Gujarati News 25 October 2024 : જ્ઞાનવાપીના સમગ્ર પરિસરનો સર્વે નહીં થાય, કોર્ટે હિન્દુ પક્ષની અરજી ફગાવી

India Gujarat Today Latest News in Gujarati, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 25 October 2024: કોર્ટે કહ્યું કે જ્ઞાનવાપીના સમગ્ર પરિસરનો સર્વે કરવામાં આવશે નહીં. હિન્દુ પક્ષની અરજીમાં સમગ્ર જ્ઞાનવાપી સંકુલના એએસઆઈ સર્વેની માગણી કરવામાં આવી હતી. જેને કોર્ટે ફગાવી દીધી છે

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
gyanvapi, જ્ઞાનવાપી કેસ

જ્ઞાનવાપી કેસ: કોર્ટે હિન્દુ પક્ષની અરજી ફગાવી, જ્ઞાનવાપીના સમગ્ર પરિસરનો સર્વે નહીં થાય (ફાઇલ ફોટો)

Gujarat Latest News in Gujarati, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 25 October 2024, આજના તાજા સમાચાર: જ્ઞાનવાપી કેસમાં વારાણસીની ડિસ્ટ્રિક્ટ કોર્ટના સિવિલ જજ સીનિયર ડિવિઝન ફાસ્ટ ટ્રેકે પોતાનો ચુકાદો આપ્યો છે. કોર્ટે હિન્દુ પક્ષની અરજી ફગાવી દીધી છે. કોર્ટે કહ્યું કે જ્ઞાનવાપીના સમગ્ર પરિસરનો સર્વે કરવામાં આવશે નહીં. હિન્દુ પક્ષની અરજીમાં સમગ્ર જ્ઞાનવાપી સંકુલના એએસઆઈ સર્વેની માગણી કરવામાં આવી હતી. જેને કોર્ટે ફગાવી દીધી છે. જ્ઞાનવાપી કેસ અંગે હિન્દુ પક્ષના વકીલ વિજય શંકર રસ્તોગીએ જણાવ્યું હતું કે કોર્ટે એએસઆઇ દ્વારા સમગ્ર જ્ઞાનવાપી વિસ્તારની સુરક્ષાના વધારાના સર્વે માટેની અમારી અરજી ફગાવી દીધી છે. આ નિર્ણય સામે અમે હાઈકોર્ટમાં જઈશું.

Advertisment

દિલ્હી-હૈદરાબાદ વિસ્તારા એરક્રાફ્ટનું ઈમરજન્સી લેન્ડિંગ, ફ્લાઈટને જયપુર ડાયવર્ટ કરાઈ

દિલ્હી-હૈદરાબાદ વિસ્તારાની ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે, કહેવામાં આવી રહ્યું છે કે ફ્લાઈટને જયપુર તરફ વાળવામાં આવી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે એક યાત્રીની તબિયત અચાનક બગડી હતી, જેના કારણે પ્લેનનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. અગાઉ એવા ઇનપુટ્સ હતા કે વિમાનમાં બોમ્બનો ખતરો હતો, પરંતુ હવે પુષ્ટિ થઈ છે કે તે મેડિકલ ઈમરજન્સી હતી.

જાણકારી માટે તમને જણાવી દઈએ કે દર્દીને ઉતર્યા બાદ તરત જ નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. હજુ સુધી તે દર્દીના સ્વાસ્થ્ય અંગે કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી. જો કે, આ સમયે ઘણા વિમાનો ઇમરજન્સી લેન્ડિંગ કરી રહ્યા છે. સતત બોમ્બની ધમકીઓથી સમગ્ર એરલાઈન ઈન્ડસ્ટ્રી ચિંતિત છે, સરકાર પણ આના કારણે ખૂબ જ ચિંતિત છે.

