Gujarati News 26 December 2024 : 'ભાજપ કોંગ્રેસને ફંડિંગ કરી રહી છે', CM આતિશીનો સંદીપ દીક્ષિત અને અજય માકન પર જોરદાર હુમલો

India Gujarat Today Latest News in Gujarati, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 24 December 2024: દિલ્હીમાં સીએમ આતિશીએ રાજ્યસભા સાંસદ સંજય સિંહ સાથે પ્રેસ કોન્ફરન્સ કરીને કોંગ્રેસ પર મોટો હુમલો કર્યો હતો. AAPએ એવો આક્ષેપ પણ કર્યો હતો કે કોંગ્રેસ દિલ્હી ચૂંટણીમાં ભાજપને મદદ કરી રહી છે.

India Gujarat Today Latest News in Gujarati, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 24 December 2024: દિલ્હીમાં સીએમ આતિશીએ રાજ્યસભા સાંસદ સંજય સિંહ સાથે પ્રેસ કોન્ફરન્સ કરીને કોંગ્રેસ પર મોટો હુમલો કર્યો હતો. AAPએ એવો આક્ષેપ પણ કર્યો હતો કે કોંગ્રેસ દિલ્હી ચૂંટણીમાં ભાજપને મદદ કરી રહી છે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
atishi marlena, Atishi Delhi New CM

Atishi Delhi New CM : આતિશી માર્લેના દિલ્હીના નવા મુખ્યમંત્રી બનશે. (Photo: Atishi/FB)

Gujarat Latest News in Gujarati, Gujarati Samachar (ગુજરાતી સમાચાર) 26 December 2024, આજના તાજા સમાચાર: દિલ્હીમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી પહેલા શાસક પક્ષ AAP અને કોંગ્રેસ પાર્ટી વચ્ચે સંઘર્ષ વધી રહ્યો છે, જેણે દસ વર્ષથી શૂન્ય બેઠકો જીતી છે. કોંગ્રેસ નેતાએ AAP કન્વીનર અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવ્યા બાદ આમ આદમી પાર્ટીનું ટોચનું નેતૃત્વ ગુસ્સે છે. આજે બપોરે દિલ્હીમાં સીએમ આતિશીએ રાજ્યસભા સાંસદ સંજય સિંહ સાથે પ્રેસ કોન્ફરન્સ કરીને કોંગ્રેસ પર મોટો હુમલો કર્યો હતો. AAPએ એવો આક્ષેપ પણ કર્યો હતો કે કોંગ્રેસ દિલ્હી ચૂંટણીમાં ભાજપને મદદ કરી રહી છે.

Advertisment

વિરાટ કોહલીને ભારે પડ્યું કોનસ્ટાસ સાથે ઘર્ષણ કરવું, આઈસીસીએ સજા ફટકારી

ભારતીય બેસ્ટમેન વિરાટ કોહલી મેલબોર્ન ટેસ્ટના પહેલા દિવસે વિવાદમાં ફસાયા છે. તેઓ ઓસ્ટ્રેલિયાઈ બેસ્ટમેન સેમ કોનસ્ટાસ સાથે મેદાનમાં જ ઘર્ષણ પર ઉતર્યો હતો. કોહલીની આ હરકત માટે આઈસીસીએ સજા ફટકારી છે. આ ખેલાડીના ખીસ્સા પર તો અસર પડશે સાથે સાથે કોહલીની માર્કશીટમાં ડિમેરિટ પોઈન્ટ પણ નોંધવામાં આવ્યો છે.

પાકિસ્તાનના હવાઈ હુમલાનો જવાબ આપવા માટે તાલિબાન તૈયાર

અફઘાનિસ્તાનમાં પાકિસ્તાની એરફોર્સ દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલાને લઈને તાલિબાન ગુસ્સે છે. અફઘાનિસ્તાન સરકારે પુષ્ટિ કરી છે કે આ હવાઈ હુમલામાં 46 લોકોના મોત થયા છે. તાલિબાન સરકારે પહેલા જ કહ્યું હતું કે તે આ હુમલાનો જવાબ આપશે અને હવે તેની તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે. તાલિબાને પાકિસ્તાન સરહદ પાસે ખતરનાક ટેન્કો અને હથિયારો સાથે પોતાની સેના તૈનાત કરી છે.

Advertisment

અફઘાનિસ્તાન પર હુમલાને લઈને પાકિસ્તાન તરફથી કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી. બીજી તરફ અફઘાનિસ્તાનની તાલિબાન સરકાર આક્રમક છે. અફઘાન સરકારના પ્રવક્તા હમદુલ્લાહ ફિતરતે કહ્યું હતું કે તેઓ ચોક્કસપણે આ હુમલાનો બદલો લેશે.

