Gujarati News 25 January 2025 : રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ કહ્યું - ગાંધીજીના સપનાને સાકાર કરવા માટે આપણી પ્રતિબદ્ધતાને દોહરાવીએ

India Gujarat Today Latest News in Gujarati, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 20 January 2025: રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ 76માં ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ દેશને સંબોધિત કર્યો. રાષ્ટ્રપતિએ કહ્યું કે વિવિધ ક્ષેત્રોમાં મહત્વપૂર્ણ અને ઉલ્લેખનીય પ્રગતિના દમ પર આપણે માથું ઊંચું રાખીને ભવિષ્ય તરફ પ્રયાણ કરી રહ્યા છીએ. આપણા યુવાનો, ખાસ કરીને આપણી દિકરીઓ, દેશના ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરશે

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
President Droupadi Murmu, Droupadi Murmu

રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ 76માં ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ દેશને સંબોધિત કર્યો (Source: Photo Via X/@rashtrapatibhvn)

Gujarat Latest News in Gujarati, Gujarati Samachar (ગુજરાતી સમાચાર) 25 January 2025 , આજના તાજા સમાચાર: રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ 76માં ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ દેશને સંબોધિત કર્યો હતો. પોતાના સંબોધનમાં રાષ્ટ્રપતિએ કહ્યું કે આજના દિવસે આપણે ગાંધીજીના સપનાને સાકાર કરવા માટે આપણી પ્રતિબદ્ધતાને દોહરાવીએ. સત્ય અને અહિંસાના તેમના આદર્શો વિશ્વ સમુદાય માટે પ્રાસંગિક રહેશે. તેમણે આપણને એ પણ શીખવ્યું કે અધિકારો અને ફરજો એ એક જ સિક્કાની બે બાજુ છે. સત્ય એ છે કે ફરજ એ સત્તાનો સાચો સ્રોત છે.

Advertisment

રાષ્ટ્રપતિએ કહ્યું કે વિવિધ ક્ષેત્રોમાં મહત્વપૂર્ણ અને ઉલ્લેખનીય પ્રગતિના દમ પર આપણે માથું ઊંચું રાખીને ભવિષ્ય તરફ પ્રયાણ કરી રહ્યા છીએ. આપણા યુવાનો, ખાસ કરીને આપણી દિકરીઓ, દેશના ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરશે. જ્યારે આપણે આપણી આઝાદીની શતાબ્દી ઉજવી રહ્યા છીએ, ત્યારે ભારતનું ઉજ્જવળ ભવિષ્ય આપણા યુવાનોના સ્વપ્નોમાં આકાર લઈ રહ્યું છે.

રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ પોતાના સંબોધનમાં કહ્યું હતું કે આ પ્રકારના મોટા પાયા પરના સુધારાઓ માટે દૂરંદેશીપણાની જરૂર પડે છે. બીજું પગલું જે સુશાસનની શરતોને ફરીથી વ્યાખ્યાયિત કરવાનું વચન આપે છે તે છે દેશમાં ચૂંટણી કાર્યક્રમોને એક સાથે લાવવા માટે સંસદમાં રજૂ કરાયેલ બિલ. તેમણે કહ્યું હતું કે, 'એક રાષ્ટ્ર એક ચૂંટણી' યોજના શાસનમાં સ્થિરતાને પ્રોત્સાહન આપી શકે છે, નીતિગત નિષ્ક્રિયતાને અટકાવી શકે છે, નાણાકીય બોજને ઘટાડી શકે છે.

CBI એ ગુજરાત સહિત 7 રાજ્યમાં દરોડા પાડ્યા, 350 કરોડના ટ્રાન્જેક્શન મળ્યા

Advertisment

ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરવાની અલગ અલગ યોજનાઓ ચાલી રહી છે. જ્યારે કેટલાક લોકો પોન્ઝી સ્કીમ મારફતે રોકાણકારો સાથે છેતરપિંડી આચરતા હોય છે. આવી સ્થિતિમાં સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટીગેશનને ગુજરાત સહિત સાત રાજ્યોમાં દરોડા પાડ્યા હતા. અને જેમાંથી 350 કરોડના ટ્રાન્જેક્શન મળ્યા હતા. જેમાં ક્રિપ્ટો વોલેટમાં હજારો અમેરિકન ડોલર પણ મળ્યા હતા.

