/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/03/shashank-bhargav.jpg)
મધ્યપ્રદેશમાં કોંગ્રેસના ધારાસભ્ય શશાંક ભાર્ગવ ભાજપમાં જોડાયા છે. (Photo- @ShashankINCVDS)
Gujarat Latest News in Gujarati, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 26 March 2024 Highlights, આજના તાજા સમાચાર: આજે 26 માર્ચ 2024, મંગળવારના દિવસની મહત્વની ઘટનાઓની વાત કરીએ તો દિલ્હીની દારૂની નીતિના મુદ્દા સાથે સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં કોર્ટે આરોપી કે.કવિતાને 9 એપ્રિલ સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલી છે. EDએ કવિતાની જામીન અરજી પર તેનો જવાબ દાખલ કરવા માટે કોર્ટ પાસે સમય માંગ્યો હતો, જ્યારે કવિતાના વકીલે કહ્યું હતું કે જ્યાં સુધી ED નિયમિત જામીન અરજી પર જવાબ દાખલ કરવા માટે સમય માંગે છે ત્યાં સુધી કવિતાને વચગાળાના જામીન આપવામાં આવે. કે કવિતાએ તેના પુત્રની બોર્ડની પરીક્ષાને ટાંકીને વચગાળાના જામીન પણ માંગ્યા હતા. રાઉઝ એવન્યુ કોર્ટ હવે 1 એપ્રિલે કે કવિતાના વચગાળાના જામીન પર સુનાવણી કરશે.
પૂર્વ સીએમ બેઅંત સિંહના પૌત્ર અને સાંસદ રવનીત સિંહ બિટ્ટુ ભાજપમાં સામેલ થયા
પૂર્વ સીએમ બેઅંત સિંહના પૌત્ર અને સાંસદ રવનીત સિંહ બિટ્ટુ ભાજપમાં સામેલ થયા છે. બીજેપીમાં સામેલ થવા પર રવનીત સિંહ બિટ્ટુએ કહ્યું કે જ્યારે પણ મેં વડાપ્રધાન અથવા ગૃહમંત્રી સાથે પંજાબ વિશે વાત કરી છે, ત્યારે તેઓએ હંમેશા તેને હકારાત્મક રીતે લીધો છે. અમે પંજાબને આગળ લઈ જવા માંગીએ છીએ. જ્યારે દેશ આગળ વધી રહ્યા છે તો પંજાબ શા માટે પાછળ રહે?
ગુજરાત : ભાજપે પાંચ વિધાનસભા પેટા ચૂંટણી માટે ઉમેદવારના નામ જાહેર કર્યા
ગુજરાતમાં પાંચ વિધાનસભા ચૂંટણી માટે ભાજપે ઉમેદવારના નામ જાહેર કર્યા છે, જેમાં વિજાપુરથી સીજે ચાવડા, પોરબંદરથી અર્જુન મોઢવાડિયા, માણાવદરથી અરવિંદ લડાણી, ખંભાતથી ચિરાગ પટેલ અને વાઘોડિયાથી ધર્મેન્દ્ર વાઘેલાને મેદાનમાં ઉતારશે.
રાજકોટ હાઇવે પર એમ્બ્યુલન્સ અકસ્માતમાં ત્રણના મોત
અમદાવાદ - રાજકોટ હાઈવે પર છાસવારે ગમખ્વાર અકસ્માત થતાં રહે છે ત્યારે સોમવારે મોડી રાત્રે ચોટીલા નજીક દર્દીને લઈ જતી એમ્બ્યુલન્સ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા એમ્બ્યુલન્સ ડ્રાઇવર સહિત ત્રણ લોકોના મોત નીપજ્યા હોવાના સમાચાર મળી રહ્યા છે. મળતી માહિતી પ્રમાણે એમ્બ્યુલન્સમાં દર્દી સાથે તેમની બહેન અને નાની દીકરી હતી. આ અકસ્માતમાં એમ્બ્યુલન્સ ડ્રાઇવરનું પણ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. એમ્બ્યુલન્સ ચોટીલાથી રાજકોટ જતી હતી ત્યારે આપાગીગાના ઓટલા નજીક ટ્રક સાથે અકસ્માત થયો હતો.
