Gujarati News 24 April 2024 Highlights: લોકસભા ચૂંટણી પહેલા ગુજરાતમાં 12 આઈપીએસ અધિકારીઓની બદલી

India Gujarat Today Latest News in Gujarati Highlights, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 25 April 2024 : પીએમ મોદી પર પીલીભીતમાં રેલીને સંબોધિત કરતી વખતે દેવી-દેવતાઓના નામ પર વોટ માંગવાનો આરોપ હતો, પીએમ મોદીએ અયોધ્યામાં રામ મંદિર અને કરતારપુર કોરિડોરનો ઉલ્લેખ કર્યો હતો.

India Gujarat Today Latest News in Gujarati Highlights, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 25 April 2024 : પીએમ મોદી પર પીલીભીતમાં રેલીને સંબોધિત કરતી વખતે દેવી-દેવતાઓના નામ પર વોટ માંગવાનો આરોપ હતો, પીએમ મોદીએ અયોધ્યામાં રામ મંદિર અને કરતારપુર કોરિડોરનો ઉલ્લેખ કર્યો હતો.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Gujarat Police

ગુજરાત પોલીસ (પ્રતિકાત્મક તસવીર)

Gujarat Latest News in Gujarati, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 25 April 2024 Highlights, આજના તાજા સમાચાર: આજે 25 એપ્રિલ 2024, ગુરુવારના દિવસની મહત્વની ઘટનાઓ વિશે વાત કરીએ તો, કલકત્તા હાઈકોર્ટના કેટલાક વકીલોએ ગુરુવારે પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જી વિરુદ્ધ કડક પગલાં લેવા માટે તેમના નિવેદનને સ્વ-મોટો સંજ્ઞાન લેવા વિનંતી કરી. જેમાં કથિત રીતે એવો દાવો કરવામાં આવ્યો છે કે મમતા બેનર્જીએ કથિત રીતે આ નિવેદન ત્યારે આપ્યું છે જ્યારે કલકત્તા હાઈકોર્ટે શિક્ષક ભરતી કૌભાંડ કેસમાં લાંચ લઈને પુનઃસ્થાપિત થયેલા લગભગ 24 હજાર શિક્ષકોની નિમણૂક રદ કરી હતી. વરિષ્ઠ વકીલ અને કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (માર્કસિસ્ટ) (CPIM)ના નેતા વિકાસ રંજન ભટ્ટાચાર્યએ આજે ​​ચીફ જસ્ટિસ ટીએસ શિવગનમ અને જસ્ટિસ હિરણમોય ભટ્ટાચાર્યની ડિવિઝન બેંચને વિનંતી કરી છે કે તેઓ મુખ્યમંત્રી વિરુદ્ધ તેમના "તિરસ્કારપૂર્ણ" નિવેદનો માટે કડક પગલાં લે.

ચૂંટણી પહેલા ગુજરાતમાં 12 આઈપીએસ અધિકારીઓની બદલી

લોકસભા ચૂંટણી પહેલા ગુજરાતમાં 12 આઈપીએસ ઓફિસરની બદલી કરવામાં આવી છે. જેમાં નીરજ કુમાર બડગુજરને એડિશનલ કમિશનર ઓફ પોલીસ ક્રાઈમ અમદાવાદ સેક્ટર વન તરીકે મૂકવામાં આવ્યા છે. તો ચૈતન્ય માંડલીકની એસ.પી. સીઆઈડી ક્રાઇમ ગાંધીનગર અને મનીશ સિંઘની એસપીએમટી ગાંધીનગર ખાતે બદલી કરવામાં આવી છે.

બિહારની રાજધાની પટનામાં રેલવે જંક્શનની બરાબર સામે આવેલી બહુમાળી પાલ હોટલમાં ગુરુવારે સવારે ભીષણ આગ લાગી હતી. આગન લપેટોએ નજીકની ત્રણ હોટલોને પણ લપેટામાં લઈ લીધી હતી. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 6 લોકોના મોત થયા છે. મૃતકોમાં 3 મહિલા અને 3 પુરુષોનો સમાવેશ થાય છે.

ચૂંટણી પંચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારા આચારસંહિતા ભંગની નોંધ લીધી છે. ભાજપ અને કોંગ્રેસ બંનેએ પાર્ટી પર ધર્મ, જાતિ, સમુદાય અથવા ભાષાના આધારે નફરત અને વિભાજન કરવાનો આરોપ લગાવ્યો. ECIએ 29 એપ્રિલે સવારે 11 વાગ્યા સુધીમાં જવાબ માંગ્યો છે.