ભાજપે દિલ્હી ચૂંટણી માટે ત્રીજો ઢંઢેરો જાહેર કર્યો, અમિત શાહે કહ્યું - અમે ખાલી વચનો આપતા નથી

દિલ્હી વિધાનસભા ચૂંટણી 2025ને લઈને ભાજપે પોતાના ઘોષણાપત્રનો ત્રીજો ભાગ પણ જાહેર કરી દીધો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં સંકલ્પપત્ર જાહેર કરવામાં આવ્યો હતો. ઘોષણાપત્ર જાહેર થયા બાદ અમિત શાહે દિલ્હીના પૂર્વ સીએમ અને આપ સંયોજક અરવિંદ કેજરીવાલ પર પ્રહાર કર્યો હતો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે ભાજપની પરંપરા છે, અમે ચૂંટણીને ખૂબ જ ગંભીરતાથી લઈએ છીએ, અમે ચૂંટણીને પણ જનસંપર્કનું માધ્યમ માનીએ છીએ. તેમણે કહ્યું છે કે ચૂંટણી દ્વારા રચાયેલી સરકારોની નીતિ ઘડવાનો નિર્ણય લેવા માટે અમે લોકો પાસે પણ જઈએ છીએ અને ચૂંટણીમાં ભાજપ પાસેથી શું અપેક્ષા રાખે છે તેની માહિતી એકત્ર કરીએ છીએ. અમે કેજરીવાલ જેવા કોરા વચનો આપતા નથી.

ઉત્તર પ્રદેશમાં ફરી એન્કાઉન્ટર, 50,000ના ઈનામી આરોપી ઠાર મરાયો

ઉત્તર પ્રેદશથી મોટા સમાચાર આવી રહ્યા છે. ઉત્તર પ્રદેશમાં ફરીથી મોટું એન્કાઉન્ટર થયું છે. પોલીસે કાર્યવાહી કરતા 50 હજારના ઈનામી આરોપીને ઠાર માર્યો હતો. આ આરોપીએ આખા પરિવારની હત્યા કરી નાંખી હતી.

નલિયામાં લઘુતમ તાપમાન 7 ડિગ્રી નજીક પહોંચ્યું

ગુજરાતમાં થોડા દિવસની રાહત બાદ ઠંડીએ ફરીથી જોર પકડ્યું છે. રાજ્યમાં ઠંડા પવનો ફૂંકાતા તાપમાનમાં નોંધનીય ઘટાડો થયો છે. શુક્રવારે રાજ્યમાં 7.2 ડિગ્રીથી 19.8 ડિગ્રી વચ્ચે લઘુતમ તાપમાન નોંધાયું હતું. નલિયામાં 2 ડિગ્રી તાપમાન ઘટીને 7.2 ડિગ્રી લઘુતમ તાપમાન સુધી પહોંચ્યું છે. જ્યારે ઓખામાં 19.8 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.

  • Jan 25, 2025 21:29 IST

    Today Live News : રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ કહ્યું – ગાંધીજીના સપનાને સાકાર કરવા માટે આપણી પ્રતિબદ્ધતાને દોહરાવીએ

    રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ 76માં ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ દેશને સંબોધિત કર્યો હતો. પોતાના સંબોધનમાં રાષ્ટ્રપતિએ કહ્યું કે આજના દિવસે આપણે ગાંધીજીના સપનાને સાકાર કરવા માટે આપણી પ્રતિબદ્ધતાને દોહરાવીએ. સત્ય અને અહિંસાના તેમના આદર્શો વિશ્વ સમુદાય માટે પ્રાસંગિક રહેશે. તેમણે આપણને એ પણ શીખવ્યું કે અધિકારો અને ફરજો એ એક જ સિક્કાની બે બાજુ છે. સત્ય એ છે કે ફરજ એ સત્તાનો સાચો સ્રોત છે.

