/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/03/ukrainian-foreign-minister-dmytro-kuleba-.jpg)
યુક્રેનના વિદેશ મંત્રી દિમિત્રો કુલેબા (Photo - @DmytroKuleba)
Gujarat Latest News in Gujarati, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 27 March 2024 Highlights , આજના તાજા સમાચાર: આજે 27 માર્ચ 2024, બુધવારના દિવસની મુખ્ય ઘટનાઓ વિશે વાત કરીએ તો દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની પત્ની સુનીતા કેજરીવાલે ફરી એકવાર વીડિયો નિવેદન જાહેર કર્યું છે. આ દરમિયાન તેમણે કહ્યું કે કેજરીવાલ દિલ્હીના લોકો માટે ચિંતિત છે, તેઓ સાચા દેશભક્ત છે. દિલ્હી લિકર પોલિસી કેસમાં EDની કાર્યવાહી બાદ CM કેજરીવાલ જેલમાં છે. સુનીતા કેજરીવાલે કહ્યું કે 28મી ફેબ્રુઆરી એટલે કે આવતીકાલે કેજરીવાલ કોર્ટની સામે મોટો ખુલાસો કરશે.
અમેરિકાના મેરીલેન્ડ રાજ્યના બાલ્ટીમોર શહેરમાં કન્ટેનર જહાજ સાથે અથડાવાને કારણે 3 કિલોમીટર લાંબો 'ફ્રાંસિસ સ્કોટ કી' પુલ તૂટી પડ્યો હતો. આ સિંગાપોર ફ્લેગવાળું કન્ટેનર જહાજ શ્રીલંકાની રાજધાની કોલંબો જઈ રહ્યું હતું. આ અકસ્માતમાં 8 લોકો લાપતા છે. આજના તાજા સમાચાર.
યુક્રેનના વિદેશ મંત્રી દિમિત્રો કુલેબા ગુરુવારે ભારત આવશે
યુક્રેનના વિદેશ મંત્રી દિમિત્રો કુલેબા 28 માર્ચ, 2024 ગુરુવારના રોજ ભારતની બે દિવસીય મુલાકાતે આવી રહ્યા છે. ભારત પ્રવાસે આવતા પહેલા તેમણે કહ્યું કે, આ મારી પ્રથમ ભારત મુલાકાત હશે, 7 વર્ષમાં યુક્રેનના વિદેશ મંત્રીની ભારતની આ પ્રથમ મુલાકાત હશે. આ મુલાકાતનો હેતુ યુક્રેન-ભારત સંબંધોને મજબૂત કરવાનો છે. યુક્રેન ભારતને એક શક્તિશાળી આંતરરાષ્ટ્રીય અવાજ સાથે એક મહત્વપૂર્ણ વૈશ્વિક શક્તિ તરીકે જુએ છે. અમને વિશ્વાસ છે કે ગાઢ સહકારથી બંને દેશોને ફાયદો થશે…
આપને મોટો ફટકો, જાલંધરના સાંસદ સુશીલ રિંકુ ભાજપમાં જોડાયા
આપ પાર્ટીને લોકસભા ચૂંટણી પહેલા મોટો ફટકો પડ્યો છે. જાલંધરથી લોકસભા સાંસદ અને આપના ઉમેદવાર સુશીલ રિંકુ ભાજપમાં સામેલ થઇ ગયા છે.
ઉદ્ધવ ઠાકરે જૂથે લોકસભાના ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી
લોકસભા ચૂંટણી 2024ના પ્રથમ તબક્કાની ગણતરીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. રાજકીય પક્ષોએ એક પછી એક ઉમેદવારોની યાદી જાહેર કરી જાહેરાત કરી રહ્યા છે. અગાઉ ભાજપ અને કોંગ્રેસ સહિતના પક્ષોએ ઉમેદવારોની છ યાદી બહાર પાડી હતી હવે શિવસેના (યુબીટી)એ પણ ઉમેદવારોની યાદી બહાર પાડી છે. જેમાં 17 ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે.
