/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/12/Bhimtal-bus-accident.jpg)
ભીમતાલ પાસે એક બસ ખીણમાં ખાબકી (તસવીર - સોશિયલ મીડિયા
Gujarat Latest News in Gujarati, Gujarati Samachar (ગુજરાતી સમાચાર) 25 December 2024, આજના તાજા સમાચાર: ઉત્તરાખંડમાં ફરી એકવાર મોટો બસ અકસ્માત થયો છે. ભીમતાલ પાસે એક બસ ખીણમાં ખાબકી હતી. આ અકસ્માતમાં 4 લોકોએ જીવ ગુમાવ્યા હતા જ્યારે ઘણા લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. મૃતકોમાં બે પુરુષ, એક મહિલા અને એક બાળકનો સમાવેશ થાય છે. બે ડઝનથી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે.
કઝાકિસ્તાનમાં પ્લેન ક્રેશ
કઝાકિસ્તાનમાં 98 લોકો સાથેનું વિમાન ક્રેશ થયું છે. ન્યૂઝ એજન્સી રોઈટર્સના જણાવ્યા અનુસાર આ દુર્ઘટના અલ્માટી એરપોર્ટ પાસે થઈ હતી. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 15 લોકોના મોત થયા છે. ઉડાન ભર્યા બાદ તરત જ આ અકસ્માત થયો હતો. વિમાન એક ઈમારત સાથે અથડાયું અને અનેક ભાગોમાં તૂટી પડ્યું. ઘટના સ્થળે રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે. અધિકારીઓએ જણાવ્યું કે મૃત્યુઆંક વધી શકે છે. વિમાનમાં 93 મુસાફરો અને પાંચ ક્રૂ મેમ્બર સવાર હતા. હાલમાં પ્લેન ક્રેશ થવાનું કારણ જાણી શકાયું નથી. અકસ્માતની તપાસ માટે સરકારી પંચની રચના કરવામાં આવી છે..
રાજસ્થાનમાં કાર અકસ્માત, ગુજરાતના એક જ પરિવારના પાંચના મોત
રાજસ્થાનના કરૌલીમાં એક કાર અકસ્માત થયો હતો. કાર અને બસ વચ્ચેના ગમખ્વાર અકસ્માતમાં આખો પરિવાર મોતને ભેટ્યો હતો. મૂળ ઈન્દોરના વતની વર્ષોથી ગુજરાતના વડોદરામાં સ્થાયી થયો હતો. આ પરિવાર રાજસ્થાન દર્શનાર્થે ગયો હતો. રાજસ્થાનમાં કૈલા દેવી મંદિરના દર્શને નીકળ્યા હતા. આ દરમિયાન જ કાર અને બસ વચ્ચે ભીષણ ટક્કર થઈ હતી. આ દર્દનાક અકસ્માતમાં આખો પરિવાર સાફ થઈ ગયો હતો.
વૈષ્ણોદેવી રોપવે પ્રોજેક્ટનો વિરોધ ઉગ્ર, કટરામાં 72 કલાકના બંધનું એલાન
વૈષ્ણોદેવીમાં બની રહેલા રોપ-વે પ્રોજેક્ટને લઈને ઘણો વિવાદ ચાલી રહ્યો છે. હવે આ દરમિયાન, કટરામાં 72 કલાકના બંધની જાહેરાત કરવામાં આવી છે, આ બંધ આજે એટલે કે 25મી ડિસેમ્બરથી શરૂ થયો છે. વૈષ્ણોદેવી સંઘર્ષ સમિતિના પ્રવક્તાએ એક નિવેદનમાં કહ્યું છે કે વહીવટીતંત્ર અમારા વાંધાઓને ન તો સમજી રહ્યું છે અને ન તો તેનો જવાબ આપી રહ્યું છે.
વૈષ્ણોદેવી સંઘર્ષ સમિતિના પ્રવક્તા કરણ સિંહે કહ્યું કે 18 ડિસેમ્બરે એક બેઠક યોજાઈ હતી, કહેવામાં આવ્યું હતું કે જવાબ મળશે, પરંતુ કોઈ જવાબ મળ્યો નથી. હવે વહીવટીતંત્ર તેને સ્થગિત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. અમે તેના વિશે ઘણું વિચાર્યું હતું. હવે વિરોધ કરવો એ આપણો લોકતાંત્રિક અધિકાર છે. જોકે, હાલમાં એક નહીં પરંતુ અનેક વેપારી સંગઠનો આ રોપ-વે પ્રોજેક્ટનો વિરોધ કરી રહ્યાં છે. એવી દલીલ કરવામાં આવી રહી છે કે આનાથી ઘણા લોકોનો વ્યવસાય અટકી શકે છે.
