Gujarati News 26 November 2024 : મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું - ઇવીએમની જરૂર નથી, અમે બેલેટ પેપરથી વોટિંગ ઇચ્છીએ છીએ

India Gujarat Today Latest News in Gujarati, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 26 November 2024: કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ફરી એકવાર ઈવીએમ હટાવવાની માંગ કરી છે. કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે ઈવીએમના કારણે ચૂંટણીમાં ગડબડી થઈ રહી છે

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
mallikarjun kharge, congress

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે (Express Photo)

Gujarat Latest News in Gujarati, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 26 November 2024, આજના તાજા સમાચાર: કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ફરી એકવાર ઈવીએમ હટાવવાની માંગ કરી છે. કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે ઈવીએમના કારણે ચૂંટણીમાં ગડબડી થઈ રહી છે. તેમણે કહ્યું કે એસસી, એસટી, ઓબીસી અને ગરીબ સમુદાયોના વોટ બર્બાદ થઇ રહ્યા છે. આપણે ઈવીએમ સાઈડમાં રાખવા પડશે. આપણે ઈવીએમની જરૂર નથી. અમે બેલેટ પેપરથી વોટિંગ ઇચ્છીએ છીએ. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં સંવિધાન દિવસના કાર્યક્રમમાં આ વાત કહી હતી.

Advertisment

ખ્યાતિ હોસ્પિટલ કાંડ કેસના પાંચ આરોપીની ધરપકડ

ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં બે લોકોનો ભોગ લેવાના કેસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે હોસ્પિટલના પાંચ આરોપીઓની ધરપકડ કરી છે. ક્રાઈમ બ્રાન્ચે પંકીલ પટેલ, પ્રદીપ ભટ્ટ, ચિરાગ રાજપુત, રાહુલ જૈન અને મિલન્દ પટેલની ધરપકડ કરીને એક સાથે જ પૂછપરછ કરવામાં આવી છે. પોલીસ હવે પાંચે આરોપીઓના રિમાન્ડની માંગ કરશે.

એકનાથ શિંદેએ રાજ્યપાલને આપ્યું રાજીનામું

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ મુંબઈ રાજભવનમાં રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણનને મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપ્યું છે. આ દરમિયાન ડેપ્યુટી સીએમ અજીત પવાર અને દેવેન્દ્ર ફડણવીસ હાજર રહ્યા હતા. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ભાજપ, શિવસેવા અને એનસીપી મળીને મહાયુતિ ગઠબંધનનો વિજય થોય હતો. જોકે, હજી સુધી મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રીનું નામ જાહેર થયું નથી.

એક મુખ્યમંત્રી અને બે નાયબ મુખ્યમંત્રની ફોર્મુલા નક્કી

મીડિયા રીપોર્ટ પ્રમાણએ મુખ્ચમંત્રી પદ માટે દેવેન્દ્ર ફડણવીસનું નામ ફાઈનલ થયું છે. એક મુખ્યમંત્રી અને બે નાયબ મુખ્યમંત્રની ફોર્મુલા નક્કી છે. એટલું જ નહીં સાથી પર્ટીઓમાંથી 6-7 ધારાસભ્યો પર એક મંત્રીની પણ ફોર્મુલા નક્કી કરવામાં આવી છે. હવે એવી પણ અટકળો ચાલી રહી છે કે એકનાથ શિંદે બીજા કોઈને ડેપ્યુટી સીએમ બનાવી શકે છે. તેઓ આ પદ ઉપર નહીં બેશે.

Advertisment

રાજકોટ હાઈવે પર પીકઅપ વાન અકસ્માતમાં ચારના મોત, 15 ઈજાગ્રસ્ત

રાજકોટ હાઈવે ઉપર સોમવારે મોડી રાત્રે પીકઅપ વાનનો ગમખ્વાર અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં સોમનાથ જઈ રહેલા પરિવારના ચાર દેરાણી જેઠાણીના મોત નીપજ્યા હતા. જ્યારે અન્ય 15 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

  • Nov 26, 2024 21:27 IST

    Today News Live Updates : કેજરીવાલ હેમંત સોરેનના શપથ ગ્રહણ સમારોહ સામેલ થશે

    AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે કહ્યું કે હું હેમંત સોરેન અને કલ્પના સોરેનને (ઝારખંડમાં) શાનદાર ચૂંટણી લડવા અને જીતવા બદલ અભિનંદન આપવા માંગુ છું. તેમણે જે રીતે ચૂંટણી લડી તે અમારા બધા માટે પ્રેરણાદાયી છે. પરમ દિવસે (28 નવેમ્બર) તેમનો શપથ ગ્રહણ સમારોહ છે અને અમે બધા તેમાં જઈશું.