ગુજરાતમાં ઠંડીનો જોરદાર ચમકારો, નલિયામાં 8.5 ડિગ્રી

ગુજરાતમાં અત્યારે કડકડતી ઠંડી પડી રહી છે ત્યારે રાજ્યમાં સરેરાશ 10 ડિગ્રીની આસપાસ લઘુતમ તાપમાન નોંધાયું છે. હવામાન વિભાગે આપેલા તાપમાનના આંકડા પ્રમાણે બુધવારના દિવસે ગુજરાતમાં 8.5 ડિગ્રીથી લઈને 17 ડિગ્રી વચ્ચે લઘુતમ તાપમાન નોંધાયું હતું. જેમાં 8.5 ડિગ્રી લઘુતમ તાપમાન સાથે નલિયા ગુજરાતનું સૌથી ઠંડુ શહેર રહ્યું હતું. જ્યારે ઓખામાં 17 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. કેશોદમાં 9.4 ડિગ્રી, અમરેલીમાં9.7 ડિગ્રી, રાજકોટમાં 9.8 ડિગ્રી, ડીસામાં 13.5 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.

  • Dec 26, 2024 22:39 IST

    Today Live News : પૂર્વ પીએમ મનમોહન સિંહનું નિધન

    પૂર્વ પીએમ મનમોહન સિંહનું ગુરુવારે નિધન થયું છે. તેમણે 92 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા હતા. મનમોહન સિંહની તબિયત લથડતા તેમને દિલ્હીની એમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. રાહુલ ગાંધી અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે બેલગાવીથી દિલ્હી પરત ફરી રહ્યા છે. કોંગ્રેસે આવતીકાલે યોજાનારી બેલગાવીમાં પોતાની રેલી રદ કરી દીધી છે.



  • Dec 26, 2024 21:10 IST

    Today Live News : 26 જાન્યુઆરી 2025થી સંવિધાન બચાવો રાષ્ટ્રીય પદ યાત્રા શરૂ કરીશું - જયરામ રમેશ

    CWCની બેઠક બાદ કોંગ્રેસના નેતા જયરામ રમેશે કહ્યું કે 26 જાન્યુઆરી 2025 થી 26 જાન્યુઆરી 2026 સુધી અમે 'સંવિધાન બચાવો રાષ્ટ્રીય પદ યાત્રા' શરૂ કરીશું. આ યાત્રા દરેક રાજ્યમાં યોજાશે અને તેમાં તમામ મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવશે. જેમ કે અમે માનીએ છીએ કે ભારત જોડો યાત્રાએ કોંગ્રેસને 'સંજીવની' આપી અને તે અમારા રાજનીતિમાં પરિવર્તનની ક્ષણ હતી, ત્યાર બાદ 'ભારત જોડો ન્યાય યાત્રા' થઈ અને હવે એક વર્ષ માટે 'સંવિધાન બચાવો રાષ્ટ્રીય' 'પદ યાત્રા' થશે.



  • Dec 26, 2024 19:51 IST

    Today Live News : અમદાવાદના પૂર્વ વિસ્તારમાં વરસાદી ઝાપટાં

    હવામાનની વરસાદની આગાહીની પગલે અમદાવાદમાં મણિનગર, ઇસનપુર સહિત પૂર્વ વિસ્તારમાં વરસાદી ઝાપટાં પડ્યા હતા. અચાનક વરસાદના કારણે કાંકરિયા કાર્નિવલમાં પણ થોડા સમય માટે રંગમાં ભંગ પડ્યો હતો. 26, 27 અને 28 ડિસેમ્બરે રાજ્યમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદનો રાઉન્ડની આગાહી છે.



  • Dec 26, 2024 18:45 IST

    Today Live News : આરજે સિમરને કથિત રીતે આત્મહત્યા કરી, ગુરુગ્રામ ફ્લેટમાં લટકતો મળી આવ્યો

    આરજે સિમરને કથિત રીતે આત્મહત્યા કરી છે, તે જમ્મુની રહેવાસી છે. રિપોર્ટ્સ અનુસાર તેનો મૃતદેહ તેના ગુરુગ્રામ ફ્લેટમાં લટકતો મળી આવ્યો હતો તેણે પોતાના કરિયરની શરૂઆત જમ્મુથી કરી હતી. હાલ તો પોલીસ સમગ્ર મામલે તપાસ કરી રહી છે. જાણકારી અનુસાર સિમરન પહેલા ફેમસ રેડિયો જોકી રહી ચૂકી છે હાલ તે ફ્રીલાન્સ વર્ક કરતી હતી. મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યો છે. સિમરનના સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ પર 60 લાખથી વધુ ફોલોઅર્સ છે.



