/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/07/Paris-Olympics-2024-.jpg)
Paris Olympics 2024 : ભારત 1900થી આ ગેમ્સમાં ભાગ લઈ રહ્યું છે (તસવીર - સોશિયલ મીડિયા)
Gujarat Latest News in Gujarati, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 24 July 2024 Highlights, આજના તાજા સમાચાર: આખી રાત ભારે વરસાદ અને સતત ધોધમાર વરસાદ વચ્ચે પુણે અને પિંપરી ચિંચવડના ભાગોમાં ગુરુવારે સવારે પૂર આવ્યું. ભારતીય હવામાન વિભાગ (IMD) એ શહેર માટે ‘રેડ એલર્ટ’ જાહેર કર્યું છે. વરસાદ સંબંધિત ઘટનાઓમાં અત્યાર સુધીમાં ચારના મોત નોંધાયા છે. આજે વહેલી સવારે ડેક્કન જીમખાના વિસ્તારમાં પુલાચી વાડીમાં ભારે વરસાદ દરમિયાન પાણીમાં વીજ કરંટ લાગવાથી ત્રણ લોકોના મોત થયા હતા. દરમિયાન માવલ તહસીલના અદારવાડી ગામમાં ભૂસ્ખલનમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું અને અન્ય એક ઘાયલ થયો હતો, કારણ કે એક ભારે ખડક સરકીને રસ્તા પર નીચે આવી ગયો હતો. મૃતક રેસ્ટોરન્ટનો કર્મચારી છે.
રાષ્ટ્રપતિ ભવનના 'દરબાર હોલ' અને 'અશોકા હોલ'નું નામ બદલીને 'ગણતંત્ર મંડપ' અને 'અશોક મંડપ' કરાયું
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રપતિ ભવનના બે મહત્વપૂર્ણ હોલ - 'દરબાર હોલ' અને 'અશોકા હોલ'નું નામ બદલીને અનુક્રમે 'ગણતંત્ર મંડપ' અને 'અશોક મંડપ' રાખ્યું છે : રાષ્ટ્રપતિ ભવન
કાવડ યાત્રા કેસ સુપ્રીમ કોર્ટ પહોંચ્યો
દેશની રાજનીતિ હાલમાં કાવડ યાત્રામાં ઘેરાયેલી છે. હાલમાં કાવડ યાત્રાના રૂટ પર દુકાનદારોએ નેમ પ્લેટ લગાવવાની જરૂર નથી. સુપ્રીમ કોર્ટે નેમપ્લેટ લગાવવાની ફરજ નાબૂદ કરવાનો આદેશ આપ્યો છે, પરંતુ હવે નેમપ્લેટના સમર્થનમાં સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. અરજીકર્તાનું કહેવું છે કે આ મામલાને બળજબરીથી સાંપ્રદાયિક રંગ આપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તેમણે આ મુદ્દે પોતાને પક્ષકાર બનાવવાની પણ માંગ કરી છે.
મુઝફ્ફરનગર પોલીસની સૂચનાનું સમર્થન કરતાં અરજદાર સુરજીત સિંહ યાદવ કહે છે કે નેમપ્લેટ લગાવવાની સૂચના શિવભક્તોની સુવિધા, તેમની આસ્થા અને કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે આપવામાં આવી છે. કોર્ટમાં દાખલ કરાયેલી અરજીઓમાં કોઈપણ કારણ વગર તેને સાંપ્રદાયિક રંગ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
ગુજરાતમાં ચાંદીપુરા કેસોમાં વધારો, મૃત્યુંઆંક 41 પર પહોંચ્યો
અત્યારે ગુજરાતમાં ભારે વરસાદ વચ્ચે ચાંદીપુરા વાયરસે પણ હાહાકાર મચાવ્યો છે. રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો ફેલાવો વધતો જાય છે. અત્યારે રાજ્યમાં ચાંદીપુરા કેસોની સંખ્યા વધીને 118 થઈ ગઈ છે. જ્યારે મૃત્યુઆંક 41 પર પહોંચી ગયો છે. રાજ્યમાં નોંધાયેલા 118 કેસોની વિસ્તાર પ્રમાણે વાત કરીએ તો સાબરકાંઠા 10, અરવલ્લી 06, મહીસાગર 02, ખેડા 06, મહેસાણા 07, રાજકોટ 05, સુરેન્દ્રનગર 04, અમદાવાદ કોર્પોરેશન 11, ગાંધીનગર 06, પંચમહાલ 15, જામનગર 06, મોરબી 05, ગાંધીનગર કોર્પોરેશન 06, છોટાઉદેપુર 02, દાહોદ 02, વડોદરા 06, નર્મદા 02, બનાસકાંઠા 05, વડોદરા કોર્પોરેશન 02, ભાવનગર 01 દેવભૂમિ દ્વારકા 01, રાજકોટ કોર્પોરેશન 04 કચ્છ 01, સુરત કોર્પોરેશન 02, ભરૂચ 02, અમદાવાદમા 01 તેમજ જામનગર કોર્પોરેશનમાં 01 શંકાસ્પદ કેસો મળેલ છે.