ગુજરાતમાં સૌથીનું નલિયામાં 7.5 ડિગ્રી તાપમાન
ગુજરાતમાં જેમ જેમ શિયાળો આગળ વધી રહ્યો છે તેમ તેમ ઠંડી જોર પકડી રહી છે. કાતિલ ઠંડીનું મોજું સમગ્ર ગુજરાત પર ફરી વળ્યું છે. ત્યારે તાપમાનની વાત કરીએ તો ગુજરાતમાં 7.5 ડિગ્રીથી લઈને 18.2 ડિગ્રી વચ્ચે લઘુતમ તાપમાન નોંધાયું હતું. જેમાં 7.5 ડિગ્રી લઘુતમ તાપમાન સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું હતું. જ્યારે ઓખામાં 18.2 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું તું. આ ઉપરાંત ડીસામાં 12.8 ડિગ્રી, કેશોદમાં 10.1 ડિગ્રી, રાજકોટમાં 9 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.
- Dec 25, 2024 23:31 IST
Today News live : નવી મુંબઈ વાશીના APMC માર્કેટમાં સ્થિત એક નિર્માણાધીન સોસાયટીમાં આગ લાગી
મહારાષ્ટ્ર: નવી મુંબઈ વાશીના APMC માર્કેટમાં સ્થિત એક નિર્માણાધીન સોસાયટીમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઇ છે.
watch नवी मुंबई, महाराष्ट्र: वाशी की APMC मार्केट में स्थित एक निर्माणाधीन सोसायटी में आग लग गई। दमकल विभाग की गाड़ियां मौके पर मौजूद हैं। अधिक जानकारी की प्रतीक्षा है। pic.twitter.com/iIbQyqmFbv
— ANI_HindiNews (@AHindinews) December 25, 2024
- Dec 25, 2024 22:12 IST
Today News live : ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલનું ઉદ્ઘાટન કર્યું
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલની 15મી સિઝનનું ઉદ્ઘાટન કર્યું.
watch | गुजरात के मुख्यमंत्री भूपेंद्र पटेल ने अहमदाबाद में कांकरिया कार्निवल के 15वें संस्करण का उद्घाटन किया। pic.twitter.com/OIXNaBsuLq
— ANI_HindiNews (@AHindinews) December 25, 2024
- Dec 25, 2024 18:18 IST
Today News live : ભાજપ પ્રમુખ જેપી નડ્ડાના નિવાસસ્થાને એનડીએ નેતાઓની બેઠક
દિલ્હી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુ અને અન્ય NDA નેતાઓએ આજે કેન્દ્રીય મંત્રી અને ભાજપ પ્રમુખ જેપી નડ્ડાના નિવાસસ્થાને એનડીએ નેતાઓની બેઠકમાં હાજરી આપી હતી.
दिल्ली: केंद्रीय गृह मंत्री अमित शाह, आंध्र प्रदेश के मुख्यमंत्री एन चंद्रबाबू नायडू और NDA के अन्य नेता आज केंद्रीय मंत्री और भाजपा प्रमुख जे.पी. नड्डा के आवास पर NDA नेताओं की बैठक में शामिल हुए।
(सोर्स: भाजपा) pic.twitter.com/ADt59yyPtR— ANI_HindiNews (@AHindinews) December 25, 2024
- Dec 25, 2024 13:10 IST
Today News live : કઝાકિસ્તાનમાં 110 મુસાફરો સાથેનું પેસેન્જર પ્લેન ક્રેશ થયું
કઝાકિસ્તાનમાં 98 લોકો સાથેનું વિમાન ક્રેશ થયું છે. ન્યૂઝ એજન્સી રોઈટર્સના જણાવ્યા અનુસાર આ દુર્ઘટના અલ્માટી એરપોર્ટ પાસે થઈ હતી. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 15 લોકોના મોત થયા છે. ઉડાન ભર્યા બાદ તરત જ આ અકસ્માત થયો હતો. વિમાન એક ઈમારત સાથે અથડાયું અને અનેક ભાગોમાં તૂટી પડ્યું. ઘટના સ્થળે રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે. અધિકારીઓએ જણાવ્યું કે મૃત્યુઆંક વધી શકે છે. વિમાનમાં 93 મુસાફરો અને પાંચ ક્રૂ મેમ્બર સવાર હતા. હાલમાં પ્લેન ક્રેશ થવાનું કારણ જાણી શકાયું નથી. અકસ્માતની તપાસ માટે સરકારી પંચની રચના કરવામાં આવી છે.
