Gujarati News 26 September 2024 Highlights : બિલ્કિસ બાનો કેસમાં સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારની અરજીની ફગાવી

India Gujarat Today Latest News in Gujarati, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 26 September 2024: ગુજરાત સરકારે 8 જાન્યુઆરીના સુપ્રીમ કોર્ટના આદેશમાં રાજ્ય વિરુદ્ધની કેટલાક ટિપ્પણીઓ સામે ટોચની અદાલતમાં અરજી કરી હતી

India Gujarat Today Latest News in Gujarati, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 26 September 2024: ગુજરાત સરકારે 8 જાન્યુઆરીના સુપ્રીમ કોર્ટના આદેશમાં રાજ્ય વિરુદ્ધની કેટલાક ટિપ્પણીઓ સામે ટોચની અદાલતમાં અરજી કરી હતી

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
bilkis bano, bilkis bano case, બિલ્કિસ બાનો

બિલ્કિસ બાનો કેસમાં સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારની અરજીની ફગાવી દીધી (Express file photo by Anil Sharma)

Gujarat Latest News in Gujarati, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 26 September 2024, આજના તાજા સમાચાર: બિલ્કિસ બાનો કેસમાં સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારની તે અરજીની ફગાવી દીધી છે. જેમાં 2002ના રમખાણો દરમિયાન બિલ્કિસ બાનો પર બળાત્કાર કરવા અને તેના પરિવારના સાત સભ્યોની હત્યા કરવાના દોષિત 11 લોકોને આપવામાં આવેલી છૂટને રદ કરવાના તેમના અગાઉના ચુકાદાની સમીક્ષા કરવાની માંગ કરી હતી. ગુજરાત સરકારે 8 જાન્યુઆરીના સુપ્રીમ કોર્ટના આદેશમાં રાજ્ય વિરુદ્ધની કેટલાક ટિપ્પણીઓ સામે ટોચની અદાલતમાં અરજી કરી હતી.

Advertisment

જસ્ટિસ બીવી નાગરત્ના અને ઉજ્જલ ભુઇયાની ખંડપીઠે જણાવ્યું હતું કે સમીક્ષા અરજીઓ, જે આદેશને પડકારવામાં આવ્યા છે અને તેની સાથે જોડાયેલા દસ્તાવેજોનું ધ્યાનપૂર્વક અધ્યયન કર્યા પછી અમે એવા નિષ્કર્ષ પર આવ્યા છીએ કે રેકોર્ડમાં કોઇ ભૂલ કે સમીક્ષા અરજીઓમાં કોઈ એવો ગુણ નથી. જેના કારણે આદેશ પર પુનર્વિચારણા કરવામાં આવેઆપે છે. જેથી પુનર્વિચાર અરજી ફગાવી દેવામાં આવે છે.

બિહારમાં જિતિયા સ્નાન કરવામાં અલગ અલગ શહેરોમાં 50થી વધારે લોકો ડૂબ્યા, 40થી વધારે લોકોના મોત

બિહાર માટે બુધવારનો દિવસ ખુબ જ ખરાબ સાબિત થયો હતો. કારણ કે બિહારમાં જિત્યા વ્રતનું સ્નાન કરવા દરમિયાન સમગ્ર બિહારના અલગ અલગ શહેરોમાં 50 જેટલો લોકોનું ડૂબી ગયા હતા. જેમાંથી 40થી વધારે લોકોના મોત નીપજ્યા હતા. એકલા ઔરંગાબાદમાં જ તળાવમાં ન્હાતી વખતે 10 લોકોના મોત થયા હતા. આ સિવાય ચંપારણ, સારણ, સિવાન, પટના, રોહતાસ, અરવલ, કૈમુરમાં પણ અકસ્માતો થયા છે. બિહાર સરકારે આ અકસ્માતોની નોંધ લીધી છે અને તપાસના આદેશ આપ્યા છે. લોકોને સાવચેતી રાખવાની પણ સલાહ આપવામાં આવી છે.