    રાષ્ટ્રપતિએ કહ્યું કે વિવિધ ક્ષેત્રોમાં મહત્વપૂર્ણ અને ઉલ્લેખનીય પ્રગતિના દમ પર આપણે માથું ઊંચું રાખીને ભવિષ્ય તરફ પ્રયાણ કરી રહ્યા છીએ. આપણા યુવાનો, ખાસ કરીને આપણી દિકરીઓ, દેશના ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરશે. જ્યારે આપણે આપણી આઝાદીની શતાબ્દી ઉજવી રહ્યા છીએ, ત્યારે ભારતનું ઉજ્જવળ ભવિષ્ય આપણા યુવાનોના સ્વપ્નોમાં આકાર લઈ રહ્યું છે.

  • Jan 25, 2025 16:17 IST

    Today Live News : ભાજપે દિલ્હી ચૂંટણી માટે ત્રીજો ઢંઢેરો જાહેર કર્યો, અમિત શાહે કહ્યું - અમે ખાલી વચનો આપતા નથી

    દિલ્હી વિધાનસભા ચૂંટણી 2025ને લઈને ભાજપે પોતાના ઘોષણાપત્રનો ત્રીજો ભાગ પણ જાહેર કરી દીધો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં સંકલ્પપત્ર જાહેર કરવામાં આવ્યો હતો. ઘોષણાપત્ર જાહેર થયા બાદ અમિત શાહે દિલ્હીના પૂર્વ સીએમ અને આપ સંયોજક અરવિંદ કેજરીવાલ પર પ્રહાર કર્યો હતો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે ભાજપની પરંપરા છે, અમે ચૂંટણીને ખૂબ જ ગંભીરતાથી લઈએ છીએ, અમે ચૂંટણીને પણ જનસંપર્કનું માધ્યમ માનીએ છીએ. તેમણે કહ્યું છે કે ચૂંટણી દ્વારા રચાયેલી સરકારોની નીતિ ઘડવાનો નિર્ણય લેવા માટે અમે લોકો પાસે પણ જઈએ છીએ અને ચૂંટણીમાં ભાજપ પાસેથી શું અપેક્ષા રાખે છે તેની માહિતી એકત્ર કરીએ છીએ. અમે કેજરીવાલ જેવા કોરા વચનો આપતા નથી.

  • Jan 25, 2025 13:26 IST

    Today Live News : મુખ્યમંત્રી મહિલા સમ્માન યોજનાના 30 હજાર ફોર્મ ભંગારવાળા પાસેથી મળ્યા

    દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં આરોપ-પ્રત્યારોપનો દોર ચાલુ છે. દરમિયાન હવે ભારતીય જનતા પાર્ટીએ આમ આદમી પાર્ટી પર મોટો આરોપ લગાવ્યો છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવાએ કહ્યું કે અરવિંદ કેજરીવાલ સતત દિલ્હીની જનતાને છેતરવાનું કામ કરી રહ્યા છે અને તેમની પીઠમાં છરો ભોંકી રહ્યા છે. તેમણે દાવો કર્યો હતો કે AAPએ મુખ્યમંત્રી મહિલા સન્માન યોજના માટે મહિલાઓ દ્વારા ભરેલા ફોર્મ સ્ક્રેપ કરવા માટે આપ્યા હતા.

  • Jan 25, 2025 11:29 IST

    Today Live News : અજમેર શરીફ દરગાહ નીચે મંદિર હોવાનું કહેનારા વિષ્ણુ ગુપ્તાની કાર પર ફાયરિંગ

    અજમેર દરગાહમાં મંદિર વિવાદ મામલામાં અરજદાર અને હિંદુ સેના પ્રમુખ વિષ્ણુ ગુપ્તાની કાર પર ફાયરિંગ થયાની માહિતી સામે આવી રહી છે. વિષ્ણુ ગુપ્તાએ આરોપ લગાવ્યો છે કે બે અજાણ્યા બદમાશોએ તેમની કાર પર ફાયરિંગ કર્યું હતું. ઘટનાની માહિતી મળતાં જ એસપી વંદિતા રાણા સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.