  • Dec 26, 2024 16:27 IST

    Today Live News : કર્ણાટકના બેલાગવીમાં કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક શરૂ

    કર્ણાટકના બેલાગવીમાં કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક શરૂ થઈ ગઇ છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી, કર્ણાટકના સીએમ સિદ્ધારમૈયા અને અન્ય ઘણા નેતાઓ હાજર છે.

    — ANI_HindiNews (@AHindinews) December 26, 2024



  • Dec 26, 2024 14:22 IST

    Today Live News : CM આતિશીનો સંદીપ દીક્ષિત અને અજય માકન પર જોરદાર હુમલો

    દિલ્હીમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી પહેલા શાસક પક્ષ AAP અને કોંગ્રેસ પાર્ટી વચ્ચે સંઘર્ષ વધી રહ્યો છે, જેણે દસ વર્ષથી શૂન્ય બેઠકો જીતી છે. કોંગ્રેસ નેતાએ AAP કન્વીનર અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવ્યા બાદ આમ આદમી પાર્ટીનું ટોચનું નેતૃત્વ ગુસ્સે છે. આજે બપોરે દિલ્હીમાં સીએમ આતિશીએ રાજ્યસભા સાંસદ સંજય સિંહ સાથે પ્રેસ કોન્ફરન્સ કરીને કોંગ્રેસ પર મોટો હુમલો કર્યો હતો. AAPએ એવો આક્ષેપ પણ કર્યો હતો કે કોંગ્રેસ દિલ્હી ચૂંટણીમાં ભાજપને મદદ કરી રહી છે.



  • Dec 26, 2024 13:25 IST

    Today Live News : વિરાટ કોહલીને ભારે પડ્યું કોનસ્ટાસ સાથે ઘર્ષણ કરવું, આઈસીસીએ સજા ફટકારી

    ભારતી બેસ્ટમેન વિરાટ કોહલી મેલબોર્ન ટેસ્ટના પહેલા દિવસે વિવાદમાં ફસાયા છે. તેઓ ઓસ્ટ્રેલિયાઈ બેસ્ટમેન સેમ કોનસ્ટાસ સાથે મેદાનમાં જ ઘર્ષણ પર ઉતર્યો હતો. કોહલીની આ હરકત માટે આઈસીસીએ સજા ફટકારી છે. આ ખેલાડીના ખીસ્સા પર તો અસર પડશે સાથે સાથે કોહલીની માર્કશીટમાં ડિમેરિટ પોઈન્ટ પણ નોંધવામાં આવ્યો છે.



  • Dec 26, 2024 11:28 IST

    Today Live News : ASIએ રાનીના સ્ટેપવેલના ખોદકામ વચ્ચે ફિરોઝપુર કિલ્લાનો કર્યો સર્વે

    ઉત્તર પ્રદેશના સંભલમાં રાની કી સ્ટેપવેલનું ખોદકામ ચાલી રહ્યું છે. દરમિયાન, ભારતીય પુરાતત્વ વિભાગ (ASI) એ પણ ફિરોઝપુર કિલ્લાનો સર્વે હાથ ધર્યો હતો. એએસઆઈ ઉપરાંત ડીએમ અને એસપીએ પણ અહીં નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન અતિક્રમણને લઈને નારાજગી પણ વ્યક્ત કરવામાં આવી હતી. આ દરમિયાન અતિક્રમણ દ્વારા બનાવવામાં આવેલી દિવાલ પણ તોડી પાડવામાં આવી હતી. મળતી માહિતી મુજબ આ કિલ્લો 500 વર્ષથી પણ વધુ જૂનો છે. આ કિલ્લાનું સંરક્ષણ એએસઆઈ દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ કિલ્લાની હાલત સતત જર્જરિત બની રહી છે.



