/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/02/arvind-kejriwal-2.jpg)
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Express file photo by Praveen Khanna)
Gujarat Latest News in Gujarati, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 27 February 2024 Highlights : આજે તારીખ 27 ફેબ્રુઆરી, 2024 મંગળવાર છે. આજના મહત્વપૂર્ણ સમાચારોની વાત કરીએ તો આજે રાજ્યસભામાં રાજ્યોની 15 બેઠક માટે મતદાન યોજાયું હતું. જેના પરિણામ સામે આવી ગયા છે. રાજ્યસભા ચૂંટણીમાં ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ અને કર્ણાટકમાં ક્રોસ વોટિંગ થયું છે. કર્ણાટકથી કોંગ્રેસ પાર્ટીના ત્રણ ઉમેદવાર જીતી ગયા છે. તેમના નામ અજય માકન, નાસિર હુસૈન અને જીસી ચંદ્રશેખર છે. આ સિવાય ભાજપના એક ઉમેદવાર પણ જીત્યા છે. જે નારાયણ બંદિગે છે.
ઉત્તર પ્રદેશમાં ભાજપે મોટો ખેલ કરી દીધો છે. રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપના બધા જ 8 ઉમેદવારો જીતી ગયા છે. ભાજપના 8 માં ઉમેદવાર સંજય શેઠને સપાના ધારાસભ્યોના ક્રોસ વોટિંગનો ફાયદો થયો છે. રાજ્યસભા ચૂંટણી 2024માં હિમાચલ પ્રદેશની સત્તાધારી પાર્ટી કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. જ્યાં પાર્ટી લાઇનથી હટીને કોંગ્રેસના 6 ધારાસભ્યોએ ભાજપના ઉમેદવાર હર્ષ મહાજનના પક્ષમાં ક્રોસ વોટિંગ કર્યું છે. આ કારણે કોંગ્રેસના રાજ્યસભાના ઉમેદવાર અભિષેક મનુ સિંઘવીનો પરાજય થયો છે.
બીજી તરફ લોકસભા ચૂંટણી માટે દિલ્હીમાં આપે ચાર ઉમેદવારની જાહેરાત કરી હતી. જેમાં સોમનાથ ભારતી નવી દિલ્હીથી લડશે. આજની મહત્વપૂર્ણ ઘટનાઓની પળેપળની અપડેટ…
- Feb 27, 2024 23:41 IST
ભાજપના નેતા હર્ષ મહાજને કહ્યું - ક્રોસ વોટિંગ તેમણે કરી જે તેમની સરકારથી નારાજ હતા
હિમાચલ પ્રદેશમાં રાજ્યસભાની ચૂંટણી જીતનાર ભાજપના નેતા હર્ષ મહાજને કહ્યું કે આ જીત બીજેપીની છે અને સુખુ સરકારની નિષ્ફળતાની હાર છે.
#WATCH शिमला (हिमाचल प्रदेश): भाजपा नेता हर्ष महाजन ने राज्यसभा चुनाव जीता।
हर्ष महाजन ने कहा, "ये जीत बीजेपी की जीत है और सुक्खू सरकार की नाकामियों की हार है।...इतनी जल्दी सरकार का ग्राफ गिर जा तो ये दुर्भाग्यपूर्ण हैं। ये जो क्रॉस वोटिंग हुई है उन्होंने बता के किया है कि वो… pic.twitter.com/5Dj6z67Ug4— ANI_HindiNews (@AHindinews) February 27, 2024
- Feb 27, 2024 23:18 IST
સીએમ યોગી આદિત્યનાથે અભિનંદન પાઠવ્યા
સીએમ યોગી આદિત્યનાથે રાજ્યસભાની ચૂંટણીમાં જીત મેળવનાર ભાજપના ઉમેદવારોને અભિનંદન આપ્યા છે.
उत्तर प्रदेश से राज्य सभा के द्विवार्षिक चुनाव में विजयी होने वाले @BJP4India के सभी सम्मानित प्रत्याशियों को हार्दिक बधाई!
