Gujarati News 26 January 2025: અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટનો બીજો દિવસ પણ હાઉસફૂલ, બુમરાહ પણ જોવા મળ્યો

India Gujarat Today Latest News in Gujarati, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 26 January 2025: અમદાવાદ મોટેરા સ્ટેડિયમમાં કોલ્ડપ્લે કોન્સર્ટનો આજે બીજો દિવસ છે. ભારતનો પ્રજાસત્તાક પર્વ હોવાના કારણે કોન્સર્ટમાં આવેલા અનેક મ્યુઝિક લવર્સ દેશભક્તિના રંગે રંગાયેલા જોવા મળ્યા હતા. ક્રિસ માર્ટીને આજના પર્ફોમન્સ દરમિયાન 'વંદે માતરમ' ગાઈને પ્રશંસકોના દિલ જીતી લીધા હતા

Written by Ajay Saroya
Updated : January 26, 2025 23:19 IST
Gujarati News 26 January 2025: અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટનો બીજો દિવસ પણ હાઉસફૂલ, બુમરાહ પણ જોવા મળ્યો
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટના બીજા દિવસે ભારતીય ક્રિકેટર જસપ્રીત બુમરાહ જોવા મળ્યો હતો (તસવીર - સોશિયલ મીડિયા)

Gujarat Latest News in Gujarati, Gujarati Samachar (ગુજરાતી સમાચાર) 26 January 2025 , આજના તાજા સમાચાર: અમદાવાદમાં આજે કોલ્ડપ્લે કોન્સર્ટનો બીજો દિવસ છે. મોટેરા સ્ટેડિયમમાં મોટી સંખ્યામાં પ્રશંસકો હાજર રહ્યા હતા. બીજા દિવસે પણ સ્ટેડિયમ હાઉલ ફુલ રહ્યું હતું. ભારતનો પ્રજાસત્તાક પર્વ હોવાના કારણે કોન્સર્ટમાં આવેલા અનેક મ્યુઝિક લવર્સ દેશભક્તિના રંગે રંગાયેલા જોવા મળ્યા હતા. ક્રિસ માર્ટીને આજના પર્ફોમન્સ દરમિયાન ‘વંદે માતરમ’ ગાઈને પ્રશંસકોના દિલ જીતી લીધા હતા.કોન્સર્ટના બીજા દિવસે ભારતીય ક્રિકેટર જસપ્રીત બુમરાહ જોવા મળ્યો હતો.

પ્રજાસત્તાક દિવસની દેશભરમાં ધામધૂમથી ઉજવણી

ભારતભરમાં 76માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી થઇ રહી છે. ભારત આજે પોતાનો 76મો ગણતંત્ર દિવસ મનાવી રહ્યું છે. જેને લઈને સમગ્ર દેશમાં ઉજવણીનો માહોલ છે. પીએમ નરેન્દ્રી મોદી, રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂ અને ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્તો આ સમારંભનો ભાગ બન્યા હતા.

પ્રજાસત્તાક દિવસની પરેડ સવારે 10.30 વાગ્યે શરૂ થઇ અને લગભગ 90 મિનિટ સુધી ચાલી હતી. સમારોહની શરૂઆતમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકની મુલાકાત સાથે કરી. અહીં તેઓ પુષ્પાંજલી અર્પિત કરીને શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. ત્યારબાદ પ્રધાનમંત્રી પરેડના સાક્ષી બનવા માટે કર્તવ્ય પથ પર સલામી આપતા મંચ પર હાજર રહ્યા હતા. . ગણતંત્ર દિવસની પરેડમાં ભારતીય સશસ્ત્ર દળો અને અર્ધલશ્કરી દળોની ટુકડીઓ સામેલ હશે. જેમાં કુલ 18 માર્ચિંગ યુનિટ, 15 બેન્ડ અને 31 ટેબ્લો સામેલ થયા હતા.

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો

બેંગ્લોરમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગે એ 76માં પ્રજાસત્તાક દિવસ પર કોંગ્રેસ કાર્યાલયમાં રાષ્ટ્રીય ધ્વજ ફરકાવ્યો છે.આ દરમિયાન કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારામૈયા, ઉપમુખ્યમંત્રી ડી કે શિવકુમાર ઉપસ્થિત રહ્યા હતા.

Live Updates

ભારત અને ઇંગ્લેન્ડની ક્રિકેટ ટીમ રાજકોટ પહોંચી

ભારત અને ઇંગ્લેન્ડની ક્રિકેટ ટીમ રાજકોટની હોટલમાં પહોંચી. જ્યાં તેમનું પરંપરાગત ગરબા રમીને સ્વાગત કરવામાં આવ્યું હતું. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટી 20 રાજકોટમાં રમાશે.