  • Dec 26, 2024 09:59 IST

    અમદાવાદ રાજકોટ હાઈવે ગમખ્વાર અકસ્માત બાદ ભીષણ આગ, બેના મોત ત્રણ ઘાયલ

    અમદાવાદ-રાજકોટ હાઈવે પર ચાર વાહનો વચ્ચે અકસ્માત થયાના સમાચાર આવ્યા છે.રાજકોટ અમદાવાદ હાઈવે પર ભમાસરા ગામ પાસે થયેલા ગમખ્વાર અકસ્માત બાદ આગ ફાટી નીકળી હતી. અકસ્મતામાં બે લોકોના મોત થયા છે જ્યારે ત્રણ લોકો ઈજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અમદાવાદ-રાજકોટ હાઈવે પર ભમાસરા ગામ નજીક રાજકોટથી અમદાવાદ આવતા આઈસર ચાલકે કાબૂ ગુમાવ્યો હતો. તે ડિવાઈડર કૂદી અન્ય વાહનો સાથે અથડાઈ હતી. આઈસર સીએનજી હોવાથી તેમાં આગ લાગી હતા. જ્યારે અન્ય ત્રણ વાહનો પણ આગની ઝપેટમાં આવી ગયા હતા. જેમાં બે લોકોના મૃત્યુ નિપજ્યા હતા અને ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા હતા.



  • Dec 26, 2024 09:55 IST

    Today Live News : સેન્સેક્સ 200 પોઇન્ટ વધ્યો, બેંક શેરમાં સુધારો

    શેરબજાર સેન્સેક્સ નિફ્ટી ગુરુવારે પોઝિટિવ ખુલ્યા છે. સેન્સેક્સ પાછલા બંધ 78472 સામે વધીને ગુરુવારે 78557 ખુલ્યો છે. બેન્કિંગ અને અદાણી પોર્ટ્સ શેરમાં તેજીથી સેન્સેક્સ શરૂઆતમાં જ 400 પોઇન્ટ વધી ઉપરમાં 78898 લેવલ સુધી પહોંચ્યો હતા. હાલ સેન્સેક્સ 200 પોઇન્ટની મજબૂતીમાં 78670 ઉપર ટ્રેડ કરી રહ્યો છે. એનએસઇ નિફ્ટી પાછલા બંધ 23727 સામે આજે 23775 ખુલ્યો છે. હાલ 80 પોઇન્ટની મજબૂતીમાં 23800 લેવલ આસપાસ ટ્રેડ કરી રહ્યો છે. બેંક નિફ્ટી 280 પોઇન્ટ વધ્યો છે જ્યારે નિફ્ટી આઈટી ઈન્ડેક્સ 80 પોઇન્ટ ડાઉન છે.



  • Dec 26, 2024 09:41 IST

    Today Live News : ગુજરાતમાં ઠંડીનો જોરદાર ચમકારો, નલિયામાં 8.5 ડિગ્રી

    ગુજરાતમાં અત્યારે કડકડતી ઠંડી પડી રહી છે ત્યારે રાજ્યમાં સરેરાશ 10 ડિગ્રીની આસપાસ લઘુતમ તાપમાન નોંધાયું છે. હવામાન વિભાગે આપેલા તાપમાનના આંકડા પ્રમાણે બુધવારના દિવસે ગુજરાતમાં 8.5 ડિગ્રીથી લઈને 17 ડિગ્રી વચ્ચે લઘુતમ તાપમાન નોંધાયું હતું. જેમાં 8.5 ડિગ્રી લઘુતમ તાપમાન સાથે નલિયા ગુજરાતનું સૌથી ઠંડુ શહેર રહ્યું હતું. જ્યારે ઓખામાં 17 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. કેશોદમાં 9.4 ડિગ્રી, અમરેલીમાં9.7 ડિગ્રી, રાજકોટમાં 9.8 ડિગ્રી, ડીસામાં 13.5 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.



  • Dec 26, 2024 09:41 IST

    Today Live News : પાકિસ્તાનના હવાઈ હુમલાનો જવાબ આપવા માટે તાલિબાન તૈયાર

    અફઘાનિસ્તાનમાં પાકિસ્તાની એરફોર્સ દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલાને લઈને તાલિબાન ગુસ્સે છે. અફઘાનિસ્તાન સરકારે પુષ્ટિ કરી છે કે આ હવાઈ હુમલામાં 46 લોકોના મોત થયા છે. તાલિબાન સરકારે પહેલા જ કહ્યું હતું કે તે આ હુમલાનો જવાબ આપશે અને હવે તેની તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે. તાલિબાને પાકિસ્તાન સરહદ પાસે ખતરનાક ટેન્કો અને હથિયારો સાથે પોતાની સેના તૈનાત કરી છે. અફઘાનિસ્તાન પર હુમલાને લઈને પાકિસ્તાન તરફથી કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી. બીજી તરફ અફઘાનિસ્તાનની તાલિબાન સરકાર આક્રમક છે. અફઘાન સરકારના પ્રવક્તા હમદુલ્લાહ ફિતરતે કહ્યું હતું કે તેઓ ચોક્કસપણે આ હુમલાનો બદલો લેશે.



બ્રેકિંગ ન્યૂઝ ગુજરાત વિશ્વ દેશ