/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/06/Vadodara-Accident.jpg)
અકસ્માત ન્યૂઝ
Gujarat Latest News in Gujarati, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 25 November 2024 LIVE, આજના તાજા સમાચાર: ઉત્તર પ્રદેશના હરદોઈ જિલ્લામાં બોલેરો અને બસ વચ્ચે ભયંકર કસ્માતના સમાચાર મળી રહ્યા છે. રવિવારે મોડી રાત્રે ત્રણ વાગ્યાના અરસામાં ઉત્તર પ્રદેશના હરદોઈ જિલ્લાના મલ્લાવા ક્ષેત્રના કટરા બિલ્હોર હાઈવે નજીક બોલેરો જીપ અને બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો. જેમાં પાંચ લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. જ્યારે અન્ય પાંચ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. જેને સારવાર માટે હોસ્પિટલ ખશેડવામાં આવ્યા હતા.બોલેર જીપમાં જાનૈયાઓ સવાર હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.
- Nov 25, 2024 11:47 IST
Today Live News Updates : આંદામાન નજીક દરિયામાંથી 5 ટન ડ્રગ્સ જપ્ત
ભારતીય દરિયામાંથી વધુ એક ડ્રગ્સનું કન્સાઈનમેન્ટ પકડાયું છે. ભારતીય કોસ્ટ ગાર્ડે આંદામાન નજીક દરમિયામાંથી 5 ટન ડ્રગ્સ પકડ્યું છે. આ ડ્રગ્સ ફિશિંગ બોટમાંથી મળી આવ્યું હતું.
- Nov 25, 2024 09:51 IST
Today Live News Updates : ગાંધીનગર રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું, તાપમાન 11.8 ડિગ્રી
ગુજરાતમાં ઠંડી વધવાની સાથે લોકો ઠુંઠવાયા છે. કડકડતી ઠંડી પડવાની શરુ થતાં જ લોકો ઉપર અસર જોવા મળી રહી છે. ગુજરાતમાં 11.8 ડિગ્રીથી લઈને 21.1 ડિગ્રી વચ્ચે લઘુતમ તપામાન નોંધાયું છે. જેમાં 11.8 ડિગ્રી લઘુતમ તપામાન સાથે રાજ્યનું પાટનગર સૌથી ઠંડુ શહેર રહ્યું હતું.જ્યારે ઓખામાં 21.1 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ડીસા અને કેશોદમાં 14.3 ડિગ્રી તાપમાન સાથે બીજા નંબર પર રહ્યા છે.
- Nov 25, 2024 09:25 IST
Today Live News Updates : આજનો સોમવારનો દિવસ તમારો કેવો રહેશે?
આજે 25 નવેમ્બર 2024, સોમવારનો દિવસ તમામ રાશિના જાતકો માટે કેવો રહેશે. અહીં ક્લિક કરીને વાંચો તમારું આજનું રાશિફળ.
- Nov 25, 2024 09:24 IST
Today Live News Updates : સેન્સેક્સ 1300 પોઇન્ટ ઉછળ્યો, ચૂંટણીમાં ભાજપની જીતનો ઉન્માદ
શેરબજાર સેન્સેક્સ નિફ્ટી સોમવારે મોટા ઉછાળે ખુલ્યા છે. મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણીમાં ભાજપની જીતથી શેરબજારને બુસ્ટર મળ્યું છે. સેન્સેક્સ 79117 પાછલા બંધ સામે આજે સોમવારે 1050 પોઇન્ટના ઉછાળે 80193 ખુલ્યો હતો. મોટાભાગના બ્લુચીપ શેરમાં તેજીથી સેન્સેક્સ 1300 પોઇન્ટ ઉછળીને 80400 લેવલની સપાટી કુદાવી ગયો હતો. એનએસઇ નિફ્ટી 23907 પાછલા બંધ સામે 350 પોઇન્ટના ઉછાળે આજે 24253 ખુલ્યો હતો. તેજીના માહોલ વચ્ચે નિફ્ટી 24312 લેવલ સુધી પહોંચ્યો હતો. બેંક નિફ્ટી 1000 પોઇન્ટ, નિફ્ટી આઈટી 220 પોઇન્ટ, સ્મોલકેપ 1000 પોઇન્ટ અને મિડકેપ ઇન્ડેક્સ 770 પોઇન્ટના ઉછાળે ટ્રેડ કરી રહ્યા છે.
- Nov 25, 2024 09:21 IST
Today Live News Updates : ઉત્તર પ્રદેશમાં બોલેરો અને બસ વચ્ચે અકસ્માત, 5ના મોત
ઉત્તર પ્રદેશના હરદોઈ જિલ્લાના મલ્લાવા ક્ષેત્રના કટરા બિલ્હોર હાઈવે નજીક બોલેરો જીપ અને બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો. જેમાં પાંચ લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. જ્યારે અન્ય પાંચ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us