At least 7 people were killed after a plane with 100 people on board crashed near Kazakhstan's biggest city of Almaty pic.twitter.com/yph0xHwKgs
— China Xinhua News (@XHNews) December 27, 2019
- Dec 25, 2024 12:39 IST
Today News live : પાકિસ્તાને અફઘાનિસ્તાનમાં હવાઈ હુમલો કર્યો
પાકિસ્તાને અફઘાનિસ્તાનમાં તાલિબાનના ઘણા શંકાસ્પદ ઠેકાણાઓ પર હવાઈ હુમલા કર્યા છે. આ હુમલાઓમાં તાલિબાનનું એક ટ્રેનિંગ સેન્ટર નષ્ટ કરવામાં આવ્યું હતું, જેમાં કેટલાક આતંકવાદીઓ પણ માર્યા ગયા હોવાના અહેવાલ છે. અધિકારીઓએ જણાવ્યું કે આ હુમલાઓ પાકિસ્તાનની સરહદ નજીક અફઘાનિસ્તાનના પક્તિકા પ્રાંતના પર્વતીય વિસ્તારોમાં કરવામાં આવ્યા હતા. જોકે, અધિકારીઓએ એ જણાવ્યું નથી કે પાકિસ્તાની જેટ સરહદ પાર કરીને અફઘાનિસ્તાનમાં ગયા હતા કે નહીં.
- Dec 25, 2024 12:28 IST
Today News live : દિલ્હીના માર્કેટમાં 'બૉયકોટ બાંગ્લાદેશ' પોસ્ટર લગાવ્યા, પાડોશીઓએ બિઝનેસનો બહિષ્કાર કર્યો
બાંગ્લાદેશમાં હિંદુઓ અને લઘુમતીઓ સામેની હિંસા અને ધાર્મિક સ્થળો પર થઈ રહેલા હુમલાઓને લઈને ભારતમાં ગુસ્સો છે. આ ગુસ્સાનું પરિણામ એ આવ્યું કે દિલ્હીના ઓટો પાર્ટ્સના હોલસેલ માર્કેટના દુકાનદારોએ બાંગ્લાદેશના બહિષ્કારની જાહેરાત કરી છે. આ દુકાનદારોએ બાંગ્લાદેશીઓ સાથેના વ્યવસાયનો સંપૂર્ણ બહિષ્કાર કર્યો છે. બાંગ્લાદેશમાં હિંદુઓ પર થયેલા હુમલાઓને કારણે દિલ્હીના કાશ્મીરી ગેટ પર સ્થિત ઓટો પાર્ટ્સના જથ્થાબંધ વેપારીઓએ પાડોશી દેશ સાથે વેપાર ન કરવાની જાહેરાત કરી છે. આને લઈને બજારની ઘણી દુકાનોમાં 'બૉયકોટ બાંગ્લાદેશ'ના પોસ્ટર લગાવવામાં આવ્યા છે.
- Dec 25, 2024 10:27 IST
Today News live : રાજસ્થાનમાં કાર અકસ્માત, ગુજરાતના એક જ પરિવારના પાંચના મોત
રાજસ્થાનના કરૌલીમાં એક કાર અકસ્માત થયો હતો. કાર અને બસ વચ્ચેના ગમખ્વાર અકસ્માતમાં આખો પરિવાર મોતને ભેટ્યો હતો. મૂળ ઈન્દોરના વતની વર્ષોથી ગુજરાતના વડોદરામાં સ્થાયી થયો હતો. આ પરિવાર રાજસ્થાન દર્શનાર્થે ગયો હતો. રાજસ્થાનમાં કૈલા દેવી મંદિરના દર્શને નીકળ્યા હતા. આ દરમિયાન જ કાર અને બસ વચ્ચે ભીષણ ટક્કર થઈ હતી. આ દર્દનાક અકસ્માતમાં આખો પરિવાર સાફ થઈ ગયો હતો.
- Dec 25, 2024 09:57 IST
Today News live : એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા 3 ખાલિસ્તાની આતંકવાદીઓના મૃતદેહ લઈને જતી એમ્બ્યુલન્સનો અકસ્માત,
ઉત્તર પ્રદેશના પીલીભીતમાં એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા ખાલિસ્તાની આતંકવાદીઓના મૃતદેહને લઈ જઈ રહેલી એમ્બ્યુલન્સને મોડી રાત્રે અકસ્માત નડ્યો હતો. જબ પોલીસ અને ઉત્તર પ્રદેશ પોલીસની સંયુક્ત ટીમ વચ્ચેની અથડામણમાં ખાલિસ્તાન ઝિંદાબાદ ફોર્સના ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા હતા. અકસ્માતના સમાચારથી પોલીસમાં ખળભળાટ મચી ગયો હતો. રામપુરના પોલીસ અધિક્ષક વિદ્યાસાગર મિશ્રાએ જણાવ્યું કે મોડી રાત્રે જ્યારે ત્રણ આતંકવાદીઓના મૃતદેહ પીલીભીતથી પંજાબ જઈ રહ્યા હતા ત્યારે રામપુર બાયપાસ પર એમ્બ્યુલન્સને અજાણ્યા વાહને ટક્કર મારી હતી.