Advertisment

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી ગુરુવારે હરિયાણામાં બે રેલીઓને સંબોધિત કરશે

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી ગુરુવારે હરિયાણામાં બે રેલીઓને સંબોધિત કરશે. 90 સભ્યોની હરિયાણા વિધાનસભા માટે 5 ઓક્ટોબરે મતદાન થશે અને પરિણામ 8 ઓક્ટોબરે આવશે. કેન્દ્રશાસિત પ્રદેશમાં ત્રીજા તબક્કાની ચૂંટણી માટે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ભાજપના પ્રચારનું નેતૃત્વ કરશે. શાહ પાંચ રેલીઓને સંબોધશે. તેઓ દિવસની શરૂઆત ચેનાનીમાં રેલી સાથે કરશે અને ઉધમપુરમાં સભાને સંબોધશે. ત્યાર બાદ તેઓ બાની અને જસરોટામાં રેલીઓને સંબોધિત કરશે અને મધ્યમાં એક જાહેર સભાને સંબોધીને દિવસનો અંત કરશે.

કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહ ઝારખંડના ધનબાદમાં જનસભાને સંબોધશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પુણેમાં અંડરગ્રાઉન્ડ મેટ્રોનું ઉદ્ઘાટન કરશે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડા ગુરુવારે ઓડિશા અને છત્તીસગઢના પ્રવાસે છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ગુરુવારે સિયાચીન બેઝ કેમ્પની મુલાકાત લેશે અને ત્યાં તૈનાત સૈનિકો સાથે વાતચીત કરશે. દિલ્હી વિધાનસભાનું બે દિવસીય સત્ર આજથી શરૂ થશે. સત્ર તોફાની બને તેવી શક્યતા છે, કારણ કે વિરોધ પક્ષના નેતા વિજેન્દર ગુપ્તાએ, અન્ય ભાજપના ધારાસભ્યો સાથે બુધવારે એક પ્રેસ કોન્ફરન્સમાં દાવો કર્યો હતો કે આગામી સત્રમાં ઘણા મુદ્દાઓ પર ધ્યાન આપવાની જરૂર છે.

  • Sep 26, 2024 23:46 IST

    Today News Live : મોદી સરકારે લઘુત્તમ મજૂરી દરોમાં વધારો કર્યો

    કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે કામદારોના વેતન દરને લઈને મોટો નિર્ણય લીધો છે. આ સિવાય સરકારે વેરિએબલ ડિયરનેસ એલાઉન્સ (વીડીએ)માં પણ વધારો કર્યો છે. વેતનના વધેલા દરો 1 ઓક્ટોબરથી લાગુ થશે. નોંધનીય છે કે કામદારોના લઘુતમ વેતન દરમાં સુધારો એપ્રિલ 2024માં થયો હતો. સરકારનું કહેવું છે કે આ નિર્ણય મોંઘવારીને પહોંચી વળવા માટે લેવામાં આવ્યો છે.

    કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા કરવામાં આવેલી જાહેરાત અનુસાર, કેન્દ્રએ કામદારો - ખાસ કરીને અસંગઠિત ક્ષેત્રના લોકો માટે વેરિએબલ ડિયરનેસ એલાઉન્સ (વીડીએ) માં સુધારો કરીને લઘુત્તમ વેતનમાં વધારો કરવાની જાહેરાત કરી છે. નોંધનીય છે કે સરકાર વર્ષમાં બે વાર કામદારોની આવકમાં સુધારો કરે છે.



  • Sep 26, 2024 21:53 IST

    બિલ્કિસ બાનો કેસમાં સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારની અરજીની ફગાવી

    બિલ્કિસ બાનો કેસમાં સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારની તે અરજીની ફગાવી દીધી છે. જેમાં 2002ના રમખાણો દરમિયાન બિલ્કિસ બાનો પર બળાત્કાર કરવા અને તેના પરિવારના સાત સભ્યોની હત્યા કરવાના દોષિત 11 લોકોને આપવામાં આવેલી છૂટને રદ કરવાના તેમના અગાઉના ચુકાદાની સમીક્ષા કરવાની માંગ કરી હતી. ગુજરાત સરકારે 8 જાન્યુઆરીના સુપ્રીમ કોર્ટના આદેશમાં રાજ્ય વિરુદ્ધની કેટલાક ટિપ્પણીઓ સામે ટોચની અદાલતમાં અરજી કરી હતી.

