/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/03/Arvind-Kejriwal.jpg)
અરવિંદ કેજરીવાલ (ફોટો - ફાઈલ)
Gujarat Latest News in Gujarati, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 25 March 2024 Highlights, આજના તાજા સમાચાર: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દારૂ કૌભાંડમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની કસ્ટડીમાં છે. જો કે, તેમણે હજુ સુધી મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપ્યું નથી અને પાર્ટીનું કહેવું છે કે તેઓ જેલમાંથી જ સરકાર ચલાવશે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રવિવારે એક આદેશ જારી કર્યો હતો. દિલ્હી સરકારના મંત્રી આતિશીએ કહ્યું કે અરવિંદ કેજરીવાલે જેલમાંથી આદેશ આપ્યો છે કે રાજધાનીમાં અવિરત પાણી પુરવઠો હોવો જોઈએ અને લોકોને કોઈ સમસ્યાનો સામનો કરવો ન જોઈએ.
રાષ્ટ્રપતિ, પીએમ મોદી અને દેશના અન્ય મોટા નેતાઓએ રંગોના તહેવારની શુભેચ્છા પાઠવી
હોળીનો તહેવાર દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. દેશના મોટા નેતાઓ પણ દેશવાસીઓને હોળીની શુભેચ્છા પાઠવી રહ્યા છે. દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દેશવાસીઓને હોળીની શુભેચ્છા પાઠવી હતી.
દ્રૌપદી મુર્મુએ લખ્યું હતું સૌહાર્દ અને સંવાદિતાનો આ તહેવાર ભારતના અમૂલ્ય સાંસ્કૃતિક વારસાનું જીવંત પ્રતીક છે. રંગોનો આ તહેવાર દેશવાસીઓમાં પ્રેમ અને ભાઈચારાની લાગણીને વધુ મજબૂત કરે અને દરેકના જીવનમાં સુખ અને સમૃદ્ધિ લાવે એવી મારી શુભેચ્છા છે.
માલદીવના પૂર્વ રાષ્ટ્રપતિએ મોહમ્મદ મુઈઝુને ભારત સાથેના સંબંધો સુધારવાની સલાહ આપી
માલદીવમાં નવી સરકાર આવ્યા બાદ ભારત સાથેના સંબંધોમાં અંતર વધી રહ્યું છે. દરમિયાન માલદીવના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ મોહમ્મદ સોલિહે તેમના અનુગામી પ્રમુખ મોહમ્મદ મુઈઝુને સલાહ આપી છે કે તેઓ તેમના 'જિદ્દી' વલણને છોડી દે અને નાણાકીય પડકારોનો સામનો કરવા પડોશીઓ સાથે વાટાઘાટો કરે. સોલિહે આ નિવેદન એવા સમયે આપ્યું છે જ્યારે થોડા દિવસો પહેલા ચીનના સમર્થક માનવામાં આવતા મુઈઝુએ ભારતને આ ટાપુ દેશને દેવાની રાહત આપવા વિનંતી કરી હતી. મુઈઝુ (45)એ ગયા વર્ષે સપ્ટેમ્બરમાં યોજાયેલી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં સોલિહ (62)ને હરાવ્યા હતા.
મહાકાલ મંદિરમાં ભસ્મ આરતી વખતે ગુલાલ ઉડાડતા આગ, પૂજારી સહિત 13 લોકો દાઝ્યા
આજે ધૂળેટીના દિવસે મધ્ય પ્રદેશમાં આવેલા મહાકાલેશ્વર મંદિરમાં સોમવારે ભસ્મ આરતી દરમિયાન દુર્ઘટના ઘટી હતી. આ સમયે ગુલાલ ઉડાડતા આગ લાગી હતી. જેમાં પૂજારી સહિત 13 લોકો દાઝ્યા હતા.
હોળી ધૂળેટીના તહેવારમાં કૃષ્ણ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
આ ઉપરાંત હોળી અને ધૂળેટીના તહેવાર નિમિત્તે ડાકોર અને દ્વારકામાં ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરવા માટે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. આજે ડાકોરમાં ફૂલડોલોત્સવની ઉજવણી કરાશે. આ તરફ દ્વારકા અને શામળાજીમાં પણ ફાગણી પૂનમને પગલે ભક્તોનો મોટો ઘસારો જોવા મળી રહ્યો છે. આજે બનતી તમામ ઘટનાઓની પળેપળની માહિતી માટે વાંચતા રહો આજના તાજા સમાચાર.