पूर्ण विश्वास है कि आदरणीय प्रधानमंत्री श्री @narendramodi जी के नेतृत्व में आप सभी अंत्योदय के प्रण और विकसित भारत के संकल्प की सिद्धि में सहायक होंगे।…— Yogi Adityanath (@myogiadityanath) February 27, 2024
- Feb 27, 2024 22:35 IST
ઉત્તર પ્રદેશમાં રાજ્યસભાની ચૂંટણીમાં જીત બાદ ઉજવણી કરતા ભાજપના કાર્યકર્તા
#WATCH | Uttar Pradesh BJP leaders and workers celebrate in Lucknow as the party wins 7 of the 10 Rajya Sabha seats in the state so far and counting continues on one seat.
Samajwadi Party (SP) has won 2 of the 10 seats here. pic.twitter.com/WP3buhJCqg— ANI (@ANI) February 27, 2024
- Feb 27, 2024 22:03 IST
PM મોદીની તમિલનાડુના મદુરાઈમાં મીનાક્ષી અમ્માન મંદિરમાં પ્રાર્થના
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમિલનાડુના મદુરાઈમાં મીનાક્ષી અમ્માન મંદિરમાં પ્રાર્થના કરી.
#WATCH | Prime Minister Narendra Modi visits and offers prayers at Meenakshi Amman Temple in Madurai, Tamil Nadu. pic.twitter.com/aX5xhJpGfx
— ANI (@ANI) February 27, 2024
- Feb 27, 2024 21:30 IST
રાજ્યસભા ચૂંટણી : ઉત્તર પ્રદેશમાં ભાજપના બધા જ 8 ઉમેદવાર જીત્યા, સપાને ફટકો
ઉત્તર પ્રદેશમાં ભાજપે મોટો ખેલ કરી દીધો છે. રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપના બધા જ 8 ઉમેદવારો જીતી ગયા છે. ભાજપના 8 માં ઉમેદવાર સંજય શેઠને સપાના ધારાસભ્યોના ક્રોસ વોટિંગનો ફાયદો થયો છે.
#WATCH राज्यसभा चुनाव | लखनऊ (यूपी): उत्तर प्रदेश के उपमुख्यमंत्री केशव प्रसाद मौर्य ने कहा, "आज हमारे सभी आठों प्रत्याशी जीते हैं मैं सभी को बधाई देता हूं और सपा के भी दो प्रत्याशी जीते हैं तो उन्हें भी मैं बधाई देता हूं।" pic.twitter.com/DBnl3I5H8f
— ANI_HindiNews (@AHindinews) February 27, 2024
- Feb 27, 2024 20:51 IST
પાર્ટી બદલનાર ધારાસભ્યોમાંથી કેટલાકે મારું નામ પ્રસ્તાવિત કર્યું હતું : અભિષેક મનુ સિંઘવી
રાજ્યસભાની ચૂંટણી હારી જનાર અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે જે 9 ધારાસભ્યોએ પાર્ટી બદલી તેમાંથી ઘણાએ મારું નામ પ્રસ્તાવિત કર્યું હતું. મારા નામાંકન પત્ર પર સિગ્નેચર પર કર્યા હતા.
#WATCH | Rajya Sabha Elections | Himachal Pradesh CM Sukhvinder Singh Sukhu says, "...When someone has sold out their honesty...Nine cross-votings took place, three of them were Independent MLAs but six others sold their honesty...and voted against him (Abhishek Singhvi)..." pic.twitter.com/MoRtSDceOk
— ANI (@ANI) February 27, 2024
- Feb 27, 2024 20:32 IST
રાજ્યસભા ચૂંટણી : હિમાચલ પ્રદેશના ભાજપના ઉમેદવાર હર્ષ મહાજનની જીત
રાજ્યસભાની ત્રણ રાજ્યોની 15 બેઠકો માટે મંગળવારે ચૂંટણી યોજાઈ હતી. હિમાચલની એક બેઠક માટે મતદાન યોજાયું હતું. હિમાચલમાં મોટો ઉલટફેર થયો છે, જ્યાં 40 ધારાસભ્યો હોવા છતા કોંગ્રેસને માત્ર 34 મત મળ્યા છે. આ કારણે પાર્ટીને હારનો સામનો કરવો પડ્યો હતો અને ભાજપના ઉમેદવારની જીત થઇ હતી.