    જસ્ટિસ બીવી નાગરત્ના અને ઉજ્જલ ભુઇયાની ખંડપીઠે જણાવ્યું હતું કે સમીક્ષા અરજીઓ, જે આદેશને પડકારવામાં આવ્યા છે અને તેની સાથે જોડાયેલા દસ્તાવેજોનું ધ્યાનપૂર્વક અધ્યયન કર્યા પછી અમે એવા નિષ્કર્ષ પર આવ્યા છીએ કે રેકોર્ડમાં કોઇ ભૂલ કે સમીક્ષા અરજીઓમાં કોઈ એવો ગુણ નથી. જેના કારણે આદેશ પર પુનર્વિચારણા કરવામાં આવેઆપે છે. જેથી પુનર્વિચાર અરજી ફગાવી દેવામાં આવે છે.



  • Sep 26, 2024 21:08 IST

    ગ્રેટર નોઈડાથી આગ્રાને જોડતા યમુના એક્સપ્રેસ વે પર ટોલ દરમાં વધારો કરવામાં

    ગ્રેટર નોઈડાથી આગ્રાને જોડતા યમુના એક્સપ્રેસ વે પર ટોલ દરમાં વધારો કરવામાં આવ્યો છે. મીડિયા રિપોર્ટ્સમાં કહેવાયું છે કે ગુરુવારે મળેલી બેઠકમાં યમુના ઓથોરિટીએ 1 ઓક્ટોબરથી યમુના એક્સપ્રેસ વે પર ટોલના દરમાં ચાર ટકાનો વધારો કરવાનો નિર્ણય લીધો છે. અગાઉ માર્ચ 2022માં યમુના એક્સપ્રેસ વે પર ટોલના દરમાં વધારો કરવામાં આવ્યો હતો. અત્યાર સુધી ગ્રેટર નોઈડાથી આગ્રા સુધી યમુના એક્સપ્રેસ વે પર કારનો ટોલ 270 રૂપિયા હતો, જે હવે વધારીને 295 રૂપિયા કરવામાં આવ્યો છે. જો બસ ટોલની વાત કરીએ તો 895 રૂપિયાથી વધારીને 935 રૂપિયા કરવામાં આવ્યો છે



  • Sep 26, 2024 19:15 IST

    Today News Live : સાંજના 6 વાગ્યા સુધીમાં 135 તાલુકામાં વરસાદ

    રાજ્યમાં ફરી એક વખત વરસાદનો રાઉન્ડ જોવા મળી રહ્યો છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના ડેટા પર નજર કરીએ તો ગુરુવારને 26 સપ્ટેમ્બરના રોજ સવારના 6 થી સાંજના 6 વાગ્યા સુધીમાં 135 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે ભાવનગરના ઘોઘામાં 4.06 ઇંચ વરસાદ વરસ્યો છે.



  • Sep 26, 2024 17:12 IST

    સંજય રાઉતે કહ્યું - તમે મને ગમે તેટલી સજા આપો, મને કોઈ પરેશાની નથી

    શિવસેના (UBT)ના નેતા સંજય રાઉતે કહ્યું કે તમે મને ગમે તેટલી સજા આપો, મને કોઈ પરેશાની નથી. તમે કોર્ટનો આદેશ વાંચો, કોર્ટે કહ્યું નથી કે મેં કંઈ ખોટું કહ્યું છે, કોર્ટે કહ્યું કે આ જનહિતમાં છે કોઇને સજા થઇ નથી. આ આખી ન્યાય વ્યવસ્થાનું સંઘીકરણ થઇ ગયું છે. આપણા પ્રધાનમંત્રી ચીફ જસ્ટિસના ઘરે લાડવા ખાવા જાય છે. આ આખો દેશ જુવે છે. અમારા જેવા લડવા વાળા લોકોને ક્યાં ન્યાય મળશે, અમને તો સજા મળશે.



  • Sep 26, 2024 16:07 IST

    Today News Live : સુનીલ ગાવસ્કરે અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિરના દર્શન કર્યા

    અયોધ્યા : ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર સુનીલ ગાવસ્કરે અયોધ્યા પહોંચીને શ્રી રામ જન્મભૂમિ મંદિરના દર્શન કર્યા. તેમણે કહ્યું કે મને ખૂબ જ સારું લાગ્યું, હું પોતાને જાતને ધન્ય અનુભવું છું કે મને ભગવાન રામ લલ્લાના દર્શનના સૌભાગ્ય મળ્યું.

    https://twitter.com/AHindinews/status/1839233303204999591



  • Sep 26, 2024 14:54 IST

    Today News Live : ગુજરાતમાં બપોર સુધીમાં 34 તાલુકામાં વરસાદ, મોડાસામાં દોઢ ઈંચ ખાબક્યો

    સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે આજે 26 સપ્ટેમ્બર 2024, ગુરુવારના રોજ સવારે 6 વાગ્યાથી લઈને બપોરે 2 વાગ્યા સુધીમાં ગુજરાતમાં 36 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે અરવલ્લી જિલ્લાના મોડાસામાં દોઢ ઈંચ વરસાદ પડ્યો હતો. ભાવનગરમાં એક ઈંચ વરસાદ નોંધાયો હતો.