પીલીભીતમાં પંજાબ પોલીસ અને ઉત્તર પ્રદેશ પોલીસની સંયુક્ત કાર્યવાહીમાં માર્યા ગયેલા ખાલિસ્તાની આતંકવાદીઓના મૃતદેહોને લઈને પંજાબ જઈ રહેલી એમ્બ્યુલન્સને અકસ્માત નડ્યો હતો. આ મૃતદેહોને પંજાબની મોબાઈલ ફોરેન્સિક વાનમાં લઈ જવામાં આવી રહ્યા છે. તે દરમિયાન કોઈ અજાણ્યા વાહને તેમને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી. પોસ્ટમોર્ટમ અને અન્ય કાનૂની ઔપચારિકતાઓ પૂર્ણ કર્યા પછી, પંજાબ પોલીસે ત્રણેય આતંકવાદીઓના મૃતદેહોને તેમના વતન રાજ્ય લઈ ગયા. અથડામણ બાદ મૃતદેહ અને પરિવારના સભ્યોને અન્ય વાહનમાં મોકલવામાં આવ્યા હતા.
- Dec 25, 2024 09:31 IST
Today News live : ગુજરાતમાં સૌથીનું નલિયામાં 7.5 ડિગ્રી તાપમાન
ગુજરાતમાં જેમ જેમ શિયાળો આગળ વધી રહ્યો છે તેમ તેમ ઠંડી જોર પકડી રહી છે. કાતિલ ઠંડીનું મોજું સમગ્ર ગુજરાત પર ફરી વળ્યું છે. ત્યારે તાપમાનની વાત કરીએ તો ગુજરાતમાં 7.5 ડિગ્રીથી લઈને 18.2 ડિગ્રી વચ્ચે લઘુતમ તાપમાન નોંધાયું હતું. જેમાં 7.5 ડિગ્રી લઘુતમ તાપમાન સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું હતું. જ્યારે ઓખામાં 18.2 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું તું. આ ઉપરાંત ડીસામાં 12.8 ડિગ્રી, કેશોદમાં 10.1 ડિગ્રી, રાજકોટમાં 9 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.
- Dec 25, 2024 09:31 IST
Today News live : વૈષ્ણોદેવી રોપવે પ્રોજેક્ટનો વિરોધ ઉગ્ર, કટરામાં 72 કલાકના બંધનું એલાન
વૈષ્ણોદેવીમાં બની રહેલા રોપ-વે પ્રોજેક્ટને લઈને ઘણો વિવાદ ચાલી રહ્યો છે. હવે આ દરમિયાન, કટરામાં 72 કલાકના બંધની જાહેરાત કરવામાં આવી છે, આ બંધ આજે એટલે કે 25મી ડિસેમ્બરથી શરૂ થયો છે. વૈષ્ણોદેવી સંઘર્ષ સમિતિના પ્રવક્તાએ એક નિવેદનમાં કહ્યું છે કે વહીવટીતંત્ર અમારા વાંધાઓને ન તો સમજી રહ્યું છે અને ન તો તેનો જવાબ આપી રહ્યું છે.
વૈષ્ણોદેવી સંઘર્ષ સમિતિના પ્રવક્તા કરણ સિંહે કહ્યું કે 18 ડિસેમ્બરે એક બેઠક યોજાઈ હતી, કહેવામાં આવ્યું હતું કે જવાબ મળશે, પરંતુ કોઈ જવાબ મળ્યો નથી. હવે વહીવટીતંત્ર તેને સ્થગિત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. અમે તેના વિશે ઘણું વિચાર્યું હતું. હવે વિરોધ કરવો એ આપણો લોકતાંત્રિક અધિકાર છે. જોકે, હાલમાં એક નહીં પરંતુ અનેક વેપારી સંગઠનો આ રોપ-વે પ્રોજેક્ટનો વિરોધ કરી રહ્યાં છે. એવી દલીલ કરવામાં આવી રહી છે કે આનાથી ઘણા લોકોનો વ્યવસાય અટકી શકે છે.

/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us