Advertisment

મહારાષ્ટ્રમાં મહાયુતિ વચ્ચે ઉકેલાયો સીટોનો પેંચ

કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શહે ગુરુવારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે અને ઉપ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ તેમજ અજિત પવાર સાથે મુલાકાત કરી હતી. રાજ્યમાં 20 નવેમ્બરે થનારી વિધાનસભા ચૂંટણી માટે સીટ વહેંચણીના મુદ્દો ઉકેલાયો છે. ત્રણેય સત્તારૂઢ મહાયુતિ સંગઠનમાં સીટોની વહેંચણી ઉપર ચર્ચા વિચાર કરવા માટે એક સપ્તાહમાં બીજી વખત દિલ્હી પહોંચ્યા હતા. આ સીટ વહેંચણી શિવસેના અને ભારતીય જનતા પાર્ટી બંનેના પ્રભુત્વવાળા ક્ષેત્રો પર મતભેદના કારણે અટક્યા હતા.

  • Oct 25, 2024 22:25 IST

    Today News Live : બોર્ડર ગાવસ્કર ટ્રોફી માટે ભારતીય ટેસ્ટ ટીમની જાહેરાત

    બીસીસીઆઈએ દક્ષિણ આફ્રિકા પ્રવાસ માટે ટી-20 ટીમની અને બોર્ડર ગાવસ્કર ટ્રોફી માટે ભારતીય ટેસ્ટ ટીમની જાહેરાત કરી દીધી છે. ટી 20 શ્રેણી માટે સૂર્યકુમાર યાદવ અને ટેસ્ટ શ્રેણી માટે રોહિત શર્મા ટીમની કેપ્ટનશિપ કરશે.

    દક્ષિણ આફ્રિકા સામે ટી 20 શ્રેણી માટે ભારતીય ટીમ - સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), અભિષેક શર્મા, સંજુ સેમસન, રિંકુ સિંહ, તિલક વર્મા, જીતેશ શર્મા, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, રમનદીપ સિંહ, વરુણ ચક્રવર્તી, રવિ બિશ્નોઇ, અર્શદીપ સિંહ, વિજયકુમાર વૈશ્યક, આવેશ ખાન, યશ દયાલ.

    બોર્ડર-ગાવસ્કર ટ્રોફી માટે ભારતની ટીમ - રોહિત શર્મા (કેપ્ટન), જસપ્રીત બુમરાહ (વાઇસ કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, અભિમન્યુ ઈસ્વરન, શુભમન ગિલ, વિરાટ કોહલી, કેએલ રાહુલ, ઋષભ પંત, સરફરાઝ ખાન, ધ્રુવ જુરેલ, આર અશ્વિન, આર જાડેજા, મોહમ્મદ સિરાજ, આકાશ દીપ, પ્રસિદ્ધ કૃષ્ણા, હર્ષિત રાણા, નીતિશ કુમાર રેડ્ડી, વોશિંગ્ટન સુંદર.

  • Oct 25, 2024 19:11 IST

    Today News Live : કોર્ટે હિન્દુ પક્ષની અરજી ફગાવી, જ્ઞાનવાપીના સમગ્ર પરિસરનો સર્વે નહીં થાય

    જ્ઞાનવાપી કેસમાં વારાણસીની ડિસ્ટ્રિક્ટ કોર્ટના સિવિલ જજ સીનિયર ડિવિઝન ફાસ્ટ ટ્રેકે પોતાનો ચુકાદો આપ્યો છે. કોર્ટે હિન્દુ પક્ષની અરજી ફગાવી દીધી છે. કોર્ટે કહ્યું કે જ્ઞાનવાપીના સમગ્ર પરિસરનો સર્વે કરવામાં આવશે નહીં. હિન્દુ પક્ષની અરજીમાં સમગ્ર જ્ઞાનવાપી સંકુલના એએસઆઈ સર્વેની માગણી કરવામાં આવી હતી. જેને કોર્ટે ફગાવી દીધી છે. જ્ઞાનવાપી કેસ અંગે હિન્દુ પક્ષના વકીલ વિજય શંકર રસ્તોગીએ જણાવ્યું હતું કે કોર્ટે એએસઆઇ દ્વારા સમગ્ર જ્ઞાનવાપી વિસ્તારની સુરક્ષાના વધારાના સર્વે માટેની અમારી અરજી ફગાવી દીધી છે. આ નિર્ણય સામે અમે હાઈકોર્ટમાં જઈશું.