- Jul 25, 2024 22:02 IST
થાણેમાં 26 જુલાઇના રોજ શાળા - કોલેજ બંધ
મહારાષ્ટ્રના મુંબઇ, પુના અને થાણેમાં ભારે વરસાદને કારણે જનજીવન અસ્ત વ્યસ્ત થઇ ગયું છે. થાણે નગર નિગમ દ્વારા ભારે વરસાદની ચેતવણીના પગલે થાણેમાં 26 જુલાઇના રોજ શાળા - કોલેજ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.
महाराष्ट्र | भारी बारिश की चेतावनी के मद्देनजर ठाणे में कल 26 जुलाई को स्कूल और कॉलेज बंद रहेंगे: ठाणे नगर निगम
IMD ने 26 जुलाई तक मुंबई, पालघर, ठाणे और सिंधुदुर्ग में भारी बारिश की चेतावनी जारी की है। pic.twitter.com/L2MjVgh5qF— ANI_HindiNews (@AHindinews) July 25, 2024
- Jul 25, 2024 20:03 IST
પેરિસ ઓલિમ્પિકમાં ભારતની શાનદાર શરૂઆત, ભારતીય મહિલા તીરંદાજ ટીમની ક્વાર્ટર ફાઈનલમાં એન્ટ્રી
પેરિસ ઓલિમ્પિક 2024માં ભારતે શાનદાર શરૂઆત કરી છે. ઓલિમ્પિક ગેમ્સમાં ભારતની તીરંદાજ ટીમ સીધી ક્વાર્ટર ફાઈનલમાં એન્ટ્રી મારી છે. તીરંદાજોએ રિકર્વના ક્વોલિફિકેશન રાઉન્ડમાં શાનદાર પ્રદર્શન કરતા ભારત સીધું ક્વાર્ટર ફાઈનલમાં પહોંચ્યું છે. પ્રથમવાર ઓલિમ્પિક ગેમ્સમાં ભાગ લેનાર તીરંદાજ અંકિતા ભકતે અનુભવી દીપિકા કુમારને પાછળ છોડી પેરિસ ઓલિમ્પિક મહિલા ઇન્ડિવિઝ્યુઅલ રિકર્વ ક્વોલિફિકેશનમાં ભારતીયોમાં બેસ્ટ 11માં સ્થાન મેળવ્યું છે.
- Jul 25, 2024 19:25 IST
મુંબઇ - પુનામાં ભારે વરસાદ અને પુર થી ટ્રેન સેવા પ્રભાવિત
મુંબઇ મધ્ય રેલવે CPRO સ્વપ્નિલ ધનરાજે જણાવ્યું કે, મધ્ય રેલવેની લોકસ સેવા બપોર સુધી તમામ મેટ્રો સિટીમાં ચાલુ રહી હતુ પરંતુ અડચણો આવી રહી હતી જેના પગલે લગભગ 60 ટ્રેન સેવા રદ કરવી પડી છે. આજે પ્રગતિ એક્સપ્રેસ અને છત્રપતિ શિવાજી મહારાજ ટર્નિમલ આવતી ટ્રેનો પણ રદ કરવામાં આવી છે. લોકલ ટ્રેન સતત ચાલી રહી છે, વિવિધ નદીઓના જળસ્તરનું મોનેટરિંગ થઇ રહ્યું છે, જો કોઇ મુશ્કેલી પડશે તો સુરક્ષાને ધ્યાનમાં રાખી જરૂરી પગલાં લેવામાં આવશે.
