/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/08/BJP.jpg)
ભારતીય જનતા પાર્ટી - photo - X @BJP4India
Gujarat Latest News in Gujarati, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 26 August 2024 LIVE, આજના તાજા સમાચાર: જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટે ભાજપે પ્રથમ યાદી જાહેર કરી છે. આ યાદીમાં 44 ઉમેદવારોના નામ છે. રવિવારે સાંજે ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક મળી હતી. બેઠકમાં વિધાનસભાના ઉમેદવારોના નામ પર ચર્ચા કરવામાં આવી હતી. રવિવારે સાંજે ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક મળી હતી. બેઠકમાં વિધાનસભાના ઉમેદવારોના નામ પર ચર્ચા કરવામાં આવી હતી. જમ્મુ-કાશ્મીરમાં ત્રણ તબક્કામાં વિધાનસભા ચૂંટણી યોજાશે. ભાજપે પ્રથમ તબક્કા માટે 15, બીજા તબક્કા માટે 10 અને ત્રીજા તબક્કા માટે 19 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે.
ભાજપે રાજપોરાથી અર્શીદ ભટ્ટ, શોપિયાંથી જાવેદ અહેમદ કાદરી, અનંતનાગ પશ્ચિમથી મોહમ્મદ રફીક વાની, ઈન્દરવાલથી તારિક કીન, કિશ્તવાડથી શગુન પરિહાર, પેડેર નાગસેનીથી સુનિલ શર્મા, ભદરવાહથી દલીપ સિંહ પરિહાર, ડોડાથી ગજે સિંહ રાણા, અરવિંદ ભટ્ટને મેદાનમાં ઉતાર્યા છે. પશ્ચિમમાં રામબનથી શક્તિરાજ પરિહાર, રામબનથી રાજેશ ઠાકુર અને બનિહાલથી સલીમ ભટ્ટને ભાજપના ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.
- Aug 26, 2024 14:31 IST
ગુજરાતમાં બપોરે બે વાગ્યા સુધીમાં 224 તાલુકામાં વરસાદ
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે ગુજરાતમાં સવારે 6 વાગ્યાથી લઈને બપોરે 2 વાગ્યા સુધીમાં 224 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ આણંદના બોરસદમાં આઠ ઈંચ વરસાદ નોંધાયો હતો. 22 તાલુકા એવા છે જ્યાં ચાર ઈંચ કરતા વધારે વરસાદ નોંધાયો હતો.
- Aug 26, 2024 14:06 IST
ભાજપે જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટે નવી યાદી જાહેર કરી
જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટે ભાજપે પ્રથમ યાદી જાહેર કરી છે. પરંતુ થોડા સમય બાદ પાર્ટીએ તેને પાછી ખેંચી લીધી હતી. હવે ભાજપે ફરી એક નવી યાદી બહાર પાડી છે. આ યાદીમાં 15 ઉમેદવારોના નામ છે. જમ્મુ-કાશ્મીરમાં ત્રણ તબક્કામાં વિધાનસભા ચૂંટણી યોજાશે. ભાજપે પ્રથમ તબક્કા માટે 15 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે.
- Aug 26, 2024 13:58 IST
જન્માષ્ટમીના દિવસે જ મેઘાની તોફાની બેટિંગ, બપોર સુધીમાં 210 તાલુકામાં વરસાદ
આજે જન્માષ્ટમીના દિવસે જ મેઘરાજાએ સમગ્ર ગુજરાતમાં મહેર વર્સાવી છે. આજે 26 ઓગસ્ટ 2024, સોમવારના દિવસે સવારે 6 વાગ્યાથી બપોરે 12 સુધીમાં 210 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં 11 તાલુકા એવા છે જ્યાં ચાર ઈંચ કરતા વધારે વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ પંચમહાલના મોરવા હડફમાં સવા છ ઈંચ વરસાદ નોંધાયો હતો.
- Aug 26, 2024 13:43 IST
પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં પંજાબીઓ પર મોટો હુમલો
પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં પંજાબી લોકો પર મોટો હુમલો થયો છે. આતંકવાદીઓએ બસો અને ટ્રકમાંથી 23 લોકોને બહાર કાઢ્યા અને ગોળીઓથી ઠાર કર્યા. હથિયારધારી શખ્સોએ લોકોને તેમના આઈડી કાર્ડ ચેક કરવાના બહાને બસમાંથી બહાર કાઢ્યા હતા. આ પછી તેઓએ શૂટિંગ શરૂ કર્યું. બલૂચ આતંકવાદીઓએ પંજાબીઓને નિશાન બનાવ્યા છે.
- Aug 26, 2024 11:58 IST
દિગ્ગજ સાંસદ અને મહારાષ્ટ્રનો મોટો ચહેરો ગણાતાં નેતાનું નિધન
મહારાષ્ટ્રની નાંદેડ લોકસભા સીટ પરથી કોંગ્રેસના સાંસદ અને વરિષ્ઠ નેતા વસંતરાવ ચવ્હાણનું 70 વર્ષની વયે નિધન થતાં પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. હૈદરાબાદની હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી હતી.
- Aug 26, 2024 10:43 IST
ગુજરાતમાં મેઘાની તોફાની બેટિંગ, સવારમાં 192 તાલુકામાં વરસાદ
આજે જન્માષ્ટમીના દિવસે જ મેઘરાજાએ સમગ્ર ગુજરાતમાં મહેર વર્સાવી છે. આજે 26 ઓગસ્ટ 2024, સોમવારના દિવસે સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં ચાર કલકામાં પંચહાલના મોરવા હડફમાં પાંચ ઈંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે આણંદમાં સાડા ચાર ઈંચ વરસાદ નોંધાયો હતો.
