Gujarati News 27 June 2024 Highlights: રાષ્ટ્રપતિના અભિભાષણને લઇને કોંગ્રેસ સાંસદે કહ્યું - આમાં દેશ કે રાષ્ટ્રીય હિતની કોઇ વાત નથી

India Gujarat Today Latest News in Gujarati Highlights, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 27 June 2024 : પરંપરા મુજબ લોકસભાનું સત્ર શરૂ થયા બાદ રાષ્ટ્રપતિ નવી સરકારનું સ્વાગત કરે છે અને ભવિષ્ય માટે શુભકામનાઓ આપે છે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
President Droupadi Murmu, Republic Day 2024

પ્રજાસત્તાક દિવસ 2024 ની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ રાષ્ટ્રજોગ સંબોધન કર્યું હતું (@rashtrapatibhvn)

Gujarat Latest News in Gujarati, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 27 June 2024 Highlights, આજના તાજા સમાચાર: આજે 27 જૂન 2024, ગુરુવારના મહત્વના સમાચાર અંગે વાત કરીએ તો આજે સંસદમાં રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ સંબોધન કર્યું હતું. જ્યારે ભાજપના દિગ્ગજ નેતા અને ભારતરત્ન લાલકૃષ્ણ અડવાણીની તબિયત બગડતા દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ટી20 વર્લ્ડકપની પહેલી સેમી ફાઈનલમાં અફઘાનિસ્તાનને હરાવીને સાઉથ આફ્રિકા ફાઈનલમાં પહોંચી ગયું છે. જ્યારે આજે બીજી સેમીફાઈનલ રાત્રે 8.30 વાગ્યે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાવાની છે. અહીં વાંચતા રહો આજના દિવસના તમામ તાજા સમાચાર.

Advertisment

કચ્છના ભચાઉમાં ભારે વરસાદ, નદીના પાણીમાં 15 જેટલી ભેંસો તણાઈ

ભચાઉના ખોળાસરમાં નદીના પ્રવાહમાં 15 જેટલી ભેંસો તણાઈ છે. કચ્છમાં ભારે વરસાદના પગલે લાકડીયા-ખોળાસર વચ્ચે આવેલી નદીમાં પુર જેવી સ્થિતિ સર્જાઇ છે. નદી બંને કાઠે વણી રહી છે. ભારે વરસાદના લીધે ભેંસો નદીના પ્રવાહમાં તણાતી હોવાનું વિડિયો આવ્યો સામે છે.

,

રાષ્ટ્રપતિના અભિભાષણને લઇને કોંગ્રેસ સાંસદે કહ્યું - આમાં દેશ કે રાષ્ટ્રીય હિતની કોઇ વાત નથી

Advertisment

કોંગ્રેસના સાંસદ પ્રમોદ તિવારીએ રાષ્ટ્રપતિના સંબોધન અને NEET વિવાદ અંગે કહ્યું કે હું આમાં સરકારની ઇચ્છાશક્તિનો અભાવ જોઈ શકું છું. આમાં દેશ કે રાષ્ટ્રીય હિતની કોઇ વાત નથી. આમાં સ્વાર્થ છે. કંઈ નવું નથી. NEETનો કોઈ ઉલ્લેખ નથી. જે રીતે ચૂંટણીઓ કરાવવામાં આવી તેનો કોઇ ઉલ્લેખ નથી. પ્રધાનમંત્રીને કોઇ પસ્તાવો નથી.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું સંબોધન, આપનો બહિષ્કાર

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું લોકસભામાં સંબોધન ચાલું છે. પરંપરા મુજબ લોકસભાનું સત્ર શરૂ થયા બાદ રાષ્ટ્રપતિ નવી સરકારનું સ્વાગત કરે છે અને ભવિષ્ય માટે શુભકામનાઓ આપે છે. આ પહેલા ઓમ બિરલા ફરી એકવાર સ્પીકર પદ માટે ચૂંટાયા છે. આમ આદમી પાર્ટીએ રાષ્ટ્રપતિના સંબોધનનો બહિષ્કાર કર્યો છે. સીએમ અરવિંદ કેજરીવાલની ધરપકડના વિરોધમાં આ બહિષ્કાર કરવામાં આવ્યો છે. AAPનું કહેવું છે કે CBI ભાજપની શાખાની જેમ કામ કરી રહી છે.

બીજેપી નેતા લાલકૃષ્ણ અડવાણીની તબિયત લથડી

બીજેપી નેતા લાલકૃષ્ણ અડવાણીની તબિયત લથડી, તેમને દિલ્હીની એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા છે. અત્યારે તે ડોક્ટરોની દેખરેખમાં છે અને તેની સારવાર ચાલી રહી છે. અડવાણીની તબિયત છેલ્લા ઘણા મહિનાઓથી બગડી રહી હતી, તેમની વધતી જતી ઉંમરને કારણે તેમને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. એવું માનવામાં આવે છે કે બુધવારે રાત્રે તેમની તબિયત ખૂબ બગડી હતી અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા.