ભારતીય વાયુસેનાનું એક જાસૂસી વિમાન ગુરુવારે સવારે રાજસ્થાનના જેસલમેર જિલ્લાના એક ગામમાં ક્રેશ થયું હતું. આ દુર્ઘટનાની માહિતી મળતાં જ વાયુસેનાના અધિકારીઓ જિલ્લા પ્રશાસનની સાથે જિલ્લા મુખ્યાલયથી 30 કિલોમીટર દૂર રોઝાની ધાની જજિયા ગામમાં પહોંચ્યા

આ બાજુ લોકસભા ચૂંટણી 2024માં ઉત્તર પ્રદેશની અમેઠી બેઠક ઉપર સસ્પેન્સ હતું જોકે હવે એ દૂર થયું છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અમેઠીથી ચૂંટણી લડી શકે છે. ત્યારે બીજી તરફ ગુજરાતમાં પણ રાજકારણ ગરમાયું છે. પુરુષોત્તમ રુપાલાના વિરોધમાં ક્ષત્રિય સમાજ એક પછી એક મહાસંમેલન યોજી રહ્યું છે. ત્યારે આગામી દિવસોમાં ચાર મહાસંમેલન યોજવાની જાહેરાત પણ કરી છે. અહીં વાંચો આજના તાજા સમાચાર.

ચૂંટણી પંચ તરફથી PM મોદીને ક્લીન ચિટ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ચૂંટણી પંચ તરફથી ક્લીનચીટ મળી છે. પીએમ મોદી પર પીલીભીતમાં રેલીને સંબોધિત કરતી વખતે દેવી-દેવતાઓના નામ પર વોટ માંગવાનો આરોપ હતો, પીએમ મોદીએ અયોધ્યામાં રામ મંદિર અને કરતારપુર કોરિડોરનો ઉલ્લેખ કર્યો હતો. આ મામલાને લઈને સુપ્રીમ કોર્ટના વકીલે ચૂંટણી પંચનો સંપર્ક કર્યો અને પીએમ મોદી વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી. પરંતુ હવે સમાચાર એ છે કે ચૂંટણી પંચે વડાપ્રધાન મોદીને ક્લીનચીટ આપી દીધી છે.

અમેઠીથી ચૂંટણી લડશે રાહુલ ગાંધી

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અમેઠીથી ચૂંટણી લડી શકે છે, તેઓ 1 મેના રોજ ઉમેદવારી નોંધાવવા જઈ રહ્યા છે. હજુ સુધી સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ માનવામાં આવે છે કે હવે રાહુલે પોતાનું મન બનાવી લીધું છે.

ક્ષત્રિય સમાજના 4 મહાસંમેલનની જાહેરાત

ભાજપના વિરોધમાં ક્ષત્રિય સમાજના 4 મહાસંમેલન યોજાશે. 27મી એપ્રિલે વિસનગર, 28મી એપ્રિલે બારડોલી, પહેલી મેએ આણંદ અને બીજી મેએ જામનગરમાં મહાસંમેલન યોજાશે. આ તરફ કરણસિંહ ચાવડાએ ભાજપ ક્ષત્રિયોમાં આંતરિક વિખવાદ ઉભો કરવાનાં પ્રયાસનો કરી રહ્યો હોવાનો આરોપ લગાવ્યો છે.

Advertisment
  • Apr 25, 2024 23:17 IST

    લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસ દ્વારા 40 સ્ટાર પ્રચારકોની યાદી જાહેર

    કોંગ્રેસે લોકસભા ચૂંટણીમાં ઉત્તર પ્રદેશમાં પ્રચાર માટે 40 સ્ટાર પ્રચારકોની યાદી જાહે રકરી છે. સ્ટાર પ્રચારકોની યાદીમાં મલ્લિકાર્જૂન ખડગે, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સહિત ઘણા દિગ્ગજ નેતાઓના નામ છે.