    હિંદુ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ વિષ્ણુ ગુપ્તાએ ન્યૂઝ એજન્સી ANI સાથે વાત કરતા કહ્યું, 'હું દિલ્હી તરફ જઈ રહ્યો હતો. મેં બાઇક પર 2 લોકોને જોયા અને ફાયરિંગનો અવાજ સાંભળતા જ મેં ડ્રાઇવરને કારની સ્પીડ વધારવા કહ્યું. બાદમાં તેઓ ભાગી ગયા હતા. મને અજમેર દરગાહ કેસમાં આગળ વધતા રોકવા માટે આ એક સુનિયોજિત કાવતરું છે. આ પહેલા પણ મને કેસ પાછો ખેંચવાની ધમકીઓ મળી હતી. હું ડરતો નથી. અજમેરના એસપી વંદિતા રાણાએ કહ્યું કે તેણે પોતાની કાર પર ફાયરિંગની ફરિયાદ આપી છે. અમે આ મામલે તપાસ કરી રહ્યા છીએ.

  • Jan 25, 2025 10:33 IST

    Today Live News : હવે 26/11 હુમલાનો માસ્ટરમાઇન્ડ તહવ્વુર રાણા ભારત આવશે

    26/11 આતંકવાદી હુમલાના માસ્ટરમાઇન્ડ તહવ્વુર રાણાને હવે ભારત લાવવામાં આવશે, યુએસ સુપ્રીમ કોર્ટે તેના પ્રત્યાર્પણને મંજૂરી આપી દીધી છે. ભારત લાંબા સમયથી તહવ્વુર રાણાની રાહ જોઈ રહ્યું હતું, પરંતુ કોઈક કાયદાકીય દાવપેચના કારણે તે બચી ગયો હોત, પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પના સત્તામાં આવતાની સાથે જ ભારતને આ મોટી જીત મળી છે. અમેરિકી કોર્ટે તહવ્વુરના પ્રત્યાર્પણને મંજૂરી આપી દીધી છે.

  • Jan 25, 2025 09:38 IST

    Today Live News : નલિયામાં લઘુતમ તાપમાન 7 ડિગ્રી નજીક પહોંચ્યું

    ગુજરાતમાં થોડા દિવસની રાહત બાદ ઠંડીએ ફરીથી જોર પકડ્યું છે. રાજ્યમાં ઠંડા પવનો ફૂંકાતા તાપમાનમાં નોંધનીય ઘટાડો થયો છે. શુક્રવારે રાજ્યમાં 7.2 ડિગ્રીથી 19.8 ડિગ્રી વચ્ચે લઘુતમ તાપમાન નોંધાયું હતું. નલિયામાં 2 ડિગ્રી તાપમાન ઘટીને 7.2 ડિગ્રી લઘુતમ તાપમાન સુધી પહોંચ્યું છે. જ્યારે ઓખામાં 19.8 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.

  • Jan 25, 2025 09:38 IST

    Today Live News : ઉત્તર પ્રદેશમાં ફરી એન્કાઉન્ટર, 50,000ના ઈનામી આરોપી ઠાર મરાયો

    ઉત્તર પ્રેદશથી મોટા સમાચાર આવી રહ્યા છે. ઉત્તર પ્રદેશમાં ફરીથી મોટું એન્કાઉન્ટર થયું છે. પોલીસે કાર્યવાહી કરતા 50 હજારના ઈનામી આરોપીને ઠાર માર્યો હતો. આ આરોપીએ આખા પરિવારની હત્યા કરી નાંખી હતી.

  • Jan 25, 2025 09:38 IST

    Today Live News : CBI એ ગુજરાત સહિત 7 રાજ્યમાં દરોડા પાડ્યા

    ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરવાની અલગ અલગ યોજનાઓ ચાલી રહી છે. જ્યારે કેટલાક લોકો પોન્ઝી સ્કીમ મારફતે રોકાણકારો સાથે છેતરપિંડી આચરતા હોય છે. આવી સ્થિતિમાં સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટીગેશનને ગુજરાત સહિત સાત રાજ્યોમાં દરોડા પાડ્યા હતા. અને જેમાંથી 350 કરોડના ટ્રાન્જેક્શન મળ્યા હતા. જેમાં ક્રિપ્ટો વોલેટમાં હજારો અમેરિકન ડોલર પણ મળ્યા હતા.

બ્રેકિંગ ન્યૂઝ ગુજરાત વિશ્વ દેશ