બુઢાનાથી નરેન્દ્ર ખાડેકર, વાશિમથી સંજય દેશમુખ, માવલથી સંજગ વાધેરી પાટીલ, સાંગલીથી ચંદ્રહર પાટીલ, હિંગોલીથી નાગેશ પાટીલ, ઔરંગાબાદના સંભાજી નગરમાંથી ચંદ્રકાંત ખેર, ધારશિવથી ઓમરાજ્ય, શિવડીથી ભાઈસાહેબ વાઘચૌરે, રાજભવ વાઘેરી અને રાજભા વાઘેરી નાસિકથી અનંતને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. આ ઉપરાંત રાયગઢથી ગતિ, રત્નાગીરીથી વિનાયક રાઉત, થાણેથી રાજા વિચારે, મુંબઈ પૂર્વથી સંજય દિના પાટીલ, દક્ષિણ મુંબઈથી અરવિંદ સાવંત, મુંબઈ ઉત્તર-પશ્ચિમથી અમોલ કીર્તિકર અને પરભણી બેઠક પરથી સંજય જાધવને ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.
કોંગ્રેસે બીજી યાદીમાં પાંચ ઉમેદવારોના નામ જાહેર
કોંગ્રેસ પાર્ટીએ લોકસભા ચૂંટણી 2024 માટે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. કોંગ્રેસની સાતમી યાદીમાં કુલ પાંચ ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. આ યાદીમાં છત્તીસગઢના ચાર ઉમેદવારો છે જ્યારે એક ઉમેદવાર તમિલનાડુનો છે. કોંગ્રેસની આ યાદી અનુસાર, પાર્ટીએ છત્તીસગઢના સુરગુજાથી શશિ સિંહ, ડૉ. મેનકા દેવી સિંહ, બિલાસપુરથી દેવેન્દ્ર સિંહ યાદવ, કાંકેરથી બ્રજેશ ઠાકુર અને તમિલનાડુના માયલાદુથુરાઈથી એડવોકેટ આર સુધાને ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે.
- Mar 27, 2024 23:47 IST
મુંબઇ કસ્ટમ્સે દાણચોરીનું 6.11 કિલો સોનું પકડ્યું
મુંબઈ કસ્ટમ્સ વિભાગે 24 થી 27 માર્ચ દરમિયાન 3.52 કરોડ રૂપિયાની મૂલ્યનું 6.11 કિલો સોનું અને આશરે 20,000 યુએસ ડોલર અને મોબાઈલ ફોન જપ્ત કર્યા છે. આ સોનું કપડાં, ચેક-ઈન બેગ, શરીરના અંગોમાં છુપાવવામાં લાવવામાં આવ્યું હતું.
Mumbai Customs seized over 6.11 kg of gold worth Rs 3.52 crore and around US$20,000 and mobile phones from March 24 to 27. The gold was concealed in clothes, check-in bags, body cavities: Mumbai Customs pic.twitter.com/y3m8dsczG4
— ANI (@ANI) March 27, 2024
- Mar 27, 2024 23:40 IST
મુંબઇમાં બોમ્બે ટોકીઝ કમ્પાઉન્ડમાં આગ લાગી
મુંબઈઃ મલાડ પશ્ચિમમાં બોમ્બે ટોકીઝ કમ્પાઉન્ડમાં આગ લાગી છે. આગ લાગતા ફાયરની 5 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે. આગ ઓલવવાની કામગીરી ચાલી રહી છે. હા કોઈ જાનહાનિ કે ઈજાના અહેવાલ નથી.
#WATCH | Mumbai: Fire broke out in Bombay Talkies Compound in Malad West. 5 fire tenders reached the spot. The work of extinguishing the fire is underway. No casualties or injuries have been reported.