  • Sep 26, 2024 13:03 IST

    Today News Live : માનહાનિના કેસમાં સંજય રાઉત દોષિત, કોર્ટે 15 દિવસની જેલ અને દંડ પણ ફટકાર્યો

    મુંબઈની શિવાડી કોર્ટે માનહાનિ કેસમાં શિવસેના (યુબીટી) નેતા સંજય રાઉતને દોષિત ઠેરવ્યા છે. કોર્ટે રાઉતને 15 દિવસની જેલની સજા ફટકારી છે. આ સાથે તેના પર 25 હજાર રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. ભાજપ નેતા કિરીટ સોમૈયાની પત્ની મેધા કિરીટે રાઉત વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. મેધાએ તેમની સામે 100 કરોડનો માનહાનિનો દાવો કર્યો હતો.



  • Sep 26, 2024 12:08 IST

    Today News Live : બિહારમાં જિતિયા સ્નાન કરવામાં અલગ અલગ શહેરોમાં 50થી વધારે લોકો ડૂબ્યા

    બિહાર માટે બુધવારનો દિવસ ખુબ જ ખરાબ સાબિત થયો હતો. કારણ કે બિહારમાં જિત્યા વ્રતનું સ્નાન કરવા દરમિયાન સમગ્ર બિહારના અલગ અલગ શહેરોમાં 50 જેટલો લોકોનું ડૂબી ગયા હતા. જેમાંથી 40થી વધારે લોકોના મોત નીપજ્યા હતા. એકલા ઔરંગાબાદમાં જ તળાવમાં ન્હાતી વખતે 10 લોકોના મોત થયા હતા. આ સિવાય ચંપારણ, સારણ, સિવાન, પટના, રોહતાસ, અરવલ, કૈમુરમાં પણ અકસ્માતો થયા છે. બિહાર સરકારે આ અકસ્માતોની નોંધ લીધી છે અને તપાસના આદેશ આપ્યા છે. લોકોને સાવચેતી રાખવાની પણ સલાહ આપવામાં આવી છે.



  • Sep 26, 2024 11:26 IST

    Today News Live : રાહુલ ગાંધીની બેવડી નાગરિકતા અંગે હાઈકોર્ટે ગૃહ મંત્રાલય પાસેથી માહિતી માંગી

    રાહુલ ગાંધીની નાગરિકતાને લઈને ફરી એકવાર ચર્ચા છેડાઈ છે. તેમની નાગરિકતા પર અનેકવાર સવાલો ઉભા થયા છે. અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ બેન્ચે બુધવારે ગૃહ મંત્રાલય પાસેથી રાહુલ ગાંધીની નાગરિકતા પર સ્પષ્ટતા માંગી છે.



  • Sep 26, 2024 11:19 IST

    Today News Live : બળાત્કાર કેસમાં સજા થઈ પરંતુ DNA રિપોર્ટની અવગણના, જજ સામે જ તપાસનો આદેશ

    મધ્યપ્રદેશ હાઈકોર્ટે એક અભૂતપૂર્વ કેસમાં ટ્રાયલ કોર્ટના જજ સામે તપાસનો આદેશ આપ્યો છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે ન્યાયાધીશે તેમની ફરજ યોગ્ય રીતે નિભાવી નથી અને તેમના દ્વારા મહત્વપૂર્ણ બાબતોનું ધ્યાન રાખવામાં આવ્યું નથી. વાસ્તવમાં આ મામલો સગીર સાથે બળાત્કાર સાથે જોડાયેલો છે. તે કેસમાં આરોપી આદિવાસી છે અને એવો આરોપ છે કે ન્યાયાધીશે ડીએનએ રિપોર્ટની અવગણના કરી હતી. આ જ ભૂલ પર એમપી હાઈકોર્ટે નારાજગી વ્યક્ત કરી છે.