- Feb 27, 2024 19:41 IST
હિમાચલના સીએમે કહ્યું - હરિયાણા પોલીસ અમારા 5-6 ધારાસભ્યોને લઇને ગઇ
હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સીએમ સુખવિંદર સિંહ સુક્ખુંએ કહ્યું કે સીઆરપીએફ અને હરિયાણા પોલીસનો ફાફલો 5-6 ધારાસભ્યોને લઇ ગયા છે.
#WATCH | Rajya Sabha Elections | Himachal Pradesh CM Sukhvinder Singh Sukhu says, "The manner in which the counting has begun and Opposition leaders are threatening the polling officers again and again is not right for democracy...They had halted the counting for long. I urge the… pic.twitter.com/FffPrwABDv
— ANI (@ANI) February 27, 2024
- Feb 27, 2024 18:45 IST
કર્ણાટકમાં કોંગ્રેસના ત્રણ અને ભાજપના એક ઉમેદવારની જીત
કર્ણાટકથી કોંગ્રેસ પાર્ટીના ત્રણ ઉમેદવાર જીતી ગયા છે. તેમના નામ અજય માકન, નાસિર હુસૈન અને જીસી ચંદ્રશેખર છે. આ સિવાય ભાજપના એક ઉમેદવાર પણ જીત્યા છે. જે નારાયણ બંદિગે છે.
- Feb 27, 2024 18:29 IST
પીએમ મોદીએ નરેન્દ્ર મોદીએ જર્મન ગાયિકા કૈસેન્ડ્રા માઇ સ્પિટમૈન સાથે મુલાકાત કરી
તામિલનાડુ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જર્મન ગાયિકા કૈસેન્ડ્રા માઇ સ્પિટમૈન અને તેમની માતા સાથે મુલાકાત કરી.
#WATCH पल्लदम, तिरुपुर (तमिलनाडु): प्रधानमंत्री नरेंद्र मोदी ने जर्मन गायिका कैसेंड्रा माई स्पिटमैन और उनकी मां से मुलाकात की। pic.twitter.com/LDVKHOqrcC
— ANI_HindiNews (@AHindinews) February 27, 2024
- Feb 27, 2024 17:39 IST
રાજ્યસભા ચૂંટણીની મત ગણતરી શરુ
રાજ્યસભા ચૂંટણી માટે વોટિંગ પ્રક્રિયા પુરી થઇ ગઇ છે. પાંચ વાગ્યાથી મત ગણતરી શરુ થઇ ગઇ છે. રિપોર્ટ છે કે જીતની ઉજવણી કરવા માટે ઉત્તર પ્રદેશમાં બીજેપી ઓફિસ પર તૈયારીઓ ચાલી રહી છે.
- Feb 27, 2024 17:28 IST
રાજ્યસભા ચૂંટણીની મત ગણતરી શરુ
રાજ્યસભા ચૂંટણી માટે વોટિંગ પ્રક્રિયા પુરી થઇ ગઇ છે. પાંચ વાગ્યાથી મત ગણતરી શરુ થઇ ગઇ છે. રિપોર્ટ છે કે જીતની ઉજવણી કરવા માટે ઉત્તર પ્રદેશમાં બીજેપી ઓફિસ પર તૈયારીઓ ચાલી રહી છે.