More details are awaited. pic.twitter.com/2MFuNWaY9S— ANI (@ANI) March 27, 2024
- Mar 27, 2024 23:03 IST
ગોવાના આપ પ્રદેશ પ્રમુખને ઇડીનું સમન્સ, ગુરુવારે હાજર થવા આદેશ
દિલ્હી લિકર કૌભાંડ કેસમાં ઈડીએ હવે ગોવાના આપ પ્રદેશ પ્રમુખ અમિત પાલેકરને સમન્સ મોકલ્યુ છે. ઇડીએ પાલેકરને ગુરુવારે તપાસમાં સામેલ થવા નિર્દેશ આપ્યો છે. અમિત પાલેકર ઉપરાંત રામારાવ વાઘ, દત્ત પ્રસાદ નાઇક અને ભંડારી સમાજના અધ્યક્ષ અશોક નાઇકને પણ સમન્સ મોકલ્યા છે.
https://twitter.com/ANI/status/1773003866964951219?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1773003866964951219%7Ctwgr%5Ee3b3755d7db1babc6095b7cea6cc8e9a675076d0%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.jansatta.com%2Fnational%2Fdelhi-liquor-policy-case-ed-summons-aap-goa-president-amit-palekar%2F3278477%2F
- Mar 27, 2024 22:14 IST
ભાજપે 18 રાજ્યોના લોકસભા ચૂંટણી પ્રભારીની યાદી જાહેર કરી
ભાજપે 18 રાજ્યોના લોકસભા ચૂંટણી પ્રભારીની યાદી જાહેર કરી છે. જેમાં હરિયાણા ભાજપના પૂર્વ અધ્યક્ષ ઓ.પી. ધનખડને દિલ્હીના પ્રભારી પદે નિયુક્ત કરવામાં આવ્યા છે. તો ડૉ.દિનેશ શર્માને મહારાષ્ટ્રના અને સંજીવ ચૌરસિયાને ઉત્તર પ્રદેશના પ્રભારી બનાવ્યા છે.
लोकसभा चुनाव | भाजपा ने कई राज्यों के लिए पार्टी चुनाव प्रभारियों और सह-प्रभारियों की नियुक्ति की।
हरियाणा भाजपा के पूर्व अध्यक्ष ओ.पी. धनखड़ को दिल्ली का प्रभारी नियुक्त किया गया है। डॉ. दिनेश शर्मा को महाराष्ट्र का प्रभारी नियुक्त किया गया। संजीव चौरसिया को उत्तर प्रदेश का… pic.twitter.com/qRgJ6AjgBI— ANI_HindiNews (@AHindinews) March 27, 2024
- Mar 27, 2024 20:54 IST
ભાજપ દ્વારા લોકસભા ચૂંટણીના ઉમેદવારની 7મી યાદી જાહેર
ભાજપ દ્વારો લોકસભા ચૂંટણી 2024 માટે ઉમેદવારોની 7મી યાદી જાહેર કરવામાં આવી છે. આ યાદીમાં મહારાષ્ટ્રની અમરાવતી લોકસભા બેઠક પર નવનીત રાણા અને કર્ણાટકની ચિત્રદુર્ગ લોકસભા બેઠક પર ગોવિંદ કરજોલને ઉમેદવાર બનાવ્યા છે.
भाजपा ने लोकसभा चुनाव के लिए अपने उम्मीदवारों की सातवीं सूची जारी कर दी है।
नवनीत राणा महाराष्ट्र की अमरावती सीट से भाजपा उम्मीदवार बनाई गई हैं। pic.twitter.com/YkHyAnaaji— ANI_HindiNews (@AHindinews) March 27, 2024
- Mar 27, 2024 20:51 IST
યુક્રેનના વિદેશ મંત્રી દિમિત્રો કુલેબા ભારત આવશે
યુક્રેનના વિદેશ મંત્રી દિમિત્રો કુલેબા ભારત પ્રવાસે આવી રહ્યા છે. ભારત પ્રવાસે આવતા પહેલા તેમણે કહ્યું કે, આ મારી પ્રથમ ભારત મુલાકાત હશે, 7 વર્ષમાં યુક્રેનના વિદેશ મંત્રીની ભારતની આ પ્રથમ મુલાકાત હશે. આ મુલાકાતનો હેતુ યુક્રેન-ભારત સંબંધોને મજબૂત કરવાનો છે. યુક્રેન ભારતને એક શક્તિશાળી આંતરરાષ્ટ્રીય અવાજ સાથે એક મહત્વપૂર્ણ વૈશ્વિક શક્તિ તરીકે જુએ છે. અમને વિશ્વાસ છે કે ગાઢ સહકારથી બંને દેશોને ફાયદો થશે.