  • Sep 26, 2024 10:22 IST

    Today News Live : ગુજરાતમાં સવારે 10 વાગ્યા સુધીમાં 36 તાલુકામાં વરસાદ નોંધાયો

    સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે આજે 26 સપ્ટેમ્બર 2024, ગુરુવારના રોજ સવારે 6 વાગ્યાથી લઈને 10 વાગ્યા સુધીમાં ગુજરાતમાં 38 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ જૂનાગઢના માળિયા હાટિનામાં એક ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે માંગરોળ અને અંકલેશ્વરમાં અડધો ઈંચ વરસાદ નોંધાયો હતો.



  • Sep 26, 2024 10:03 IST

    Today News Live : OPenAI માંથી મીરા મુરાતી સહિત ટોચના 3 અધિકારીઓનુ રાજીનામું

    ચેટજીપીટીના સર્જક ઓપનઆઈના ટોચના 3 અધિકારીઓએ રાજીનામું આપ્યું છે. જેમા કંપનીના ચીફ ટેકનોલોજી એક્ઝિક્યુટિવ મીરા મુરાતી ઉપરાંત વાઇસ પ્રેસિડેન્ટ રિસર્ચ બેરેટ જોફ અને ચીફ રિસર્ચ ઓફિસર બોબ મેકગ્રે OPenAI માંથી રાજીનામું આપ્યું છે. આ ત્રણેય ઓફિસરે પોતાના રાજીનામાં અંગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કર્યું છે.



  • Sep 26, 2024 09:34 IST

    Today News Live : રાહુલ ગાંધી હરિયાણામાં અને અમિત શાહ જમ્મુ-કાશ્મીરમાં જનસભાને સંબોધશે

    લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી ગુરુવારે હરિયાણામાં બે રેલીઓને સંબોધિત કરશે. 90 સભ્યોની હરિયાણા વિધાનસભા માટે 5 ઓક્ટોબરે મતદાન થશે અને પરિણામ 8 ઓક્ટોબરે આવશે. કેન્દ્રશાસિત પ્રદેશમાં ત્રીજા તબક્કાની ચૂંટણી માટે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ભાજપના પ્રચારનું નેતૃત્વ કરશે. શાહ પાંચ રેલીઓને સંબોધશે. તેઓ દિવસની શરૂઆત ચેનાનીમાં રેલી સાથે કરશે અને ઉધમપુરમાં સભાને સંબોધશે. ત્યાર બાદ તેઓ બાની અને જસરોટામાં રેલીઓને સંબોધિત કરશે અને મધ્યમાં એક જાહેર સભાને સંબોધીને દિવસનો અંત કરશે.



  • Sep 26, 2024 09:34 IST

    Today News Live : સેન્સેક્સ નિફ્ટી ફ્લેટ ખુલ્યા, આઈટી શેર નરમ

    શેરબજાર સેન્સેક્સ નિફ્ટી ગુરુવારે ફ્લેટ ખુલ્યા હતા. બીએસઇ સેન્સેક્સ 85169 પાછલા બંધ સામે ગુરુવારે 85167 ખુલ્યા હતા. તો એનએસઇ નિફ્ટી 26004 પાછલા બંધ સામે 26005 ખુલ્યો હતો. આજે ટ્રેડિંગ સેશનની શરૂઆતમાં આઇટી અને બેંક સ્ટોક નરમ હતા.



  • Sep 26, 2024 09:34 IST

    Today News Live : ગુજરાતમાં 24 કલાકમાં 181 તાલુકામાં વરસાદ નોંધાયો

    સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગરે આપેલા આંકડા પ્રમાણે બુધવારે સવારે 6 વાગ્યાથી લઈને ગુરુવારે સાવરે 6 વાગ્યા સુધીના 24 કલાકના સમયગાળામાં ગુજરાતના 181 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ સુરતના ઉમેરપાડામાં સાત ઈંચ, અમરેલીમાં સાડા ત્રણ ઈંચ, સુરત શહેરમાં સાડા ત્રણ ઇંચ, વડોદરામાં ત્રણ ઈંચ, નવસારીમાં પણ ત્રણ ઈંચ વરસાદ નોંધાયો હતો.



બ્રેકિંગ ન્યૂઝ ગુજરાત વિશ્વ દેશ