જો કે અડવાણીના સ્વાસ્થ્યની તપાસ સમયાંતરે કરવામાં આવે છે, પરંતુ આ વખતે સાંજે તેમની તબિયત સારી ન હતી અને આ કારણોસર તેમને તાત્કાલિક એએમએલમાં લઈ જવામાં આવ્યા હતા. હાલમાં ભાજપના નેતાને જેરીયાટ્રીક વિભાગમાં રાખવામાં આવ્યા છે, આ વિભાગ માત્ર વૃદ્ધોના રોગોની જ સંભાળ રાખે છે. અડવાણીની તબિયત અંગે હજુ સુધી વધુ વિગતો સામે આવી નથી, એવું કહેવામાં આવી રહ્યું છે કે તેઓ હવે સ્થિર છે.

  • Jun 27, 2024 23:38 IST

    કચ્છના ભચાઉમાં ભારે વરસાદ, નદીના પાણીમાં 15 જેટલી ભેંસો તણાઈ

    ભચાઉના ખોળાસરમાં નદીના પ્રવાહમાં 15 જેટલી ભેંસો તણાઈ છે. કચ્છમાં ભારે વરસાદના પગલે લાકડીયા-ખોળાસર વચ્ચે આવેલી નદીમાં પુર જેવી સ્થિતિ સર્જાઇ છે. નદી બંને કાઠે વણી રહી છે. ભારે વરસાદના લીધે ભેંસો નદીના પ્રવાહમાં તણાતી હોવાનું વિડિયો આવ્યો સામે છે.

    https://publish.twitter.com/?url=https://twitter.com/IeGujarati/status/1806389062296850878

  • Jun 27, 2024 21:34 IST

    વાપી અને વલસાડ શહેરમાં ભારે વરસાદ

    વાપી અને વલસાડ શહેરમાં ભારે વરસાદ પડી રહ્યો છે.

    — ANI_HindiNews (@AHindinews) June 27, 2024

  • Jun 27, 2024 18:32 IST

    મલ્લિકાર્જુન ખડગેના નિવાસસ્થાને ઇન્ડિયા ગઠબંધનના નેતાઓની બેઠક

    — ANI_HindiNews (@AHindinews) June 27, 2024

  • Jun 27, 2024 16:20 IST

    રાષ્ટ્રપતિના અભિભાષણને લઇને કોંગ્રેસ સાંસદે કહ્યું - આમાં દેશ કે રાષ્ટ્રીય હિતની કોઇ વાત નથી

    કોંગ્રેસના સાંસદ પ્રમોદ તિવારીએ રાષ્ટ્રપતિના સંબોધન અને NEET વિવાદ અંગે કહ્યું કે હું આમાં સરકારની ઇચ્છાશક્તિનો અભાવ જોઈ શકું છું. આમાં દેશ કે રાષ્ટ્રીય હિતની કોઇ વાત નથી. આમાં સ્વાર્થ છે. કંઈ નવું નથી. NEETનો કોઈ ઉલ્લેખ નથી. જે રીતે ચૂંટણીઓ કરાવવામાં આવી તેનો કોઇ ઉલ્લેખ નથી. પ્રધાનમંત્રીને કોઇ પસ્તાવો નથી.

  • Jun 27, 2024 16:11 IST

    રાહુલ ગાંધીએ વિપક્ષી નેતાઓ સાથે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા સાથે મુલાકાત કરી

    લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ વિપક્ષી નેતાઓ સાથે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા સાથે મુલાકાત કરી.

    — ANI_HindiNews (@AHindinews) June 27, 2024

  • Jun 27, 2024 16:10 IST

    જાફરાબાદમાં દરિયામાં કરંટ જોવા મળ્યો

    અમરેલી જિલ્લાના કોસ્ટલ બેલ્ટ વિસ્તારોમાં વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. હવામાન વિભાગની આગાહી અનુસાર દરિયામાં કરંટ જોવા મળ્યો છે. દરિયાઈ મોજાંઓની તીવ્રતાને લઈને દરિયામાં રોદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે. જાફરાબાદ, ચાંચબંદર, શિયાળબેટ, પીપાવાવ પોર્ટ વિસ્તારમાં દરિયામાં કરંટ જોવા મળ્યો.