#WATCH अपनी आगामी भारत यात्रा पर यूक्रेन के विदेश मंत्री दिमित्रो कुलेबा ने कहा, "...यह भारत की मेरी पहली यात्रा होगी, यह 7 वर्षों में किसी यूक्रेनी विदेश मंत्री की भारत की पहली यात्रा होगी। इस यात्रा का उद्देश्य भारत को यूक्रेन-भारत संबंध को मज़बूत बनाना है...यूक्रेन भारत को एक… pic.twitter.com/8iNURuEU3e
— ANI_HindiNews (@AHindinews) March 27, 2024
- Mar 27, 2024 18:58 IST
કેજરીવાલને દિલ્હી હાઇકોર્ટમાંથી રાહત ના મળી, હવે 3 એપ્રિલે સુનાવણી
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને દિલ્હી હાઇકોર્ટમાંથી રાહત મળી નથી. કોર્ટે કેજરીવાલની ધરપકડ સામે ઇડીને જવાબ દાખલ કરવા માટે 2 એપ્રિલ સુધીનો સમય આપ્યો છે. આ મામલે આગામી સુનાવણી 3 એપ્રિલે થશે.
- Mar 27, 2024 18:12 IST
પૂર્ણિયા સીટથી આરજેડીએ બીમા ભારતીને ઉમેદવાર બનાવ્યા
બિહારમાં સીટ શેરિંગને લઇને મહાગઠબંધનમાં હજુ મુંઝવણની સ્થિતિ છે. આ દરમિયાન પૂર્ણિયા સીટથી આરજેડીએ બીમા ભારતીને ઉમેદવાર બનાવ્યા છે. આ સીટ પરથી પપ્પુ યાદવ પણ ચૂંટણી લડવાની ઇચ્છા વ્યક્ત કરી ચુક્યા છે. પપ્પુ યાદવે હાલમાં જ પોતાની પાર્ટીનો કોંગ્રેસમાં વિલય કર્યો હતો.
- Mar 27, 2024 16:52 IST
આપને મોટો ફટકો, જાલંધરના સાંસદ સુશીલ રિંકુ ભાજપમાં જોડાયા
આપ પાર્ટીને લોકસભા ચૂંટણી પહેલા મોટો ફટકો પડ્યો છે. જાલંધરથી લોકસભા સાંસદ અને આપના ઉમેદવાર સુશીલ રિંકુ ભાજપમાં સામેલ થઇ ગયા છે.
#WATCH | AAP MP from Jalandhar (Punjab) Sushil Kumar Rinku and party's MLA in the state Sheetal Angural join the BJP, in Delhi. pic.twitter.com/j6XeEhlejy
— ANI (@ANI) March 27, 2024
- Mar 27, 2024 16:27 IST
ચૂંટણી પંચે સુપ્રિયા શ્રીનેત અને દિલીપ ઘોષને કારણ બતાવો નોટિસ જારી કરી
ચૂંટણી પંચે કોંગ્રેસના નેતા સુપ્રિયા શ્રીનેતને ભાજપના લોકસભા ઉમેદવાર કંગના રનૌત સામે ટિપ્પણી કરવા બદલ અને ભાજપના સાંસદ દિલીપ ઘોષને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી વિરુદ્ધ કરેલી ટિપ્પણી બદલ કારણ બતાવો નોટિસ જારી કરી છે.