- Mar 25, 2024 19:27 IST
શરદ પવાર MVA બેઠકમાં હાજરી આપવા માટે મુંબઈના માતોશ્રી પહોંચ્યા
NCP-SCPના વડા શરદ પવાર MVA બેઠકમાં હાજરી આપવા માટે મુંબઈના માતોશ્રી પહોંચ્યા
#WATCH NCP-SCP प्रमुख शरद पवार MVA बैठक में भाग लेने के लिए मुंबई के मातोश्री पहुंचे। pic.twitter.com/lKwUT0mGXg
— ANI_HindiNews (@AHindinews) March 25, 2024
- Mar 25, 2024 18:13 IST
આઈપીએલ 2024નો સંપૂર્ણ કાર્યક્રમ જાહેર
આઈપીએલ 2024નો સંપૂર્ણ કાર્યક્રમ જાહેર થઇ ગયો છે . ક્વોલિફાયર-1 અને એલિમિનેટર મેચ 21 અને 22 મેના રોજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. ક્વોલિફાયર 2 અને ફાઇનલ ચેપોકમાં 24 અને 26 મેના રોજ રમાશે.
- Mar 25, 2024 16:48 IST
લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસે 5 ઉમેદવારની જાહેરાત કરી
कांग्रेस ने आगामी लोकसभा चुनाव के लिए उम्मीदवारों की छठी सूची जारी की। pic.twitter.com/2LekjCHATL
— ANI_HindiNews (@AHindinews) March 25, 2024
- Mar 25, 2024 15:54 IST
રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ લોકો સાથે હોળી મનાવી
#WATCH जयपुर: राजस्थान के मुख्यमंत्री भजनलाल शर्मा ने लोगों के साथ होली मनाई।#Holi2024pic.twitter.com/Qp8jXIyBfB
— ANI_HindiNews (@AHindinews) March 25, 2024
- Mar 25, 2024 14:15 IST
અરવિંદ કેજરીવાલે જેલમાંથી કેવી રીતે આદેશ કર્યો? ED કરેશે તપાસ
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દારૂ કૌભાંડમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની કસ્ટડીમાં છે. જો કે, તેમણે હજુ સુધી મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપ્યું નથી અને પાર્ટીનું કહેવું છે કે તેઓ જેલમાંથી જ સરકાર ચલાવશે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રવિવારે એક આદેશ જારી કર્યો હતો. દિલ્હી સરકારના મંત્રી આતિશીએ કહ્યું કે અરવિંદ કેજરીવાલે જેલમાંથી આદેશ આપ્યો છે કે રાજધાનીમાં અવિરત પાણી પુરવઠો હોવો જોઈએ અને લોકોને કોઈ સમસ્યાનો સામનો કરવો ન જોઈએ.
- Mar 25, 2024 12:51 IST
લંડનમાં પીએચડી કરી રહેલી ભારતીય વિદ્યાર્થિનીને ટ્રકે કચડી
લંડનમાં 33 વર્ષીય ભારતીય વિદ્યાર્થિની ચેઇસ્ટા કોચર ગયા અઠવાડિયે સાયકલ પર ઘરે પરત ફરતી વખતે ટ્રક દ્વારા કચડીને મૃત્યુ પામી હતી. પરિણામે તેણીનું મૃત્યુ થયું હતું. આ વિદ્યાર્થીએ અગાઉ પબ્લિક પોલિસી થિંક ટેન્ક નીતિ આયોગ સાથે કામ કર્યું છે. તે લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સમાં પીએચડી કરી રહી હતી.
- Mar 25, 2024 12:48 IST
બાંકે બિહારી મંદિરમાં હોળીના રંગો
'સબ જગ હોરી, જા બ્રજ હોરા' કહેવામાં આવે છે તેથી તમે જોઈ શકો છો કે આખી દુનિયામાં હોળી ઉજવવામાં આવે છે પરંતુ જ્યારે તમે બ્રજમાં આવો છો તે હોરા છે, અહીં તે ફૂલોની હોળી છે, અબીર ગુલાલ છે જે તેઓ તમને આપે છે. દરેક જગ્યાએ ઉડતા જોવા મળે છે.
- Mar 25, 2024 11:53 IST
મહાલાક મંદિર આગના ઘાયલોને મળવા જશે મુખ્યમંત્રી મોહન યાદવ
ઉજ્જૈન મહાકાલ મંદિરમાં થયેલી દુર્ઘટનાના પગલે મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવનું નિવેદન સામે આવ્યું છે. સીએમ એ કહ્યું કે તેઓ ઘાયલ પુજારીને મળવા માટે રવાના થઈ રહ્યા છે. તેમણે કહ્યું કે કેટલાક પૂજારી ઘાયલ થયા છે. તેમને ઉજ્જૈનની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હું ત્યાં જઈ રહ્યો છું. ગૃહ મંત્રી અમિત શાહે પણ સીએમ મોહન યાદવ સાથે ફોન પર વાત કરી હતી. અને સમગ્ર ઘટનાની જાણકારી લીધી હતી.