- Feb 27, 2024 17:14 IST
પીએમ મોદીની તમિલનાડુમાં સભા
#WATCH प्रधानमंत्री नरेंद्र मोदी ने कहा, "जो लोग दिल्ली के एयर कंडीशन कमरों में बैठकर देश को टुकड़ों में देखने की कोशिश करते हैं , देश को टुकड़ों में बांटने की कोशिश करते हैं वो जारा आकर के देखले कि तमिलनाडु हिंदुस्तान का भाग्य बनाने वाला ये राज्य आज आपके आंखों के सामने है।" pic.twitter.com/H0d9WzDRTi
— ANI_HindiNews (@AHindinews) February 27, 2024
- Feb 27, 2024 16:28 IST
લોકસભા ચૂંટણી : દિલ્હીમાં આપે ચાર ઉમેદવારની જાહેરાત કરી, સોમનાથ ભારતી નવી દિલ્હીથી લડશે
AAP નેતા અને દિલ્હીના મંત્રી ગોપાલ રાયે આગામી લોકસભા ચૂંટણી માટે આપના ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. જેમાં કુલદીપ કુમાર પૂર્વ દિલ્હીથી, સોમનાથ ભારતી નવી દિલ્હીથી, સહીરામ પહેલવાન દક્ષિણ દિલ્હીથી અને મહાબલ મિશ્રા પશ્ચિમ દિલ્હીથી ચૂંટણી લડશે. હરિયાણામાંથી સુશીલ ગુપ્તા કુરુક્ષેત્રથી ચૂંટણી લડશે.
#WATCH AAP नेता और दिल्ली के मंत्री गोपाल राय ने आगामी लोकसभा चुनाव के लिए उम्मीदवारों के नामों की घोषणा की।
दिल्ली में- कुलदीप कुमार पूर्वी दिल्ली से चुनाव लड़ेंगे, सोमनाथ भारती नई दिल्ली से चुनाव लड़ेंगे, सहीराम पहलवान दक्षिणी दिल्ली से और महाबल मिश्रा पश्चिमी दिल्ली से चुनाव… pic.twitter.com/Fbrj6PhewD— ANI_HindiNews (@AHindinews) February 27, 2024
- Feb 27, 2024 14:42 IST
Gujarati News 27 February 2024 LIVE : અરવિંદ કેજરીવાલનું ઈડીને 8મી વખત સમન્સ
અરવિંદ કેજરીવાલને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે 8મી વખતી સમન્સ બજાવ્યું છે. દિલ્હીના મુખ્યમંત્રી અને આપ પાર્ટીના પ્રમુખ અરવિંદ કેજરીવાલને ઇડીએ 4 માર્ચના રોજ હાજર થવા નિર્દેશ આપ્યો છે. નોંધનિય છે કે, દિલ્હી લીકર કૌભાંડ કેસમાં તપાસ ચાલી રહી છે અને તે અંતર્ગત ઈડી તેમને વારંવાર સમન્સ મોકલી રહી છે. અલબત્ત અરવિંદ કેજરીવાલ એક પણ વખત ઇડી સમક્ષ હાજર થયા નથી.
प्रवर्तन निदेशालय ने दिल्ली CM और आम आदमी पार्टी के राष्ट्रीय संयोजक अरविंद केजरीवाल को 8वां समन जारी कर 4 मार्च को पेश होने को कहा है।
(फाइल तस्वीर) pic.twitter.com/O8fR7oP6qO— ANI_HindiNews (@AHindinews) February 27, 2024
- Feb 27, 2024 13:42 IST
Gujarati News 27 February 2024 LIVE : ગુજરાત - 5 વખત સાંસદ બનેલા કોંગ્રેસ નેતા નારણ રાઠવા ભાજપમાં જોડયા
લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક ફટકો લાગ્યો છે. પાંચ વાર સાંસદ બનેલા કોંગ્રેસ નેતા નારણ રાઠવા ભાજપમાં જોડયા છે.
- Feb 27, 2024 11:50 IST
Gujarati News 27 February 2024 LIVE : પીએમ મોદીએ વિક્રમ સારાભાઈ સ્પેશ સેન્ટરની મુલાકાત લીધી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેરળમાં તિરુવનંતપુરમ ખાતે આવેલા વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટરની મુલાકાત લીધી હતી. આ દરમિયાન ઈસરોના વડા એસ. સોમનાથે તેમને સ્પેસ સેન્ટર વિશે માહિતી આપી હતી.
