/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/05/Arvind-Kejriwal-.jpg)
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (File)
Gujarat Latest News in Gujarati, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 25 June 2024 Highlights, આજના તાજા સમાચાર: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને દિલ્હી હાઈકોર્ટે મોટો ઝટકો આપ્યો છે. કોર્ટે કેજરીવાલ જામીન પર રોક યથાવત રાખી છે અને હવે આ મામલે 10 જુલાઇના રોજ સુનાવણી થશે. કેજરીવાલને રાહત આપતી વખતે દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે 1 લાખના અંગત બોન્ડ પર જામીન આપ્યા હતા. પરંતુ ઇડી આ નિર્ણય સામે હાઇકોર્ટમાં ગઇ હતી અને કોર્ટે કેજરીવાલના જામીન અંગે નીચલી કોર્ટના નિર્ણય પર પહેલા જ દિવસે પ્રતિબંધ લગાવી દીધો હતો અને આજે કોર્ટના નિર્ણય બાદ તે પ્રતિબંધ હાલ પૂરતો અકબંધ રહેશે.
વિપક્ષે કોંગ્રેસના સાંસદ કે સુરેશને પોતાના ઉમેદવાર બનાવ્યા
લોકસભા અધ્યક્ષને લઈને મંગળવારે રાજકીય વર્તુળોમાં ભારે સસ્પેન્સ અને ડ્રામા જોવા મળ્યો હતો. આ પછી મામલો ચૂંટણી સુધી પહોંચ્યો છે. એનડીએએ ઓમ બિરલાને લોકસભા પદ માટે મેદાનમાં ઉતાર્યા છે. જ્યાં લોકસભાના ડેપ્યુટી સ્પીકર પદની માંગ પૂરી ન થઈ ત્યાં વિપક્ષે કોંગ્રેસના સાંસદ કે સુરેશને પોતાના ઉમેદવાર બનાવ્યા છે.
અફઘાનિસ્તાન સેમીફાઇનલમાં પહોંચ્યું
ટી20 વર્લ્ડકપમાં બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન વચ્ચેની મેચમાં અફઘાનિસ્તાને બાજી મારી હતી. બાંગ્લાદેશની ટીમે ઓલઆઉટ કરીને અફઘાનિસ્તાનની મેચે ઈતિહાસ રચીને શાનદાર જીત મેળવી હતી. હવે સેમીફાઇનલમાં અફઘાનિસ્તાનની ટક્કર સાઉથ આફ્રિકા સામે થશે. જ્યારે બીજી સેમીફાઇનલમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટક્કર થશે.
આપ નેતા આતિશીની તબિયત બગડતા હોસ્પિટલમાં દાખલ
દિલ્હીમાં પાણીની તંગી વચ્ચે હરિયાણાથી પાણી મેળવવા માટે ભૂખ હડતાળ પર ઉતરેલી આતિશીની તબિયત બગડતાં તેને LNJP હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.આમ આદમી પાર્ટીના નેતાઓએ જણાવ્યું કે જ્યારે તેમની તબિયત બગડી તો ડોક્ટરોની સલાહ પર તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
ઈમરજન્સીની 50મી વર્ષગાંઠ પર પીએમ મોદીએ કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું
ઈમરજન્સીની 50મી વર્ષગાંઠ પર પીએમ મોદીએ કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર નિશાન સાધતા 4 બેક ટુ બેક પોસ્ટ કર્યા. તેમણે કહ્યું કે આજનો દિવસ એ તમામ મહાપુરુષો અને મહિલાઓને શ્રદ્ધાંજલિ આપવાનો છે જેમણે ઈમરજન્સીનો વિરોધ કર્યો હતો. #DarkDaysOfEmergency અમને યાદ અપાવે છે કે કેવી રીતે કોંગ્રેસ પાર્ટીએ મૂળભૂત સ્વતંત્રતાઓનો નાશ કર્યો અને ભારતના બંધારણને કચડી નાખ્યું, જેનો દરેક ભારતીય આદર કરે છે.