    — ANI_HindiNews (@AHindinews) April 25, 2024



  • Apr 25, 2024 20:21 IST

    ચૂંટણી પહેલા ગુજરાતમાં 12 આઈપીએસ અધિકારીઓની બદલી

    લોકસભા ચૂંટણી પહેલા ગુજરાતમાં 12 આઈપીએસ ઓફિસરની બદલી કરવામાં આવી છે. જેમાં નીરજ કુમાર બડગુજરને એડિશનલ કમિશનર ઓફ પોલીસ ક્રાઈમ અમદાવાદ સેક્ટર વન તરીકે મૂકવામાં આવ્યા છે. તો ચૈતન્ય માંડલીકની એસ.પી. સીઆઈડી ક્રાઇમ ગાંધીનગર અને મનીશ સિંઘની એસપીએમટી ગાંધીનગર ખાતે બદલી કરવામાં આવી છે.

    રાઘવેન્દ્ર વત્સ : જેસીપી ક્રાઇમ - સુરત

    શરત સિંઘલ : જેસીપી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ

    અજીત રાજયાન : ડીસીપી ક્રાઈમ અમદાવાદ

    નીરજ બડગુજર : એડીસીપી સેક્ટર -1 અમદાવાદ

    ચૈતન્ય માંડલીક : સીપી, સીઆઈડી ક્રાઈમ ગાંધીનગર

    મનિષ સિંઘ : એસપી, એમટી વિભાગ

    ઉષા રાડા : સેનાપતિ, એસઆરપીએફ મૂડેટી

    લવિના સિંઘ : ડીસીપી સાયબર

    હિંમાંશુ વર્મા : એસપી સ્ટેટ ટ્રાફિક

    રૂપલ સોલંકી : ડીજીપી ઓફિસ સ્ટાફ ઓફિસર

    ભારતી પંડ્યા : એસપી ટેકનિકલ સર્વિસ ગાંધીનગર



  • Advertisment
  • Apr 25, 2024 19:20 IST

    કલકત્તા હાઈકોર્ટના વકિલોએ ચીફ જસ્ટિસને કર્યો આગ્રહ, 'મમતા બેનરજી સામે સુઓમોટો કરો'

    કલકત્તા હાઈકોર્ટના કેટલાક વકીલોએ ગુરુવારે પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જી વિરુદ્ધ કડક પગલાં લેવા માટે તેમના નિવેદનને સ્વ-મોટો સંજ્ઞાન લેવા વિનંતી કરી. જેમાં કથિત રીતે એવો દાવો કરવામાં આવ્યો છે કે મમતા બેનર્જીએ કથિત રીતે આ નિવેદન ત્યારે આપ્યું છે જ્યારે કલકત્તા હાઈકોર્ટે શિક્ષક ભરતી કૌભાંડ કેસમાં લાંચ લઈને પુનઃસ્થાપિત થયેલા લગભગ 24 હજાર શિક્ષકોની નિમણૂક રદ કરી હતી. વરિષ્ઠ વકીલ અને કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (માર્કસિસ્ટ) (CPIM)ના નેતા વિકાસ રંજન ભટ્ટાચાર્યએ આજે ​​ચીફ જસ્ટિસ ટીએસ શિવગનમ અને જસ્ટિસ હિરણમોય ભટ્ટાચાર્યની ડિવિઝન બેંચને વિનંતી કરી છે કે તેઓ મુખ્યમંત્રી વિરુદ્ધ તેમના "તિરસ્કારપૂર્ણ" નિવેદનો માટે કડક પગલાં લે.



  • Apr 25, 2024 16:35 IST

    બિહાર : પટના રેલવે સ્ટેશન સામે હોટલમાં આગ: 6 લોકોના મોત, 3 ની હાલત ગંભીર

    બિહારની રાજધાની પટનામાં રેલવે જંક્શનની બરાબર સામે આવેલી બહુમાળી પાલ હોટલમાં ગુરુવારે સવારે ભીષણ આગ લાગી હતી. આગન લપેટોએ નજીકની ત્રણ હોટલોને પણ લપેટામાં લઈ લીધી હતી. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 6 લોકોના મોત થયા છે. મૃતકોમાં 3 મહિલા અને 3 પુરુષોનો સમાવેશ થાય છે. આ સાથે જ અનેક લોકો ઘાયલ થયા છે. આ તમામને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. 18 લોકોને દાઝી ગયેલી અને ઘાયલ હાલતમાં પીએમસીએચ લઈ જવામાં આવ્યા છે. જેમાંથી 12 લોકોને તાત્કાલિક આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમાંથી ત્રણની હાલત ખૂબ જ નાજુક છે.