આઈસીસી અધ્યક્ષ જય શાહ અયોધ્યા પહોંચ્યા

ગણતંત્ર દિવસ પર્વ પર અટારી-વાઘા બોર્ડર પર બીટિંગ રીટ્રીટ સમારોહનો નજારો

ગણતંત્ર દિવસ પર્વ પર પંજાબના અમૃતસરમાં અટારી-વાઘા બોર્ડર પર બીટિંગ રીટ્રીટ સમારોહનો નજારો આવો હતો.

અખિલેશ યાદવે પ્રયાગરાજમાં ત્રિવેણી સંગમમાં ડૂબકી લગાવી

પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભ મેળા દરમિયાન સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે ત્રિવેણી સંગમમાં ડૂબકી લગાવી.

અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટનો બીજો દિવસ, મોટેરા સ્ટેડિયમે દર્શકો ઉમટી પડ્યા

અમદાવાદમાં આજે કોલ્ડપ્લે કોન્સર્ટનો બીજો દિવસ છે. મોટેરા સ્ટેડિયમ પર દર્શકો પહોંચી રહ્યા છે. શનિવારે કોલ્ડપ્લે કોન્સર્ટના પ્રથમ દિવસ ચાહકોને જબરદસ્ત મજા કરાવ્યા બાદ આજે બીજા દિવસે પણ મોટી સંખ્યામાં દર્શકો કોન્સર્ટ જોવા આવશે. મોટેરા સ્ટેડિયમમાં સાંજે 5 વાગે કોન્સર્ટ ચાલુ થશે. મોટેરા સ્ટેડિયમ પહોંચવા માટે મેટ્રો ટ્રેનમાં પણ ભારે ભીડ જોવા મળી રહી છે.

બોલીવુડ એક્ટર આમીર ખાને સ્ટેચ્યુ ઓફ યુનિટ ખાતે પ્રજાસત્તાક દિવસ ઉજવ્યો

બોલીવુડ એક્ટર આમીર ખાને ગુજરાતમાં સ્ટેચ્યુ ઓફ યુનિટ ખાતે પ્રજાસત્તાક દિવસના કાર્યક્રમમાં સામેલ થયા હતા.

https://twitter.com/AHindinews/status/1883435050399941115

સુદાનના અલ ફશરમાં હોસ્પિટલ પર હુમલો, 70ના મોત; બળવાખોર RSF પર આરોપ

સુદાનના અલ ફશેર શહેરની એક હોસ્પિટલ પર થયેલા ભયાનક હુમલામાં ઓછામાં ઓછા 70 લોકોના મોત થયા છે અને 19 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબ્લ્યુએચઓ)ના મહાનિર્દેશક ટેડ્રોસ અધાનોમ ઘેબ્રેયેસસે જણાવ્યું હતું કે આ હુમલો સાઉદી ટીચિંગ મેટરનલ હોસ્પિટલ પર થયો હતો. તેણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર એક પોસ્ટ દ્વારા આ ઘટના વર્ણવી હતી. સુદાનના અલ ફશેર શહેરની એક હોસ્પિટલ પર થયેલા ભયાનક હુમલામાં ઓછામાં ઓછા 70 લોકોના મોત થયા છે અને 19 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબ્લ્યુએચઓ)ના મહાનિર્દેશક ટેડ્રોસ અધાનોમ ઘેબ્રેયેસસે જણાવ્યું હતું કે આ હુમલો સાઉદી ટીચિંગ મેટરનલ હોસ્પિટલ પર થયો હતો. તેણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર એક પોસ્ટ દ્વારા આ ઘટના વર્ણવી હતી.

કર્તવ્ય પથ પર ઈન્ડિયન એરફોર્સ દ્વારા આકાશમાં દિલધડક ફ્લાઇ પાસ્ટ પ્રદર્શન

પ્રજાસત્તાક દિવસની પરેડમાં ઈન્ડિયન એરફોર્સના જવાનોએ આકાશમાં દિલધડક પ્રદર્શન કર્યું હતું. વાયુસેનાના કમાન્ડરોએ કર્તવ્ય પથ પર ફ્લાઇ પાસ્ટ રજૂ કર્યુ હતું, જેમા 22 ફાઇટર પ્લેન, 11 પરિવહન વિમાન અને 7 હલીકોપ્ટર સહિત કૂલ 40 વિમાન સામેલ હતા.

https://twitter.com/AHindinews/status/1883407103781666959

કર્તવ્ય પથ પર ભારતીય સેનાની ભવ્ય પરેડ અને શક્તિ પ્રદર્શન

પ્રજાસત્તાક દિવસ નિમિત્ત દિલ્હીના કર્તવ્ય પથ પર ભારતીય સેના પરેડ કરી રહી છે. 76માં પ્રજાસત્તાક દિવસની પરેડમાં ભારતીય નેવીના ટેબ્લો સામેલ થયો છે. જે એક મજબૂત આત્મનિર્ભર નૈસેના દર્શાવે છે અને ભારતના દરિયાઇ હિતોની રક્ષા કરવા અને હજારો માઇલ સુધી ભારતની દરિયા શક્તિનું પ્રદર્શન કરવામાં સક્ષમ છે.