  • Oct 25, 2024 17:24 IST

    Today News Live : લોરેન્સ બિશ્નોઇ ગેંગના 7 શૂટરની ધરપકડ

    દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે લોરેન્સ બિશ્નોઇ ગેંગ વિરુદ્ધ કાર્યવાહીમાં મોટી સફળતા મેળવી છે. ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઇ ગેંગના 7 શૂટરોની ધરપકડ કરવામાં આવી છે. તમામ શૂટરોની પંજાબ અને અન્ય રાજ્યોમાંથી ધરપકડ કરવામાં આવી છે. પોલીસને શૂટરો પાસેથી હથિયારો પણ મળી આવ્યા છે.

  • Oct 25, 2024 15:59 IST

    Today News Live : સુપ્રીમ કોર્ટમાંથી પૂર્વ સીએમ મધુ કોડાને ફટકો, નહીં લડી શકે ચૂંટણી

    ઝારખંડના પૂર્વ સીએમ મધુ કોડાને સુપ્રીમ કોર્ટે શુક્રવારે ઝટકો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે તેમની અરજી ફગાવી દીધી હતી. પોતાની અરજીમાં મધુ કોડાએ કોલસા કૌભાંડ કેસમાં સજા પર રોક લગાવવાની માંગ કરી હતી. આ સાથે જ તેમની વિધાનસભા ચૂંટણી લડવાની સંભાવના ખતમ થઈ ગઈ છે. સુપ્રીમ કોર્ટે દિલ્હી હાઈકોર્ટના આદેશને માન્ય રાખ્યો હતો. જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ સંજય કુમારની બેન્ચે દિલ્હી હાઈકોર્ટના 18 ઓક્ટોબરના આદેશમાં હસ્તક્ષેપ કરવાનો ઈનકાર કરી દીધો હતો.

  • Oct 25, 2024 12:09 IST

    Today News Live : વાવ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર તરીકે ગુલાબસિંહ રાજપૂતનું નામ જાહેર

    વાવ બેઠકના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર બનાસકાંઠાના સાંસદ બનતા આ બેઠક ખાલી પડી છે. હવે આ બેઠક પર તા. 13 નવેમ્બરે વિધાનસભાની પેટા ચૂંટણી યોજાવવા જઇ રહી છે ત્યારે કોંગ્રેસે ગુલાબસિંહ રાજપૂતના નામની જાહેરાત કરી દીધી છે. પરંતુ હજુ સુધી ભાજપમાંથી કોઇનું નામ નક્કી થયું નથી. ભાજપમાંથી કોને ટિકીટ આપવી તે મુદ્દે મનોમંથન ચાલી રહ્યું છે.

  • Oct 25, 2024 11:03 IST

    Today News Live : દિલ્હી-હૈદરાબાદ વિસ્તારા એરક્રાફ્ટનું ઈમરજન્સી લેન્ડિંગ

    દિલ્હી-હૈદરાબાદ વિસ્તારાની ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે, કહેવામાં આવી રહ્યું છે કે ફ્લાઈટને જયપુર તરફ વાળવામાં આવી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે એક યાત્રીની તબિયત અચાનક બગડી હતી, જેના કારણે પ્લેનનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. અગાઉ એવા ઇનપુટ્સ હતા કે વિમાનમાં બોમ્બનો ખતરો હતો, પરંતુ હવે પુષ્ટિ થઈ છે કે તે મેડિકલ ઈમરજન્સી હતી.

    જાણકારી માટે તમને જણાવી દઈએ કે દર્દીને ઉતર્યા બાદ તરત જ નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. હજુ સુધી તે દર્દીના સ્વાસ્થ્ય અંગે કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી. જો કે, આ સમયે ઘણા વિમાનો ઇમરજન્સી લેન્ડિંગ કરી રહ્યા છે. સતત બોમ્બની ધમકીઓથી સમગ્ર એરલાઈન ઈન્ડસ્ટ્રી ચિંતિત છે, સરકાર પણ આના કારણે ખૂબ જ ચિંતિત છે.

  • Oct 25, 2024 10:41 IST

    Today News Live : ભારત અને ચીન બંનેની સેનાઓ પાછી હટી

    ભારત અને ચીન બંનેની સેનાઓ પીછેહઠ કરવા લાગી છે. LAC સમજૂતી બાદ બંને દેશો દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. ડેમચોક અને ડેપસાંગ મેદાનોમાંથી ભારતીય અને ચીની સૈનિકો પીછેહઠ કરવાના સમાચાર છે. વિવાદ દરમિયાન સૌથી વધુ તણાવ આ વિસ્તારોને લઈને હતો, તેથી અહીં સેનાની પીછેહઠને એક મોટો વિકાસ માનવામાં આવી રહ્યો છે.