- Jun 25, 2024 23:24 IST
સુપ્રીમ કોર્ટમાં સુનાવણી પહેલા કેજરીવાલની સીબીઆઈએ તિહાડમાં પૂછપરછ કરી
દિલ્હીના કથિત દારૂ કૌભાંડ સાથે જોડાયેલા મની લોન્ડ્રિંગ કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ લઇ રહી નથી. સુપ્રીમ કોર્ટમાં સુનાવણીના એક દિવસ પહેલા સીબીઆઈએ હવે તિહાડ જેલમાં કેજરીવાલની પૂછપરછ કરી છે. સીબીઆઇએ તિહાડ જેલમાં દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની પૂછપરછ કરી હતી અને એક્સાઇઝ પોલિસી કેસ સાથે સંબંધિત તેમનું નિવેદન નોંધ્યું હતું. સીબીઆઇને આવતીકાલે અરવિંદ કેજરીવાલને સંબંધિત ટ્રાયલ કોર્ટમાં રજૂ કરવાની પરવાનગી પણ મળી ગઇ છે. તેઓને આવતીકાલે કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
- Jun 25, 2024 21:53 IST
રાહુલ ગાંધી હશે લોકસભામાં વિપક્ષના નેતા, ઇન્ડિયા ગઠબંધનની બેઠકમાં નિર્ણય
ઈન્ડિયા એલાયન્સે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને લોકસભામાં વિપક્ષના નેતા તરીકે પસંદ કર્યા છે. લોકસભા અધ્યક્ષની ચૂંટણીના એક દિવસ પહેલા ઈન્ડિયા એલાયન્સની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને સાંસદ કેસી વેણુગોપાલે મંગળવારે રાત્રે મલ્લિકાર્જુન ખડગેના ઘરે યોજાયેલી ઈન્ડિયા એલાયન્સની બેઠક બાદ આ માહિતી આપી હતી.
- Jun 25, 2024 21:05 IST
યુપીમાં પેપર લીક કરનારાઓને મળશે આજીવન કેદની સજા અને એક કરોડ રૂપિયાનો દંડ
દેશમાં પેપર લીક મામલે મચેલા ઘમાસાણ વચ્ચે યુપી સરકારે પેપર લીક કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવાની દિશામાં એક મહત્વનું પગલું ભર્યું છે. મંગળવારે યોગી સરકારે વટહુકમ બહાર પાડવાનો ઠરાવ પસાર કર્યો હતો. આ વટહુકમમાં પ્રશ્નપત્રો લીક કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવાની જોગવાઈ કરવામાં આવી છે. આ વટહુકમમાં દોષિતોને બે વર્ષ સુધીની કેદથી લઈને આજીવન કેદ સુધીની સજાની જોગવાઈ છે. જ્યારે આ વટહુકમમાં 1 કરોડ રૂપિયા સુધીના દંડની પણ વાત કરવામાં આવી છે.
- Jun 25, 2024 17:41 IST
રાહુલ ગાંધીએ હાથમાં સંવિધાનની કોપી રાખીને શપથ ગ્રહણ કર્યા
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મંગળવારે લોકસભા સદસ્યના રૂપમાં શપથ ગ્રહણ કર્યા હતા. આ દરમિયાન તેમણે હાથમાં સંવિધાનની કોપી રાખી હતી અને અંગ્રેજીમાં શપથ લીધા હતા. શપથ પછી તેમણે જય હિંદ, જય સંવિધાનનો નારો લગાવ્યો હતો.
- Jun 25, 2024 16:13 IST
અરવિંદ કેજરીવાલને દિલ્હી હાઈકોર્ટે ઝટકો આપ્યો, જામીન ના મળ્યા
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને દિલ્હી હાઈકોર્ટે મોટો ઝટકો આપ્યો છે. કોર્ટે કેજરીવાલ જામીન પર રોક યથાવત રાખી છે અને હવે આ મામલે 10 જુલાઇના રોજ સુનાવણી થશે. કેજરીવાલને રાહત આપતી વખતે દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે 1 લાખના અંગત બોન્ડ પર જામીન આપ્યા હતા. પરંતુ ઇડી આ નિર્ણય સામે હાઇકોર્ટમાં ગઇ હતી અને કોર્ટે કેજરીવાલના જામીન અંગે નીચલી કોર્ટના નિર્ણય પર પહેલા જ દિવસે પ્રતિબંધ લગાવી દીધો હતો અને આજે કોર્ટના નિર્ણય બાદ તે પ્રતિબંધ હાલ પૂરતો અકબંધ રહેશે.
- Jun 25, 2024 14:31 IST
ખેડામાં બે કલાકમાં બે ઈંચ વરસાદ પડ્યો
હવામાન વિભાગે જાહેર કરેલા આંકડ પ્રમાણે સવારે 10 વાગ્યાથી લઈને બપોરના 12 વાગ્યા સુધીમાં ગુજરાતના 60 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે ખેડામાં બે ઈંચથી વધારે વરસાદ નોંધાયો હતો.