જેલમાં બંધ માફિયા મુખ્તાર અંસારીની તબિયત બગડી, ICUમાં દાખલ
ઉત્તર પ્રદેશની બાંદા જેલમાં બંધ માફિયા ડોન મુખ્તાર અંસારીની તબિયત લથડી છે. મુખ્તાર અંસારીને તાકીદે બાંદા મેડિકલ કોલેજમાં ખસેડવામાં આવ્યા છે. તેમની તબિયત એટલી ખરાબ છે કે તેમને ICUમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસ પ્રશાસને મેડિકલ કોલેજના ICU ઝોનને છાવણીમાં ફેરવી દીધું છે. અધિકારીઓએ મૌન જાળવ્યું છે. મુખ્તારના સ્વાસ્થ્યને લઈને હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન બહાર આવ્યું નથી.
ગુજરાતમાં આકરી ગરમી પડશે
ગુજરાતમાં ધીમે ધીમે ગરમીનું પ્રમાણ વધતું જાય છે ત્યારે હોળી પછી ચામડી દઝાડી દે એવી ગરમી પડવાની શરુઆત થઈ ગઈ છે. આગામી દિવસોમાં હજી પણ વધારે આકરી ગરમી પડવાના એંધાણ હવામાન વિભાગે આપી દીધા છે. ગુજરાત સહિત દેશ વિદેશના સમાચાર વાંચવા માટે વાંચતા રહો આજના તાજા સમાચાર.
- Mar 26, 2024 23:22 IST
સોનમ વાંગચુકની 21 દિવસ બાદ ભૂખ હડતાળ સમાપ્ત
સોનમ વાંગચુકે 21 દિવસ બાદ ભૂખ હડતાળ સમાપ્ત કરી છે. તેમણે કહ્યું કે, લડાઇ આગળ પણ ચાલુ રહેશે. હકીકતમાં લદ્દાખને પૂર્ણ રાજ્યનો દરજ્જો અપાવવામાં માટે સોનમ વાંગચુક ભૂખ હડતાળ કરી રહ્યા છે.
- Mar 26, 2024 22:19 IST
સિક્કમ વિધાનસભા ચૂંટણી માટે ભાજપે 9 ઉમેદવારના નામ જાહેર કર્યા
ભાજપે સિક્કિમ વિધાનસભા ચૂંટણી માટે 9 ઉમેદવારની યાદી જાહેર કરી છે.
भाजपा ने सिक्किम विधानसभा चुनाव के लिए 9 उम्मीदवारों की तीसरी सूची जारी की। pic.twitter.com/WrhkhP91c0
— ANI_HindiNews (@AHindinews) March 26, 2024
- Mar 26, 2024 21:07 IST
મધ્યપ્રદેશમાં કોંગ્રેસ ધારાસભ્ય શશાંક ભાર્ગવ અને અન્ય નેતા ભાજપમાં જોડાયા
મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ, પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાન અને રાજ્ય ભાજપ પ્રમુખ વીડી વર્માની હાજરીમાં પૂર્વ કોંગ્રેસ ધારાસભ્ય શશાંક ભાર્ગવ અને અન્ય નેતા ભાજપમાં જોડાયા છે.
#WATCH भोपाल: मध्य प्रदेश के मुख्यमंत्री मोहन यादव, पूर्व मुख्यमंत्री शिवराज सिंह चौहान और राज्य भाजपा प्रमुख वी.डी. शर्मा की उपस्थिति में पूर्व कांग्रेस विधायक शशांक भार्गव और अन्य नेता आज भाजपा में शामिल हो गए। pic.twitter.com/KzJLUNQbmO
— ANI_HindiNews (@AHindinews) March 26, 2024
- Mar 26, 2024 21:04 IST
કોંગ્રેસ દ્વારા લોકસભા ચૂંટણી માટે ઉમેદવારની સાતમી યાદી જાહેર
કોંગ્રેસે લોકસભા ચૂંટણી 2024 માટે ઉમેદવારોની સાતમી યાદી જાહેર કરી છે. આ યાદીમાં છત્તીસગઢના 4 અને તમિલનાડુના 1 ઉમેદવારનું નામ જાહેર કર્યું છે.