- Mar 25, 2024 11:12 IST
રાષ્ટ્રપતિ, પીએમ મોદી અને દેશના અન્ય મોટા નેતાઓએ રંગોના તહેવારની શુભેચ્છા પાઠવી
હોળીનો તહેવાર દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. દેશના મોટા નેતાઓ પણ દેશવાસીઓને હોળીની શુભેચ્છા પાઠવી રહ્યા છે. દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દેશવાસીઓને હોળીની શુભેચ્છા પાઠવી હતી.
- Mar 25, 2024 10:23 IST
દિલ્હીના અલીપુરમાં ફેક્ટરીમાં આગ ફાટી નીકળી
દિલ્હીના અલીપુર સ્થિત એક ફેક્ટરીમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. દિલ્હી ફાયર સર્વિસના જણાવ્યા અનુસાર ઘટનાસ્થળે 25 ફાયર ટેન્ડર તૈનાત કરવામાં આવ્યા છે.
#WATCH | Fire fighting operation underway after a fire broke out at a factory in Alipur. 34 fire tenders at the spot
(Video - Fire department) https://t.co/H1N12NfBZKpic.twitter.com/9MSYtnou2j— ANI (@ANI) March 25, 2024
- Mar 25, 2024 09:44 IST
માલદીવના પૂર્વ રાષ્ટ્રપતિએ મોહમ્મદ મુઈઝુને ભારત સાથેના સંબંધો સુધારવાની સલાહ આપી
માલદીવમાં નવી સરકાર આવ્યા બાદ ભારત સાથેના સંબંધોમાં અંતર વધી રહ્યું છે. દરમિયાન માલદીવના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ મોહમ્મદ સોલિહે તેમના અનુગામી પ્રમુખ મોહમ્મદ મુઈઝુને સલાહ આપી છે કે તેઓ તેમના 'જિદ્દી' વલણને છોડી દે અને ભારત સાથેના સંબંધોમાં સુધાર લાવે.
- Mar 25, 2024 09:38 IST
ઉજ્જૈનમાં મહાકાલ મંદિરમાં ભસ્મ આરતી વખતે ગુલાલ ઉડાડતા આગ
આજે ધૂળેટીના દિવસે મધ્ય પ્રદેશમાં આવેલા મહાકાલેશ્વર મંદિરમાં સોમવારે ભસ્મ આરતી દરમિયાન દુર્ઘટના ઘટી હતી. આ સમયે ગુલાલ ઉડાડતા આગ લાગી હતી. જેમાં પૂજારી સહિત 13 લોકો દાઝ્યા હતા. અહીં ક્લિક કરીને વાંચો સંપૂર્ણ સમાચાર
- Mar 25, 2024 08:31 IST
ભાજપે પોતાની પાંચમી યાદીમાં ગુજરાતના છ ઉમેદવારો જાહેર કર્યા
લોકસભા ચૂંટણીમાં ભાજપે ગુજરાતના છ ઉમેદવાર જાહેર કર્યા છે. જેમાં મહેસાણાથી હરિભાઈ પટેલ, સાબરકાંઠાથી શોભનાબેન બારૈયા, સુરેન્દ્રનગરથી ચંદુભાઈ શિહોરા, જૂનાગઢથી રાજેશ ચુડાસમા, અમરેલીથી ભરત સુતરીયા, વડોદરાથી ડૉ.હેમાંગ જોષીને ટિકિટ આપવામાં આવી. જેના પગલે હવે જેની ટિકિટ કપાઈ છે તેવા ઉમેદવારોમાં રોષ ફેલાયો છે.
- Mar 25, 2024 08:28 IST
આજે આઈપીએલ 2024ની છઠ્ઠી, બેંગ્લોર અને પંજાબ વચ્ચે ટક્કર
આપીએલ 2024ની સિઝનની છઠ્ઠી મેચ આજે રમાનારી છે. આ મેચ બેંગ્લોર અને પંજાબ વચ્ચે રમાશે. રવિવારે પાંચમી મેચમાં ગુજરાત અને મુંબઈ વચ્ચે ટક્કર થઈ હતી જેમાં ગુજરાતે રોમાંચક રીતે વિજય મેળવ્યો હતો.
- Mar 25, 2024 08:27 IST
ગુજરાત સહિત દેશના કૃષ્ણ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
આજે હોળી પછીનો દિવસ ધૂળેટીનો દિવસ છે. આજે લોકો એકબીજાને રંગો લગાડીને રંગોત્સવ ઉજવે છે. સાથે સાથે કૃષ્ણ ભક્તો ગુજરાત સહિત દેશના કૃષ્ણ મંદિરોમાં ભગવાનના દર્શન કરવા માટે ઉમટી પડ્યા છે.
- Mar 25, 2024 08:25 IST
આજનો ધૂળેટીનો દિવસ તમારા માટે કેવો રહેશે?
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/11/monday-horoscope.jpg)
આજે ધૂળેટીનો દિવસ તમામ રાશિના જાતકો માટે કેવો રહેશે. તમામ રાશિના લોકો પોતાનું રાશિફળ વાંચવા માટે અહીં ક્લિક કરો.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us