#WATCH केरल: प्रधानमंत्री नरेंद्र मोदी ने ISRO प्रमुख एस. सोमनाथ के साथ तिरुवनंतपुरम में विक्रम साराभाई अंतरिक्ष केंद्र (VSSC) का दौरा किया। pic.twitter.com/3oaAol21bv
— ANI_HindiNews (@AHindinews) February 27, 2024
- Feb 27, 2024 11:06 IST
Gujarati News 27 February 2024 LIVE : મહારાષ્ટ્ર વિધાનસભા બહાર વિપક્ષનું વિરોધ પ્રદર્શન
મહારાષ્ટ્ર વિધાનસભાની બહાર વિપક્ષ નેતાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતુ. રાજ્યમાં કથળથી કાયદા વ્યવસ્થાને લઇ વિપક્ષે આ વિરોધ પ્રદર્શન કર્યું હતું.
- Feb 27, 2024 11:04 IST
Gujarati News 27 February 2024 LIVE : મેરઠ : ફેક્ટરમાં બોઈલર ફાટતા 2 લોકોના મોત
ઉત્તર પ્રદેશના મેરઠમાં મવાના રોડ સ્થિત દુર્ગા એન્ટરપ્રાઇસ નામની ફેક્ટરીમાં બોઈલર ફાટતા બે લોકોના મોત થયા છે અને 2 વ્યક્તિ ઘાયલ છે. આ ફેક્ટર કેમિકલ બનાવતી હતી. ઘટના સ્થળે પોલીસ પહોંચી ગઇ છે અને હાલ તપાસ કાર્યવાહી કરી રહી છે.
#WATCH मेरठ: DM दीपक मीणा ने बताया, "मवाना रोड पर दुर्गा इंटरप्राइजेज नामक केमिकल बनाने की फैक्ट्री में बॉयलर फटने के चलते 2 लोगों की मृत्यु हुई है। 2 लोग घायल हैं, पुलिस प्रशासन मौके पर है। जांच की जा रही है, कार्रवाई की जाएगी।" pic.twitter.com/NfLnZa7ISw
— ANI_HindiNews (@AHindinews) February 27, 2024
- Feb 27, 2024 10:45 IST
Gujarati News 27 February 2024 LIVE : સપા સાસંદ શફીકકુર રહેમાન બર્કનું 94 વર્ષની વયે નિધન
ઉત્તર પ્રદેશમાં સપાના સાંસદ શફીક નું નિધન થયું છે. 94 વર્ષના સાંસદ ઘણા સમયથી બીમાર હતા. તેઓ યુપીના સંભલ લોકસભા બેઠકથી સાંસદ હતા. આ વખતે લોકસભા ચૂંટણીના ઉમેદવારોની યાદીમાં પણ તેમનું નામ હતું. તેઓ ચાર વખત ધારાસભ્ય અને 5 વખત સાંસદ તરીકે ચૂંટાઇ આવ્યા છે.
समाजवादी पार्टी ने ट्वीट करते हुए पार्टी से कई बार के सांसद शफीकुर्रहमान के निधन पर दुख व्यक्त किया और उनकी आत्मा की शांति के लिए प्रार्थना की। pic.twitter.com/WSrwXdGUqz
— ANI_HindiNews (@AHindinews) February 27, 2024
- Feb 27, 2024 10:09 IST
Gujarati News 27 February 2024 LIVE : સપાના મુખ્ય સચેતક મનોજ પાંડેનું રાજીનામું
રાજ્યસભામાં ઉત્તર પ્રદેશની 10 બેઠક માટે મતદાન થઇ રહ્યું છે. આ દરમિયાન સપાના મુખ્ય સચેતક મનોજ પાંડે રાજીનામું આપ્યું છે.