  • Jun 27, 2024 13:36 IST

    બે કલાકમાં 27 તાલુકામાં વરસાદ

    સ્ટેટ ઈમર્જન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે ગુરુવારે સવારે 10 વાગ્યાથી લઈને બપોરના 12 વાગ્યા સુધીના બે કલાકના સમયમાં ગુજરાતના 27 તાલુકામાં વરસાદ પડ્યો હતો.

  • Jun 27, 2024 11:21 IST

    રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું સંબોધન, આપનો બહિષ્કાર

    રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું લોકસભામાં સંબોધન ચાલું છે. પરંપરા મુજબ લોકસભાનું સત્ર શરૂ થયા બાદ રાષ્ટ્રપતિ નવી સરકારનું સ્વાગત કરે છે અને ભવિષ્ય માટે શુભકામનાઓ આપે છે. આ પહેલા ઓમ બિરલા ફરી એકવાર સ્પીકર પદ માટે ચૂંટાયા છે. આમ આદમી પાર્ટીએ રાષ્ટ્રપતિના સંબોધનનો બહિષ્કાર કર્યો છે. સીએમ અરવિંદ કેજરીવાલની ધરપકડના વિરોધમાં આ બહિષ્કાર કરવામાં આવ્યો છે. AAPનું કહેવું છે કે CBI ભાજપની શાખાની જેમ કામ કરી રહી છે.

  • Jun 27, 2024 10:55 IST

    શેરબજારે તમામ રેકોર્ડ તોડ્યા

    ગુરુવારે (27 જૂન 2024) ભારતીય શેરબજારમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો હતો. જોકે, શરૂઆતના કારોબારમાં 78,771.64 પોઈન્ટની સર્વકાલીન ઊંચી સપાટીએ પહોંચ્યા બાદ, BSEનો 30 શેરનો ઈન્ડેક્સ સેન્સેક્સ 149.41 પોઈન્ટ ઘટીને 78,524.84 પોઈન્ટ પર પહોંચ્યો હતો. નિફ્ટી 47.45 પોઈન્ટ ઘટીને 23,821.35 પર આવી ગયો હતો. હાલમાં સેન્સેક્સ 269.62 પોઈન્ટના વધારા સાથે 78943.87 પર ટ્રેડ કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી 50 પણ 76 પોઈન્ટના વધારા સાથે 23945 પર છે.

  • Jun 27, 2024 10:19 IST

    કેજરીવાલની ધરપકડથી ગુસ્સે થઈ સુનીતા

    પોતાના પતિની મુશ્કેલીઓ વધતી જોઈને સીએમની પત્ની સુનીતા કેજરીવાલ ગુસ્સે થઈ ગયા. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ ગુસ્સો વ્યક્ત કરતાં તેણે સરમુખત્યારના મૃત્યુ માટે પ્રાર્થના પણ કરી હતી.

  • Jun 27, 2024 10:06 IST

    ગુરુવાર તમારો કેવો રહેશે?

    આજે 27 જૂન 2024, ગુરુવારનો દિવસ તમામ 12 રાશિના જાતકો માટે કેવો રહેશે. અહીં ક્લિક કરીને વાંચો આજનું રાશિફળ.

  • Jun 27, 2024 10:05 IST

    આજે સંસદમાં રાષ્ટ્રપતિનું સંબોધન

    18મી લોકસભાના અધ્યક્ષની ચૂંટણી પૂર્ણ થયા બાદ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે સંસદના સંયુક્ત સત્રને સંબોધિત કરશે. આ સમયગાળા દરમિયાન રાષ્ટ્રપતિ એનડીએ સરકારની પ્રાથમિકતાઓ રજૂ કરી શકે છે. 18મી લોકસભાની રચના બાદ રાષ્ટ્રપતિનું આ પ્રથમ સંબોધન હશે. તમને જણાવી દઈએ કે લોકસભાનું સત્ર 24 જૂનથી શરૂ થયું હતું અને રાજ્યસભાનું સત્ર આજથી શરૂ થશે.

  • Jun 27, 2024 10:05 IST

    બીજેપી નેતા લાલકૃષ્ણ અડવાણીની તબિયત લથડી

    બીજેપી નેતા લાલકૃષ્ણ અડવાણીની તબિયત લથડી, તેમને દિલ્હીની એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા છે. અત્યારે તે ડોક્ટરોની દેખરેખમાં છે અને તેની સારવાર ચાલી રહી છે. અડવાણીની તબિયત છેલ્લા ઘણા મહિનાઓથી બગડી રહી હતી, તેમની વધતી જતી ઉંમરને કારણે તેમને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. એવું માનવામાં આવે છે કે બુધવારે રાત્રે તેમની તબિયત ખૂબ બગડી હતી અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા.

બ્રેકિંગ ન્યૂઝ ગુજરાત વિશ્વ દેશ