कांग्रेस ने आगामी लोकसभा चुनाव के लिए उम्मीदवारों की सातवीं सूची जारी की। pic.twitter.com/iCEcd0Dk3J
— ANI_HindiNews (@AHindinews) March 26, 2024
- Mar 26, 2024 20:22 IST
ઉત્તરપ્રદેશઃ ગેંગસ્ટર કમ નેતા મુખ્તાર અંસારી ફરી જેલમાં
ઉત્તરપ્રદેશના ગેંગસ્ટરમાંથી નેતા બનેલા મુખ્તાર અંસારીને મેડિકલ કોલેજમાંથી જેલમાં પરત મોકલવામાં આવ્યા.
#WATCH बांदा, उत्तर प्रदेश: गैंगस्टर से नेता बने मुख्तार अंसारी को मेडिकल कॉलेज से जेल में स्थानांतरित किया गया। pic.twitter.com/Bzj07mH1Fk
— ANI_HindiNews (@AHindinews) March 26, 2024
- Mar 26, 2024 18:17 IST
પૂર્વ સીએમ બેઅંત સિંહના પૌત્ર અને સાંસદ રવનીત સિંહ બિટ્ટુ ભાજપમાં સામેલ થયા
પૂર્વ સીએમ બેઅંત સિંહના પૌત્ર અને સાંસદ રવનીત સિંહ બિટ્ટુ ભાજપમાં સામેલ થયા છે. બીજેપીમાં સામેલ થવા પર રવનીત સિંહ બિટ્ટુએ કહ્યું કે જ્યારે પણ મેં વડાપ્રધાન અથવા ગૃહમંત્રી સાથે પંજાબ વિશે વાત કરી છે, ત્યારે તેઓએ હંમેશા તેને હકારાત્મક રીતે લીધો છે. અમે પંજાબને આગળ લઈ જવા માંગીએ છીએ. જ્યારે દેશ આગળ વધી રહ્યા છે તો પંજાબ શા માટે પાછળ રહે?
#WATCH दिल्ली: भाजपा में शामिल होने पर रवनीत सिंह बिट्टू ने कहा, "मैंने जब भी प्रधानमंत्री या गृह मंत्री से पंजाब को लेकर कोई बात की है तो उन्होंने हमेशा उसे सकारात्मक तरीके से लिया है... हम पंजाब को आगे लेकर जाना चाहते हैं... जब देश आगे बढ़ रहा है तो पंजाब क्यों पीछे रहे?..." pic.twitter.com/rJc4hrn8Ud
— ANI_HindiNews (@AHindinews) March 26, 2024
- Mar 26, 2024 17:27 IST
સીએમ યોગી આદિત્યનાથે ગોરખનાથ મંદિરમાં હોળી મિલન સમારોહમાં હાજરી આપી
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગોરખનાથ મંદિરમાં હોળી મિલન સમારોહમાં હાજરી આપી.
#WATCH गोरखपुर: उत्तर प्रदेश के मुख्यमंत्री योगी आदित्यनाथ गोरखनाथ मंदिर में होली मिलन समारोह में शामिल हुए। pic.twitter.com/lgdrCVTpqq
— ANI_HindiNews (@AHindinews) March 26, 2024
- Mar 26, 2024 16:54 IST
પાકિસ્તાનમાં ચીનના નાગરિકો પર આત્મઘાતી હુમલો, 6 ના મોત
suicide bomb attack in Pakistan : પાકિસ્તાનમાં ચીની નાગરિકો પર આત્મઘાતી હુમલો થયો છે. અત્યાર સુધીમાં 6 લોકોના મોત થયા છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ હુમલો ચીની નાગરિકોથી ભરેલા એક વાહન પર કરવામાં આવ્યો હતો, જેમાં 6 લોકોના મોત થયા છે. ખાસ વાત એ છે કે સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત હતી, પરંતુ તેમ છતાં વિસ્ફોટકોથી ભરેલા એક અજાણ્યા વાહને ચીની નાગરિકોના વાહનને ટક્કર મારી હતી અને વિસ્ફોટ થયો હતો.
- Mar 26, 2024 16:22 IST
લોકસભા ચૂંટણી માટે ભાજપે વધુ 3 નામો જાહેર કર્યા
भाजपा ने आगामी लोकसभा चुनाव 2024 के लिए उम्मीदवारों की छठी सूची जारी की। pic.twitter.com/0atwcT4l4W
— ANI_HindiNews (@AHindinews) March 26, 2024
- Mar 26, 2024 15:10 IST
ગુજરાત : ભાજપે પાંચ વિધાનસભા પેટા ચૂંટણી માટે ઉમેદવારના નામ જાહેર કર્યા
ગુજરાતમાં પાંચ વિધાનસભા ચૂંટણી માટે ભાજપે ઉમેદવારના નામ જાહેર કર્યા છે, જેમાં વિજાપુરથી સીજે ચાવડા, પોરબંદરથી અર્જુન મોઢવાડિયા, માણાવદરથી અરવિંદ લડાણી, ખંભાતથી ચિરાગ પટેલ અને વાઘોડિયાથી ધર્મેન્દ્ર વાઘેલાને મેદાનમાં ઉતારશે.