- Mar 27, 2024 15:54 IST
કેજરીવાલની ધરપકડને લઇને અમેરિકાએ કરેલી ટિપ્પણીથી ભારતે સખત નારાજગી વ્યક્ત કરી
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડને લઇને અમેરિકાએ કરેલી ટિપ્પણીથી ભારતે સખત નારાજગી વ્યક્ત કરી છે. ભારત તરફથી કહેવામાં આવ્યું કે આ એક આંતરિક મામલો છે અને તેનું સન્માન થવું જોઈએ.
- Mar 27, 2024 15:20 IST
અરવિંદ કેજરીવાલ ટિપ્પણી મામલે વિદેશ મંત્રાલયે અમેરિકન રાજદ્વારીને સમન્સ પાઠવ્યા
ભારતીય વિદેશ મંત્રાલયે અમેરિકન રાજદ્વારી ગ્લોરિયાને દિલ્હી લિકર પોલિસી કૌભાંડ કેસમાં સીએમ અરવિંદ કેજરીવાલની ધરપકડ અંગેની તેમની ટિપ્પણી પર સમન્સ પાઠવ્યું છે.
- Mar 27, 2024 14:34 IST
ઉત્તર પ્રદેશમાં પીટબુલ-બુલડોગ સહિત શ્વાનની 23 ખતરનાક જાતિઓ પર પ્રતિબંધ
કૂતરાના હુમલાથી અનેક લોકોના મોત અને ગંભીર રીતે ઘાયલ થવાના મામલા સામે આવ્યા બાદ ઉત્તર પ્રદેશ સરકારે મોટો નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકારના સૂચન પર યુપી સરકારે કૂતરાઓની 23 ખતરનાક જાતિઓ પર પ્રતિબંધ મૂક્યો છે.
- Mar 27, 2024 14:31 IST
EDએ મહુઆ મોઇત્રા અને દર્શન હિરાનંદાનીને સમન્સ મોકલ્યા
લોકસભા ચૂંટણી પહેલા EDએ તૃણમૂલ કોંગ્રેસના નેતા અને ભૂતપૂર્વ લોકસભા સાંસદ મહુઆ મોઇત્રાને ફેમા કેસમાં પૂછપરછ માટે સમન્સ જારી કર્યા છે. આ ઉપરાંત EDએ બિઝનેસમેન દર્શન હિરાનંદાનીને પણ 28 માર્ચે પૂછપરછ માટે સમન્સ મોકલ્યું છે.
- Mar 27, 2024 14:29 IST
દિલ્હી હાઈકોર્ટમાં અરવિંદ કેજરીવાલ કેસની સુનાવણી ચાલુદિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલની ધરપકડના મામલામાં દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી ચાલી રહી છે.
દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલની ધરપકડના મામલામાં દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી ચાલી રહી છે.
- Mar 27, 2024 13:38 IST
કેજરીવાલ કોર્ટમાં જણાવશે કે દારૂના કૌભાંડના પૈસા ક્યાં ગયા
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની પત્ની સુનીતા કેજરીવાલે ફરી એકવાર વીડિયો નિવેદન જાહેર કર્યું છે. આ દરમિયાન તેમણે કહ્યું કે કેજરીવાલ દિલ્હીના લોકો માટે ચિંતિત છે, તેઓ સાચા દેશભક્ત છે.
- Mar 27, 2024 11:45 IST
છત્તીસગઢના બીજાપુરમાં સુરક્ષાદળોએ છ નક્સલીને ઠાર માર્યા
છત્તીસગઢના બીજાપુરમાં સુરક્ષા જવાનો સાથેની અથડામણમાં એક મહિલા કેડર સહિત છ નક્સલવાદીઓ માર્યા ગયા છે. આ એન્કાઉન્ટર બાસાગુડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચી કુરભટ્ટી અને પુસાબકા ગામોના જંગલોમાં થયું હતું.