    — ANI (@ANI) April 25, 2024



  • Apr 25, 2024 13:44 IST

    પીએમ મોદી અને રાહુલ ગાંધીને EC નોટિસ, ચૂંટણી ભાષણ અંગે 29 એપ્રિલ સુધીમાં જવાબ માંગ્યો

    ચૂંટણી પંચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારા આચારસંહિતા ભંગની નોંધ લીધી છે. ભાજપ અને કોંગ્રેસ બંનેએ પાર્ટી પર ધર્મ, જાતિ, સમુદાય અથવા ભાષાના આધારે નફરત અને વિભાજન કરવાનો આરોપ લગાવ્યો. ECIએ 29 એપ્રિલે સવારે 11 વાગ્યા સુધીમાં જવાબ માંગ્યો છે.



  • Apr 25, 2024 12:18 IST

    રાજસ્થાનના બાડમેરમાં મોટી દુર્ઘટના, ભારતીય વાયુસેનાનું UAV વિમાન ક્રેશ થયું

    ભારતીય વાયુસેનાનું એક જાસૂસી વિમાન ગુરુવારે સવારે રાજસ્થાનના જેસલમેર જિલ્લાના એક ગામમાં ક્રેશ થયું હતું. આ દુર્ઘટનાની માહિતી મળતાં જ વાયુસેનાના અધિકારીઓ જિલ્લા પ્રશાસનની સાથે જિલ્લા મુખ્યાલયથી 30 કિલોમીટર દૂર રોઝાની ધાની જજિયા ગામમાં પહોંચ્યા હતા. હાલ ફાયર બ્રિગેડની ટીમે રિકોનિસન્સ એરક્રાફ્ટના કાટમાળમાં લાગેલી આગને કાબૂમાં લીધી છે. જો કે આ દુર્ઘટનામાં હજુ સુધી કોઈ જાનહાનિની ​​માહિતી સામે આવી નથી. તમને જણાવી દઈએ કે, એર સર્વિસના રિકોનિસન્સ એરક્રાફ્ટમાં કોઈ પાઈલટ નથી અને તે રિમોટ કંટ્રોલ દ્વારા સંચાલિત થાય છે. આ વિમાનનો ઉપયોગ સરહદી વિસ્તારમાં જાસૂસી ગતિવિધિઓ પર નજર રાખવા માટે થાય છે.



  • Apr 25, 2024 10:47 IST

    ચૂંટણી પંચ તરફથી PM મોદીને ક્લીન ચિટ

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ચૂંટણી પંચ તરફથી ક્લીનચીટ મળી છે. પીએમ મોદી પર પીલીભીતમાં રેલીને સંબોધિત કરતી વખતે દેવી-દેવતાઓના નામ પર વોટ માંગવાનો આરોપ હતો



  • Apr 25, 2024 09:17 IST

    JDU નેતાના માથામાં બે ગોળી મારી હત્યા

    બિહારની રાજધાની પટના પાસે પુનપુન JDU નેતા સૌરભ કુમારની હત્યા કરવામાં આવી છે. તેને માથામાં બે ગોળી વાગી હતી જેના કારણે તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.



  • Apr 25, 2024 08:59 IST

    ગુરુવારનો દિવસ તમારો કેવો રહેશે?

    આજે ગુરુવાર, 25 એપ્રિલ 2024નો દિવસ તમારા માટે કેવો રહેશે. અહીં ક્લિક કરીને વાંચો તમારું આજનું દૈનિક રાશિફળ.



  • Apr 25, 2024 08:58 IST

    ભાજપના વિરોધમાં ક્ષત્રિય સમાજના બેક ટુ બેક મહાસંમેલન

    ભાજપના વિરોધમાં ક્ષત્રિય સમાજના 4 મહાસંમેલન યોજાશે. 27મી એપ્રિલે વિસનગર, 28મી એપ્રિલે બારડોલી, પહેલી મેએ આણંદ અને બીજી મેએ જામનગરમાં મહાસંમેલન યોજાશે.



  • Apr 25, 2024 08:58 IST

    અમેઠીથી ચૂંટણી લડશે રાહુલ ગાંધી

    કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અમેઠીથી ચૂંટણી લડી શકે છે, તેઓ 1 મેના રોજ ઉમેદવારી નોંધાવવા જઈ રહ્યા છે. હજુ સુધી સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ માનવામાં આવે છે કે હવે રાહુલે પોતાનું મન બનાવી લીધું છે.



બ્રેકિંગ ન્યૂઝ ગુજરાત વિશ્વ દેશ