- Aug 26, 2024 10:40 IST
ભારે વરસાદના પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 7 જિલ્લા કલેક્ટરો સાથે ટેલિફોનિક વાત કરી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રવિવારે રાત્રે રાજ્યના વધુ 7 જિલ્લા કલેકટરો સાથે ટેલીફોનીક વાતચીત કરીને તેમના જિલ્લાની વરસાદી પરિસ્થિતીની વિગતો મેળવી હતી. મુખ્યમંત્રીએ સૌરાષ્ટ્ર વિસ્તારના મોરબી કચ્છ રાજકોટ સુરેન્દ્રનગર ભાવનગર તેમજ દક્ષિણ ગુજરાતના ભરૂચ અને ડાંગ ના કલેકટરો નો સંપર્ક સાધીને તેમને વરસાદી સ્થિતી પર સતત નજર રાખીને લોકોની સલામતી પશુધન રક્ષણ વ્યવસ્થા તેમજ આપદા પ્રબંધન માટે સતર્ક રહેવા સૂચનાઓ આપી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભારતીય હવામાન વિભાગે આગામી સમયમાં રાજ્યમાં ભારે વરસાદની કરેલી આગાહી સંદર્ભે સજજ રહેવા પણ આ જિલ્લાઓના કલેકટરોને તાકિદ કરી હતી.
- Aug 26, 2024 10:34 IST
ભાજપે જમ્મુ-કાશ્મીર માટે પ્રથમ યાદી જાહેર કરી, 44 ઉમેદવારોના નામ જાહેર
જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટે ભાજપે પ્રથમ યાદી જાહેર કરી છે. આ યાદીમાં 44 ઉમેદવારોના નામ છે. રવિવારે સાંજે ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક મળી હતી. બેઠકમાં વિધાનસભાના ઉમેદવારોના નામ પર ચર્ચા કરવામાં આવી હતી. રવિવારે સાંજે ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક મળી હતી. બેઠકમાં વિધાનસભાના ઉમેદવારોના નામ પર ચર્ચા કરવામાં આવી હતી. જમ્મુ-કાશ્મીરમાં ત્રણ તબક્કામાં વિધાનસભા ચૂંટણી યોજાશે. ભાજપે પ્રથમ તબક્કા માટે 15, બીજા તબક્કા માટે 10 અને ત્રીજા તબક્કા માટે 19 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે.
ભાજપે રાજપોરાથી અર્શીદ ભટ્ટ, શોપિયાંથી જાવેદ અહેમદ કાદરી, અનંતનાગ પશ્ચિમથી મોહમ્મદ રફીક વાની, ઈન્દરવાલથી તારિક કીન, કિશ્તવાડથી શગુન પરિહાર, પેડેર નાગસેનીથી સુનિલ શર્મા, ભદરવાહથી દલીપ સિંહ પરિહાર, ડોડાથી ગજે સિંહ રાણા, અરવિંદ ભટ્ટને મેદાનમાં ઉતાર્યા છે. પશ્ચિમમાં રામબનથી શક્તિરાજ પરિહાર, રામબનથી રાજેશ ઠાકુર અને બનિહાલથી સલીમ ભટ્ટને ભાજપના ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.
- Aug 26, 2024 09:44 IST
જન્માષ્ટમીના દિવસે સવારે ગુજરાતમાં 144 તાલુકામાં વરસાદ નોંધાયો
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે આજે જન્માષ્ટમીના દિવસે 26 ઓગસ્ટ 2024ના દિવસે સોમવારે સવારે 6 વાગ્યાથી લઈને 8 વાગ્યા સુધીમાં 144 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ આણંદ માં સાડા ત્રણ ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે વડોદરાના દેસરમાં ત્રણ ઇંચ વરસાદ નોંધાયો હતો. 28 તાલુકામાં 1 ઈંચ કરતા વધારે વરસાદ નોંધાયો હતો.
- Aug 26, 2024 09:11 IST
ગુજરાતમાં 24 કલાકમાં 244 તાલુકામાં વરસાદ,ખેરગામમાં 15 ઈંચ વરસાદ
ગુજરાત સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે ગુજરાતમાં રવિવારે સવારે 6 વાગ્યાથી લઈને સોમવારે સવારે 6 વાગ્યા સુધીમાં 244 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં 44 તાલુકામાં ચાર ઈંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે. સૌથી વધારે વરસાદ નવસારીના ખેરગામમાં 15 ઈંચ વરસાદ નોંધાયો છે.
- Aug 26, 2024 08:47 IST
જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટે ભાજપે 50 ઉમેદવારોના નામ ફાઈનલ કર્યા
જમ્મુ-કાશ્મીરમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી માટે ભાજપે તૈયારીઓ તેજ કરી દીધી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પાર્ટીએ 50થી વધુ સીટો માટે પોતાના ઉમેદવારોને લગભગ ફાઈનલ કરી લીધા છે. તે પુંછ-રાજૌરી વિસ્તારમાં ઘણા મુસ્લિમ ચહેરાઓ પર દાવ રમી શકે છે.
- Aug 26, 2024 08:47 IST
જન્માષ્ટમીનો દિવસ તમામ રાશિના જાતકો માટે કેવો રહેશે?
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/08/Janmashtami-Horoscope.jpg)
આજે જન્માષ્ટમીનો તહેવાર છે. આજનો દિવસ તમામ રાશિના જાતકો માટે કેવો રહેશે. અહીં ક્લિક કરીને વાંચો આજનું રાશિફળ.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us