https://twitter.com/AHindinews/status/1883388774929105131

કર્તવ્ય પથ પર ઈન્ડોનેશિયાના સૈન્ય દળની માર્ચ

પ્રજાસત્તાક દિવસ પર દિલ્હીના કર્તવ્ય પથ પર ભવ્ય પરેડનું આયોજન કરવામાં આવ્યું છે. આ વખતે પ્રજાસત્તાક દિવસ કાર્યક્રમના મુખ્ય અતિથિ ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાંટો છે. ઈન્ડોનેશિયાની સૈન્ય અકાદમીના 190 સભ્યની બેન્ડ જેંડરંગ સુલિંગ કાંકા લોકાનંતા અને ઈન્ડોનેશિયાના રાષ્ટ્રીય સશસ્ત્ર બળ (ટીએનઆઈ)ની તમામ શાખાના 152 કર્મીઓએ યુક્ત માર્ચ દળે 76માં પ્રજાસત્તાક દિવસ કાર્યક્રમમાં કર્તવ્ય પથ પર માર્ચ કરી હતી.

https://twitter.com/AHindinews/status/1883385870608445627

રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂ એ રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો, કર્તવ્ય પથ પર પરેડ શરૂ

પ્રજાસત્તાક દિવસ પર ભારતના રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂ એ રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો છે. ત્યારબાદ રાષ્ટ્રગાન થયું અને 21 તોપની સલામી આપવામાં આવી છે. પ્રજાસત્તાક દિવસ 2025ની ઉજવણીના મુખ્ય અતિથિ ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાંટો બગ્ગી છે.

https://twitter.com/AHindinews/status/1883380935619698927

રાષ્ટ્રપતિ મુર્મૂ અને ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાંટો કર્તવ્ય પથ જવા રવાના

પ્રજાસત્તાક દિવસની ઉજવણી માટે ભારતના રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂ અને ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાંટો બગ્ગીમાં બેસી કર્તવ્ય પથ જવા રવાના થયા છે. પ્રજાસત્તાક દિવસ 2025ની ઉજવણીના મુખ્ય અતિથિ ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાંટો બગ્ગી છે.

પ્રજાસત્તાક દિવસે પર ભારતીય સેના એ ઉરીમાં ત્રિરંગો ફરકરાવ્યો

પ્રજાસત્તાક દિવસ નિમિત્તે ભારતીય સેનાએ જમ્મુ કાશ્મિરના ઉરીમાં રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો છે.

https://twitter.com/AHindinews/status/1883362139337031871

શ્રીનગરના લાલ ચોકમાં ત્રિરંગા ફરકાવ્યો

દેશભરમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી થઇ રહી છે. 76માં પ્રજાસત્તાક દિવસ પર એક પ્રવાસી અરુણ કુમારે પોતાના શરીરને ત્રિરંગાના કલરમાં પેઇન્ટ કરાવી શ્રીનગરના લાલ ચોકમાં ત્રિરંગા ફરકાવ્યો છે. તેમણે કહ્યું કે, હું 2022થી આવી રહ્યો છું અને મને અહીં બહુ પ્રેમ મળે છે. માહોલ બહુ સારો છે. જમ્મુ કાશ્મીર વિકાસ તરફ જઇ રહ્યું છે. હું લોકોને જમ્મુ કાશ્મીર આવવા અપીલ કરુ છું.

https://twitter.com/AHindinews/status/1883350432954945887

પીએમ મોદીએ પ્રજાસત્તાક દિવસની શુભકામના પાઠવી

પીએમ નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને પ્રજાસત્તાક દિવસની શુભકામના પાઠવી છે. આજે આપણે આપણા ગૌરવશાળી ગણતંત્રની 75મી વર્ષગાંઠ ઉજવી રહ્યા છીએ. આ અવસર પર આપણે એ તમામ મહાન વિભૂતિયોને નમન કરીયે છીએ, જેમણે આપણું બંધારણ બનાવી તે સુનિશ્ચિત કર્યું કે, આપણી વિકાસ યાત્રા, લોકતંત્ર, ગરિમા અને એકતા પર આધારિત હોય. આ રાષ્ટ્રીય ઉત્સવ આપણા બંધારણના મૂલ્યોની રક્ષા કરવાની સાતે જ એક સશક્ત અને સમૃદ્ધ ભારત બનાવવાની દિશામાં આપણા પ્રયાસોને વધુ મજબૂત કરે, આ ઇચ્છા છે.

https://twitter.com/narendramodi/status/1883335378972680676

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો

બેંગ્લોરમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગે એ 76માં પ્રજાસત્તાક દિવસ પર કોંગ્રેસ કાર્યાલયમાં રાષ્ટ્રીય ધ્વજ ફરકાવ્યો છે.આ દરમિયાન કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારામૈયા, ઉપમુખ્યમંત્રી ડી કે શિવકુમાર ઉપસ્થિત રહ્યા હતા.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