- Jun 25, 2024 11:44 IST
ભાજપે લોકસભા સ્પીકર તરીકે ઓમ બિરલાનું નામ આગળ ધર્યું
પૂર્વ લોકસભા સ્પીકર ઓમ બિરલા એનડીએના આશાસ્પદ તરીકે આજે નામાંકન દાખલ કરવા જઈ રહ્યા છે. તે જ સમયે વિપક્ષ ઉમેદવારને મેદાનમાં ઉતારે તેવી શક્યતાઓ ઘણી ઓછી દેખાઈ રહી છે. આ મામલે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનું કહેવું છે કે વિપક્ષને ડેપ્યુટી સ્પીકરનું પદ આપવું જોઈએ. સત્તાધારી પક્ષ દ્વારા ઓમ બિરલાનું નામ પણ આગળ કરવામાં આવ્યું છે. ઓમ બિરલા આજે પીએમ મોદીને પણ મળ્યા છે.
- Jun 25, 2024 11:38 IST
જુનાગઢના વિસાવદરમાં મેઘરાજાની તોફાની બેટિંગ
આજે મંગળવારે સવારે 6 વાગ્યાથી લઈને 10 વાગ્યા સુધીમાં જુનાગઢના વિસાવદરમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી હતી. વિસાવદરમાં ચાર કલાકમાં 48 એમએમ એટલે કે આશરે બે ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો
- Jun 25, 2024 10:39 IST
અફઘાનિસ્તાન પહોંચ્યું સેમી ફાઈનલમાં
ટી20 વર્લ્ડકપમાં બાંગ્લાદેશને હરાવીને અફઘાનિસ્તાનની ટીમ સેમી ફાઈનલમાં પહોંચ્યું છે. બાંગ્લાદેશની ટીમને ઓલઆઉટ કરીને અફઘાનિસ્તાને ઈતિહાસ રચ્યો હતો.
- Jun 25, 2024 10:05 IST
બે કલાકમાં વડોદરાના દેસરમાં બે ઈંચ વરસાદ ખાબક્યો
હવામાન વિભાગે મંગળવારના વરસાદના આંકડા જાહેર કર્યા છે. આ આંકડા પ્રમાણે સવારે 6 વાગ્યાથી લઈને સવારે 8 વાગ્યા સુધીના બે કલાકના સમયમાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી હતી. વડોદરાના દેસરમાં બે કલકામાં બે ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો.
- Jun 25, 2024 10:05 IST
આજનો દિવસ તમારો કેવો રહેશે
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/11/tuesday-horoscope.jpg)
આજે 25 જૂન 2024, મંગળવારનો દિવસ તમામ રાશિના જાતકો માટે કેવો રહેશે. અહીં ક્લિક કરીને વાંચો આજનું રાશિફળ.
- Jun 25, 2024 10:03 IST
ઈમરજન્સીની 50મી વર્ષગાંઠ પર પીએમ મોદીએ કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું
ઈમરજન્સીની 50મી વર્ષગાંઠ પર પીએમ મોદીએ કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર નિશાન સાધતા 4 બેક ટુ બેક પોસ્ટ કર્યા. તેમણે કહ્યું કે આજનો દિવસ એ તમામ મહાપુરુષો અને મહિલાઓને શ્રદ્ધાંજલિ આપવાનો છે જેમણે ઈમરજન્સીનો વિરોધ કર્યો હતો. darkdaysofemergency અમને યાદ અપાવે છે કે કેવી રીતે કોંગ્રેસ પાર્ટીએ મૂળભૂત સ્વતંત્રતાઓનો નાશ કર્યો અને ભારતના બંધારણને કચડી નાખ્યું, જેનો દરેક ભારતીય આદર કરે છે.
- Jun 25, 2024 10:03 IST
આપ નેતા આતિશીની તબિયત બગડતા હોસ્પિટલમાં દાખલ
દિલ્હીમાં પાણીની તંગી વચ્ચે હરિયાણાથી પાણી મેળવવા માટે ભૂખ હડતાળ પર ઉતરેલી આતિશીની તબિયત બગડતાં તેને LNJP હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.આમ આદમી પાર્ટીના નેતાઓએ જણાવ્યું કે જ્યારે તેમની તબિયત બગડી તો ડોક્ટરોની સલાહ પર તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us