  • Oct 25, 2024 10:09 IST

    Today News Live : NCPમાં જોડાયા બાદ બાબા સિદ્દીકીના પુત્ર ઝીશાને કહ્યું, 'કોંગ્રેસે મને મહત્વ ન આપ્યું...

    NCPના પૂર્વ નેતા બાબા સિદ્દીકીના પુત્ર ઝીશાન સિદ્દીકી NCPમાં જોડાઈ ગયા છે. તેઓ બાંદ્રા પૂર્વથી ચૂંટણી લડે તેવી શક્યતા છે. જીશાન સિદ્દીકી બાંદ્રા પૂર્વના ધારાસભ્ય છે અને 2019માં કોંગ્રેસની ટિકિટ પર ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. બાબા સિદ્દીકીની થોડા દિવસ પહેલા જ ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. બાબા સિદ્દીકી આ વર્ષે ફેબ્રુઆરીમાં કોંગ્રેસ છોડીને NCPમાં જોડાયા હતા.

    એવું માનવામાં આવતું હતું કે ચૂંટણી પહેલા જ જીશાન સિદ્દીકી એનસીપીમાં જોડાશે. વાસ્તવમાં, તેઓ કોંગ્રેસની ટિકિટ પર ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા અને આવી સ્થિતિમાં, તેઓ તેમના પિતા સાથે એનસીપીમાં જોડાયા ન હતા, કારણ કે તેમની ધારાસભ્યપદ છીનવાઈ શકે છે. હવે એક મહિનામાં ચૂંટણીના પરિણામો આવવાના છે. આવી સ્થિતિમાં તેઓ એનસીપીમાં જોડાયા છે.

  • Oct 25, 2024 09:56 IST

    Today News Live : શેરબજાર વધીને ખુલ્યા બાદ ઘટ્યું, સેન્સેક્સ 80000 નીચે

    સેન્સેક્સ નિફ્ટી સપ્તાહના છેલ્લા દિવસે વધીને ખુલ્યા બાદ ફ્લેટ ટ્રેડ કરી રહ્યા છે. સેન્સેક્સ 80065 પાછલા બંધ સામે આજે શુક્રવારે 80187 ખુલ્યા હતા. પોઝિટિવ ઓપનિંગ બાદ સેન્સેક્ ઉપરમાં 80253 થયા બાદ વેચવાલીના દબાણથી નીચે આવ્યો અને હાલ 131 પોઇન્ટના ઘટાડે 80000ની ટ્રેડ કરી રહ્યો છે. તો એનએસઇ નિફ્ટી 24399 પાછલા બંધ સામે આજે 24418 ખૂલ્યો અને હાલ 40 પોઇન્ટના ઘટાડે 24340 લેવલ આસપાસ ટ્રેડ કરી રહ્યો છે.

  • Oct 25, 2024 09:55 IST

    Today News Live : મહારાષ્ટ્રમાં મહાયુતિ વચ્ચે ઉકેલાયો સીટોનો પેંચ

    કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શહે ગુરુવારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે અને ઉપ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ તેમજ અજિત પવાર સાથે મુલાકાત કરી હતી. રાજ્યમાં 20 નવેમ્બરે થનારી વિધાનસભા ચૂંટણી માટે સીટ વહેંચણીના મુદ્દો ઉકેલાયો છે. ત્રણેય સત્તારૂઢ મહાયુતિ સંગઠનમાં સીટોની વહેંચણી ઉપર ચર્ચા વિચાર કરવા માટે એક સપ્તાહમાં બીજી વખત દિલ્હી પહોંચ્યા હતા. આ સીટ વહેંચણી શિવસેના અને ભારતીય જનતા પાર્ટી બંનેના પ્રભુત્વવાળા ક્ષેત્રો પર મતભેદના કારણે અટક્યા હતા.

બ્રેકિંગ ન્યૂઝ ગુજરાત વિશ્વ દેશ