#WATCH मुंबई: मध्य रेलवे CPRO स्वप्निल धनराज नीला ने भारी बारिश के कारण रेल सेवाएं प्रभावित होने पर कहा, "...मध्य रेलवे की लोकल सेवाएं दोपहर तक सभी उपनगरीय क्षेत्रों में चल रही थी लेकिन गति प्रतिबंध के साथ चल रही थी जिसके चलते करीब 60 सेवाएं निरस्त करनी पड़ी... आज शाम की गाड़ियों… pic.twitter.com/zs8FwnUn0N
— ANI_HindiNews (@AHindinews) July 25, 2024
- Jul 25, 2024 17:30 IST
મહારાષ્ટ્ર : NDRF ની એક ટીમ લવાસામાં ભૂસ્ખલન સ્થળ પર પહોંચી
મહારાષ્ટ્ર : NDRF ની એક ટીમ લવાસામાં ભૂસ્ખલન સ્થળ પર પહોંચી છે. ભૂસ્ખલન સ્થળ સુધી જવાના સડક માર્ગમાં કેટલીક તિરાડો પડી છે.
#WATCH महाराष्ट्र: NDRF की एक टीम लवासा में भूस्खलन स्थल पर पहुंची। भूस्खलन स्थल तक जाने वाले सड़क मार्ग में कुछ दरारें आई हैं।
(सोर्स- NDRF) pic.twitter.com/wt7yqAQlHf— ANI_HindiNews (@AHindinews) July 25, 2024
- Jul 25, 2024 16:24 IST
રાષ્ટ્રપતિ ભવનના 'દરબાર હોલ' અને 'અશોકા હોલ'નું નામ બદલીને 'ગણતંત્ર મંડપ' અને 'અશોક મંડપ' કરાયું
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રપતિ ભવનના બે મહત્વપૂર્ણ હોલ - 'દરબાર હોલ' અને 'અશોકા હોલ'નું નામ બદલીને અનુક્રમે 'ગણતંત્ર મંડપ' અને 'અશોક મંડપ' રાખ્યું છે : રાષ્ટ્રપતિ ભવન
राष्ट्रपति द्रौपदी मुर्मू ने राष्ट्रपति भवन के दो महत्वपूर्ण हॉलों - 'दरबार हॉल' और 'अशोक हॉल' का नाम बदलकर क्रमशः 'गणतंत्र मंडप' और 'अशोक मंडप' रखा: राष्ट्रपति भवन pic.twitter.com/v0Va3mGWcA
— ANI_HindiNews (@AHindinews) July 25, 2024
- Jul 25, 2024 15:31 IST
રાષ્ટ્રપતિ ભવનના દરબાર હોલને હવે ગણતંત્ર ભવન કહેવામાં આવશે
રાષ્ટ્રપતિ ભવનના દરબાર હોલ અને અશોકા હોલના નામ હવે બદલાઈ ગયા છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રપતિ ભવનના આ બે મહત્વપૂર્ણ હોલ ‘દરબાર હોલ’ અને ‘અશોકા હોલ’ના નામ બદલીને ‘ગણતંત્ર મંડપ’ અને ‘અશોક મંડપ’ કરી દીધા છે. રાષ્ટ્રપતિ ભવન સાથે સામાન્ય લોકોનો સંપર્ક વધારવા માટે ઘણા વધુ નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. રાષ્ટ્રપતિ ભવનના દરવાજા દરેક વ્યક્તિ માટે ખુલ્લા છે. આ બે મહત્વની ઈમારતોના નામ બદલવા પણ આ દિશામાં એક પગલું છે. આજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના બે વર્ષ પૂર્ણ થયા છે, તેથી આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.
- Jul 25, 2024 14:53 IST
ગુજરાતમાં બપોરે બે વાગ્યા સુધીમાં 54 તાલુકામાં વરસાદ
સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે આજે 25 જુલાઈ 2024, ગુરુવારના રોજ સવારે 6 વાગ્યાથી લઈને બપોરે 2 વાગ્યા રાજ્યના 54 તાલુકામાં વરસાદ નોંધાયો હતો.જેમાં સૌથી વધારે દાહોદના ઝાલોદમાં સવા બે ઇંચ વરસાદ નોંધાયો હતો. અહીં વાંચો ક્યાં કેટલો વરસાદ નોંધાયો.
- Jul 25, 2024 13:54 IST
કેન્દ્ર સરકારે AAPને કાર્યાલય ફાળવ્યું
આમ આદમી પાર્ટીને દિલ્હીમાં નવું હેડક્વાર્ટર મળ્યું છે. કેન્દ્ર સરકારે પાર્ટી ઓફિસ માટે જગ્યા ફાળવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કાર્યાલયનું નવું સરનામું હવે બંગલો નંબર 1, રવિશંકર શુક્લા લેન હશે.