  • Nov 26, 2024 19:46 IST

    Today News Live Updates : જમ્મુ કાશ્મીરમાં પણ બાબા સાહેબનું બંધારણ સંપૂર્ણ રીતે લાગુ થઈ ગયું છે - પીએમ મોદી

    બંધારણ દિવસ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આપણું બંધારણ, આપણા વર્તમાન અને આપણા ભવિષ્યનું માર્ગદર્શક છે. છેલ્લા 75 વર્ષમાં દેશ સામે જે પણ પડકારો આવ્યા છે, તે દરેક પડકારને ઉકેલવા માટે આપણા બંધારણે સાચો રસ્તો બતાવ્યો છે. બંધારણમાંથી મળેલી સત્તાને કારણે જ આજે જમ્મુ કાશ્મીરમાં પણ બાબા સાહેબનું બંધારણ સંપૂર્ણ રીતે લાગુ થઈ ગયું છે.

  • Nov 26, 2024 18:41 IST

    Today News Live Updates : મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું - ઇવીએમની જરૂર નથી, અમે બેલેટ પેપરથી વોટિંગ ઇચ્છીએ છીએ

    કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ફરી એકવાર ઈવીએમ હટાવવાની માંગ કરી છે. કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે ઈવીએમના કારણે ચૂંટણીમાં ગડબડી થઈ રહી છે. તેમણે કહ્યું કે એસસી, એસટી, ઓબીસી અને ગરીબ સમુદાયોના વોટ બર્બાદ થઇ રહ્યા છે. આપણે ઈવીએમ સાઈડમાં રાખવા પડશે. આપણે ઈવીએમની જરૂર નથી. અમે બેલેટ પેપરથી વોટિંગ ઇચ્છીએ છીએ. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં સંવિધાન દિવસના કાર્યક્રમમાં આ વાત કહી હતી.

  • Nov 26, 2024 13:22 IST

    today News Live Updates : ખ્યાતિ હોસ્પિટલ કાંડ કેસના પાંચ આરોપીની ધરપકડ, પૂછપરછ શરુ કરાઈ

    ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં બે લોકોનો ભોગ લેવાના કેસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે હોસ્પિટલના પાંચ આરોપીઓની ધરપકડ કરી છે. ક્રાઈમ બ્રાન્ચે પંકીલ પટેલ, પ્રદીપ ભટ્ટ, ચિરાગ રાજપુત, રાહુલ જૈન અને મિલન્દ પટેલની ધરપકડ કરીને એક સાથે જ પૂછપરછ કરવામાં આવી છે. પોલીસ હવે પાંચે આરોપીઓના રિમાન્ડની માંગ કરશે.

  • Nov 26, 2024 12:16 IST

    today News Live Updates : રેપર બાદશાહની ચંદીગઢ નાઇટ ક્લબની બહાર બે બ્લાસ્ટ

    ચંદીગઢના સેક્ટર 26માં એક નાઈટ ક્લબ પાસે મંગળવારે વહેલી સવારે બે બ્લાસ્ટ થયા હતા. કહેવામાં આવી રહ્યું છે કે આ ક્લબ પ્રખ્યાત રેપર બાદશાહની છે. વિસ્ફોટથી નાઈટક્લબના આગળના ભાગને વ્યાપક નુકસાન થયું હતું, પરંતુ કોઈને ઈજા થઈ ન હતી. પોલીસ અને ફોરેન્સિક ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. કેસની તપાસ ચાલી રહી છે.

    દે'ઓરા અલેહાઉસ અને કિચન રેસ્ટોરન્ટના કર્મચારી પુરણે ન્યૂઝ એજન્સી ANIને જણાવ્યું કે અમે જોરદાર ધડાકો સાંભળીને બહાર આવ્યા. દરવાજાનો કાચ તૂટી ગયો હતો, જે બાદ અમે પોલીસમાં ફરિયાદ કરી હતી. જ્યારે બ્લાસ્ટ થયો ત્યારે રેસ્ટોરન્ટમાં 7-8 કર્મચારીઓ હતા. કોઈને ઈજા થઈ ન હતી. સીસીટીવી કામ કરતા નથી. આ ઘટના સવારે 3.15 વાગ્યે બની, જ્યારે રેસ્ટોરન્ટ બંધ હતી.

