓનું પણ સમર્થન છે.



  • Sep 24, 2024 15:55 IST

    Today News Live : રાંચીમાં મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું - અમે ચૂંટણી માટે સંપૂર્ણપણે તૈયાર છીએ

    રાંચી, ઝારખંડ: મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું કે અમે તમામ એન્ફોર્સમેન્ટ એજન્સીઓ સાથે બેઠક યોજી છે, તમામને સ્પષ્ટ સૂચનાઓ આપી છે કે ચૂંટણી નિષ્પક્ષ હોવી જોઈએ, દરેક પક્ષને એક લેવલ પ્લેઇંગ ફિલ્ડ મળવું જોઈએ. ડીએમ, એસપીને સૂચનાઓ આપવામાં આવી છે કે કોઇપણ લાલચને દૂર કરવામાં આવે.સરહદો સીલ કરવામાં આવશે, કોઈ પણ પડોશી રાજ્ય તરફથી અહીં કોઈ વિક્ષેપ ન થવો જોઈએ, આવી સૂચનાઓ આપવામાં આવી છે. અમે ચૂંટણી માટે સંપૂર્ણપણે તૈયાર છીએ. અમે હવે મહારાષ્ટ્ જઇ રહ્યા છીએ, ત્યાર બાદ અમે (ચૂંટણીની તારીખો પર) નિર્ણય લઈશું.



  • Sep 24, 2024 13:45 IST

    Today News Live : આજે બપોર સુધીમાં ગુજરાતમાં 22 તાલુકામાં વરસાદ નોંધાયો

    સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરાયેલા વરસાદના આંકડા પ્રમાણે આજે 24 સપ્ટેમ્બર 2024, મંગળવારના રોજ સવારે 6 વાગ્યાથી લઈને બપોરે 12 વાગ્યા સુધીમાં ગુજરાતના 22 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ વલસાડમાં એક ઈંચ જેટલો, વડોદરામાં અડધો ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો.



  • Sep 24, 2024 13:29 IST

    Today News Live : મુડા કેસમાં કર્ણાટકના CM સિદ્ધારમૈયાને હાઈકોર્ટનો મોટો ઝટકો

    કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાને હાઈકોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. મૈસુર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી કૌભાંડમાં તેમની સામે કેસ ચલાવવાના રાજ્યપાલના નિર્ણયને રદ કરવાની તેમની અરજી ફગાવી દેવામાં આવી છે. કર્ણાટક હાઈકોર્ટમાં જસ્ટિસ એમ નાગપ્રસન્નાની સિંગલ જજની બેન્ચે સ્પષ્ટ કહ્યું કે આ મામલે તપાસ જરૂરી છે અને રાજ્યપાલ સ્વતંત્ર નિર્ણય લઈ શકે છે. આ કેસમાં હાઈકોર્ટે 12 સપ્ટેમ્બરે કેસની સુનાવણી પૂર્ણ કર્યા બાદ પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.

    આ મામલે રાજ્યપાલ વતી પ્રદીપ કુમાર એસ.પી., ટી.જે. 16 ઓગસ્ટના રોજ, અબ્રાહમ અને સ્નેહમોયી ક્રિષ્ના સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ, 1988 ની કલમ 17A અને ભારતીય નાગરિક સંરક્ષણ સંહિતા, 2023 ની કલમ 218 હેઠળ તેમની અરજીઓમાં ઉલ્લેખિત કથિત અપરાધો માટે કાર્યવાહી કરવાની મંજૂરી આપવામાં આવી હતી. આપને જણાવી દઈએ કે ઓગસ્ટમાં કર્ણાટકના મંત્રીઓ અને કોંગ્રેસના ધારાસભ્યોએ રાજ્યપાલ ગેહલોત દ્વારા મુખ્યમંત્રી સિદ્ધારમૈયા સામે કેસ ચલાવવાની મંજૂરી આપવા સામે 'રાજભવન ચલો' વિરોધ પ્રદર્શન કર્યું હતું.



  • Sep 24, 2024 11:25 IST

    Today News Live : હવે તિરુપતિ પ્રસાદના બોક્સમાંથી ગુટખાનું પેકેટ મળ્યું?

    તિરુપતિ મંદિરના પ્રસાદને લઈને હજુ પણ વિવાદ ચાલુ છે. જ્યારથી મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ દાવો કર્યો હતો કે પ્રસાદની ગુણવત્તા સાથે છેડછાડ કરવામાં આવી છે અને ઘીમાં પશુઓની ચરબી ભેળવવામાં આવી છે, ત્યારે હવે વધુ એક સમાચાર સામે આવ્યા છે. એક ભક્તે દાવો કર્યો છે કે જ્યારે તેણે તિરુપતિ પ્રસાદનું બોક્સ ખોલ્યું તો તેમાં ગુટખાનું પેકેટ જોયું.



  • Sep 24, 2024 10:46 IST

    Today News Live : ગાઝીપુરમાં RPF કોન્સ્ટેબલોને ચાલતી ટ્રેનમાંથી ફેંકનાર જાહિદનું STF એન્કાઉન્ટર

    ઉત્તર પ્રદેશના ગાઝીપુરમાં RPFના બે કોન્સ્ટેબલને ચાલતી ટ્રેનમાંથી ફેંકી દેવાના આરોપી મોહમ્મદ ઝાહિદને STFએ એન્કાઉન્ટરમાં ઠાર માર્યો છે. STF, નોઈડા અને ગાઝીપુર પોલીસના સંયુક્ત ઓપરેશનમાં તેને ગોળી મારી દેવામાં આવી હતી. તેને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. ત્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. આરોપી ઝાહિદ પર 1 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું.