- Mar 26, 2024 14:13 IST
દિલ્હી લિકર પોલિસી કેસમાં કોર્ટે કે કવિતાને 9 એપ્રિલ સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલી
દિલ્હીની દારૂની નીતિના મુદ્દા સાથે સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં કોર્ટે આરોપી કે.કવિતાને 9 એપ્રિલ સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલી છે.
- Mar 26, 2024 12:24 IST
પંજાબમાં ભાજપ એકલા હાથે ચૂંટણી લડશે
પંજાબમાં ભાજપ એકલા હાથે લોકસભા ચૂંટણી લડશે. પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સુનીલ જાખરે આ જાહેરાત કરી છે.
- Mar 26, 2024 11:13 IST
પાકિસ્તાનના બીજા સૌથી મોટા એરબેઝ પર હુમલાની જવાબદારી બલૂચિસ્તાન લિબરેશન આર્મીએ લીધી
પાકિસ્તાનના બીજા સૌથી મોટા એરબેઝ પર હુમલો કરવામાં આવ્યો છે. એરબેઝ PNS સિદ્દીકીને મંગળવારે સવારે બોમ્બમારો અને ફાયરિંગ કરવામાં આવ્યું હતું. બલૂચિસ્તાન લિબરેશન આર્મી (BLA) એ આ હુમલાની જવાબદારી લીધી છે.
- Mar 26, 2024 10:09 IST
આમ આદમી પાર્ટી આજે PMના નિવાસસ્થાને ઘેરાવશે
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની ગુરુવારે મોડી સાંજે EDની ટીમે ધરપકડ કરી હતી. આ પછી આમ આદમી પાર્ટીએ વિરોધ ઉગ્ર બનાવ્યો છે. AAPએ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સત્તાવાર નિવાસસ્થાનનો ઘેરાવ કરીને વિરોધ પ્રદર્શનનું આહ્વાન કર્યું છે.
- Mar 26, 2024 09:35 IST
અમદાવાદ-રાજકોટ હાઇવે પર એમ્બ્યુલન્સ સાથે અકસ્માત
અમદાવાદ- રાજકોટ હાઈવે પર ચોટીલા નજીક એક એમ્બ્યુલન્સનો ગમખ્વાર અકસ્માત થતાં ત્રણના મોત નીપજ્યા હતા.
- Mar 26, 2024 08:43 IST
જેલમાં બંધ માફિયા મુખ્તાર અંસારીની તબિયત બગડી
યુપીની બાંદા જેલમાં બંધ માફિયા ડોન મુખ્તાર અંસારીની તબિયત લથડી છે. મુખ્તાર અંસારીને તાકીદે બાંદા મેડિકલ કોલેજમાં ખસેડવામાં આવ્યા છે.
- Mar 26, 2024 08:37 IST
આજે IPL 2024ની 7 મી મેચ ગુજરાત અને ચેન્નાઈ વચ્ચે
આજે IPL 2024ની 7 મી મેચ એમએ ચિદંબરમ સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સ વચ્ચે રમાનારી છે. બંને ટીમોએ પોતાની પહેલી મેચમાં જીત મેળવી છે.
- Mar 26, 2024 08:09 IST
ગુજરાતમાં આકરી ગરમી પડશે
ગુજરાતમાં આગામી દિવસોમાં હજી પણ વધારે આકરી ગરમી પડવાના એંધાણ હવામાન વિભાગે આપી દીધા છે.
- Mar 26, 2024 08:04 IST
26 માર્ચ 2024, મંગળવાર તમારા માટે કેવો રહેશે?
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/03/tuesday-horoscope-1.jpg)
આજનો 26 માર્ચ 2024નો મંગળવારનો દિવસ તમારા માટે કેવો રહેશે. અહીં ક્લિક કરીને વાંચો તમારું દૈનિક રાશિફળ


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us