सपा विधायक मनोज पांडेय ने मुख्य सचेतक के पद से दिया इस्तीफ़ा.#ManojPandey#SamajwadiPartypic.twitter.com/llepMrIC5O
— Naila Kidwai (@naila_kidwai) February 27, 2024
- Feb 27, 2024 10:05 IST
Gujarati News 27 February 2024 LIVE : અખિલેશ યાદવે રાજ્યસભા ચૂંટણી માટે મતદાન કર્યું
રાજ્યસભામાં 15 બેઠક માટે મતદાન ચાલુ રહ્યું છે, જેમાં યુપીને 10 બેઠક સામેલ છે. સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે રાજ્યસભા ચૂંટણી માટે મતદાન કર્યું છે.
#WATCH लखनऊ: समाजवादी पार्टी प्रमुख अखिलेश यादव राज्यसभा चुनाव के लिए अपना वोट डालने के बाद मतदान केंद्र से निकले। pic.twitter.com/Q8I48DL3Cx
— ANI_HindiNews (@AHindinews) February 27, 2024
- Feb 27, 2024 09:27 IST
Gujarati News 27 February 2024 LIVE : આંધ્ર્પ્રદેશના એક કોચિંગ સેન્ટરમાં ભયંકર આગ
આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમના ગજુવાકા ખાતે એક કોચિંગ સેન્ટરમાં ભયંકર આગ લાગી છે. ફાયર બ્રિગડની ગાડીએ ઘટનાસ્થળે આગ ઓલવવાની કામગીરી કરી રહી છે.
#WATCH आंध्र प्रदेश: विशाखापट्टनम के गजुवाका में एक शैक्षणिक संस्थान में आग लगी, दमकल की गाड़ियां मौके पर मौजूद हैं। अधिक जानकारी की प्रतीक्षा है। pic.twitter.com/blHpq8krAP
— ANI_HindiNews (@AHindinews) February 27, 2024
- Feb 27, 2024 09:23 IST
Gujarati News 27 February 2024 LIVE : પેટીએમ શેર 5 ટકા વધ્યો પણ સેન્સેક્સ - નિફ્ટી નરમ
ભારતીય શેરબજાર મંગળવારે નેગેટિવ ટ્રેન્ડ સાથે ખુલ્યા હતા. સેન્સેક્સ 90 પોઇન્ટથી વધુ ઘટાડે ખૂલ્યો હતો. આ બધા વચ્ચે આશ્ચર્યજનક રીતે પેટીએમ કંપનીનો શેર ખુલતાની સાથે જ 5 ટકા ઉછળ્યો હતો. સવારે પેટીએમ એટલે કે વન97 કોમ્યુનિકેશન્સનો શેર 5 ટકા ઉછળીને 440.30 રૂપિયા થયો હતો. તેની અગાઉના દિવસે આ શેરનો બંધ ભાવ 428 રૂપિયા હતો.
- Feb 27, 2024 09:19 IST
Gujarati News 27 February 2024 LIVE: રાજ્યસભામાં 15 બેઠક પર મતદાન
રાજ્યસભામાં આજે ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ અને કર્ણાટકની કુલ 15 બેઠક માટે મતદાન થવાનું છે. સવારે 9 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધી મતદાન ચાલુ રહેશે, જ્યારે મોડી રાત સુધી ચૂંટણીના પરિણામો આવવાની શક્યતા છે. ઉત્તર પ્રદેશ અને કર્ણાટકમાં ક્રોસ વોટિંગનો ડર છે. ક્રોસ વોટિંગની આશંકાને લઇ ભાજપ અને સમાજવાદી પાર્ટી યુપીમાં કોઇ ભૂલ કરવા ઇચ્છતી નથી. હિમાચલમાં કોંગ્રેસના ઉમેદવારની જીત લગભગ નક્કી માનવામાં આવી રહી છે. તમને જણાવી દઈએ કે, 15 રાજ્યોમાં રાજ્યસભા ની 56 બેઠકો ખાલી છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us