  • Nov 26, 2024 11:58 IST

    today News Live Updates : એકનાથ શિંદેએ રાજ્યપાલને આપ્યું રાજીનામું

    મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ મુંબઈ રાજભવનમાં રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણનને મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપ્યું છે. આ દરમિયાન ડેપ્યુટી સીએમ અજીત પવાર અને દેવેન્દ્ર ફડણવીસ હાજર રહ્યા હતા. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ભાજપ, શિવસેવા અને એનસીપી મળીને મહાયુતિ ગઠબંધનનો વિજય થોય હતો. જોકે, હજી સુધી મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રીનું નામ જાહેર થયું નથી.

  • Nov 26, 2024 09:58 IST

    today News Live Updates : સેન્સેક્સ 300 પોઇન્ટ ઉછાળે ખુલ્યા, આઈટી શેરમાં તેજી

    શેરબજાર સેન્સેક્સ નિફ્ટી મંગળારે વધીને ખુલ્યા હતા. મંગળવારે સેન્સેક્સ 300 વધીને 80415 ખુલ્યા હતા. સોમવારે સેન્સેક્સ 80109 બંધ થયો હતો. એનએસઇ નિફ્ટી પાછલા બંધ 24221 ઉંચા ગેપમાં આજે 24343 ખુલ્યો હતો. આજે આઈટી અને બેંક શેરમાં તેજીનો માહોલ હતો.નિફ્ટી આઈટી ઈન્ડેક્સ 500 પોઇન્ટથી વધુ ઉછળ્યો છે. બેંક નિફ્ટી 90 પોઇન્ટના વધારે ટ્રેડ કરી રહ્યા છે.

  • Nov 26, 2024 09:53 IST

    today News Live Updates : રાજકોટ હાઈવે પર પીકઅપ વાન અકસ્માતમાં ચારના મોત

    રાજકોટ હાઈવે ઉપર સોમવારે મોડી રાત્રે પીકઅપ વાનનો ગમખ્વાર અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં સોમનાથ જઈ રહેલા પરિવારના ચાર દેરાણી જેઠાણીના મોત નીપજ્યા હતા. જ્યારે અન્ય 15 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

  • Nov 26, 2024 09:29 IST

    today News Live Updates : મહારાષ્ટ્રમાં એક મુખ્યમંત્રી અને બે નાયબ મુખ્યમંત્રની ફોર્મુલા નક્કી

    મીડિયા રીપોર્ટ પ્રમાણએ મુખ્ચમંત્રી પદ માટે દેવેન્દ્ર ફડણવીસનું નામ ફાઈનલ થયું છે. એક મુખ્યમંત્રી અને બે નાયબ મુખ્યમંત્રની ફોર્મુલા નક્કી છે. એટલું જ નહીં સાથી પર્ટીઓમાંથી 6-7 ધારાસભ્યો પર એક મંત્રીની પણ ફોર્મુલા નક્કી કરવામાં આવી છે. હવે એવી પણ અટકળો ચાલી રહી છે કે એકનાથ શિંદે બીજા કોઈને ડેપ્યુટી સીએમ બનાવી શકે છે. તેઓ આ પદ ઉપર નહીં બેશે.

  • Nov 26, 2024 09:28 IST

    today News Live Updates : દેવેન્દ્ર ફડણવીસની અમિત શાહ સાથે મુલાકાત

    આજે મહારાષ્ટ્ર વિધાનસભાનો કાર્યકાળ સમાપ્ત થઈ રહ્યો છે. સાંજ સુધીમા સરકારની રચના કરવી ખુબ જ મહત્વની છે. જો આવું નહીં થાય તો રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ પાડવામાં આવશે. દેવેન્દ્ર ફડણવીસ સોમવારે સાંજે દિલ્હી ગયા છે. તેઓ અમિત શાહ સાથે આજે મુલાકાત કરશે. આજે મંગળવારે મુખ્યમંત્રીની જાહેરાત થવાની શક્યતા છે.

બ્રેકિંગ ન્યૂઝ ગુજરાત વિશ્વ દેશ