- Jul 25, 2024 12:38 IST
અરવિંદ કેજરીવાલને મોટો ફટકો, 8 ઓગસ્ટ સુધી જ્યુડિશિયલ કસ્ટડી લંબાવી
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મુસીબતો ઓછી નથી થઈ રહી. રાઉઝ એવન્યુ કોર્ટે કથિત દારૂ કૌભાંડ સંબંધિત ભ્રષ્ટાચારના કેસમાં તેની ન્યાયિક કસ્ટડી 8 ઓગસ્ટ સુધી લંબાવી છે. આ સિવાય કોર્ટે દારૂ નીતિ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં પૂર્વ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા અને BRS નેતા કે કવિતાની ન્યાયિક કસ્ટડી પણ 31 જુલાઈ સુધી લંબાવી છે.
- Jul 25, 2024 12:20 IST
પૂણેમાં વરસાદે તબાહી મચાવી, ચારના મોત,
રાતોરાત ભારે વરસાદ અને સતત ધોધમાર વરસાદ વચ્ચે પુણે અને પિંપરી ચિંચવડના ભાગોમાં ગુરુવારે સવારે પૂર આવ્યું. ભારતીય હવામાન વિભાગ (IMD) એ શહેર માટે ‘રેડ એલર્ટ’ જાહેર કર્યું છે. વરસાદ સંબંધિત ઘટનાઓમાં અત્યાર સુધીમાં ચારના મોત નોંધાયા છે. આજે વહેલી સવારે ડેક્કન જીમખાના વિસ્તારમાં પુલાચી વાડીમાં ભારે વરસાદ દરમિયાન પાણીમાં વીજ કરંટ લાગવાથી ત્રણ લોકોના મોત થયા હતા. દરમિયાન માવલ તહસીલના અદારવાડી ગામમાં ભૂસ્ખલનમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું
- Jul 25, 2024 10:47 IST
શેરબજાર ખુલતાની સાથે જ ક્રેશ થયું
આજે સવારે ભારતીય શેરબજાર તીવ્ર ઘટાડા સાથે ખુલ્યું. BSE સેન્સેક્સ અને NSE નિફ્ટી 50 બંને સૂચકાંકો ઘટીને ખુલ્યા છે. શરૂઆતના વેપારમાં સેન્સેક્સ 671 પોઈન્ટ ઘટીને 79,477.83 પર ખુલ્યો જ્યારે નિફ્ટી 202.7 પોઈન્ટ ઘટીને 24,210.80 પર ખુલ્યો. રૂપિયો વિશે વાત કરીએ તો શરૂઆતના વેપારમાં તે એક પૈસા ઘટીને 83.72 પ્રતિ ડૉલરની તેની સર્વકાલીન નીચી સપાટીએ પહોંચ્યો હતો.
- Jul 25, 2024 08:43 IST
હવે કાવડ યાત્રામાં નેમપ્લેટના સમર્થનને લઈને મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો
દેશની રાજનીતિ હાલમાં કાવડ યાત્રામાં ઘેરાયેલી છે. હાલમાં કાવડ યાત્રાના રૂટ પર દુકાનદારોએ નેમ પ્લેટ લગાવવાની જરૂર નથી. સુપ્રીમ કોર્ટે નેમપ્લેટ લગાવવાની ફરજ નાબૂદ કરવાનો આદેશ આપ્યો છે, પરંતુ હવે નેમપ્લેટના સમર્થનમાં સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. અરજીકર્તાનું કહેવું છે કે આ મામલાને બળજબરીથી સાંપ્રદાયિક રંગ આપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તેમણે આ મુદ્દે પોતાને પક્ષકાર બનાવવાની પણ માંગ કરી છે
- Jul 25, 2024 08:13 IST
આજનો ગુરુવારનો દિવસ તમારા માટે કેવો રહેશે?
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/11/thursday-horoscope.jpg)
આજે 25 જુલાઈ 2024, ગુરુવારનો દિવસ છે. આજે ગુરુવારનો દિવસ તમામ રાશિના જાતકો માટે કેવો રહેશે. અહીં ક્લિક કરીને વાંચો તમારું આજનું રાશિફળ.
- Jul 25, 2024 08:12 IST
ગુજરાતમાં ચાંદીપુરા કેસોમાં વધારો, મૃત્યુંઆંક 41 પર પહોંચ્યો
અત્યારે ગુજરાતમાં ભારે વરસાદ વચ્ચે ચાંદીપુરા વાયરસે પણ હાહાકાર મચાવ્યો છે. રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો ફેલાવો વધતો જાય છે. અત્યારે રાજ્યમાં ચાંદીપુરા કેસોની સંખ્યા વધીને 118 થઈ ગઈ છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us