    મળતી માહિતી મુજબ, આ એન્કાઉન્ટર ગાઝીપુરના દિલદારનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયું હતું. ઝાહિદ દારૂની દાણચોરી કરતી ગેંગ સાથે સંકળાયેલો છે. તેના કબજામાંથી ગેરકાયદેસર પિસ્તોલ.32 બોર, બે ખર્ચેલા કારતૂસ અને ગેરકાયદેસર દેશી દારૂની કોથળી મળી આવી હતી. બે કોન્સ્ટેબલના મોતના કેસમાં અત્યાર સુધીમાં 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે 28 ઓગસ્ટના રોજ પ્રેમચંદ વર્માની ધરપકડ કરી હતી. આ પછી બિલેન્દ્ર પાસી, રવિ કુમાર, વિનય, પંકજ અને રવિ પુત્ર બિંદેશ્વરીની પણ ધરપકડ કરવામાં આવી હતી.



  • Sep 24, 2024 09:46 IST

    Today News Live : ગુજરાતમાં 24 કલાકમાં 94 તાલુકામાં વરસાદ

    સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે સોમવારે સવારે 6 વાગ્યાથી લઈને મંગળવારે સવારે 6 વાગ્યા સુધીના 24 કલાકના સમયમાં ગુજરાતમાં 94 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ વલસાડના પારડીમાં 5 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જ્યારે વાપીમાં અઢી ઈંચ વરસાદ પડ્યો હતો.



  • Sep 24, 2024 09:43 IST

    Today News Live : સુપ્રીમ કોર્ટના આદેશ બાદ પણ દિલ્હીમાં બુલડોઝર દોડશે! લક્ષ્ય પર 102 ઇમારતો

    થોડા દિવસો પહેલા એક કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે કોઈપણ આરોપી સામે બુલડોઝિંગની કાર્યવાહી ન થઈ શકે, નિયમોનું પાલન કરવું જરૂરી છે. પરંતુ હવે દિલ્હી પોલીસ ફરીથી એ જ બુલડોઝર ચલાવવાની તૈયારી કરી રહી છે, તેણે ડ્રગ પેડલર્સ સામે કાર્યવાહી કરવાની વાત કરી છે. એવી દલીલ કરવામાં આવી રહી છે કે આ પ્રોપર્ટીમાં બેસીને આ ડ્રગ્સ પેડલર્સ પોતાનું કામ કરે છે.

    દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, તેમને તેમની તપાસમાં જાણવા મળ્યું છે કે આ ડ્રગ પેડલર્સ દ્વારા આવી ઘણી ઇમારતો બનાવવામાં આવી છે, જે બિલ્ડિંગ બાયલોઝ મુજબ ગેરકાયદેસર છે. આ કારણોસર દિલ્હી પોલીસે MCDને આ ઈમારતો સામે કાર્યવાહી કરવા જણાવ્યું છે. આ અંગે એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે આવી મોટાભાગની ઇમારતો ઉત્તર પૂર્વ દિલ્હી, પશ્ચિમ દિલ્હીમાં છે, આ તમામ ઇમારતો એવા લોકોની છે જેમની બેથી ત્રણ વખત ધરપકડ કરવામાં આવી છે અને બાદમાં જામીન પર છોડવામાં આવ્યા છે.



  • Sep 24, 2024 09:42 IST

    Today News Live : આજનો દિવસ તમારા માટે કેવો રહેશે?

    આજે 24 સપ્ટેમ્બર 2024, મંગળવાર છે ત્યારે આજનો દિવસ તમારા માટે કેવો રહેશે. અહીં ક્લિક કરીને વાંચો તમારું આજનું રાશિફળ.



  • Sep 24, 2024 09:37 IST

    Today News Live : શેરબજાર નરમ ખુલ્યા, સેન્સેક્સ 100 પોઇન્ટ ડાઉન

    શેરબજાર સેન્સેક્સ નિફ્ટી મંગળવારે ઘટીને ખુલ્યા છે. સેન્સેક્સ 50 પોઇન્ટના ઘટાડે 84860 ખુલ્યો છે. એનએસઇ નિફ્ટી નીચા ગેપમાં 25921 ખૂલ્યો છે. આઈટી અને ફાઈનાન્સ શેર નરમ છે. એશિયન શેરબજારમાં એકંદર મિશ્ર ટ્રેન્ડ છે.



  • Sep 24, 2024 09:36 IST

    Today News Live : ચેન્નાઈના કુખ્યાત ગેંગસ્ટર સીસિંગ રાજાનું એન્કાઉન્ટરમાં મોત

    તમિલનાડુની રાજધાની ચેન્નાઈમાં પોલીસે એક કુખ્યાત ગેંગસ્ટરને એન્કાઉન્ટરમાં ઠાર માર્યો છે. ગેંગસ્ટર સીસિંગ રાજા તમિલનાડુ બીએસપી પ્રમુખ આર્મસ્ટ્રોંગ હત્યા કેસમાં પણ વોન્ટેડ હતો. રાજા વિરુદ્ધ 30 થી વધુ ગુનાહિત કેસ નોંધાયેલા છે. પોલીસના જણાવ્યા અનુસાર, ગેંગસ્ટરે પોલીસકર્મીઓ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો, ત્યારબાદ પોલીસે પણ સ્વબચાવમાં ગોળીબાર કર્યો હતો અને ગેંગસ્ટરનું મોત થયું હતું.



બ્રેકિંગ ન્યૂઝ ગુજરાત વિશ્વ દેશ