- Mar 27, 2024 10:23 IST
હુક્કાબારમાં દરોડા દરમિયાન ઝડપાયો બિગ બોસ 17નો વિજેતા મુનવર ફારુકી
મુંબઈ પોલીસે હુક્કાબારમાં રેડ કરતા બિગ બોસ 17નો વિજેતા મુનવર ફારુકી સહિત 13 લોકો ઝડપાયા હતા. ત્યારબાદ મુંબઈ પોલીસે તેમની પૂછપરછ કર્યા બાદ છોડી મૂક્યા હતા. પોલીસના હાથે ઝડપાયેલા મુનવ્વર સહિત તમામ લોકો સામે કેસ નોંધવામાં આવ્યો છે
- Mar 27, 2024 10:14 IST
ઉદ્ધવ ઠાકરે જૂથે લોકસભાના ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી
ભાજપ અને કોંગ્રેસ સહિતના પક્ષોએ ઉમેદવારોની છ યાદી બહાર પાડી હતી હવે શિવસેના (યુબીટી)એ પણ ઉમેદવારોની યાદી બહાર પાડી છે. જેમાં 17 ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે.
- Mar 27, 2024 09:26 IST
મમતા બેનર્જી પર વિવાદાસ્પદ ટિપ્પણી કર્યા બાદ વિવાદોમાં ફસાયા દિલીપ ઘોષ
ભારતીય જનતા પાર્ટીના સાંસદ દિલીપ ઘોષની પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની પારિવારિક પૃષ્ઠભૂમિને લઈને કરેલી ટિપ્પણીઓ વિવાદમાં છે. તૃણમૂલ કોંગ્રેસે ઘોષ વિરુદ્ધ ચૂંટણી પંચમાં ફરિયાદ કરી છે. દરમિયાન તેમના જ પક્ષે દિલીપ ઘોષને નોટિસ પાઠવી છે. નોટિસ જારી કરીને ભાજપે ઘોષની ટિપ્પણી પર નારાજગી વ્યક્ત કરી છે પરંતુ તેમનો જવાબ પણ માંગ્યો છે.
- Mar 27, 2024 08:25 IST
કોંગ્રેસે વધુ પાંચ ઉમેદવારોના નામ જાહેર કર્યા
કોંગ્રેસ પાર્ટીએ લોકસભા ચૂંટણી 2024 માટે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. કોંગ્રેસની સાતમી યાદીમાં કુલ પાંચ ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે.
- Mar 27, 2024 08:16 IST
જમ્મુ કાશ્મિરમાંથી આર્મ્ડ ફોર્સિસ એક્ટને પાછો ખેચવા વિચાર?
લોકસભા ચૂંટણી પહેલા ગુજરાતમાં રાજકારણ ગરમાયેલું છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે મંગળવારે કહ્યું કે કેન્દ્ર સરકાર જમ્મુ અને કાશ્મીરમાંથી આર્મ્ડ ફોર્સિસ (સ્પેશિયલ પાવર્સ) એક્ટ (AFSPA)ને પાછો ખેંચવા પર વિચાર કરશે.
- Mar 27, 2024 08:16 IST
ગુજરાતમાં ગમરી વધશે
હવામાન વિભાગ દ્વારા આપેલા આગાહી પ્રમાણે આગામી દિવસોમાં ગુજરાતમાં હજી વધારે ગરમી વધવાની શક્યતાઓ છે.
- Mar 27, 2024 08:15 IST
આજે બુધવારનો દિવસ 12 રાશિના જાતકો માટે કેવો રહેશે?
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/11/wednesday-horoscope.jpg)
આજે 27 માર્ચ 2024 બુધવારનો દિવસ તમામ 12 રાશિના જાતકો માટે કેવો રહેશે. અહીં ક્લિક કરીને વાંચો તમારું આજનું દૈનિક રાશિફળ.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us